
આજે 29 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જમ્મુ અને કાશ્મીરના સુરનકોટમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો, જેમાં એક સૈનિક શહીદ થયો છે. આ ઘટનામાં કોઈ આતંકવાદી કૃત્ય ના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ બનાવની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદના વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોર્ટમાં કરેલ આજીજી બાદ, અદાલતે રાહત આપી છે. ગ્રામ્ય કોર્ટે કાઢેલા વોરંટ સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહી દરમિયાન હાજર રહેવા ખાતરી આપી હતી. ધારાસભ્ય હાર્દિક પટેલે આપેલી ખાતરી બાદ કોર્ટે વોરંટ રદ કર્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસ મામલે નોંધાયો હતો ગુનો. પરવાનગી વિના ધરણા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને ગાળો બોલવા સહિતના મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો.
વડોદરામાં યુનાઈટેડ વે બાદ હવે, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા પણ આજે બંધ રહેશે. વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા સતત બીજા દિવસે બંધ રહેવા પામ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકોએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ગરબા બંધ રાખવમાં આવ્યા હતા. ગ્રાઉન્ડની સ્થિતિ યોગ્ય ના હોય ગરબા બંધ રાખવાની ફરજ પડી હોવાનો મેસેજ ખેલૈયાઓને મોકલાવ્યો છે.
કેશોદ અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણી બહાર કાઢવાનુ કામ કરતા યુવકનું શોક લાગવાથી મોત થયું. વરસાદી પાણી બહાર કાઢવા પમ્પિંગ કરી રહેલા યુવકને વીજ શોક લાગ્યો હતો. મંગલપુરના દિવ્યેશ રાઠોડનું થયું મોત. વીજ શોક લાગતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યા સારવાર દરમિયાન મોત થયું હતું. ખુલ્લા વાયરો હોય પાણીમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગાંધીનગરના કલોલના નારદીપુર ગામે ત્રણ યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે. ત્રણેય ભાઈઓ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્રણ પૈકી એકે અપશબ્દો બોલી આપઘાતનો વીડિયો બનાવી શેર કર્યા બાદ ત્રણે કર્યો છે આપઘાત. આપઘાતને લઈ કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકો દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આ ઘટના બે દિવસ પૂર્વેની છે પરંતુ પ્રકાશમાં આજે આવી હોવાનું કહેવાય છે.
નવસારી જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાથી નવસારીમાં વીજ પુરવઠાને મોટી અસર થવા પામી છે. વાવાઝોડામાં 114 હાઈ ટેન્શન પોલ, 130 LT પોલ તથા 9 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ. વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરને થયેલા નુકશાનને કારણે DGVCL ના 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત થવા પામ્યા હતા. વીજ પુરવઠાને અસર થતા DGVCL દ્વારા યુધ્ધના ધોરણે નવી વીજ લાઇન નાંખવાની કામગીરી થઈ રહી છે. જોકે હજી પણ કેટલાક ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરતા સમય લાગશે.
જામનગરમાં જમીન કૌંભાડમા સંડોવાયેલ જયેશ રાણપરીયાના ભાઈ ધર્મેશ મુળજી રાણપરીયા સહીત 5 લોકો સામે વ્યાજખોરી, બળજબરીપૂર્વકની ઉઘરાણી અને અપહરણનો ગુન્હો નોંધાયો હતો, જે ગુનામા પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમા રજુ કર્યા હતા. ફકીયાદ મુજબ આરોપીઓએ વ્યાજે રૂપિયા આપ્યા બાદ અતિશય વ્યાજ વસૂલવા, કારખાનાની મશીનો તથા કાર કબજે કરવા અને ફરીયાદીના પતિનું અપહરણ કરી આશરે 20 દિવસ સુધી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનુ કૃત્ય કર્યુ હોવાનુ ફરીયાદ નોંધાઈ હતી.
આ મામલે ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, હરીશભાઈ ગંઢા, ઉપેન્દ્રાઇ ચાંદ્રા અને કીરીટભાઈ ગંઢા એમ કુલ પાંચ આરોપીઓ પોલીસે અટકાયત કરી. ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડેલ અને કોર્ટમાં રજૂ કર્યા.પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટે 1 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીનો રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે, પ્રતિષ્ઠિત યુનાઇટેડ વેના ગરબા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. યુનાઈટેડ વેના આયોજકોએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ગરબા બંધ રાખવમાં આવ્યા હતા. ગ્રાઉન્ડની સ્થિતિ ગરબા યોગ્ય ના હોવાથી ગરબા બંધ રાખવાની ફરજ પડી હોવાનો મેસેજ ખેલૈયાઓને મોકલાવ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર સુધી પહોંચ્યો છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાને માત્ર 0.68 સેન્ટિમીટર દૂર છે. ઉપરવાસમાંથી પાણીની આવક 83,000 ક્યુસેક થઈ રહી છે. જેની સામે 43,000 ક્યુસેક પાણી નદી છોડાઈ રહ્યું છે. હાલ આર બી પી એચ અને સી એચ પી એચ ના ટર્બાઇન થકી વીજ ઉત્પાદન થઈ રહયું છે. જો કે આજ સવારથી જ નર્મદા ડેમના તમામ દરવાજા આવતી સિઝન સુધી બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ 98 ટકા ભરાયો છે.
નવરાત્રી દરમિયાન યુવતીની છેડતી કરનાર રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઓઢવમાં યુવતીની છેડતી કરનાર સામે નોંધાઈ ફરિયાદ. યુવતીનો પીછો કરી હાથ પકડી ગાડીમાં બેસવા દબાણ કર્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અગાઉ પણ યુવકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓઢવ પોલીસે કાર્તિક શેખવા નામના યુવક સામે ફરિયાદ નોંધી છે.
સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યાનો મામલા બાદ, ઓનલાઈન શિક્ષણ થઈ રહ્યું હતું. જો કે, આગામી 3 ઓક્ટોબરથી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10 અને 12 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે. 3 ઓક્ટોબરથી ધો.10 અને 12ના ઓફલાઈન વર્ગો થશે શરૂ. સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની લેશે મુલાકાત. અન્ય ધોરણના વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા નિર્ણય લેવાશે. સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને સમિતિએ કેટલાક સૂચનો આપ્યા છે. શાળાએ હજી પણ કેટલાક સલામતીના ધોરણો નથી સાચવ્યા. તપાસ કમિટીને સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપી નથી રહી જેથી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આપવામાં આવી વિગત.
બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તુ કપાયું છે. ભાજપે બાકી રહેલ 6 બેઠકો માટે છ ઉમેદવારોને મેન્ડેટ ફાળવી દીધા છે. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીનો સમાવેશ થતો નથી. ભાજપે જે છ બેઠક માટે મેન્ડેટ ફાળવ્યા છે તેમાં પાલનપુર- ભરત પટેલ, કાંકરેજ-બાબુ ચૌધરી, દાંતીવાડા-પરથીભાઇ ચૌધરી, ધાનેરા- જે કે પટેલ, વડગામ-ફલજીભાઈ પટેલ અને દાંતા બેઠક પરથી અમરતજી ઠાકોરને પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે. આમ બનાસડેરીના 16 સભ્યોના નિયામક મંડળની ચૂંટણી માટે અગાઉ 10 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. ત્યારે બાકીના આજે 6 ડિરેકટરો માટેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જતા, એમ કહી શકાય કે, બનાસડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ શકે છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો નવરાત્રીમાં અનોખો અંદાજ જોવા મળ્યો છે. હાથમાં દાંડિયા લઈને રાસ રમતા જોવા મળ્યાં હતા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના મત વિસ્તારમાં નવરાત્રી દરમિયાન હાથમાં દાંડિયા લઈ રમતા જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વમાં જાણીતા મેર મણિયારો રાસ સમાન્ય દિવસોમાં પણ રમાય છે, પરંતુ નવરાત્રીમાં ખાસ લોકો પણ રમતા જોવા મળે છે. ગઈકાલે રાત્રે નટવર અને ખંભોદર ગામે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના સ્નેહીજનો સાથે મણીયારો રાસ રમતા કેમેરે કેદ થયા હતા
ટેકાના ભાવે મગફળીની ખરીદીનો જથ્થો નક્કી ના થતા ખેડૂતોમાં મૂંઝવણ મૂકાયા હોવા અંગે કિસાન સંઘના મહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કિસાન સંઘના મહમંત્રીએ કહ્યું છે કે, સરકારની અનિર્ણાયકતા ના કારણે ખેડૂત મૂંઝવણમાં મૂકાયો છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. સરકારે હજુ જાહેર નથી કર્યું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદાશે. ગયા વર્ષ કરતા મગફળીનો પાક વધ્યો છે અને રજિસ્ટ્રેશન ડબલ થયું છે. ખેડૂતોએ પકવેલી મગફળી પૈકી 50 ટકા જથ્થો ટેકાના ભાવે સરકાર ખરીદે તેવી કિસાન સંઘની માગણી છે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે તો ઝડપથી સરકાર ખરીદી શરૂ કરે તેવી કિસાન સંઘે માગણી કરી છે. દિવાળીના તહેવારોમાં મગફળીના રૂપિયા ખેડૂતોને કામ આવી શકે તેમ સરકાર પ્રક્રિયા શરૂ કરે.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી, 2026 સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી શોપિંગ ફેસ્ટિવલના આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપિલ સાથે પ્રમોટ કરાશે.
સુરતમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરમાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરના અમરોલી ,કતારગામ ,છાપરાભાઠા,અડાજણ ,અઠવા, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરમાં 30 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીની જળસપાટીમાં પણ થયો વધારો.
દિવાળીના તહેવાર દરમિયાન એક શહેરમાંથી બીજા શહેરમાં રોજગારી માટે આવેલ લોકો તેમના વતન જઈ શકે તે માટે એસટી નિગમ દ્વારા, રાજ્યમાં એક્સ્ટ્રા કુલ 2600 ટ્રીપો સંચાલિત કરાશે. આ 2600 ટ્રીપથી આશરે પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ થશે.
એસ.ટી નિગમ દ્વારા માત્ર સુરત શહેરથી જ, રાજ્યના વિવિધ શહેરો માટે સૌથી વધુ 1600 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી તા.19 ઓક્ટોબર 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, સુરત સહિત અન્ય વિભાગો મળી મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે.
સુરત શહેરના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. શહેરમાં 30 કિમિની ઝડપે પવન ફૂંકાયો. અમરોલી, કતારગામ, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અઠવા, રાંદેર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીની સપાટીમાં વધારો થયો છે.
જામનગરઃ ડુંગળીના ઓછા ભાવને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવા વિરોધમાં જોડાયા. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠાં થઈને વિરોધ કર્યો. જામજોધપુર મિની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી. રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. રેલી દરમિયાન ધારાસભ્ય અને ખેડૂતોએ મફતમાં ડુંગળી આપી. લોકોને વિનામૂલ્યે ડુંગળી આપી વિરોધ નોંધાવ્યો.
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. અખાદ્યા નાસ્તા અથવા દૂષિત પાણીના કારણે 20થી વધુ વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની લક્ષણો જણાતા તેમને તાત્કાલિક અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા અને શાળાના તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ચીખલી તાલુકાના વિનાશથી લોકો પોતાનું મહત્વનું ગણાતું સપનાનું ઘર ગુમાવી બેઠા છે સાથે આવકનું સાધન ગણાતા ખેતીમાં પણ મોટાભાઈ નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શામળા ફળિયા ગામના ચીકુની વાડીઓની વાડીઓ તબાહ થઈ ગઈ છે. રોજ 200 મણ ચીકુ વેચતા ગ્રામજનો હવે આવક ક્યાંથી ઊભી કરવી દસ વર્ષ પાછળ ચાલી જવાનું રંજ વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટના કટારિયા ચોકડી વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. કચરો, પાણી અને સાફસફાઈ જેવી સમસ્યાઓને લઈને વર્ષોથી પરેશાન રહેલા સ્થાનિકોએ અનેક રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનને કારણે રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી લોકોને સમજાવ્યા બાદ આંદોલન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરાયું હતું. સ્થાનિકોએ તંત્ર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે સાત દિવસ વરસાદની શકયતા છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.
મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં એક પ્રદર્શન દરમિયાન “આઈ લવ મહોમ્મદ” લખાણ મુદ્દે વિવાદ ઊભો થયો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસે સ્ટેશન પાસે એકઠા થયા અને હોબાળો થયો. પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સ્થાનિક તંત્રએ શાંતિ જાળવવા અપીલ કરી છે અને જાહેરમાં અફવા ન ફેલાવાની ચેતવણી પણ આપી છે. પોલીસ ઘટના સંબંધિત તમામ દૃશ્યોની તપાસ કરી રહી છે.
વલસાડ: ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે છે. ધસમસતા પાણીના કારણે લૉ-લેવલ બ્રિજ બંધ કરાયા. ડિધીમૂળ અને ટીટુમાળ ગામને જોડતો માર્ગ બંધ થયો છે. કપરાડા તાલુકાના કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો. ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. જિલ્લામાં કુલ 81 જેટલા રસ્તાઓ હાલ બંધ છે.
અમરેલીઃ વડિયા પંથકમાં વરસાદની ધમાકેદાર જમાવટ જોવા મળી રહી છે. વડિયાના સુરવો ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. વડિયામાં સુરવો ડેમના 1 દરવાજો 1 ફુટ ખોલાયો. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તારોમાં અવરજવર કરવાની તંત્રની મનાઈ છે.
બોટાદ: પાળીયાદ-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રકના અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. 15થી પણ વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. હીરાના કારીગરો અને મેનેજરો દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી પરત ફરતા સમયે તેમને અકસ્માત નડ્યો. ઈજાગ્રસ્તો પાળીયાદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સાતમા નોરતે યાત્રાધામ પાવાગઢમાં મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા છે. મહાકાળી માતાજીની મંગળા આરતીનો લ્હાવો લેવા મધરાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંગળા આરતીનો લ્હાવો લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. તો બીજી તરફ વરસાદી માહોલના કારણે વહેલી સવારે પાવાગઢ ઉપર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જાણે પાવાગઢ ડુંગરે સફેદ ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળ્યો.
અમરેલીઃ વડિયા પંથકમાં વરસાદની ધમાકેદાર જમાવટ કરી છે. વડિયાના સુરવો ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો. વડિયામાં સુરવો ડેમના 1 દરવાજો 1 ફુટ ખોલાયો. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નદી વિસ્તારોમાં અવરજવર કરવાની તંત્રએ મનાઈ ફરમાવી છે.
અમેરિકાઃ મિશગનના ચર્ચમાં જોરદાર ગોળીબાર થયો છે. અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા. ભારે ગોળીબારી બાદ ચર્ચમાં ભીષણ આગ લાગી. ચર્ચમાં ગોળીબાર કરનાર હુમલાખોરને પોલીસે ઠાર કર્યો.
એશિયા કપની ફાઈનલમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. પાકિસ્તાનને ફાઈનલમાં 5 વિકેટથી હરાવી એશિયા કપ જીત્યો છે. ત્યારે PM મોદીએ ભારતની જીત પર અભિનંદન પાઠવ્યા. ભારતની જીત પર PM મોદીએ ‘X’ પર પોસ્ટ કરી કે ‘મેદાનમાં પણ ઑપરેશન સિંદૂર..પરિણામ એક જ છે, ભારતની જીત. ભારતની ભવ્ય જીત બદલ ક્રિકેટરોને અભિનંદન’.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
ગીર સોમનાથઃ સિઝનમાં પહેલીવાર રાવલ ડેમ છલકાયો છે. રાવલ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. ઉના તથા ગીર ગઢડાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા. ગીર ગઢડાના સાત ગામોને એલર્ટ કરાયા. ઉના તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા.
ગીર સોમનાથઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પાકને નુકસાન પહોંચ્યુ છે. સૂત્રાપાડા તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થયુ. સૂત્રાપાડાના થરેલી ગામ નજીકના વાડી વિસ્તારમાં ભારે પવનના કારણે ખેડૂતોના શેરડીના પાકને મોટું નુકસાન થયુ છે. પવનના કારણે શેરડીનો પાક ઢળી પડ્યો.
નર્મદાઃ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. નર્મદા ડેમના ગેટ આવતી સિઝન સુધી બંધ કરવામાં આવ્યા. સતત ત્રણ મહિના સુધી પાણી છોડ્યા બાદ ડેમના ગેટ બંધ કરાયા. હાલ નર્મદા ડેમની જળસપાટી 137.75 મીટર પર પહોંચી. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 93 સેન્ટીમીટર દૂર છે. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી પહોંચી શકે. નવરાત્રી પૂર્ણ થતાં પહેલાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં નોંધાપત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ થયો. 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. વલસાડના કપરાડામાં 4.88 ઈંચ, ઉમરગામમાં 4.65 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના પાટણ વેરાવળમાં 4.61 ઈંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચ વરસાદ વરસ્યો, રાજ્યના 47 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યમાં 30 સપ્ટે. સુધી અનેક વિસ્તારોમાં ભારેની આગાહી છે.
દિલ્હીમાં બે બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણપશ્ચિમ જિલ્લા ઓપરેશન સેલે આ કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ બે વર્ષથી માન્ય વિઝા દસ્તાવેજો વિના રહેતા હતા. FRRO દિલ્હીની મદદથી દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ બાંગ્લાદેશના ટાંગૈલના રહેવાસી મોહમ્મદ અબ્દુલઅઝીઝ મિયાં (46) અને બાંગ્લાદેશના ગાઝીપુરના રહેવાસી મોહમ્મદ રફીકુલ ઇસ્લામ (29) તરીકે થઈ છે.
ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 જીત્યા બાદ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. “હું આ ટુર્નામેન્ટમાં મેં રમેલી બધી મેચોની મારી મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું.”
Published On - 7:38 am, Mon, 29 September 25