ઇજિપ્તમાં તેલના ટેન્કરમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. ટેન્કર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાં આગ લાગ્યા બાદ તેની ચપેટમાં અનેક વાહનો આવી ગયા હતા અને જોતજોતામાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ હિંમત બતાવીને આગની લપેટમાં આવેલા અનેક વાહનોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પંજાબના અમૃતસરની મુલાકાતે ગયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શીખ ધર્મના પવિત્ર યાત્રાધામ શ્રી હરમંદિર સાહિબ એટલે કે સુવર્ણ મંદિરના દર્શન કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગુરૂદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું અને દેશ તથા ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ ગરૂદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું.
આજે 26 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:51 am, Thu, 26 November 26