
વડોદરા: ઠંડીને કારણે શ્રમજીવીનું મોત થયાની આશંકા છે. સંગમ ચાર રસ્તા પર ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમજીવીનું મોત થયુ. મૃતક શ્રમજીવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમાર્ટમ કરાશે.
મહેસાણા: 20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. સતલાસણાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ અસર થતા સિવિલ ખસેડાયા. રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી. તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા ઘટના અંગે તપાસ શરુ કરી છે.
સુરતઃ સ્પોર્ટસ બાઈકને કારણે વધુ એકનો જીવ ગયો છે. સુરતના પુણાગામમાં ફુલઝડપે બાઈક ચલાવવાથી બેના મોત થયા છે. રોંગ સાઈડમાં ઓવરસ્પીડમાં જતા અકસ્માત થયો. BRTSમાં સામેથી આવતા બાઈકચાલકને અડફેટે લીધા. ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા. સ્પોર્ટસ બાઈક ચાલક રોંગ સાઈડમાં ફુલ ઝડપે જઈ રહ્યો હતો.
સુરત: પાલ ઉમરા બ્રિજ પર યુવકને આપઘાત કરતા બચાવાયો. ભાઈ અને દાદી સતત પૈસાની માગણી કરી પરેશાન કરતા હતા. પૈસાની પરેશાનીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ કર્યો. એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસ મદદે આવી.અડાજણ પોલીસે યુવકને બચાવી કાઉન્સિલિંગ માટે મોકલ્યો.
મોરબી: આધેડ હનીટ્રેપનો શિકાર બન્યા છે. એક મહિલા સહિત 8 લોકોએ શિકાર બનાવ્યા. પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ ફસાયા. મહિલા શ્રમિકે નિર્વસ્ત્ર થઈ વીડિયો બનાવ્યો. મહિલાએ દુષ્કર્મની ધમકી આપી લાખોની ઠગાઈ કરી. સોનાના 4 બિસ્કિટ સહિત સોનાનો ચેઈન અને રોકડની ઠગાઈ કરી. આરોપીઓએ કુલ 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો. પોલીસે એક મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી.
વડોદરાઃ PIના નામે લાંચ લેતો વચેટિયો પકડાયો. આરોપી સુરેશ તોલાણી 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો. જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે લાંચ માંગી હતી. ફરિયાદના બદલામાં નાણાની માંગણી કરાઈ હતી. અનુભવ એન્ટરપ્રાઈસની દુકાનમાં ACBએ છટકું ગોઠવ્યુ હતું.
મહેસાણા: ઊંઝાના વૈજનાથ મંદિરમાં ચોરી થઇ છે. તસ્કરોએ દાનપેટીને નિશાન બનાવી. 3 ગોલખ અને 15 હજાર રોકડની ચોરી કરી. ચોરીની ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઇ છે. સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી.
કચ્છ જિલ્લાના ભુજમાં વેપારી સાથે 28 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ ત્રિપુટી પૈકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. ત્રણ આરોપીએ વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી.એક આરોપીએ ફેસબુક મેસેન્જરથી વેપારીને મેસેજ કરી પોતે ગોલ્ડ બિસ્કિટના વેપારી સાથે સંકળાયેલ છે તેવું કહ્યું હતું અને વેપારીને બજાર કિંમત કરતા 15 ટકા ઓછા ભાવે સસ્તું સોનું આપવાનો વાયદો કર્યો હતો.જ્યારે અન્ય બે આરોપીએ ખોટા નામ ધારણ કરીને વેપારી સાથે સોના અંગે મિટિંગ કરી હતી અને વેપારીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ સોનાન ત્રણ બિસ્કીટ પણ બતાવ્યા હતા અને વેપારી પાસેથી 28 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી. અમેરિકાએ એર સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો. ટ્રમ્પે નાઇઝીરિયામાં ISIS વિરૂદ્ધ ઘાતક હુમલો કહ્યો. ISISને કત્લેઆમ બંધ કરવાની ચેતવણી આપી હતી. કહ્યુ આતંકીઓ નિર્દોષ ઇસાઇઓને નિશાન બનાવી રહ્યા હતા. કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને પોષવા નહીં દેવાય એમ જણાવ્યુ.
કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ગયા.
પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ભારત મંડપમ ખાતે કાર્યક્રમને સંબોધિત કરશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો “સાહિબજાદાઓ” ની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે.
આજે 26 ડિસેમ્બરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:28 am, Fri, 26 December 25