25 જૂનના મહત્વના સમાચાર : ભારત સહિત જાપાન અને ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપના આંચકો, જાપાનમાં બે ભૂંકપના આંચકાથી ભારે તબાહી

આજે 25 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 જૂનના મહત્વના સમાચાર : ભારત સહિત જાપાન અને ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપના આંચકો, જાપાનમાં બે ભૂંકપના આંચકાથી ભારે તબાહી
| Edited By: | Updated on: Jun 25, 2026 | 9:58 AM

LIVE NEWS & UPDATES

  • 25 Jun 2026 09:58 AM (IST)

    અમરેલી: બાળકનો શિકાર કરનાર સિંહણને પાંજરે પૂરાઈ

    અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના Chaturi Village ખાતે એક સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માહિતી મુજબ બાળક પોતાના દાદા સાથે જઈ રહ્યો હતો ત્યારે અચાનક સિંહણ તેને ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરી લેવામાં આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વન વિભાગે લોકોને ખાસ કરીને મોડી રાત્રે એકલા બહાર ન નીકળવાની અપીલ કરી છે. બીજી તરફ ગ્રામજનોએ વિસ્તારમાં વધતા વન્ય પ્રાણીઓના આતંકથી મુક્તિ મળે અને માનવ-વન્યજીવ સંઘર્ષ રોકવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

  • 25 Jun 2026 09:39 AM (IST)

    ગાંધીનગરઃ દબાણ સામે કોર્પોરેશનની મેગા ડ્રાઈવ

    Gandhinagar માં દબાણો સામે કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલી કાર્યવાહીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકસી સુધીના માર્ગ પર કરાયેલા દબાણો હટાવી જાહેર માર્ગને અવરોધમુક્ત બનાવવામાં આવ્યો છે. કોર્પોરેશનની ટીમે કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ત્રણ મોટા શોપિંગ કોમ્પલેક્સને પણ નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં પણ દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.


  • 25 Jun 2026 08:47 AM (IST)

    અમદવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી પકડાયો

    અમદાવાદના Kalupur Railway Station પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી અસલી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો હતો અને તેમને અપશબ્દો બોલતો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરોપી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફરની ધમકીઓ પણ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરવાના આરોપસર પોલીસે પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

  • 25 Jun 2026 08:06 AM (IST)

    જાપાનમાં પણ અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા

    જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. અહેવાલો મુજબ પ્રથમ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયા બાદ થોડા જ સમયમાં 4.3ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. ઉપરાછાપરી આવેલા બે ભૂકંપના આંચકાઓથી લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને Aomori Prefecture વિસ્તારમાં ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં અનેક ઇમારતો અને માળખાંને નુકસાન પહોંચ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • 25 Jun 2026 07:39 AM (IST)

    વેનેઝુએલાઃ વિનાશક ભૂંકપને લઇને સૌથી મોટા સમાચાર

    વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ મૃત્યુઆંકને લઈને ચોંકાવનારા અંદાજ સામે આવ્યા છે અને 10 હજારથી લઈને એક લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના કારણે અનેક બહુમાળી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાથી હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ સેવાઈ રહી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાનને કારણે મૃત્યુઆંક હજુ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 25 Jun 2026 07:38 AM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

    અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળતાં એર ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સાંજે આશરે 6:30 વાગ્યે એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો એક જ રનવે પર સામસામે આવી જતા ટક્કર થવાની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ એર ઈન્ડિયાનું વિમાન ટેક્સીંગ દરમિયાન ખોટી દિશામાં વળી ગયું હતું, જેના કારણે જોખમી પરિસ્થિતિ ઉભી થઈ હતી. જોકે, ATC (એર ટ્રાફિક કન્ટ્રોલ) દ્વારા સમયસર હસ્તક્ષેપ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના બાદ એર ઈન્ડિયાના વિમાનને પરત પાર્કિંગ બેમાં લઈ જવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ નિયમનકારી સત્તાધિકારીઓને કરવામાં આવી છે અને મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આજે 25 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:37 am, Thu, 25 June 26

Follow Us