
આજે 26 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈ-મેલ મોકલનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ‘ઈ-મેલ મોકલનારની ઓળખ ગુજરાતના રહેવાસી 21 વર્ષીય જીગ્નેશ સિંહ પરમાર તરીકે થઈ છે.’ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ટીમ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી છે. તે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે જેના પરિવારે દાવો કર્યો છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
આ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગનો ફક્ત 1 ઓવર જ ફેંકાઈ ગયો હતો અને રમત બંધ થઈ ગઈ. પંજાબે તેમને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા 202 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં રસેલે સારી બોલિંગ કરી અને માત્ર 8 રન આપ્યા, જોશ ઇંગ્લિશે એક બાઉન્ડ્રી ફટકારી.
પંજાબ કિંગ્સને ચોથો ઝટકો, માર્કો જેન્સેન માત્ર 3 રન બનાવી થયો આઉટ
પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો, ગ્લેન મેક્સવેલ માત્ર 7 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ કર્યો ક્લીન બોલ્ડ
પંજાબ કિંગ્સને બીજો ઝટકો, પ્રભસિમરન સિંહ 83 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ, 13 રન માટે સદી ચૂકી ગયો. 6 સિકસર અને 6 ફોર ફટકારી, માત્ર 49 બોલમાં 83 રનની આક્રમક ઈનિંગ રમ્યો.
પંજાબ કિંગ્સનો સ્કોર 150 ને પાર, પ્રભસિમરન સિંહની આક્રમક ફિફ્ટી, પ્રભસિમરન સિંહે મિસ્ત્રીસપીનાર વરુણ ચક્રવર્તીને ધોઈ નાખ્યો. એક ઓવરમાં ત્રણ ચોગ્ગા એક છગ્ગા અને એક સિંગલની મદદથી 19 રન ફટકાર્યા
પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય 69 રન બનાવી થયો આઉટ, આન્દ્રે રસેલે લીધી વિકેટ
પંજાબ કિંગ્સનો સ્કોર 100 ને પાર, પ્રભસિમરન સિંહ-પ્રિયાંશ આર્યની જોરદાર ફટકાબાજી, પ્રિયાંશ આર્ય ફિફ્ટી, પ્રિયાંશે જોરદાર 3 સિક્સર ફટકારી
પંજાબ કિંગ્સનો સ્કોર 50 ને પાર, પ્રભસિમરન સિંહ-પ્રિયાંશ આર્યની જોરદાર ફટકાબાજી, ભસિમરન સિંહે હર્ષિત રાણાનો ઓવરમાં ક્લાસિક સિક્સર ફટકારી
પંજાબ કિંગ્સે ટોસ જીતી લીધો છે. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પહેલા બોલિંગ કરતી જોવા મળશે.
રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.. વાત એમ છે કે સેટેલાઈટ સર્વે બાદ 800 ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જેઓએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાયું હતું. જેના કારણે ટેકાના ભાવે તુવેરનું વેચાણ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ભાજપના મળતિયાઓની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. તો બીજી તરફ જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું તેઓ ખુલ્લી બજારમાં તુવેર વેચવા માટે મજબૂર બન્યા છે.. સેટેલાઇટ સર્વેમાં 800 ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું હોવાનો અધિકારીએ પણ સ્વીકાર કર્યો છે.. 2 હજાર 361 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.. જોકે ખોટી રીતે સર્વે કરાયું હોવાનો અધિકારી પણ આક્ષેપ કરી રહ્યાં છે..
ભરૂચ: અંકલેશ્વરના જનતાનગરમાં ધર્માંતરણના કાવતરાનો આક્ષેપ થઇ રહ્યો છે. ખ્રિસ્તી પાદરીએ હિંદુ વ્યક્તિના ઘરમાં પ્રાર્થના કરતા વિવાદ થયો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. લોભામણી લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ છે. વિશ્વ હિન્દુ પરિષદે ફરિયાદ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી.
વડોદરાઃ આધેડ વ્યક્તિ વરસાદી કેનાલમાં પડ્યો છે. યોગી નગરથી પ્રિયા સિનેમા તરફ જતી વરસાદી કેનાલમાં વ્યક્તિ પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી વ્યક્તિને સલામત રીતે બહાર કાઢ્યો છે. વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ચીને ફરી પોત પ્રકાશ્યું છે. ચીને પાકિસ્તાનને મિસાઇલની મોટી ખેપ મોકલી છે. ચીને પાકિસ્તાનને 100થી વધુ PL-15 લોંગ રેન્જ મિસાઇલ મોકલી. PL-15 મિસાઇલની મહત્તમ રેન્જ 200 કિલોમીટર છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન અને ચીનના રાજદૂત વચ્ચે બેઠક થશે. બેઠકમાં પાક.ના વિદેશપ્રધાને મિસાઇલ આપવા બદલ ચીનનો આભાર માન્યો.
પહલગામ આતંકી હુમલાને લઇ ખેડામાં વિરોધ જોવા મળી રહ્યો છે. કપડવંજમાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો. મુસ્લિમ સમાજે બંધનું એલાન આપી રોષ વ્યક્ત કર્યો. મુસ્લિમ સમાજે પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા. આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી.
પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના 7 ઘર તોડી પડાયા. ભારતીય સેનાએ 24 કલાકમાં 7 ઘર બ્લાસ્ટ કરીને તોડ્યા. આતંકીઓ ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ કાર્યવાહી કરી. અનિચ્છનીય બનાવ ટાળવા સુરક્ષા દળોનું ઓપરેશન છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, સેના ખીણમાં એક સાથે અનેક કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને ખતમ કરવાનો છે. આ કાર્યવાહી દરમિયાન, સેનાએ કુલગામ જિલ્લાના કૈમોહ વિસ્તારના ઠોકરપોરામાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી. એવો આરોપ છે કે તેણે આતંકવાદીઓને મદદ કરી હતી.
જમ્મુ કાશ્મીર: કુલગામના કૈમૂહમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરી છે. કૈમૂહ નાકા પાસે આતંકવાદીઓના 2 સહયોગી પકડાયા છે. હથિયાર અને દારૂગોળા સાથે બંને શખ્સો ઝડપાયા છે. નાકા પર ચેકિંગ દરમિયાન બંને શખ્સો પકડાયા. 2 પિસ્તોલ અને દારૂગોળો સુરક્ષા દળોએ જપ્ત કર્યો.
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAએ હુમલો કર્યો. IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત થયાનો દાવો છે. ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં હુમલો કર્યાનો દાવો છે. રિમોટ કંટ્રોલ IEDથી હુમલો કર્યાનો દાવો છે. હુમલા મુદ્દે પાકિસ્તાની સેના તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
અમદાવાદ પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસે સૌથી મોટું સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. પોલીસે ચંડોળા તળાવમાંથી 400 શંકાસ્પદ લોકોની અટકાયત કરી. મોડી રાત્રિથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘુસણખોરો અંગે તપાસ થશે.
ગેરકાયદે રહેતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ: મનપાએ S G હાઇવે ઉપર મોટી કાર્યવાહી કરી છે. ઇસ્કોન ગાંઠિયા સહીત 12 દુકાનો સીલ કરાઇ. પાર્કિંગની અસુવિધા અને ટ્રાફિકમાં અવ્યવસ્થા સર્જાતી હોવાથી કાર્યવાહી કરવામાં આવી. ગાત્રાળ ટી સ્ટોલને પણ ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે સીલ કરાયું. વર્ષ 2017માં લેનમાં આવેલાં તમામ એકમોને નોટિસ અપાઈ હતી.
Published On - 7:27 am, Sat, 26 April 25