
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકને છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પરિવારજનોએ કરી હતી. ઘટનાથી પૂર્વે યુવકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે અનિરુધસિંહ જોખીયા નામના શખ્સ સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિજનો દ્વારા પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ કેશોદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
રાજકોટ: ફરી એકવાર નકલી તબીબ ઝડપાયો. મેટોડા GIDC વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય SOGએ કાર્યવાહી કરી. કોઈ પણ ડીગ્રી વગર દાંતનાં ડોક્ટર તરીકે વેપલો ચલાવતો હતો. નકલી ડોક્ટરનું દવાખાનું છેલ્લા એક વર્ષથી ધમધમતું હતું.
જામનગરઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ. શહેરમાં હિન્દુ સેનાએ મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ રસ્તા પર દોરીને બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લાગ્યા. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
સુપ્રીમ કોર્ટ આજે ઉન્નાવ બળાત્કાર કેસમાં સીબીઆઈની અપીલ પર સુનાવણી કરશે. આ સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી વિવાદ પર સ્વતઃ નોંધ પણ લીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ પણ આજે આ મામલાની સુનાવણી કરશે.
આંધ્રપ્રદેશઃ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટનામાં એકનું મોત થયુ છે. એર્નાકુલમ એક્સપ્રેસના AC કોચમાં આગથી અફરાતફરી મચી ગઇ. B-1 કોચમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ટ્રેનના અન્ય કોચ પણ આગની ચપેટમાં આવ્યા. જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી છલાંગ લગાવી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
અમેરિકાઃ ન્યુજર્સીમાં મોટી દુર્ઘટના. હવામાં જ બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થઇ. દુર્ઘટનામાં એક પાયલોટનું મોત, અન્ય એક ઘાયલ છે. ટક્કર બાદ બંને હેલિકોપ્ટર જમીન પર પટાકાયા. હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો જાણવા તપાસ તઇ રહી છે.
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો. મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 14.8 ગાંધીનગરમાં 12.8 ડીસા 12.8 વલ્લભ વિદ્યાનગર 14.8 ડિગ્રી તાપમાન નોંધાચુ. વડોદરા 14.4 ભુજ 14.0 ભાવનગર 16.6 અને રાજકોટ 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. મહુવા 14.6 અને કેશોદ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું.
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ગોવાના મોપા એરપોર્ટથી રાત્રે 11:55 વાગ્યે રવાના થઈ. ફ્લાઇટને આઈજીઆઈ એરપોર્ટ ટર્મિનલ 1 પર 2:35 વાગ્યે લેન્ડ કરવાનું હતું. જોકે, જયપુર એરપોર્ટ પહેલાથી જ ભીડથી ભરેલું હતું, કારણ કે ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ ત્યાં ડાયવર્ટ કરવામાં આવી હતી, તેથી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી.
આજે 29 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:23 am, Mon, 29 December 25