29 એપ્રિલના મહત્વના સમાચાર : West Bengal Exit Poll 2026 : વિવિધ એક્ઝિટ પોલના પરિણામ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ રચશે સરકાર, દીદીની વિદાય !

આજે 29 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

29 એપ્રિલના મહત્વના સમાચાર : West Bengal Exit Poll 2026 : વિવિધ એક્ઝિટ પોલના પરિણામ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ રચશે સરકાર, દીદીની વિદાય !
| Edited By: | Updated on: Apr 29, 2026 | 9:06 PM

આજે 29 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2026 08:55 PM (IST)

    TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે VMCની ખાલી જમીન મેળવવા હાઈકોર્ટમાં કરી અરજી

    TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી. વડોદરાના મકાનની બાજુમાં કોર્પોરેશનના પ્લોટ વિવાદ મામલે કરી અરજી. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદા સામે ડિવિઝન બેંચમાં અપીલ. અગાઉ હાઈકોર્ટની સિંગલ જજની બેંચે 99 વર્ષની લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો. અરજદાર પાસે પ્લોટના કબજા માટે કોઈ આદેશ કે પરિપત્ર ના હોવા છતાં બાઉન્ડ્રી વોલ બનાવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. VMCએ TPની જમીન ખાલી કરવા આપેલ નોટિસને લઈ અગાઉ સિંગલ જજની બેંચ સમક્ષ કરાઈ હતી અરજી.

  • 29 Apr 2026 08:38 PM (IST)

    અમદાવાદમાં ત્રણ નવા પોલીસ ડિવિઝન, પોલીસ સ્ટેશન બનશે

    અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફારને લઈ ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં વધુ ત્રણ નવા ડિવિઝન આવ્યા અસ્તિત્વમાં આવશે. P, R અને S ડિવિઝન આવ્યા અસ્તિત્વમાં. મોટેરા અને સાબરમતી ઇસ્ટ પોલીસ સ્ટેશન પણ આવશે અસ્તિત્વમાં. ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઇસ્ટ પોલીસ સ્ટેશનનો P ડિવિઝનમાં સમાવેશ કરાશે. ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ ( નવું પોલીસ સ્ટેશન) પોલીસ સ્ટેશનનો R ડિવિઝનમાં સમાવેશ કરાશે. વટવા, વટવા GIDC, રામોલ પોલીસ સ્ટેશનનો S ડિવિઝનમાં સમાવેશ કરાશે.


  • 29 Apr 2026 08:30 PM (IST)

    પાટણ શહેરમા ભર ઉનાળે સમી સાંજે એકાએક વાદળો ઉમટી પડ્યા, વરસ્યું ઝાપટું

    પાટણ શહેરમા ભર ઉનાળે સમી સાંજે એકાએક વાદળો ઉમટી પડ્યા હતા. શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદનું ઝાપટું પણ પડ્યું હતું. ભારે ઉકળાટ બાદ એકાએક કમોસમી વરસાદનું ઝાપટું પડતા દોડધામ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા.

  • 29 Apr 2026 08:14 PM (IST)

    West Bengal Exit Poll 2026 : વિવિધ એક્ઝિટ પોલના પરિણામ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ રચશે સરકાર, દીદીની વિદાય !

    પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, બંગાળમાં ભાજપને 142 થી 171 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ટીએમસીને 99થી 127 બેઠકો મળવાનો અંદાજ છે.

    પ્રજાપોલના એક સર્વે મુજબ, બંગાળમાં ભાજપને 178 થી 208 બેઠકો મળી શકે છે, જ્યારે ટીએમસીને 85 થી 110 બેઠકો મળી શકે છે.

    ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 150-160 બેઠકો મળવાનો અંદાજ છે, અને ટીએમસીને 130-140 બેઠકો મળવાનો અંદાજ છે.

     

     

  • 29 Apr 2026 06:45 PM (IST)

    Assam Exit Poll 2026 : એક્ઝિટ પોલ અનુસાર આસામમાં ભાજપ ફરીથી બનાવશે સરકાર

    પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થયા બાદ, જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલ અનુસાર, આસામમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર હશે.  પીપલ ઇનસાઇટ એક્ઝિટ પોલ અનુસાર,  ભાજપ આસામમાં સરકાર બનાવવા માટે તૈયાર દેખાય છે. આ અંદાજ મુજબ, ભાજપને 88 થી 96 બેઠકો, કોંગ્રેસને 30 થી 34 બેઠકો અને ‘અન્ય’ને 2 થી 4 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

    ‘આજ તક-એક્સિસ માય ઇન્ડિયા’ એક્ઝિટ પોલ મુજબ, ભાજપને આસામમાં 88 થી 100 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 24 થી 36 બેઠકો મળવાનો અંદાજ છે.

  • 29 Apr 2026 06:28 PM (IST)

    લોકગાયક કિર્તીદાન ગઢવીએ, ફરિયાદીને ઢોર માર મારવા સાયબર સેલના SP રાજદીપ ઝાલા, PI બી.એમ. ચૌધરીને આપી સોપારી ! હાઈકોર્ટે ત્રણેયને ફટકારી નોટિસ

    દેવાયત ખવડ બાદ વધુ એક લોકસાહિત્યકારની મુશ્કેલી વધી છે. લોક ગાયક કિર્તીદાન ગઢવીને હાઇકોર્ટની નોટિસ. પોલીસને કહી અમદાવાદના વ્યક્તિને માર મરાવવાનો કિર્તીદાન ગઢવી પર આક્ષેપ. ગાંધીનગર સાયબર સેલના માણસોએ, ફરિયાદીને ઉઠાવી જઈને ગોંધી રાખી, ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કિર્તીદાન ગઢવી અને તેના ભાગીદારોના કહેવાથી માર મરાયો હોવાનો આક્ષેપ. કીર્તિદાન ગઢવી તેમજ રાજદીપ ઝાલા (SP) અને બી.એમ. ચૌધરી (PI, સાયબર સેલ) ને પણ ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે.

  • 29 Apr 2026 06:23 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99 ટકા મતદાન

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન પણ મોટા પાયે મતદાન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધીમાં આશરે 89.99 ટકા મતદાન નોંધાયું હતું. ખાસ કરીને, પૂર્વ બર્ધમાનમાં 92.46 ટકા, હુગલીમાં 90.34 ટકા અને હાવડામાં 89.44 ટકા મતદાન થવા પામ્યું હતું.

  • 29 Apr 2026 04:31 PM (IST)

    બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલ સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજા

    વાવ થરાદ જિલ્લામાં બનેલ દુષ્કર્મની એક ધટનામાં, થરાદ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. દુષ્કર્મ અને પોક્સો એકટમાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. 2023 મા બની હતી ઘટના. સુઈગામ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો. બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલ સગીરા પર આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 1.75 લાખ દંડની સજા ફટકારી.

  • 29 Apr 2026 04:27 PM (IST)

    નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી પરિણામ આવ્યુ અને ફરિયાદ દાખલ થઈ, જેલમાં જવાથી ડરતા નથીઃ ચૈતર વસાવા

    ઝઘડિયા કેમિકલ કંપનીમાં ગત 27મી એપ્રિલે લાગેલી આગના મામલે થયેલા ઘર્ષણ બાદ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ થઈ છે. ગત 27 એપ્રિલે, ઝઘડીયા કંપનીમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પિડીત પરિવારના એક સભ્યને થયુ હતુ ઘર્ષણ. પોલીસ ફરિયાદ દાખલ કરવાને લઇ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ચૂંટણીનું પરિણામ આવ્યું અને અમારા પર ફરિયાદ દાખલ કરાઈ છે. જેલમાં જવાથી અમે ડરતા નથી, હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા તૈયાર છે.

  • 29 Apr 2026 03:12 PM (IST)

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં NIA, CBI, EDની દખલ !

    “એનઆઈએ ટીમ અમને ડરાવવા આવી છે,” ટીએમસી ઉમેદવારનો દાવો. દક્ષિણ 24 પરગણાની ભાંગર બેઠક પરના ટીએમસી ઉમેદવાર સૌકત મોલ્લાએ લગાવ્યા આરોપો. “ચૂંટણીમાં પહેલીવાર, અમે એનઆઈએ, સીબીઆઈ અને ઇડીની સંડોવણી જોઈ રહ્યા છીએ,.તેઓ ગમે તે કરે, અમે ડરીશું નહીં,”

  • 29 Apr 2026 02:48 PM (IST)

    રાજકોટઃ જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પર બબાલ

    રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા પીઠડીયા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા સ્કોર્પિયો કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ટોલ કર્મચારી સાથે બબાલ કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં આરોપી દ્વારા ટોલ કર્મચારીનું ગળું દબાવવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, સાથે જ જ્ઞાતિ વિષે અપમાનજનક શબ્દો બોલી થપ્પડ માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થિતિ વધુ બગડતા શિફ્ટ સુપરવાઈઝરે વચ્ચે પડી કર્મચારીને છોડાવ્યો હતો. ઘટના બાદ બે દિવસ પછી પીડિત કર્મચારી દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી વિપુલ કાઠીને સાથે લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

  • 29 Apr 2026 02:00 PM (IST)

    પશ્ચિમ બંગાળ: ભાજપના EVM બટન પર ટેપ ચોંટાડેલી મળી

    પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: ભાજપે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં EVM બટન પર ટેપ લગાવવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પંચે જણાવ્યું છે કે જો ફરિયાદ સાચી સાબિત થશે તો ફરીથી મતદાન કરવામાં આવશે. આ દરમિયાન, જહાંગીર ખાનના વિસ્તારના બેલસિંગામાં બૂથ નંબર 186 પર સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો.

  • 29 Apr 2026 01:58 PM (IST)

    બંગાળમાં બમ્પર મતદાન, અંધાધૂંધી વચ્ચે બપોરે 1 વાગ્યા સુધી 61.11% મતદાન થયું

    બંગાળમાં બમ્પર મતદાન ચાલુ છે. અંધાધૂંધી વચ્ચે, બપોરે 1 વાગ્યા સુધી 61.11% મતદાન નોંધાયું છે.

  • 29 Apr 2026 01:33 PM (IST)

    રાજકોટ મનપામાં પણ ભાજપની ભવ્ય જીત, મેયરના નામ પર ચર્ચાઓ તેજ

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત પ્રચંડ જીત નોંધાવી છે, જેમાં 72માંથી 65 બેઠકો જીતતાં પાર્ટીએ પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. હવે સૌથી વધુ ચર્ચાનો વિષય મેયર પદને લઈને છે, જ્યાં અનેક દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે અને અંતિમ પસંદગી પર સૌની નજર ટકેલી છે. સાથે જ ડેપ્યુટી મેયર પદ માટે મહિલા નેતા પસંદ થવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે, ખાસ કરીને લોહાણા સમાજની નારાજગી ધ્યાનમાં રાખીને આ સમુદાયની મહિલાને સ્થાન મળવાની ચર્ચાઓ તેજ બની છે. ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતી પાર્ટી રહી છે, તેથી આ વખતે મેયર તરીકે કોણનો ચહેરો સામે આવશે તે જાણવા માટે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે.

  • 29 Apr 2026 12:52 PM (IST)

    હિંમતનગરમાં અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત

    સાબરકાંઠાના હિંમતનગર નજીક શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, એક કાર ચાલકે શોર્ટકટ લેવા ગેરકાયદે કટ પરથી ખોટી રીતે ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પાછળથી આવી રહેલી મિની બસ કાર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર લોકોમાં ભારે જાનહાની થઈ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

  • 29 Apr 2026 11:05 AM (IST)

    ChatGPT મારફતે પરીક્ષામાં નકલ કરતા 6 વિદ્યાર્થી ઝડપાયા

    સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. MBBS સહિતની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલ એટલે કે ChatGPT પર અપલોડ કરી જવાબ લખતા ઝડપાયા હતા. ફ્લાઈંગ સ્ક્વોડે વિદ્યાર્થીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા, જેમાં 2 MBBSના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી અને દરેકને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. મંગળવારે MPECની સુનાવણી દરમિયાન આવા 6 કિસ્સા સામે આવતા શિક્ષણ વ્યવસ્થામાં હાઈટેક નકલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

  • 29 Apr 2026 11:03 AM (IST)

    રાજકોટમાં ACBની મોટી કાર્યવાહી, સેન્ટ્રલ GSTના 2 અધિકારી 20 લાખની લાંચ લેતાં ઝડપાયા

    રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી સેન્ટ્રલ GST વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમાર અને ટેક્સ કન્સલટન્ટ આકાશને 20 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યા છે. આરોપીઓએ GST ન ભરવા અને ખોટા બિલ બનાવવાના કેસમાં કાર્યવાહી ટાળવા માટે શરૂઆતમાં 25 લાખની લાંચ માંગી હતી, જેમાંથી અંતે 20 લાખમાં સોદો નક્કી થયો હતો. ACBએ સ્ટી બસ સ્ટેન્ડ પાછળ ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાથી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

  • 29 Apr 2026 10:29 AM (IST)

    સુરત: દારૂ ઘુસાડવાના નવા કીમીયાનો પર્દાફાશ

    સુરતમાં દારૂની હેરફેર માટે અપનાવવામાં આવેલો નવો કીમિયો પોલીસે પર્દાફાશ કર્યો છે. બોલેરો વાહનની અંદર લોખંડના બનાવટના રોલ તૈયાર કરી તેમાં દારૂ છુપાવી શહેરમાં સપ્લાય કરવામાં આવતો હતો. લસકાણા પોલીસે બાતમીના આધારે ભાગ્યલક્ષ્મી કમ્પાઉન્ડમાં ઉભેલી બોલેરોની તપાસ કરતાં આ ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો. પોલીસે અંદાજે રૂ. 9.31 લાખની કિંમતની 5 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે. સાથે જ બોલેરો પણ કબજે લઈ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરવામાં આવી છે.

  • 29 Apr 2026 10:00 AM (IST)

    સવારે 9 વાગ્યા સુધીમાં બંગાળમાં 18.39% મતદાન

    બંગાળમાં બમ્પર મતદાન ચાલુ છે. સવારે 9 વાગ્યા સુધીમાં મતદાન 18.39% સુધી પહોંચી ગયું છે.

  • 29 Apr 2026 09:20 AM (IST)

    ગીર સોમનાથના તાલાલામાં રાજકીય રસાકસી, કોંગ્રેસ ઉમેદવારોને ઑફરોના આક્ષેપ

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હલચલ તેજ બની છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપને 9, AAPને 7 અને કોંગ્રેસને 2 બેઠકો મળતા હવે સત્તા સંતુલનમાં કોંગ્રેસના ઉમેદવારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સેમરવવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિતેષ વાજાના ભાઈ અને પ્રતિનિધિ રોહિત વાજાએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલથી જ ભાજપ અને AAP તરફથી તેમને લાખોની ઑફરો આપવામાં આવી રહી છે. ખાસ કરીને ભાજપ તરફથી ઑફર અપાયાનો દાવો પણ તેમણે કર્યો છે. જોકે, રોહિત વાજાએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો વેચાઉ નથી અને અંતિમ નિર્ણય કોંગ્રેસના મોવડી મંડળના માર્ગદર્શન મુજબ લેવામાં આવશે.

  • 29 Apr 2026 09:18 AM (IST)

    મહેસાણા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિરોધ પક્ષનો સફાયો

    મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરી ઐતિહાસિક જીત નોંધાવી છે. કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો ભાજપે જીતી લીધી છે, જ્યારે કડી વિસ્તારમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભાજપે બાજી મારી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખના વતન ઝાલસોડામાં પણ ભાજપે જીત મેળવી વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. ઉપરાંત, કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ છે. કડી નગરપાલિકાની તમામ 28 બેઠકો ભાજપે પહેલેથી જ બિનહરીફ જીતી લીધી હતી. આ ઐતિહાસિક જીત બદલ પૂર્વ ઉપમુખમંત્રી નીતિન પટેલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે.

  • 29 Apr 2026 07:34 AM (IST)

    બનાસકાંઠાઃ દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતમાં દૂધ લેવાનો ઈનકાર

    બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતને લઈને વિવાદ સર્જાયો છે, જ્યાં પાતળીયા દૂધ મંડળી દ્વારા કેટલાક પશુપાલકોનું દૂધ ન લેવાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મંડળીના સભ્યો અને સરપંચે મતદાન દરમિયાન મત ન આપવાના કારણે દૂધ લેવાનું બંધ કર્યું છે. જ્યારે કેટલાક ગ્રામજનોએ દાવો કર્યો છે કે તેમણે 60 ટકાથી વધુ મત ભાજપને આપ્યા હોવા છતાં તેમનું દૂધ લેવામાં આવતું નથી. આ મુદ્દે નારાજ થયેલા પશુપાલકો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 29 Apr 2026 07:34 AM (IST)

    ભુજઃ પાલરા જેલમાંથી મોબાઈલ ઝડપાયો

    ભુજની પાલરા જેલમાં બેરેક નંબર-10 નજીકના બાથરૂમમાંથી સિમકાર્ડ સાથેનો સ્માર્ટફોન મળતા જેલ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અમદાવાદની સ્પેશિયલ ઝડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન મોબાઇલ ઝડપાયો હતો, જેને હવે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. પ્રતિબંધિત વસ્તુ હોવા છતાં મોબાઇલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો અને તેમાં કોની સંડોવણી હોઈ શકે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જેલર દેવશી કરંગીયાએ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.

  • 29 Apr 2026 07:33 AM (IST)

    પશ્ચિમ બંગાળમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન

    પશ્ચિમ બંગાળમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં 142 મતવિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. 23 એપ્રિલે પ્રથમ તબક્કામાં 152 મતવિસ્તારોમાં 92 ટકાથી વધુ મતદાન થયું હતું. આ બીજા તબક્કામાં 1,448 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે.

Published On - 7:31 am, Wed, 29 April 26

Follow Us