
આજે 26 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરાની 438 આંગણવાડીમાં દૂધનો પુરવઠો મળતો બંધ થઇ ગયો છે અને તેનું કારણ પાલિકા અધિકારીઓ ફાઇલોની મંજૂરીની આંટીઘૂંટી હોવાનું મનાઇ રહ્યું છે..જેથી સરકારના કુપોષણમુક્ત ગુજરાતના અભિયાન સામે સવાલ ઉઠ્યા છે. બરોડા ડેરી દ્વારા આંગણવાડીને પૂરો પાડવામાં આવતો દૂધનો જથ્થો અટકાવી દેવાયો છે. જેથી આંગણવાડીના બાળકોને અપાતા પોષણયુક્ત ખોરાકની થાળીમાંથી દૂધ ગાયબ છે. માહિતી મુજબ, બરોડા ડેરીને પાલિકા તરફથી રૂપિયાની ચૂકવણી નથી કરાઇ. આંગણવાડીનું સંચાલન કરતા ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે”પાલિકા પાસે દૂધ માટેનું ફંડ પૂરૂં થઇ ગયું છે, એટલે 9 હજાર 916 બાળકોને દૂધ નથી મળી રહ્યું.
ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને અને નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવવા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના બહાર નીકળતાની સાથે કોંગ્રેસ કાર્યકરો હૈયાવરાળ ઠાલવી. યુવા કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધી એરપોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ રજૂઆત કરતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં નાના કાર્યકરોને મહત્વ નથી મળી રહ્યું. ઉત્સાહિત કાર્યકરોની અવગણના કરીને ઉદ્યોગપતિ અને બિલ્ડરોને જ ટિકિટ અપાય છે.
રંગીલા રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને બિલકુલ પોલીસ કાર્યવાહીનો ડર જ ના હોય તેમ બેફામ બન્યા છે..જેનેનો બોલતો પુરાવા છે આ સીસીટીવી દ્રશ્યો. રાજકોટના અયોધ્યા ચોક પાસે આવેલી સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં મોડી રાત્રે 4 જેટલા અસામાજિક તત્વો ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ શરૂ કરી દીધી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, આ લુખ્ખાઓ કોઈ પણ જાતના ડર વિના વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે અને નુકસાન પહોંચાડી રહ્યા છે. તોડફોડ કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. અસામાજિક તત્વોના ત્રાસથી રહીશોમાં ફફડાટ ફેલાયો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા માગણી ઉઠી છે. CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
પીએમ મોદી હાલમાં માલદીવની મુલાકાતે છે. આ સમય દરમિયાન, પીએમ માલેમાં માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને મળ્યા.
અમદાવાદઃ ખંડણી ન આપતા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી કંપની સંચાલકના ઘર પર હુમલો થયો છે. ચિરાગ પારેખ અને પાર્થ બારોટ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. અગાઉ પણ આરોપીએ કંપની સંચાલક પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ 20 લાખ રૂપિયા પડાવી 50 લાખની ખંડણી માગી હતી. અન્ય સ્ત્રી સાથેના સંબંધો અંગે પત્નીને જાણ ન કરવા ખંડણી માગી હતી. ચાંદખેડા પોલીસ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી.
જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે.
મહીસાગર: ખાનપુરના અડાધરી ધોધમાં 2 કિશોર ડૂબ્યા. બંને કિશોર રાજસ્થાનના સરથુનાના હોવાના અહેવાલ છે. ગઇ કાલે બંને બાઇક લઇને ધોધ પર ફરવા ગયાની પ્રાથમિક વિગતો છે. લુણાવાડીના ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે શોધખોળ હાથ ધરાઇ છે.
અનિલ અંબાણીની ઓફિસ પર સતત ત્રીજા દિવસે ED ના દરોડા પાડવામાં આવી રહ્યા છે. 3 હજાર કરોડ રૂપિયાથી વધુના મની લોન્ડરિંગ કેસની તપાસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની પાઈપલાઈનમાં લિકેજ થતા પાણીનો બેફામ વેડફાટ થયો છે. ડીસાના રાણપુરમાં નર્મદાની પાઈપલાઈનમાં લિકેજ થતા..પાણીના ફુવારા ઉડ્યા હતા..કલાકો સુધી પાણીનો વેડફાટ થતો રહ્યો અને આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરમાં પાણી ભરાતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે.
રાજકોટઃ રીબડામાં પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ આસપાસ દેખાયા હતા. પોલીસની બે ટીમ તપાસ માટે ઉત્તરપ્રદેશ પહોંચી. 3 ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી છે. ફાયરિંગની કબૂલાત કરનાર હાર્દિકસિંહ રાજ્ય બહાર હોવાનું અનુમાન છે. હાર્દિકસિંહે પોસ્ટ કરેલો વીડિયો રાજ્ય બહારનો હોવાનું સામે આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરાવ્યાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ લીધી હતી.
વડોદરા: ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે. સ્લેબ તોડવાનું બંધ કરી ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કેમ તે અંગે પણ સર્વે ચાલુ છે. ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે.
ગીર સોમનાથ : પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રહેણાક મકાનમાં 2 દીપડા આવી જતા ફફડાટ જોવા મળી રહ્યો છે. રહેણાક મકાનમાં દીપડાએ પશુઓનું મારણ કર્યું. એક દીપડો મકાનમાં ઘૂસી જતા લોકોએ પૂરી દીધો. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી.
વડોદરા: પાદરાના વડું ગામે બોગસ તબીબ ઝડપાયો. આરોપી મેડિકલ ડિગ્રી વગર ખાનગી દવાખાનું ચલાવતો હતો. આરોગ્ય વિભાગ અને પોલીસે દવાખાનામાં દરોડા પાડ્યાં. ગંભીર બીમારીઓની પણ સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની ફરિયાદ મળી હતી. એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓનો જથ્થો કબજે કરાયો. દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કરાયા.
અમદાવાદઃ અલકાયદાના આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આતંકીઓ સહિત 72 સભ્યો જોડાયેલા હતા. દિલ્લીના મોહમંદ ફૈકએ અન્યોને જોડવા પર્સનલ મેસેજ કરતો હતો. અન્ય 872 લોકોને ગ્રુપમાં એડ કરવા ઇન્સ્ટામાં મેસેજ કર્યા હતા.
Published On - 7:30 am, Sat, 26 July 25