
ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી. ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડૂંડાવાળાનો વતની છે. ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી.
મહીસાગરઃ જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકવાના મામલામાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કાર બહાર કાઢી. અગમ્ય કારણોસર કાર કૂવામાં ખાબકી હતી. ચાલકનો મૃતદેહ અને કારને બહાર કાઢવા રેસ્ક્યૂ આપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીઃ સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયુ. સવારે 9:30 વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. ધુમ્મસના કારણે કેરી પાકમાં મોટા નુકસાનની ભીતિ છે. ધુમ્મસના કારણે મોર કાળા પડવાની શરૂઆત થઈ. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે મોરનું ખરણ થવાની શરૂઆત થઇ છે.
રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. ઢાંક ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો. હુમલામાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તો સારવાર અર્થ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. સૂસવાટા મારતા પવનોએ વિરામ લીધો છે. હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ ઠંડીમાં રાહત મળશે. આવતીકાલ બાદ ફરી ઠંડીનું જોર વધી શકે છે. બે દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.
રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ પડ્યુ છે. લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા છૂટ્યા. ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યુ છે.
અમરેલીઃ ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં ધીંગાણું ખેલાયું. જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતમાં મારામારી થઇ. જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરાયો. ટોળા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો. મારામારીમાં બંને પક્ષના 15 લોકોને ઈજા થઈ. 2 ઇજાગ્રસ્તની તબિયત લથડતા અમરેલી રીફર કરાયા. ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
મહીસાગરઃ ખાનપુર ગામે સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સરપંચ અને તેનો સાથી દારૂના નશામાં હોવાનો ખુલાસો થયો છે. ગાડી રોંગ સાઈડમાં ચલાવી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળક સહિત 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. બાકોર પોલીસે સરપંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
ઉત્તરપૂર્વ અમેરિકામાં એક ખતરનાક શિયાળુ વાવાઝોડું ત્રાટક્યું છે. ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નોંધાયા છે. આ વાવાઝોડાને કારણે અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં તાપમાન ઠંડું પડી ગયું છે. આ વિસ્તારો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દક્ષિણ કોરિયાને વેપાર કરારમાં વિલંબ થવા પર 25% સુધીના ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ માને છે કે દક્ષિણ કોરિયાની સંસદ અમેરિકા સાથેના તેના કરારનું પાલન કરી રહી નથી. તેથી, તેઓ કડક પગલાં લઈ રહ્યા છે.
સલામતીના કારણોસર, હજ યાત્રાળુઓને હજ દરમિયાન પોતાનો ખોરાક જાતે રાંધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસોઈ દરમિયાન આગ લાગવાનું જોખમ રહેલું છે. આ માહિતી કાનપુર તન્ઝીમ ખુદામ આઝમીન-એ-હજ દ્વારા તાજેતરમાં બાંસમંડીમાં યોજાયેલા હજ તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી.
આજે 27 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Tue, 27 January 26