Gujarat News Live : અમદાવાદના ઓઢવમાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલક કાર લઈને ફરાર

|

Sep 29, 2023 | 12:12 AM

Gujarat Live Updates : આજ 28 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat News Live : અમદાવાદના ઓઢવમાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલક કાર લઈને ફરાર

Follow us on

આજે 28 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Sep 2023 11:55 PM (IST)

    અમીરગઢના દેરાસરમાં થયેલ મૂર્તિ ચોરીના આરોપી ઝડપાયા

    • મૂર્તિચોર અને ખરીદનાર બે શખ્સ ઝડપાયા
    • અમીરગઢના દેરાસરમાં થયેલ મૂર્તિ ચોરીના આરોપી ઝડપાયા
    • અમીરગઢના જેન દેરાસરમા કરી હતી મૂર્તિઓની ચોરી
    • અમીરગઢ પોલીસે આરોપીને ઉદેપુર અને ખેડબ્રહ્માથી ઝડપી પાડ્યા
    • ચોર કૈલાશ ગરાસીયા અને વેપારી લઘુરામ સોનીને ઝડપી જેલ હવાલે કર્યા
  • 28 Sep 2023 11:54 PM (IST)

    જીલ્લા પોલીસ દ્વારા મોડાસાથી શામળાજી સુધી પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ વોકનું આયોજન

    • ભાદરવી પૂનમના દર્શન કરવા માટે જીલ્લામાંથી મોટી સંખ્યામાં શામળાજી પદયાત્રા કરતા હોય છે
    • અનંત ચૌદસની રાત્રે શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શનાર્થે પગપાળા પહોંચે છે
    • અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા મોડાસા ચાર રસ્તાથી શામળાજી મંદિર સુધી પદયાત્રા યોજી હતી
    • પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલે સુરક્ષા યાત્રાનું પ્રસ્થાન કરાવી નાઈટ વોકમાં જોડાયા હતા
  • 28 Sep 2023 11:50 PM (IST)

    અમદાવાદના ઓઢવમાં હિટ એન્ડ રનની ઘટના

    • ઓઢવમાં તક્ષશિલા સ્કૂલ નજીકની ઘટના
    • પૂરપાટ ઝડપે આવતી કારે વાહનોને હડફેટે લીધા
    • રિક્ષામાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
    • ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
    • કાર ચાલક કાર લઈને ફરાર
    • સ્થાનિક લોકોએ કાર ચાલકને કર્યો પીછો
    • કાર ચાલક કાર મૂકીને થયો ફરાર
  • 28 Sep 2023 10:11 PM (IST)

    અરવલ્લી જિલ્લામાં પોલીસકર્મીઓની સામુહિક બદલીઓ કરાઈ

    અરવલ્લી જિલ્લામાં પોલીસકર્મીઓની સામુહિક બદલીઓ કરાઈ છે. 99 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે બદલીના આદેશ કર્યા છે.

  • 28 Sep 2023 10:10 PM (IST)

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ફેલશાણી ગામે તળાવમાં યુવક ડૂબ્યો

    • ફેલસાણી ગામે તળાવમાં નાવડું પલટયું હોવાની પ્રાથમિક માહિતી
    • માછીમારી કરતા નાવડું પલ્ટતા બની ઘટના
    • ત્રણ લોકો ડૂબ્યા હતા બે લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા
    • એક યુવાનની શોધખોળ લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવી
    • PSI સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે
  • 28 Sep 2023 10:09 PM (IST)

    ઉના – કોડીનાર સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

    • ગીર સોમનાથમાં ભારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
    • કોડીનારના જંત્રાખડી, માલગામ, બાવાના પીપળવાના ગામોમાં ભારે વરસાદ
    • ઉના નજીકના સોનપરા, બોડિદાર, ચીખલી સહિતના ગામોમાં પણ વરસાદ
  • 28 Sep 2023 08:27 PM (IST)

    રાજકોટમાં ગણપતિ વિસર્જનમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત

    • ગણપતિ વિસર્જનમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત
    • મવડી ગામ નજીક આવેલ રાવકી નદી પાસે સર્જાઈ દુર્ઘટના
    • મૃતકનું નામ દિનેશ રામોલિયા રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારનો રહેવાસી
    • સ્થાનિકો દ્વારા બચાવવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા
    • મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવાયા.
  • 28 Sep 2023 08:22 PM (IST)

    ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી

    BCCIએ વર્લ્ડ કપ માટે ફાઇનલ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. પહેલા જાહેર કરેલ ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિનની વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ ગઈ છે.

  • 28 Sep 2023 07:52 PM (IST)

    ચોટીલામાં ખાનગી ડેન્ટીંસ્ટની બેદરકારી સામે આવી

    • દાંત ટ્રીટમેન્ટ સમયે 5 વર્ષીય બાળકના મોઢામાં સોઈ રહી ગયાનો પરિવારનો આક્ષેપ
    • સોઈ રહી જતા બાળક ગળી જતા પેટમાં ગઈ હતી સોઈ
    • રાજકોટમાં અન્ય દવાખાનામાં એકસરે કરાવતા મામલો સામે આવ્યો
    • બાળકના દાંતના ઈલાજ સમયે સોઈ પેટમાં જતી રહી
    • ડેન્ટીસ્ટ ડો.મિલીબેન ગોધાણીએ સારવાર દરમ્યાન બની ઘટના
    • બાળકને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ઈલાજ શરૂ કરવામાં આવ્યો
    • ઘટનાને લઈ બાળકના સગા સ્નેહીઓમાં રોષ ફેલાયો
  • 28 Sep 2023 07:33 PM (IST)

    તાશ્કંદમાં એક વેરહાઉસમાં વિસ્ફોટ, એકનું મોત, 162 ઘાયલ

    ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં ગુરુવારે એક વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં એક કિશોરનું મૃત્યુ થયું હતું અને અન્ય 162 લોકો ઘાયલ થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે દક્ષિણી તાશ્કંદમાં એક વેરહાઉસમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ મંત્રાલયે જણાવ્યું નથી કે આટલો મોટો વિસ્ફોટ કયા કારણે થયો.

  • 28 Sep 2023 07:33 PM (IST)

    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ટ્રક અને ઓટો રિક્ષાની ટક્કર, 4ના મોત

    પૂર્વ મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરમાં એક ટ્રકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં ચાર મુસાફરોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 9 વાગ્યે રામનગર વિસ્તારના બાબુપેઠ વિસ્તારમાં બની હતી. તેણે કહ્યું કે ટ્રક બલ્લારશાહથી ચંદ્રપુર તરફ જઈ રહી હતી, જ્યારે ઓટો રિક્ષા વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. ઓટો રિક્ષામાં સાત લોકો સવાર હતા.

  • 28 Sep 2023 07:27 PM (IST)

    જસદણના જસાપર અને પાંચવડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો

    • જસાપર અને પાંચવડા ગામે એક કલાકમાં અંદાજીત ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
    • જસદણના જસાપર અને પાંચવડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો
    • ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા વાડીમાં વૃક્ષો ધરાશાય થયા
    • ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પાણીમાં તરત જોવા મળ્યા
  • 28 Sep 2023 07:13 PM (IST)

    સાવલી તાલુકાના મંજુસર ગામે થયું કોમી અથડામણ

    વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે થયું કોમી અથડામણ. મંજુસર વાઘેલા ફળિયા વિસ્તારમાં થયો બે જૂથ વચ્ચે પથ્થર મારો. ગણપતિ યાત્રા દરમિયાન પથ્થર મારો થયો છે. મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Sep 2023 07:08 PM (IST)

    અમરેલીમાં વાડીથી પર ફરતા સમયે બાઈક પર ખેડૂતને આવ્યો હાર્ટ એટેક

    વડિયા ના બાટવાદેવળી ગામે ખેડૂત વાડીએ થી પરત ફરતા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું. ચાલુ મોટર સાયકલ પર હાર્ટ એટેક આવ્યો હતો. ખેતી કામથી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત વજુભાઇ ગોરધનભાઈ ગેવારીયા ઉ 60 પોતાની વાડીએ એથી પોતાનું મોટર સાયકલ લઈને પરત પોતાના ઘરે આવતા હતા. ચાલુ મોટર સાયકલ પર હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા. ખેડૂત ને તબીબે મૃત જાહેર કરવામાં આવતા સમગ્ર બાટવા દેવળી ગામમાં શોકનુ મોજું ફરી વાળ્યું હતુ.

  • 28 Sep 2023 06:34 PM (IST)

    કચ્છના દરિયાકાંઠે મળેલા 800 કરોડની કિંમતના કોકેઈનને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ

    કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.800 કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને 80 કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.800 કરોડ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી પાઠવ્યા હતા.

  • 28 Sep 2023 06:17 PM (IST)

    જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

    • પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ
    • ખીરસરા, ખજુરી, ગુદાળા, સ્ટેશન વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
    • વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
    • સવારથી અસહ્ય ગરમીના બફારાબાદ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
    • ધોધમાર વરસાદથી રોડ રસ્તા થયા પાણી પાણી
  • 28 Sep 2023 05:45 PM (IST)

    વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન

    • વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે ગણેશ વિસર્જન
    • શહેરના જુદા જુદા સ્થળોએ ચાલી રહ્યું છે વિસર્જન
    • કુત્રિમ તળાવો ખાતે વિસર્જન માટે ગોઠવાઈ છે વયવસ્થા
    • સમગ્ર શહરની અંદર જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા
  • 28 Sep 2023 05:33 PM (IST)

    સિંધુ ભવન સ્પા કેસમાં આરોપીની ધરપકડ

    • અમદાવાદ સિંધુ ભવન સ્પા કેસમાં આરોપીની કરાઇ ધરપકડ કરાઇ છે.
    • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી મોહસીને નોર્થ ઇસ્ટની મહિલાને માર્યો હતો માર
    • મહિલાએ પોલીસ અને તંત્રનો માન્યો હતો આભાર
    • નોર્થ ઇસ્ટની આ મહિલા અને મોહસીન બંને સ્પા માં છે પાર્ટનર
  • 28 Sep 2023 05:26 PM (IST)

    ખંભાત ગણેશ વિસર્જન દરમિયાન વિજ કરંટની ઘટના

    • ખંભાત નવરત્ન સિનેમા પાસે નંદી પર સવાર ગણેશ દાદાની મૂર્તિ ઉઠાવનારને કરંટ લાગ્યો
    • 5 ભક્તોને ઉપરથી પસાર થતો વીજ વાયરથી લાગ્યો કરંટ
    • 5 ભક્તોને વીજ કરંટ લાગવાથી તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડ્યા
    • 2 ભક્તોનું વીજ કરંટ લાગવાથી થયું મોત
    • હજુ એકની હાલત ગંભીર બેની સામાન્ય સ્થિતિ
    • ખંભાત લાડવાડા વિસ્તારના સંદીપ કોળી અને અમિત ઠાકોરનું થયું મોત
  • 28 Sep 2023 05:16 PM (IST)

    ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

    ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

  • 28 Sep 2023 04:05 PM (IST)

    અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસે, 29મી રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ

    1. અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસે
    2. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
    3. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ,સરખેજ,જગતપુર માં લોકપર્ણ કરશે ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે
    4. 1 તારીખે 10 વાગ્યે એરપોર્ટથી પરત જશે
  • 28 Sep 2023 04:02 PM (IST)

    માફિયા અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની ધરપકડ

    માફિયા અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની ધરપકડ કરવામાં આવી છે. UP STFએ તેની દિલ્હીના માલવિયા નગરમાંથી ધરપકડ કરી છે. સદ્દામ પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી છે. તેના પર એક લાખનું ઈનામ હતું.

  • 28 Sep 2023 04:02 PM (IST)

    પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન, 100 જેટલી ટ્રેનોને અસર

    ખેડૂતોના રેલ રોકો આંદોલનને કારણે જલંધરથી પસાર થતી લગભગ 100 ટ્રેનોને અસર થઈ છે. આ લગભગ 100 ટ્રેનો છે જે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્રથી પંજાબ તરફ આવી રહી છે, જે પ્રભાવિત છે. આમાંની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને તે બિંદુઓ પર વાળવાની યોજના બનાવવામાં આવી રહી છે જ્યાં ખેડૂતોએ ધરણાં કર્યા છે.

  • 28 Sep 2023 03:15 PM (IST)

    એશિયન પેઇન્ટ્સના સહ-સ્થાપક અશ્વિન દાનીનું 79 વર્ષની વયે અવસાન

    એશિયન પેઇન્ટ્સના સહ-સ્થાપક અશ્વિન દાનીનું 28 સપ્ટેમ્બરે બપોરે 2:56 વાગ્યે 79 વર્ષની વયે અવસાન થયું. તેઓ ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ હતા અને કંપનીના બિન-કાર્યકારી અધ્યક્ષ હતા.

  • 28 Sep 2023 02:37 PM (IST)

    ઓખા નજીક દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઈ, 1 ભારતીય નાગરિક સહિત 3 ઈરાનીની અટકાયત

    દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરેથી ઈરાનની બોટ ઝડપાઈ છે. ઓખા નજીક દરિયામાંથી 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 ઈરાની નાગરિક અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. 4 વ્યક્તિની એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની પાસે એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.

    ઈરાનની બોટથી ડીઝલની હેરાફેરી થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શંકાસ્પદ બોટમાંથી 15 જેટલા સંભવિત ડીઝલના કેન મળી આવ્યા છે. તપાસ કાર્યવાહીમાં ATS પણ જોડાશે તેવી શક્યતા છે. પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ ATS વધુ તપાસ હાથ ધરશે. યુવક પોતાનો પાસપોર્ટ મેળવવા બોટ મારફતે ગુજરાત આવ્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.

  • 28 Sep 2023 01:59 PM (IST)

    Banaskantha: અંબાજીના ત્રીશૂળીયા ઘાટ પાસે એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ટ્રાફિક પોલીસે CPR આપી બચાવ્યો જીવ

    અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી દર્શન કરવા પહોંચે છે. પગપાળા દર્શન કરવા આવતા ભક્તોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં અંબાજીમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની ઉલટી થયા બાદ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જયાં સ્થળ પર હાજર જિલ્લા ટ્રાફિકના PI કે પી ગઢવી અને ASI સહિતના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક CPR આપતા વ્યક્તિ અચાનક ભાનમાં આવ્યો હતો. જે બાદ તેને 108 એમ્બ્યુલન્સમાં બેસાડી અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

  • 28 Sep 2023 12:41 PM (IST)

    Gujarat News Live : નર્મદાના પૂરને લઈ સરકારે જે સહાય જાહેર કરી છે તે પૂરપીડિત જનતાની મજાક સમાન-કોંગ્રેસ

    નર્મદા નદીના પૂર મુદ્દે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે, સમગ્ર ઘટનાની તપાસ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજથી કરાવવાની માગ રાજ્યપાલ સમક્ષ કરી હતી.

    • નર્મદા પૂર મામલે કોંગ્રેસનું ડેલીગેશન રાજ્યપાલને મળ્યું
    • રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે tv9 સાથે કરી ખાસ વાતચીત
    • સમગ્ર ઘટનાની તપાસ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજથી કરાવવામાં આવે
    • જો તપાસ માં સરકાર નિર્દોષ સાબિત થશે તો અમે જનતાની માફી માંગીશુ
    • નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ઉદાર હાથે સહાય જાહેર કરવી જોઈએ
    • અત્યારે જે સહાય જાહેર કરવામાં આવી છે એ જનતાની મજાક છે
  • 28 Sep 2023 12:30 PM (IST)

    Gujarat News Live : નર્મદાના પૂરને લઈને વધુ રાહત પેકેજ આપવા CM ભૂપેન્દ્ર પટેલને નર્મદા, વડોદરા અને ભરૂચના MP-MLAની રજૂઆત

    • નર્મદા, વડોદરા અને ભરૂચમાં આવેલ પૂરને લઈ વધુ રાહત માટે મુખ્યમંત્રીને ત્રણ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોએ રજૂઆત કરી
    • નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં આવનારા સમયમાં પૂર જેવી પરિસ્થિતિ ન સર્જાય તેવી રજુઆત મુખ્યમંત્રીને કરવામાં આવી
    • સાંસદે કહ્યું આ પૂર કુદરતી નથી પણ નર્મદા ડેમને કારણે આવેલું પૂર છે
    • નર્મદા ડેમની જળ સપાટી 127 મીટર કે 130 મીટર એ પહોંચે તો પાણી છોડી દેવું જોઈએ, જેથી પૂર જેવી સ્થિતિ ન સર્જાય
    • રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કરી છે જે યોગ્ય નહિ હોવાથી ખેડુતોમાં રોષ છે
    • સાંસદે સ્વીકાર્યું કે અમે જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં જતા ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ હતો
    • સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી વધુ પેકેજ જાહેર કરવાની માંગ કરી
    • સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન અને ગૃહ મંત્રીને પણ જાણ કરી
    • નર્મદા કાંઠાના વિસ્તારના જિલ્લાઓ માટે ખાસ પેકેજ જાહેર કરવા વિનંતી કરી
    • જો પૂર આવે તો તે જ સમયે પૂરગ્રસ્ત લોકોને 100 ટકા વળતર મળે તેવું પેકેજ જાહેર કરવું જોઈએ.
  • 28 Sep 2023 12:06 PM (IST)

    Gujarat News Live : દ્રારકાના ઓખા બંદરેથી શંકાસ્પદ બોટ મળી, 4ની અટકાયત

    દ્રારકાના ઓખા બંદરેથી શંકાસ્પદ બોટ મળી આવતા, 3 વિદેશી નાગરિકો સહિત કુલ ચાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

    • ઓખા નજીક દરીયામાંથી કુલ ચાર લોકોની અટકાયત
    • 3 વિદેશી નાગરીક અને 1 ભારતીય અટકાયત
    • એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો
    • 3 ઈરાની લોકો હોવાનુ બહાર આવ્યુ
    • સાથે 1 ભારતીયની પણ પુછપરછ
    • એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ
    • દેવભૂમિદ્વારકા દ્રારકા પોલીસની કાર્યવાહી
  • 28 Sep 2023 10:44 AM (IST)

    Gujarat News Live : પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન, સરકાર સામે પડકાર

    પંજાબમાં ખેડૂતો આજથી રેલ રોકો આંદોલન કરશે. હરિયાણાના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. હરિયાણાના ખેડૂતોએ પંજાબ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો પંજાબ સરકારે પહેલાની જેમ ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો તો હરિયાણાના ખેડૂતો મોટા પાયે પંજાબ આવશે.

  • 28 Sep 2023 10:16 AM (IST)

    Gujarat News Live : દિલ્હીમાં ખાલિસ્તાની તરફી સૂત્રો લખવાના મુદ્દે પોલીસે કેસ નોંધ્યો

    ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરે દિલ્હીમાં કાશ્મીરી ગેટ ફ્લાયઓવરની નીચે દિવાલો પર ખાલિસ્તાની તરફી નારા લખવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

  • 28 Sep 2023 08:59 AM (IST)

    Gujarat News Live : એશિયન ગેમ્સમાં વુશુમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ

    એશિયન ગેમ્સમાં ભારતનું મેડલ ખાતું પાંચમા દિવસે પણ ખુલી ગયું છે. ભારતની રોશિબિના દેવીએ વુશુમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. તેણે મહિલાઓની 60 કિગ્રા વજન વર્ગમાં આ મેડલ જીત્યો હતો.

  • 28 Sep 2023 08:50 AM (IST)

    Gujarat News Live : મુંબઈના કુર્લા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

    મુંબઈના કુર્લા વિસ્તારમાં ભંગારના વેરહાઉસમાં આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

  • 28 Sep 2023 07:45 AM (IST)

    Gujarat News Live : રાજસ્થાનમાંથી ઝડપાયા રૂપિયા 500 અને 200ની ચલણીનોટના બંડલો

    રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા પોલીસે હાથ ધરેલ તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ ઝડપાઈ છે. રાજસ્થાન પોલીસે નાકાબંધી દરમિયાન એક કારમાંથી રૂપિયા 500 અને 200ની ચલણી નોટના બંડલ ઝડપ્યાં છે. કાર ચાલક આ રકમ ક્યાથી લાવ્યો અને રોકડ રકમ કોને આપવાની હતી તેનો જવાબ સંતોષકારક આપી શક્યો નથી. આથી પોલીસે રોકડ રકમ અને કાર જપ્ત કરીને કારચાલકની અટકાયત કરી છે.

  • 28 Sep 2023 07:13 AM (IST)

    Gujarat News Live : ભાવનગરમાં સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગ

    ભાવનગરની જાણીતી સર ટી હોસ્પિટલમાં ગઈ મોડી રાત્રે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોચી નહોતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કરાયેલા ગોળીબારને કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા, ભાવનગર શહેર પોલીસ દોડતી હોસ્પિટલ પહોચી હતી અને ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • 28 Sep 2023 06:35 AM (IST)

    Gujarat News Live : આજે ગણેશ વિસર્જન, મુંબઈમાં ઠેર ઠેર સુરક્ષા, 19 હજારથી વધુ પોલીસ તહેનાત

    આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને, મુંબઈ પોલીસે, ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થા ખડકી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કુમક ગોઠવી દેવાઈ છે. મુંબઈ શહેરમાં જે સ્થળે ગણેશ વિસર્જન કરવામાં આવે છે તેના સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Published On - 6:34 am, Thu, 28 September 23