
મહારાષ્ટ્રઃ બારામતીમાં થોડીવારમાં અજિત પવારના અંતિમ સંસ્કાર થશે. અંતિમ સંસ્કાર પહેલા અજીત પવારની અંતિમયાત્રા નીકળી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં પણ લોકોનો જમાવડો જોવા મળ્યો. અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજરી આપશે. ગૃહપ્રધાન અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેશે. ગઈકાલે પ્લેન ક્રેશમાં DyCM પવાર સહિત 5 લોકોના મોત થયા હતા.
સંસદમાં આજે નાણા પ્રધાન નિર્મલા સીતારામન રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ. દેશની અર્થ વ્યવસ્થાના લેખાજોખા રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિ, પડકાર અને દિશા નક્કી કરશે. ત્રણ દિવસ બાદ બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. પહેલીવાર રવિવારે નિર્મલા સીતારામન દેશનું બજેટ રજૂ કરશે.
સુરતઃ જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા ITના દરોડા બીજા દિવસે પણ યથાવત્ છે. વસંત અને ચુની ગજેરાને ત્યાં દરોડાની કામગીરી યથાવત છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ ચાલી રહી છે. IT વિભાગની તપાસ બાદ EDની પણ એન્ટ્રી થઈ શકે છે. ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ દરોડા. મેહુલ ચોક્સીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની માહિતી છે. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી છે. મોટી કરચોરીની આશંકાને લઇ તપાસ
મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં, 29 જાન્યુઆરીએ ભારતીય સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. સેન્સેક્સ 248.45 પોઈન્ટ અથવા 0.30 ટકા ઘટીને 82,096.23 પર અને નિફ્ટી 60.80 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 25,281.95 પર બંધ રહ્યો. લગભગ 1334 શેર વધ્યા, 1070 શેર ઘટ્યા અને 166 શેર યથાવત રહ્યા.
ગીર સોમનાથમાં ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો. તો દીપડાએ તેના પર પણ હુમલો કર્યો.. એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા.
અમદાવાદ: નશાયુક્ત કફ સિરપની હેરાફેરીમાં 2ની ધરપકડ થઇ. કફ સિરપની હેરાફેરી કરતી ગાડી પોલીસે ઝડપી પાડી. નશાયુક્ત કફ સિરપની 2500થી વધુ બોટલોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 4.15 લાખની કિંમતની કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, અન્ય 3 ફરાર છે.
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ભાજપ નેતાની ગુંડાગર્દી સામે આવી છે. મળતી માહિતી મુજબ ભાજપ નેતા પુલકિત ટંડન યુવતીને દોડાવી દોડાવીને મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી નેતા યુવતીને જાહેરમાં લગભગ છ જેટલા થપ્પડ મારતો જોવા મળે છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલી હોઈ શકે છે. ઘટનાને લઈને ભારે વિરોધ થયો છે અને લોકો તરફથી હુમલાખોર ભાજપ નેતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
હારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો પાર્થિવ દેહ ટૂંક સમયમાં તેમના પૈતૃક ગામ કાટેવાડી લાવવામાં આવશે. અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
કોલંબિયામાં લેન્ડિંગ પહેલાં એક વિમાન ક્રેશ થયું. તેમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે.
સુપ્રીમ કોર્ટ નવા યુજીસી નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આજે 29 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:30 am, Thu, 29 January 26