28 જુલાઈના મહત્વના સમાચાર : પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા પછી એમની સાથે ક્રિકેટ મેચ રમવાની જરુર શું ?

આજે 28 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 જુલાઈના મહત્વના સમાચાર : પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા પછી એમની સાથે ક્રિકેટ મેચ રમવાની જરુર શું ?
| Edited By: | Updated on: Jul 28, 2025 | 9:59 PM

આજે 28 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2025 09:39 PM (IST)

    પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા પછી એમની સાથે ક્રિકેટ મેચ રમવાની જરુર શું ?

    એઆઈએમઆઈએમના સાંસદ અસાદ્દુદિન ઔવેસીએ ઓપરેશન સિંદૂર ઉપરની ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે, બહાવલપુરનો હુમલો આતંકીની કમર તોડવા બરાબર છે. પાકિસ્તાનની સરકાર, આઈએસઆઈ, પાકિસ્તાન આર્મીનો હેતુ હંમેશા એવો રહ્યો છે કે ભારતને કમજોર રાખવું અને કમજોર કરવું. જે માણસોને બૈસરનમાં માર્યા ગયા હતા ત્યાર બાદ ટ્રેડ બંધ કરી દીધા, એર સ્પેશ બંધ કરી દીધા છે. પાણી બંધ કરી દીધુ તો શું આપણે તેમની ક્રિકેટ રમવા તૈયાર થઈ ગયા. એક ગોરાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી આ જાહેરાતે સૈન્યનુ મનોબળ તોડ઼ી નાખ્યું. ટ્ર્મ્પે આપણા પહેલા યુદ્ધ વિરામની જાહેરાત કેમ કરી તેવો પ્રશ્ન પણ પુછ્યો હતો.

  • 28 Jul 2025 09:23 PM (IST)

    આ નવું ભારત છે, હવે ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે – અનુરાગ ઠાકુર

    લોકસભામાં આજથી શરૂ થયેલ ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, હવે ભારત ડોઝિયર નહીં પણ ડોઝ આપે છે. તે આતંકના માસ્ટર્સને શબપેટીઓ મોકલે છે. આ એક નવું ભારત છે. આતંકવાદ પ્રત્યે આપણી શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. જ્યારે પાકિસ્તાને બીજા દિવસે આપણા ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આપણી સેનાએ તેના 11 એરબેઝ પર હુમલો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, ભારત સાથે હજારો વર્ષ સુધી યુદ્ધો કરવાની વાતો કરતા પાકિસ્તાન 48 કલાક સુધી પણ આપણા હુમલાઓને સહન કરી શક્યા નહીં.


  • 28 Jul 2025 07:44 PM (IST)

    20 વર્ષથી સત્તામાં રહેલા ભાજપ, અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યાનો વિકાસ કરે છે

    અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી ભાજપનું રાજ છે. આ વીસ વર્ષમાં અમદાવાદીઓને સુવિધા આપવાને બદલે દુવિધા જ આપવામાં આવી હોવાનુ કોંગ્રેસે જણાવ્યું છે. અમદાવાદમાં ભાજપની દયાને કારણે પાણી ભરાવવાની સમસ્યા ઉકેલાવાને બદલે વધી રહી છે. દર વર્ષે નવા નવા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ રહી છે. ભાજપ પાણી ભરાવવાની સમસ્યાનો વિકાસ કરે છે. ગઈકાલ રવિવારે પડેલા વરસાદે અમદાવાદ શહેરના 48 વોર્ડમાં પાણી ભરાઈ ગયા હતા. મનપાના અધિકારીઓ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓને ઉઠા ભણાવે છે. પ્રિ મોન્સુન સમયે દાવો કરાયો હતો કે ક્યાં કેટલું પાણી ભરાશે તે AI ટેક્નોલોજીથી જાણી ત્યાં તરત જ નિકાલ કરવામાં આવશે. ગઈકાલે AI ટેક્નોલોજી તો ઠીક એક પણ અધિકારીઓ રસ્તા પર ના દેખાયા.

  • 28 Jul 2025 07:03 PM (IST)

    પીએમ મોદી આવતીકાલે સાંજે 5-6 વાગ્યાની આસપાસ લોકસભામાં જવાબ આપશે

    વિદેશ મંત્રી એસ જયશંકર આજે સાંજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં વિપક્ષના સાંસદોએ ઉઠાવેલા મુદ્દાઓ-પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે. જ્યારે પીએમ મોદી આવતીકાલે સાંજે 5-6 વાગ્યાની આસપાસ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે.

  • 28 Jul 2025 06:47 PM (IST)

    193 દેશોમાંથી ફક્ત 3 દેશે ઓપરેશન સિંદૂરનો વિરોધ કર્યો – એસ જયશંકર

    ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 193 દેશોમાંથી ફક્ત ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂરનો વિરોધ કર્યો. આ આપણી રાજદ્વારીને કારણે શક્ય બન્યું. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નહોતું. પાકિસ્તાને યુદ્ધવિરામ માટે પહેલ કરી. પાકિસ્તાન દુનિયામાં ખુલ્લું પડી ગયું. મુરીદકે, બહાવલપુર પરના હુમલાની કોઈ કલ્પના પણ કરી શક્યું નહોતુ. બ્રિક્સ, ક્વાડ બધાએ પાકિસ્તાનને ખુલ્લું પાડી દીધું.

  • 28 Jul 2025 06:05 PM (IST)

    લોકસભામાં રાત્રે 12 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર પર કરાશે ચર્ચા

    લોકસભામાં પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર દ્વારા કરેલા હુમલાને લઈને લોકસભામાં આજથી ચર્ચા શરુ થઈ છે. આજે રક્ષા પ્રધાન રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કર્યો હતો. ઓપરેશન સિંદૂર ઉપર 16 કલાક ચર્ચા ચાલશે.

  • 28 Jul 2025 05:58 PM (IST)

    અમેરિકાના પ્રમુખે 28 વાર યુદ્ધવિરામ કરાવ્યાની વાત કરી, પરંતુ મોદીએ એકવાર પણ નથી કહ્યું કે અમેરિકાએ યુદ્ધ વિરામ નથી કરાવ્યું

    કોંગ્રેસના દિપેન્દરસિંહ હુડાએ ઓપરેશન સિંદૂર ઉપરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર-આતંકીઓમાં કોઈ ફેર નથી, પણ તમે બન્નેને અલગ કરીને મોટી ભૂલ કરી. તક હતી તો પાકિસ્તાનની ઈટથી ઈંટ કરી લેવાની જરૂર હતી. વિદેશ પ્રવાસો કરો છો તો કેમ તમારા વિદેશી મિત્ર સાથે ના ઊભા રહ્યાં. વિદેશનીતિમાં નિષ્ફળ સાબિત થયા છીએ. અમેરિકા અને રશિયાએ, ભારત અને પાકિસ્તાનને એક સરખા ગણ્યા છે. બન્નેને સરખા ત્રાજવામાં તોળ્યા છે. આતંકના જનક અને આતંકના પીડિત દેશને સરખા ગણ્યા છે.

  • 28 Jul 2025 05:15 PM (IST)

    રાજકોટમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાની વિવિધ રાઈડની ટિકિટના દરમાં વધારાને મંજૂરી

    રાજકોટમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાની વિવિધ રાઈડની ટિકિટના દરમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. યાંત્રિક રાડ્સની ટિકિટના દરમાં રૂ.5 નો વધારો કરાયો છે. રાઇડ્સના 45ના બદલે હવે 50 રૂપિયા ચૂકવવા પડશે. 34 પ્લોટની હરરાજી યોજવામાં આવી હતી. યાંત્રિક રાઇડ્સ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારતા હરરાજી પૂર્ણ થઈ છે. યાંત્રિક રાઇડ્સ સાથે યોજાશે લોકમેળો. આ મેળો ખૂબ જ સારી રીતે થશે તેવી રાઇડ્સ સંચાલકોને આશા. જો કે માર્ગ અને મકાન વિભાગની મંજૂરીનું કોકડૂં હજુ ગુચવાયું છે.

  • 28 Jul 2025 05:13 PM (IST)

    પહેલગામના બૈસરનમાં બહેનોનુ સિંદૂર ઉજાડનાર આતંકીઓને કેમ પકડ્યાં નહીં, કેમ માર્યા નહીં ?

    શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અરવિંદ ગણપત સાવંતે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે અમેરિકાના પ્રમુખ શેખી મારે છે કે મે યુદ્ધ વિરામ કરાવ્યુ. શુ ઓપરેશન સિંદૂર કોઈ શરતોને આધિન કરાયું હતુ. ઈન્દિરાની જેમ તમારી પાસે પાકિસ્તાનના ભાગલા કરવાની તક હતી. ઘરમાં ઘૂસીને મારવાની વાત કરો છો તો ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને માર્યા તેવી રીતે આતંકના આકાઓને મારો…પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનુ બંધ કરો.

  • 28 Jul 2025 05:01 PM (IST)

    પહેલગામના બૈસરનમાં બહેનોનુ સિંદૂર ઉજાડનાર આતંકીઓને કેમ પકડ્યાં નહીં, કેમ માર્યા નહીં ?

    શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અરવિંદ ગણપત સાવંતે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે અમેરિકાના પ્રમુખ શેખી મારે છે કે મે યુદ્ધ વિરામ કરાવ્યુ. શુ ઓપરેશન સિંદૂર કોઈ શરતોને આધિન કરાયું હતુ. ઈન્દિરાની જેમ તમારી પાસે પાકિસ્તાનના ભાગલા કરવાની તક હતી. ઘરમાં ઘૂસીને મારવાની વાત કરો છો તો ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને માર્યા તેવી રીતે આતંકના આકાઓને મારો…પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનુ બંધ કરો.

  • 28 Jul 2025 03:15 PM (IST)

    ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન હસ્તક કાશ્મીર કેમ ના લઈ લેવાયુઃ ગૌરવ ગોગાઈ

    પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આજે નહીં લો તો ક્યારે લેશો, પાક સ્થિત આતંકી કેમ્પ પર હુમલો કર્યો તો ઉરી, પુલવામા સમયે આપણે શું કર્યું હતું. તમે જ કહો છો કે,જરૂર પડ્યે ફરી ઓપરેશન સિંદૂર કરીશુ તો એનો અર્થ એવો થયો કે પાકિસ્તાન હજુ પણ આતંકી હુમલા કરશે તેમ લોકસભામાં બોલતા સાંસદ ગૌરવ ગોગાઈએ કહ્યું હતું.

  • 28 Jul 2025 03:10 PM (IST)

    કાશ્મીરમાં આતંકી હુમલા માટે ગૃહ પ્રધાનની નિષ્ફળતા જવાબદાર છેઃ તરુણ ગોગાઈ

    આતંકવાદની કમર તોડી નાખ્યાની વાત કરો છો તો ઊરી, પુલવામાં, પહેલગામ થાય છે, આ બધા હુમલા માટે ગૃહપ્રધાનની નિષ્ફળતા જવાબદાર છે. તેમ કોંગ્રેસના તરુણ ગોગાઈ એ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું.

  • 28 Jul 2025 02:59 PM (IST)

    ભારત હવે આતંકના મૂળ સુધી જઈને મૂળીયામાંથી ઉખાડી ફેકવા સક્ષમ છે

    રક્ષાપ્રધાન રાજનાથસિંહે લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચાનો પ્રારંભ કરાવતા કહ્યું કે, આજનુ ભારત અલગ વિચારે છે અલગ કરે છે. મોદીના નેતૃત્વમાં આતંકની જડ સુધી જાય છે તેને મૂળથી ઉખાડી નાખવા સક્ષમ છે

  • 28 Jul 2025 02:55 PM (IST)

    મુંબઈ આતંકી હુમલાને વૈશ્વિક કક્ષાએ ઉઠાવવાની જરૂર હતી, એ વખતે સ્ટ્રાઈક કરવાની જરૂર હતી

    2008માં મુંબઈ હુમલા વખતે ભારતે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઈક કરવાની જરૂર હતી. બ્રિક્સની બેઠકમાં મુંબઈ હુમલાનો કોઈ ઉલ્લેખ નથી. 2017માં બ્રિક્સની બેઠકમાં લશ્કર અને જૈશને આતંકી સંગઠન જાહેર કરાયું. આતંકવાદને સરહદની આ તરફ પણ મારીશુ અને જરૂર પડે તેમના ઘરમાં જઈને પણ મારીશું તેમ રાજનાથસિંહે જણાવ્યું હતુ.

  • 28 Jul 2025 02:52 PM (IST)

    ભારત અણુયુદ્ધની ધમકીને ક્યારેય વશ નહીં થાય, 11 વર્ષમાં ભારતનું સામાર્થ્ય વધ્યું છે

    રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યુ કે, ભારત ક્યારેય અણુયુદ્ધની ધમકીને વશ નથી થવાનું. છેલ્લા 11 વર્ષમાં ભારતનું સામાર્થ્ય વધ્યુ છે. ભારત આજે વિશ્વની 4થી અર્થશક્તિ છે. ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધે છે.

  • 28 Jul 2025 02:51 PM (IST)

    દોસ્તીનો હાથ લંબાવનાર ભારતને દગો કરનારનું કાંડુ મરડતા પણ આવડે છે

    ભારતની રણનીતિનો ખુલાસો કરતા રાજનાથસિહે સંસદમાં જણાવ્યું કે, હવે સુદર્શન ચક્ર ઉઠાવી લીધુ છે. રામ-કૃષ્ણથી પ્રેરિત આપણી નીતિ છે. શૌર્ય અને ધૈર્ય બન્ને છે. ભારત હંમેશા દોસ્તીનો હાથ લંબાવે છે. જો દગો દે તો કાંડુ મરડતા પણ આવડે છે.

  • 28 Jul 2025 02:49 PM (IST)

    સિંહ દેડકાને મારે તો કેવુ લાગે, આપણા સૈનિકો સિંહ છે

    રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે, યુદ્ધ બરોબરના લોકો સાથે થાય એવુ તુલસીદાસ કહે છે. સિંહ દેડકાને મારે તે યોગ્ય નથી. આપણી સૈનિકો સિંહ છે.

  • 28 Jul 2025 02:48 PM (IST)

    સરહદ પર લડી ના શકનાર પાકિસ્તાન આતંકવાદ દ્વારા નિર્દોષ નાગરિકોને ભોગ બનાવે છે

    લોકસભામાં ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચાનો પ્રારંભ કરતા રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાન સરહદ પર લડી શકતુ નથી એટલે આંતકના પ્રોક્સી વોર દ્વારા નિર્દોષ ભારતીયોને નિશાન બનાવાય છે.

  • 28 Jul 2025 02:46 PM (IST)

    છેલ્લે પરિણામ જ મહત્વનું હોય છે : રાજનાથ સિંહ

    રાજનાથ સિંહે કહ્યું કે વિપક્ષ પૂછી રહ્યું છે કે આપણા કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા. આ પ્રશ્ન જનતાની લાગણીઓને યોગ્ય રીતે રજૂ કરતો નથી. તેમણે ક્યારેય અમને પૂછ્યું નથી કે આપણા દળોએ દુશ્મનના કેટલા વિમાનોને તોડી પાડ્યા. જો તેમને પ્રશ્નો પૂછવા હોય, તો તેમણે પૂછવું જોઈએ કે શું ઓપરેશન સિંદૂર સફળ થયું, તો જવાબ હા છે. રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે લક્ષ્યો મોટા હોય છે, ત્યારે નાના મુદ્દાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. આનાથી દેશની સુરક્ષા, સૈનિકોના સન્માન અને ઉત્સાહ પરથી ધ્યાન ભટકાઈ શકે છે. જો વિપક્ષના મિત્રો ઓપરેશન સિંદૂર પર યોગ્ય પ્રશ્નો પૂછી શકતા નથી, તો હું શું કહું.

  • 28 Jul 2025 02:43 PM (IST)

    રાજ્યમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

    રાજ્યમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે. આગામી 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ અપાયુ છે. 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.અમે જોયું નહીં કે તે કયા પક્ષની સરકાર હતી કે તેની વિચારધારા શું હતી. ત્યારે અમારા નેતા અટલ બિહારી વાજપેયીએ સંસદમાં તે સમયના નેતૃત્વની પ્રશંસા કરી. પછી અમે પૂછ્યું નહીં કે તેમને (પાકિસ્તાનને) પાઠ ભણાવતી વખતે કેટલા ભારતીય વિમાન ક્રેશ થયા, કેટલા સાધનોનો નાશ થયો, અમે તે સમયે પણ આ પ્રશ્ન પૂછ્યો નહીં.”

  • 28 Jul 2025 02:42 PM (IST)

    વાજપેયીએ તે સમયે સરકારની પ્રશંસા કરી હતી: રાજનાથ

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “જ્યારે ભારતે 1971માં પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, ત્યારે અટલ બિહારી વાજપેયીએ તે સમયની સરકારની પ્રશંસા કરી હતી.”

  • 28 Jul 2025 02:36 PM (IST)

    આરોપો પાયાવિહોણા અને સંપૂર્ણપણે ખોટા: રાજનાથ સિંહ

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “…ભારતે ઓપરેશન બંધ કર્યું કારણ કે અમે સંઘર્ષ પહેલા અને દરમિયાન નિર્ધારિત તમામ રાજકીય અને લશ્કરી લક્ષ્યો પૂર્ણપણે પ્રાપ્ત કર્યા હતા. તેથી, એવું કહેવું કે ઓપરેશન કોઈપણ દબાણ હેઠળ બંધ કરવામાં આવ્યું હતું તે પાયાવિહોણું અને સંપૂર્ણપણે ખોટું છે.”

  • 28 Jul 2025 02:35 PM (IST)

    ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય નિર્દોષોને ન્યાય અપાવવાનો હતો: રાજનાથ સિંહ

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય નિર્દોષોને ન્યાય અપાવવાનો હતો. પાકિસ્તાને અમારા ડીજીએમઓને કાર્યવાહી રોકવા કહ્યું. લશ્કરી કાર્યવાહી રોકવાની અપીલ કરવામાં આવી. અમારા જોરદાર જવાબ સામે પાકિસ્તાને કહ્યું, મહારાજ, હવે તેને બંધ કરો.

  • 28 Jul 2025 02:32 PM (IST)

    અમદાવાદ: એરપોર્ટ પાસે રસ્તા પર ભરાયા વરસાદી પાણી

    અમદાવાદ: એરપોર્ટ પાસે રસ્તા પર ભરાયા વરસાદી પાણી ભરાયા છે. ઈન્ટરનેશનલ ટર્મિનલ પાસેનો રસ્તો જળમગ્ન થયો. વરસાદી પાણી ભરાતા ઈન્ટરનેશનલ ટર્મિનલનો રસ્તો બંધ થયો છે. વિદેશથી આવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ટર્મિનલ-2 બાજુના પાર્કિંગમાં રાખેલી ગાડી અટવાઈ. પમ્પ દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ.

  • 28 Jul 2025 02:25 PM (IST)

    સેનાએ દરેક પાસાંનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો: રાજનાથ સિંહ

    ઓપરેશન સિંદૂર અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, અમારા દળોએ દરેક પાસાંનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અમારી પાસે ઘણા વિકલ્પો હતા. પરંતુ અમે એવો વિકલ્પ પસંદ કર્યો જેમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને મહત્તમ નુકસાન થાય અને જેમાં પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય.

  • 28 Jul 2025 02:24 PM (IST)

    ભારતીય સેનાએ 6-7 મેના રોજ પોતાની તાકાત બતાવી: રાજનાથ સિંહ

    ઓપરેશન સિંદૂર અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતીય સેનાએ 6-7 મેના રોજ પોતાની તાકાત બતાવી છે.

  • 28 Jul 2025 01:45 PM (IST)

    જમ્મુ અને કાશ્મીર: સેનાએ ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ 3 આતંકવાદીને કર્યા ઠાર

    જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના હરવનના લિડવાસ વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ સામે ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જોકે, સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, ઓપરેશન મહાદેવ હેઠળ 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા ત્રણ શંકાસ્પદો પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હોઈ શકે છે.

  • 28 Jul 2025 01:38 PM (IST)

    લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

    લોકસભાની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષનો હોબાળો ચાલુ છે. વિપક્ષ SIR પર હોબાળો મચાવી રહ્યો છે.

  • 28 Jul 2025 01:21 PM (IST)

    લોકસભા સ્પીકર વિપક્ષી સાંસદો પર ગુસ્સે થયા

    પ્રશ્નકાળમાં લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરતા પહેલા, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષી સભ્યો જાણી જોઈને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. તેમણે વિપક્ષી નેતા (રાહુલ ગાંધી) ને વિનંતી કરી કે તેઓ તેમના પક્ષના સભ્યોને પોસ્ટરો ન બતાવવા કહે. આવા વિરોધ પ્રદર્શનો ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે. પ્રશ્નોત્તરીકાળમાં સભ્યોને બોલવાની મંજૂરી નથી અને દેશના લોકો બધું જોઈ રહ્યા છે, અને ગૃહની કાર્યવાહી જાણી જોઈને ખોરવાઈ રહી છે.

  • 28 Jul 2025 12:39 PM (IST)

    વડોદરાઃ અટલાદરામાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી

    વડોદરામાં વરસાદ વચ્ચે રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અટલાદરામાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલરચાલકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.

  • 28 Jul 2025 12:00 PM (IST)

    બનાસકાંઠાઃ કેનાલના બ્રિજની સાઈડનો ભાગ ધોવાયો

    બનાસકાંઠાઃ કેનાલના બ્રિજની સાઈડનો ભાગ ધોવાયો. થરાદના મેઘાપુરા નજીકની ઘટના બની. સુજલામ સુફલામ્ કાચી કેનાલ પરના બ્રિજનો ભાગ ધોવાયો. મેઘાપુર નજીક આવેલા વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે. અવર જવર માટે બાંધેલો બ્રિજ ધોવાતા લોકો અટવાયા. કેનાલનું પાણી પહોંચે તે પહેલા જ પુલ ધોવાઈ ગયો. પુલ ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

  • 28 Jul 2025 11:28 AM (IST)

    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં

    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં સેનેટરી ઈન્સ્પેક્ટર પર હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકાયો છે. આરોપ છે કે આઉટસોર્સ કર્મચારી ફરજ પર હાજર ન હોવાથી છતાં પણ તેની હાજરી પત્રકમાં ચેડાં કરીને 7 મહિનાનું વેતન વસૂલવામાં આવ્યું. આ રીતે આશરે 89 હજાર રૂપિયાનું સરકારી નાણું મેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો. હોસ્પિટલના RMOએ બંને લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • 28 Jul 2025 10:54 AM (IST)

    નેશનલ હાઈવે 48 પર વાહનોની કતાર

    ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિકજામ થયો છે. નેશનલ હાઈવે 48 પર વાહનોની કતાર જોવા મળી રહી છે. ઝાડેશ્વવર ચોકરી નજીક વાહનોની કતાર લાગી છે. બિસ્માર માર્ગોના પ્રશ્ને ટ્રાફિકની રોજિંદી સમસ્યા છે.

  • 28 Jul 2025 10:18 AM (IST)

    સુરત: ઉત્રાણ બ્રિજ પાસે MD ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા

    સુરત: ઉત્રાણ બ્રિજ પાસે MD ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સ, ઇન્જેક્શન, રોકડ, કાર, વજન કાંટો જપ્ત કરાયો. 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. બંને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

  • 28 Jul 2025 09:38 AM (IST)

    લોકસભામાં ઓપરેશન સિંદુર પર થશે ચર્ચા, 16 કલાક કરાયા નક્કી

    સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે બપોરે 12 વાગ્યે લોકસભાને સંબોધિત કરશે. ઓપરેશન સિંદુર માટે 16 કલાક નક્કી કરાયા છે.

  • 28 Jul 2025 09:30 AM (IST)

    મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

    અમદાવાદ અને ખેડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો ખેડાના 6 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહુધામાં 7.05 ઈંચ  વસોમાં 6.22 ઈંચ જ્યારે કઠલાલમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 28 Jul 2025 08:58 AM (IST)

    અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

    અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  SG હાઈવે પર સોલા બ્રિજ પાસે ઝીરો વિઝિબિલિટી છે. વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી થઇ રહી છે.

  • 28 Jul 2025 08:28 AM (IST)

    ખેડા: કાજીપુરા પાસેનાં વૈકુંઠપુરામાં આગ

    ખેડા: કાજીપુરા પાસેનાં વૈકુંઠપુરામાં આગ લાગી. ફૂડ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડ અને ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે છે. અન્ય સ્થળોએથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવાઇ.

  • 28 Jul 2025 07:55 AM (IST)

    ગીર સોમનાથ : શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર

    સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. હરહર મહાદેવ. અને જ્ય સોમનાથના નાદથી સોમનાથ ગુંજ્યું. સોમવારના કારણે મંદિરે વ્હેલી સવારે 4 કલાકે ખુલ્લું મૂકવામાં આવ્યું. સોમનાથ મહાદેવની આજે 9 કલાકે પાલખીયાત્રા પણ યોજાશે.

  • 28 Jul 2025 07:21 AM (IST)

    ગાંધીનગરના કલોલમાં સતત ધોધમાર વરસાદ

    ગાંધીનગરના કલોલમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તા પર ખોદેલા ખાડાને કારણે ભારે હાલાકી થઇ રહી છે. અનેક જગ્યાએ રોડ તૂટી જવાની ઘટના બની છે. તંત્રની નબળી કામગીરીને કારણે નાગરિકોને મુશ્કેલી નડી રહી છે.

  • 28 Jul 2025 07:20 AM (IST)

    વડોદરા: ડામરના ટેન્કરમાં આગ લાગતા ત્રણ લોકોના મોત

    વડોદરા: ડામરના ટેન્કરમાં આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે. સાવલીના મોક્સી ગામે રીતુ એન્ટરપ્રાઈઝમાં દુર્ઘટના બની. ટેન્કરમાં બ્લાસ્ટથી ડ્રાઈવર, ક્લીનર અને મજૂરના કરૂણ મોત થયા છે. ટેન્કરમાં જામેલા ડામરને ગરમ કરી કાઢતા સમયનો બનાવ છે. ઢાંકણું બંધ હોવાથી પ્રેશરના કારણે ટેન્કરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થવાની સાથે આગ લાગતા ત્રણેયના મોત નીપજ્યાં છે. ત્રણેય મૃતકોના મૃતદેહ સયાજી હોસ્પિટલ વડોદરા ખસેડાયા છે. બપોરના સમયની ઘટનામાં હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ.

Published On - 7:18 am, Mon, 28 July 25