27 નવેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં એક જ પરિવારની બે દીકરી પર પડ્યાં ગટરના ઢાંકણા, એક ઇજાગ્રસ્ત, અન્યનું મોત

|

Nov 27, 2024 | 12:51 PM

Gujarat Live Updates : આજે 27 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 નવેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં એક જ પરિવારની બે દીકરી પર પડ્યાં ગટરના ઢાંકણા, એક ઇજાગ્રસ્ત, અન્યનું મોત

Follow us on

LIVE NEWS & UPDATES

  • 27 Nov 2024 12:51 PM (IST)

    ભાવનગર : 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

    ભાવનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયુ છે. નરાધમે 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ. મોડી રાતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર મામલે વરતેજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપી સામે કડક કાર્યવાહીની પરિવારની માગ છે.

  • 27 Nov 2024 11:53 AM (IST)

    બાંગ્લાદેશ: હિન્દુઓ પર સતત વધી રહ્યા છે અત્યાચાર

    બાંગ્લાદેશ: હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ISKCONના ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બબાલ થઇ રહી છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ISKCON ભડક્યું છે. નિવેદન જાહેર કરીને સરકારના પગલાંની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલાં હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી.  દેશમાં શાંતિ અને સદભાવ માટે તાત્કાલિક પગલાં ભરવા માગ કરવામાં આવી.


  • 27 Nov 2024 11:00 AM (IST)

    મહીસાગરઃ એક જ અઠવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલની સતત બીજી સફળ રેડ

    મહીસાગરઃ એક જ અઠવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સતત બીજી સફળ રેડ કરી છે. બાલાસિનોર રોડ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. 2051 દારૂની બોટલ  જપ્ત કરાઈ છે. રાજસ્થાનના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.
  • 27 Nov 2024 10:59 AM (IST)

    અમદાવાદમાં ખોખરા રાધે બંગલોઝમાં કિન્નરોએ મચાવી ધમાલ

    અમદાવાદમાં ખોખરા રાધે બંગલોઝમાં કિન્નરોએ ધમાલ મચાવી. જે પછી સ્થાનિકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. દિવાળીના રૂપિયા લેવા આવ્યા હતા. ચેરમેને ૩૦૦૦ રૂપિયા આપ્યા. જે પછી
    વધુ રૂપિયા લેવાની વાતને લઈને ચેરમેન ઉપર હુમલો કર્યો. અન્ય લોકોને બોલાવીને પણ બબાલ કરી.

  • 27 Nov 2024 10:29 AM (IST)

    સુરત : ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

    સુરત: મનપાની બેદરકારીએ લીધો એક નિર્દોષનો ભોગ લીધો છે. ડિંડોલીમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયુ છે. ઘરની નજીક રમી રહેલી એક જ પરિવારની બે દીકરી પર ગટરના ઢાંકણાઓ પડ્યા. બે વર્ષીય બાળકી નીકળી જતા બચાવ થયો, જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા થતા મોત થયુ છે. બાળકીને બચાવવા જતા અન્ય એક વ્યક્તિને પણ પગમાં ફેક્ચર થયું.
    ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી ગરટના ઢાંકણા ખુલ્લા મુકાયા હતા.


  • 27 Nov 2024 10:09 AM (IST)

    સાબરકાંઠા: BZ બ્રોકિંગની ઓફિસો પર CID ક્રાઈમના દરોડા

    સાબરકાંઠા: BZ બ્રોકિંગની ઓફિસો પર CID ક્રાઈમે દરોડા પાડ્યા છે. રાજ્યભરમાંથી ગેરકાયદેસર ₹6 હજાર કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ છે. રોકાણ કર્યા બાદ ગ્રાહકોને સમયસર રૂપિયા ન મળતા સવાલ ઉઠ્યા હતા. રોકાણકારોને માસિક 5 ટકા વળતરની લાલચ આપતા હતા. CID ક્રાઈમના ગાંધીનગર, વડોદરા, મોડાસા સ્થિત BZની ઓફિસો પર દરોડા. માલપુર, તલોદ, વિજાપુર સહિતના સાત સ્થળો પર કરાઈ કાર્યવાહી.

  • 27 Nov 2024 09:02 AM (IST)

    અમદાવાદ: કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં

    અમદાવાદ: કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ દ્વારા આખી રાત કોમ્બિંગ હાથ ધરાયુ. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. સતત બે રાતથી શહેરના દરેક વિસ્તારમાં પોલીસની તપાસ ચાલી રહી છે.

  • 27 Nov 2024 09:01 AM (IST)

    ભરૂચ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના

    ભરૂચ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તો ઓળંગતા વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો. રાહદારી અંકલેશ્વરની હોટલ વર્ષા નજીક રસ્તો ઓળંગતો હતો,
    રાહદારીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો. ટ્રાફિક પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક. ખેડૂતને પડતી તકલીફો સહિત આરોગ્ય વિભાગના મુદ્દે થશે ચર્ચા. આજે કમલમ ખાતે યોજાશે કાર્યશાળા. ભાજપના સંગઠન પર્વના કાર્યક્રમને લઈ કાર્યશાળાનું આયોજન. સાંસદ સહિત ધારાસભ્યો રહેશે હાજર. ગૃહ રાજ્યપ્રધાનના આદેશ બાદ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં. રાત્રિ દરમિયાન વાહનોનું કરાયું સઘન ચેકિંગ. સુરતના નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત. મુસાફરો ભરેલી લકઝરી બસ કોતરમાં ખાબકી. 15થી 20 મુસાફરો ઈજાગ્રસ્ત. દક્ષિણ ભારત પર વધુ એક ચક્રવાતના ઘેરાયા વાદળ.,.,તમિલનાડુના ઘણા ભાગોમાં વરસાદી તાંડવ.,.,કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ. મથુરાના વૃંદાવનમાં આજે આંતરરાષ્ટ્રીય ધર્મ સંસદ યોજાશે. દેશ-વિદેશના સંતો લેશે ભાગ.,., શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના નેજા હેઠળ આયોજન

Published On - 8:59 am, Wed, 27 November 24