28 નવેમ્બરના મહત્વના સમાચાર: ATSએ આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા, 10મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

આજે 28 નવેમ્બર શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 નવેમ્બરના મહત્વના સમાચાર: ATSએ આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા, 10મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
| Edited By: | Updated on: Nov 28, 2026 | 8:08 AM

LIVE NEWS & UPDATES

  • 28 Nov 2026 08:05 AM (IST)

    સુરેન્દ્રનગરઃ રાજકોટ-ચોટીલા હાઈવે પર ઓડી કારનો ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રીનાં મોત

    સુરેન્દ્રનગરના રાજકોટ-ચોટીલા હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. રસ્તો પસાર કરી રહેલા માતા-પુત્રીને પૂરપાટ ઝડપે આવતી ઓડી કારના ચાલકે અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલાનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકને પણ ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર ચાલક કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક માતા-પુત્રી સાબરકાંઠા જિલ્લાના ચાપલપુર ગામનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

  • 28 Nov 2026 07:52 AM (IST)

    વડોદરાઃ આતંકી મોહમ્મદ સેહરૂલ ઇસ્લામના 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

    ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકી મોહમ્મદ સેહરૂલ ઇસ્લામને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATSએ કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડની માગણી દરમિયાન ATSએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી જે સ્થળનો રહેવાસી છે તે બાંગ્લાદેશથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલું છે. વધુમાં ATSએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં પહેલી વખત ગુજરાતમાંથી AK-47 મળી આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી જેહાદી વલણ અપનાવતો હોવાની વિગતો પણ સામે આવી છે. આરોપીના ઘર સહિત અન્ય સ્થળોએ તપાસ કરવાની હોવાથી તેની વધુ પૂછપરછ જરૂરી હોવાનું જણાવી ATSએ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.


આજે 28 નવેમ્બર શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:51 am, Sat, 28 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.