25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતમાં 2 વર્ષીય બાળકીને સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા મોત

|

Oct 25, 2024 | 7:27 AM

News Update : આજે 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતમાં 2 વર્ષીય બાળકીને સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા મોત

Follow us on

LIVE NEWS & UPDATES

  • 25 Oct 2024 11:31 AM (IST)

    અમદાવાદ: 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

    અમદાવાદ: 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી. બનાવટી અને નકલી દસ્તાવેજો અંગે હજુ પણ તપાસ યથાવત છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • 25 Oct 2024 11:24 AM (IST)

    2 વર્ષીય બાળકીને સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા મોત

    સુરત: સરથાણામાં સ્કૂલ બસ ચાલકની બેદરકારી સામે આવી છે. 2 વર્ષીય બાળકીને સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સરથાણા પોલીસમાં અકસ્માત ફરિયાદ નોંધાઈ છે.


  • 25 Oct 2024 10:20 AM (IST)

    બાબા સિદ્દીકીના પુત્ર જીશાન NCPમાં જોડાયા

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બાબા સિદ્દીકીના પુત્ર અને બાંદ્રા પૂર્વના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ અજિત પવારની એનસીપીમાં જોડાયા હતા. ઝીશાન અજિત પવાર અને સુનીલ તટકરેની હાજરીમાં NCPમાં જોડાયા હતા. એનસીપીએ બાંદ્રા પૂર્વ વિધાનસભાથી ઝીશાન સિદ્દીકીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

  • 25 Oct 2024 10:11 AM (IST)

    કોંગ્રેસે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ

    વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી. અનેક ચર્ચાઓ બાદ આખરે કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યુ.  વિજય મુહૂર્તમાં ગુલાબસિંહ ઉમેદવારી નોંધાવશે.

  • 25 Oct 2024 09:16 AM (IST)

    બનાસકાંઠાઃ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં ડખા

    બનાસકાંઠાઃ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં ડખા સામે આવ્યા. કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીનો કોંગ્રેસ સામે બળાપો કાઢ્યો. બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હોવા છતાં અન્ય લોકોને રમાડે છે. કોંગ્રેસમાં  ફિક્સિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. જણાવ્યુ કે ઉમેદવાર ફિક્સ હોવા છતાં કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમ્યા. ઉમેદવાર ફિક્સ છે જેથી હવે ડમી ફોર્મ ભરવાની જરૂર નથી.


  • 25 Oct 2024 09:01 AM (IST)

    દિવાળી વેકેશન પહેલા રાજ્ય સરકારે જાહેર કરી બોટિંગ પોલિસી

    દિવાળી વેકેશન પહેલા રાજ્ય સરકારે બોટિંગ પોલિસી જાહેર કરી છે. ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી. 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે. જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું.

  • 25 Oct 2024 08:53 AM (IST)

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે. ભાજપ અને કોંગ્રેસે હજૂ ઉમેદવાર જાહેર નથી કર્યા. ભાજપમાંથી અમીરામ આંસલ, સ્વરૂપજી ઠાકોર, રજનીશ ચૌધરી કે પછી કોઈ નવા ચહેરાને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસે ચારેય દાવેદારોને ફોર્મ ભરવાની સૂચના આપી છે. ગુલાબસિંહ રાજપૂત, ભાવાજી ઠાકોર, ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીને ફોર્મ ભરવા સૂચના આપી છે.

  • 25 Oct 2024 07:33 AM (IST)

    ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું

    બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ‘દાના’ ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને પછી કેન્દ્રપારા જિલ્લાના ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચે પહોંચ્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

  • 25 Oct 2024 07:30 AM (IST)

    બનાસકાંઠા: અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી ઝડપાઇ રોકડ

    બનાસકાંઠા: અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ સાથે મહેસાણાનાં 2 શખ્સો ઝડપાયા છે. હવાલા નેટવર્કથી રોકડની હેરફેર થતી હોવાની આશંકા છે. આબુ રોડના રિકો પોલિસ સ્ટેશનની બાતમીને આધારે દિલ્લીથી અમદાવાદ જતી કારની ચેકપોસ્ટ પર તપાસ કરાતા રોકડ મળી છે. કારમાં સવાર શખ્સોની પુછપરછમાં સંતોષકારક જવાબ ન મળ્યો. કારમા સવાર શખ્સો રોકડ અંગેના કોઇ પુરાવા પણ રજૂ ન કરી શક્યા.

  • 25 Oct 2024 07:29 AM (IST)

    ડાંગ: લોક કલાકાર રાજભા ગઢવી સપડાયા વિવાદમાં

    ડાંગ: લોક કલાકાર રાજભા ગઢવી સપડાયા વિવાદમાં સપડાયા છે. રાજભા ગઢવીએ ડાયરામાં આદિવાસી સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ છે. ડાંગ-આહવામાં જંગલવાસીઓ લૂંટી લેતા હોવાના નિવેદન સામે રોષ ફેલાયો છે. રાજભા ગઢવીના શબ્દો સામે આદિવાસી સમાજ નારાજ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા આહવા મથકે અરજી થઇ છે. સામાજિક કાર્યકરે એટ્રોસિટીનો ગુનો નોંધવા અરજી કરી. આદિવાસી સમાજે રાજભા ગઢવીના શબ્દોને કલંક સમાન ગણાવ્યા છે. રાજભા સામે ફરિયાદ નહીં નોંધાય તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી છે.

જસ્ટિસ સંજીવ ખન્ના  દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. 11 નવેમ્બરે દેશનાં એકાવનમાં ચીફ જસ્ટિસ પદે શપથ લેશે.  જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલો થયો છે. ગુલમર્ગમાં સેનાની ગાડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો. 5 જવાનો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી . તો શરદ પવાર જૂથે પણ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા. અજીત પવારને ઘેરવા તેમના જ ભત્રીજા યુગેન્દ્રને ટિકિટ આપી. વાવ પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ આજે ઉમેદવાર જાહેર કરશે.તો કોંગ્રેસે 4 ઉમેદવારોને ફોર્મ ભરવા આપી સૂચના… શાળાઓમાંથી શૈક્ષણિક પ્રવાસને મંજૂરી અપાઇ, સરકારે માર્ગદરશિકા જાહેર કરી. વડોદરા હરણીકાંડ બાદ સરકારે સ્કૂલના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો હતો. દિવાળી પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં છે. છોટાઉદેપુરમાંથી 29 લાખના દારૂ સાથે 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે. બુટલેગર સહિત 17 વોન્ટેડ છે.