25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જાપાનમાં ધરતીકંપના જોરદાર આંચકા, બોનિન ટાપુઓ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ

Gujarat Live Updates આજ 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જાપાનમાં ધરતીકંપના જોરદાર આંચકા, બોનિન ટાપુઓ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ
| Updated on: Oct 25, 2026 | 8:22 AM

LIVE NEWS & UPDATES

  • 25 Oct 2026 08:21 AM (IST)

    જાપાનમાં ધરતીકંપના જોરદાર આંચકા, બોનિન ટાપુઓ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ

    જાપાનના બોનિન ટાપુઓ વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ઈમારતો અને ઘરોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

  • 25 Oct 2026 07:42 AM (IST)

    હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે કન્ટેનરની અડફેટે આવતા બેના મોત એકને ઈજા

    વડોદરાના સાવલીમાં હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે, ગત રાત્રે કન્ટેનરની અડફેટે આવતા બેના મોત એક ને ઈજા થઈ છે. કંબોલા ગામ નજીક કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે બાઈકને અડફેટે લીધી. અકસ્માતમાં બે લોકોનાં મોત, એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટ્યા. બે લોકોનાં મોતને પગલે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ.


  • 25 Oct 2026 07:34 AM (IST)

    દાહોદના છાપરી રોડ પર ડામરના પ્લાન્ટની ટાંકીમાં લાગી આગ

    દાહોદ નજીક છાપરી રોડ પર આવેલી શિવ ક્વોરીના ડામર પ્લાન્ટની ટાંકીમાં અચાનક લાગી ભીષણ આગ. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. દાહોદ ફાયર વિભાગ ની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સમયસર આગ પર કાબૂ મેળવાતા મોટી દુર્ઘટના ટળી. ઘટનામાં કોઈ જાન હાની નહીં.

  • 25 Oct 2026 07:23 AM (IST)

    AMC એ જ કર્યો નિયમનો સરેઆમ ભંગ ! FSSAIના લોગો વગરની પાણીની બોટલોનું કર્યું ખુલ્લેઆમ વેચાણ

    કાંકરિયા ખાતે યોજાનાર ગરબામાં નિયમોના લીરેલીરા ઉડ્યાનો વીડિયો થયો વાયરલ. જેમણે નિયમો પળાવવાની કામગીરી કરવાની છે એ જ નિયમોનો કરે છે ભંગ. કાકરિયા ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં FSSAI વગર પાણીની બોટનું ખુલ્લાઆમ કરાયું વેચાણ. AMC JALની બોટલ પર FSSAIનો લોગો ના હોવાનું સામે આવ્યું. હાલ સૃષ્ટિ લાઈફ સાઈન્સ પ્રા.લિમિટેડ સંચાલન કરી રહી હોવાનું ખુલ્યું. શું આરોગ્ય વિભાગ AMC JAL ઉપર કરશે કાર્યવાહી ?

  • 25 Oct 2026 07:16 AM (IST)

    મધ્ય પૂર્વમાં તણાવ : એર ઈન્ડિયાએ રિયાધ અને દમ્મામ આવતી-જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી રદ કરી

    એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રિયાધ અને દમ્મામ આવતી-જતી ફ્લાઈટ્સ આગામી 7 નવેમ્બર સુધી સ્થગિત રહેશે, જ્યારે જેદ્દાહ આવતી-જતી સેવાઓ 31 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે.

આજે 25 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:12 am, Sun, 25 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.