24 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો! વીજળીના બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસાનો વધારો થવાની શક્યતા

આજે 24 ઓક્ટોબરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો! વીજળીના બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસાનો વધારો થવાની શક્યતા
| Edited By: | Updated on: Oct 24, 2026 | 7:55 AM

LIVE NEWS & UPDATES

  • 24 Oct 2026 07:55 AM (IST)

    સરકારી ઈ-પ્રમાણપત્રો પર હવે દેખાશે અધિકૃત ગોળ સિક્કો, લોકોને ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ

    ગુજરાતમાં સરકારી ઈ-પ્રમાણપત્રો મેળવતા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડિજિટલ પોર્ટલ દ્વારા આપવામાં આવતા ઈ-પ્રમાણપત્રો પર પણ અધિકૃત ગોળ સિક્કો જોવા મળશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ઈ-પ્રમાણપત્રો પર સંબંધિત સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત સ્ટેમ્પ દર્શાવવામાં આવશે. અત્યાર સુધી ડિજિટલ માધ્યમથી મળતા કેટલાક પ્રમાણપત્રો પર ગોળ સિક્કો ન હોવાને કારણે નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓમાં જઈને સિક્કો મરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા. હવે આ પ્રક્રિયામાંથી મુક્તિ મળવાની સાથે નાગરિકોના સમય અને મહેનતની બચત થશે. સરકારી સેવાઓને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

  • 24 Oct 2026 07:54 AM (IST)

    ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો, યુનિટ દીઠ 30થી 45 પૈસાનો વધારો થવાની શક્યતા

    ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો થવાની શક્યતાને પગલે ઘરેલુ અને વ્યાપારી વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ બોજ પડવાની આશંકા છે. વીજળીના બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર અસર પડી શકે છે. વીજળીના દર વધે તો નાના ઉદ્યોગો અને વેપારીઓ માટે પણ ઉત્પાદન તથા વ્યવસાય ચલાવવાનો ખર્ચ વધી શકે છે. એક તરફ ગેસ સહિતની વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વીજળીના બિલમાં સંભવિત વધારાથી લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે, વીજળીના દરમાં વધારો અને તેની અમલવારી અંગેની સત્તાવાર જાહેરાત થાય ત્યાર બાદ જ ગ્રાહકોને કેટલો વધારાનો બોજ સહન કરવો પડશે તે સ્પષ્ટ થશે.


આજે 24 ઓક્ટોબરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:53 am, Sat, 24 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.