25 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બલોચ સમુદાયે ફિલ્મના ડાયલોગ વિવાદીત હોવાની રજૂઆત સાથે કરી અરજી

આજે 25 ડિસેમ્બરને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બલોચ સમુદાયે ફિલ્મના ડાયલોગ વિવાદીત હોવાની રજૂઆત સાથે કરી અરજી
| Edited By: | Updated on: Dec 25, 2025 | 11:32 AM

LIVE NEWS & UPDATES

  • 25 Dec 2025 11:32 AM (IST)

    મહેસાણા: લિબિયામાં અપહ્યત પરિવાર હેમખેમ પરત ફર્યું

    મહેસાણાના બદલપુરા ગામનો એક પરિવાર લિબિયામાં અપહરણ બાદ અંતે હેમખેમ વતન પરત ફર્યો છે. યુરોપ જવા નીકળેલા આ પરિવારનું લિબિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં બદલપુરાના દંપતી સાથે તેમની 3 વર્ષની બાળકીને પણ બંધક બનાવવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓ દ્વારા પરિવાર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી અને રકમ ન ચૂકવાય તો મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. યુરોપમાં રહેતા પરિવારના ભાઈએ ઓનલાઈન રીતે ખંડણીની રકમ ચૂકવતા અપહરણકર્તાઓએ પરિવારને છોડ્યો હતો. પરિવાર સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા રાહતનો શ્વાસ લેવાયો છે. હાલ સમગ્ર મામલે પરિવાર દ્વારા એજન્ટો સામે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

  • 25 Dec 2025 09:42 AM (IST)

    સુરેન્દ્રનગર: જમીન NA કૌભાડમાં EDનાં દરોડા બાદ કાર્યવાહી

    સુરેન્દ્રનગરમાં જમીનને NA કરવાના કૌભાંડ મામલે ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. EDની તપાસ અંતર્ગત અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ EDએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટ દ્વારા ચંદ્રસિંહ મોરીના 1 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે ચંદ્રસિંહ મોરીએ પોતાના પદનો દુરુપયોગ કરીને 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હસ્તગત કરી છે. EDની ફરિયાદના આધારે નાયબ મામલતદાર અને કલેક્ટર સહિતના સ્થળોએ સર્ચ કરવામાં આવ્યા હતા. સાથે જ ED દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને ACBની ફરિયાદમાં ED ફરિયાદી બની છે. જમીન NA કરાવવા માટે વચેટિયા અને એજન્ટ મારફતે ગેરરીતિ થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ED હવે ચંદ્રસિંહ મોરી અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ કરશે, જેમાં જિલ્લાના અન્ય અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાની સંભાવનાને લઈને વધુ ખુલાસા થવાની શક્યતા છે.


  • 25 Dec 2025 09:14 AM (IST)

    તાઇવાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ

    ફરી એકવાર ભૂંકપના આંચકાથી તાઈવાન ધ્રૂજી ઉઠ્યુ. તાઇવાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે અફરાતફરી જોવા મળી. ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂંકપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટી હોલથી 10.1 કિલોમીટર દૂર છે. સદનસીબે ભૂંકપને કારણે કોઈ જાનહાનિના સમાચાર નહીં

  • 25 Dec 2025 09:02 AM (IST)

    ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

    ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. બલોચ સમુદાયે ફિલ્મના ડાયલોગ વિવાદીત હોવાની રજૂઆત સાથે અરજી કરી. ફિલ્મના એક ડાયલોગમાં બલોચ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરાઈ હોવાની રજૂઆત. વિવાદિત ડાયલોગને ફિલ્મમાંથી અને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ કરી છે. ગાંધીનગરના 2 અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. આજે હાઈકોર્ટમાં અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે.

  • 25 Dec 2025 07:51 AM (IST)

    તમિલનાડુઃ કડલૂર નજીક બસનું ટાયર ફાટતા મોટી દુર્ઘટના, 9 મોત

    તમિલનાડુઃ કડલૂર નજીક બસનું ટાયર ફાટતા મોટી દુર્ઘટના બની છે. બેકાબૂ બસની અડફેટે આવતા 9 લોકોના મોત થયા છે. 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 5 પુરૂષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તિરૂચિલ્લાપલ્લીથી ચેન્નઇ જઇ રહી હતી.

  • 25 Dec 2025 07:49 AM (IST)

    કર્ણાટકના ચિત્રદુર્ગ નજીક મોટી દુર્ઘટના, 9ના મોત

    કર્ણાટકના ચિત્રદુર્ગ નજીક મોટી દુર્ઘટના બની છે. નેશનલ હાઇવે-48 પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઇ છે. ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી. બસમાં સવાર 17 મુસાફરો ભીષણ આગમાં ભડથું થયા. આગમાં દાઝી જતા તમામ 17 મુસાફરોના મોત નિપજ્યા છે. સ્ટાલિન સરકારે દુર્ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા. મૃતકોના પરિજનોને 3-3 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

  • 25 Dec 2025 07:31 AM (IST)

    PM મોદી આજે લખનૌમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ”નું ઉદ્ઘાટન કરશે

    આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. આ પ્રસંગે, પીએમ મોદી લખનૌમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ”નું ઉદ્ઘાટન કરશે. આશરે ₹230 કરોડના ખર્ચે બનેલ, તે 65 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

આજે 25 ડિસેમ્બરને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

Published On - 7:29 am, Thu, 25 December 25