28 ઓક્ટોબરના મહત્વના સમાચાર : લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ

|

Oct 28, 2024 | 7:36 AM

News Update : આજે 28 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 ઓક્ટોબરના મહત્વના સમાચાર :  લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 28 Oct 2024 12:03 PM (IST)

    લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત

    વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બંને વચ્ચે મુલાકાત થઇ. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યાલય ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રજૂ કરાયા. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને PM મોદીએ દરબાર હોલની વિઝીટ લીધી. હોલમાં જ બંને દેશના વડાપ્રધાન વચ્ચે વ્યાપાર અંગે MOU થશે. જે બાદ બંને નેતાઓ સાથે લંચ લેશે.

  • 28 Oct 2024 11:20 AM (IST)

    નર્મદા: રાજપીપળાના ટેકરા ફળિયામાં યુવકની હત્યા

    નર્મદા: રાજપીપળાના ટેકરા ફળિયામાં યુવકની હત્યા થઇ છે. ચુનારવાડ નવા ફળિયામાં રહેતા યુવકની હત્યા થઇ. હુમલો કરીને ફરાર થયેલા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં લાગી છે.


  • 28 Oct 2024 11:04 AM (IST)

    PM મોદીએ વડોદરાના કાર્યક્રમમાં રતન ટાટાને યાદ કર્યા

    વડોદરામાં  C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ ભારત-સ્પેનની દોસ્તીનો નવો અધ્યાય છે. ભારતમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્ર નવી ઊંચાઇએ પહોંચશે. આ સાથે જ તેમણે આ પ્રસંગે સ્વર્ગસ્ત રતન ટાટાને યાદ કર્યા. તેમણે કહ્યુ કે અત્યારે રતન ટાટા જીવિત હોત તો આ પ્રોજેક્ટની શરુઆત થતા સૌથી વધુ ખુશ હોત. તેમણે ટાટાની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા.

  • 28 Oct 2024 10:24 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ. પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે.ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે.. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

  • 28 Oct 2024 09:37 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચી ગયા છે. વડોદરા પહોંચીને તેમણે સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી. વડોદરામાં બંનેના રોડ શોની શરુઆત થઇ છે.  બન્ને દેશના વડાપ્રધાન રોડ શો યોજીને ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે પહોંચશે.


  • 28 Oct 2024 08:45 AM (IST)

    વડોદરામાં સ્પેનના PM પેડ્રો સાંચેઝનું આગમન

    વડોદરામાં સ્પેનના PM પેડ્રો સાંચેઝનું આગમન થઇ ગયુ છે. એરપોર્ટ પર સ્પેનના PM પેડ્રો સાંચેઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. એરપોર્ટ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પેડ્રો સાંચેઝનું સ્વાગત કર્યું. 18 વર્ષ બાદ સ્પેનના વડાપ્રધાન ભારત મુલાકાત કરશે. PM મોદીના આગમન બાદ બંને મહાનુભાવો મેગા રોડ-શો યોજશે. C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને પેડ્રો સાંચેઝ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે.

  • 28 Oct 2024 08:32 AM (IST)

    બનાસકાંઠા: ડીસાના માલગઢમાં જૂથ અથડામણ

    બનાસકાંઠા: ડીસાના માલગઢમાં જૂથ અથડામણ થઇ છે. માળી સમાજના જ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ. પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઈ, 8 ઈજાગ્રસ્ત થયા. ડીસા-ભીલડી હાઈવે પર કુપટ ગામ પાસે હોટલ પર મામામારી થઈ હતી. હોટલ પર બે જૂથ બાખડતા અનેક વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરિંગ પણ કરાયું હોવાના ઈજાગ્રસ્તોના ગંભીર આક્ષેપ છે. બન્ને જૂથના લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં પણ તણાવભરી સ્થિતિ છે. સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ હોસ્પિટલ પહોંચી.

  • 28 Oct 2024 07:39 AM (IST)

    અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

    આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની પણ મુલાકાતે છે. અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાને આપશે રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 8 જિલ્લાને 1600 વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 705 કરોડના પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ-ખાતમુહુર્ત છે. 35 કરોડના ખર્ચે તૈયાર ભારત માતા સરોવરનું લોકાર્પણ થશે. 20 કરોડના પિટ, બોર, કૂવા રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત થશે.

  • 28 Oct 2024 07:37 AM (IST)

    લક્ષ્મીવિલાસ પેલેસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાશે

    સવારે 9:45 કલાકે બન્ને દેશના વડાપ્રધાન રોડ શો યોજીને ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે પહોંચશે. જ્યાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 11 કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. દ્વિપક્ષીય વાતચીત બાદ લક્ષ્મીવિલાસ પેલેસમાં બન્ને નેતાઓ લંચ કરશે. બપોરે 1 કલાકે વડાપ્રધાન મોદી વડોદરાથી ભાવનગર જવા રવાના થશે.

  • 28 Oct 2024 07:36 AM (IST)

    આજે PM મોદી અને સ્પેનના PMની મહામુલાકાત

    વડોદરા શહેર આજે ઐતિહાસિક મહામુલાકતનું સાક્ષી બનશે. વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વચ્ચે આજે વડોદરામાં મુલાકાત થશે. સવારે 9:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ સ્પેનના વડાપ્રધાન ખાનગી હોટલમાંથી વડોદરા એરપોર્ટ સર્કલ પાસે પહોંચશે. ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ જોડાશે અને ત્યારબાદ ખુલ્લી જીપમાં PM મોદીનો સ્પેનના PM સાથે રોડ શો યોજાશે.

આજે વડોદરામાં ઇતિહાસ રચાશે. સ્પેનનાં PMની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદી કરશે એરક્રાફ્ટ નિર્માણનાં કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાને આપશે રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે.  એકનાથ શિંદેની શિવસેનાએ 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. વર્લી બેઠક પર આદિત્ય ઠાકરે સામે મિલિંદ દેવડા મેદાને રહેશે. બાંગ્લાદેશની ઘૂસણખોરી અટકાવ્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ નહીં થાય. ગૃહપ્રધાન અમિત શાહે પ્રહાર કરતા કહ્યું,, 2026માં ફેરફાર કરો. અમદાવાદમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી મોત મામલે ગુનો દાખલ થયો છે. ફેક્ટરી માલિક અને સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો છે.