27 એપ્રિલના મહત્વના સમાચાર : રાહુલ ગાંધી વાયનાડ હારી રહ્યા છે, બનારસથી પણ નસીબ અજમાવે- પિયૂષ ગોયેલ

|

Apr 27, 2024 | 7:02 PM

Gujarat Live Updates : આજ 27 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

27 એપ્રિલના મહત્વના સમાચાર : રાહુલ ગાંધી વાયનાડ હારી રહ્યા છે, બનારસથી પણ નસીબ અજમાવે- પિયૂષ ગોયેલ

Follow us on

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં CBIની તપાસમાં મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. મમતા સરકારે CBI તપાસ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજા તબક્કાના મતદાનમાં ત્રિપુરા અને મણીપુરમાં સૌથી વધુ 77 ટકા મતદાન થયું છે. તો 53 ટકા સાથે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સૌથી પાછળ રહ્યુ છે.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે, ભૂલ મેં કરી હતી, તો મોદીજીનો વિરોધ શા માટે?  મે મારી ભૂલ સ્વિકારી, ક્ષત્રિય સમાજને મોદીજી સામે ઉભો કરવો યોગ્ય નહીં.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. પોરબંદરથી  પ્રવાસની શરૂઆત કરશે. ભરૂચમાં અને વડોદરામાં રોડ-શો કરશે. હીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

Published On - 7:23 am, Sat, 27 April 24

Next Article