
આજે 24 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે મંગળવારની સાંજે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં અરવલ્લીના માલપુરમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. સાંજના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીના બે કલાકમાં કૂલ 49 તાલુકામા વરસાદ વરસ્યો છે.
લીડ્ઝ ટેસ્ટ મેચના આજે છેલ્લા દિવસની રમત ટી ટાઈમ સુધી પહોંચી છે. દિવસના સેકન્ડ સેશન્સ સુધીમાં ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા છે. હવે છેલ્લા સત્રમાં, ઈંગ્લેન્ડને જીતવા માટે 102 રન બનાવવા પડશે. તો ટીમ ઇન્ડિયા આ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડની બાકી રહેલ 6 વિકેટ મેળવવાની જરૂર છે.
રાજકોટ જિલ્લાના ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઈકોર્ટે રાજકોટ પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા CBI તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 14 જુલાઈના રોજ હાથ ધરાશે.
રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમ સ્ટે – હોસ્ટેલ આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે તેવુ અવલોકન હાઈકોર્ટે કર્યું છે. પ્રોપર્ટીમાં કોણ અને કયા વિસ્તારના લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે તેમ હાઈકોર્ટ અવલોકન કરતા કહ્યું છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે, PG રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી. PG, હોસ્ટેલ અને હોમ સ્ટે માટેના નિયમો અને રજિસ્ટ્રેશન માટે GDCR છે તેવી દલીલ સરકારી વકીલ જી.એચ વિર્કે કરી હતી. સિલીંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવી હતી, મંજૂરી વિના પ્રોપર્ટીમાં માલિક વિના અન્ય લોકો રહેતા હતા તેમ પણ જી.એચ વિર્ક કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે PG, હોમ સ્ટે અને હોસ્ટેલના રજિસ્ટ્રેશન સહિતના નિયમો અંગે જાગૃતિ ફેલાવવા તંત્રને કર્યો નિર્દેશ આપ્યો હતો. હાલની સ્થિતિએ શિવરંજની વિસ્તારના વિવાદિત PGમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય અપાયો છે. PGમાં નવા એડમિશન અને અન્ય બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ ના આપવા પણ અરજદારને નિર્દેશ કરાયો છે.
સરકારી હોસ્પિટલમાં વિઝિટમાં આવતા ડોક્ટરોના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આજે મળેલ રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં, સરકારી હોસ્પિટલમાં વિઝિટમાં આવતા ડોક્ટરોના ભથ્થામાં રૂપિયા 1200 નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. સરકારી હોસ્પિટલમાં વિઝિટ દરમિયાન ડોકટરે ઓછામાં ઓછા ત્રણ કલાક માનદ સેવા આપવી પડશે. સર્જીકલ અને નોન સર્જીકલ તબીબોનો સમાવેશ કરેલ છે. પ્રતિ કલાક 2700 આપતા હતા તેમાં પણ સહાય રકમમાં વધારો કર્યો છે.
આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં પોણા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. દાહોદમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આજે સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમાં 10 તાલુકામાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 110 તાલુકામાં એક મિલિમીટરથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
ભુજ- મુંબઈ વચ્ચેની એર ઈન્ડિયા ફ્લાઇટ ડિલે થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભુજ મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાકથી વધુ સમય ડીલે થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઈટ પોતાના નિર્ધારિત સમય પર ના ઉપડતા પ્રવાસીઓમાં હાલાકી. એર ઈન્ડિયા ફ્લાઇટ બે કલાક સુધી ડીલે થતા મુંબઈથી કનેક્ટિંગ ફલાઈટના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. વલવા ગામમાં પશુપાલક પર વીજળી પડતા સ્થળ પર જ કરુણ મોત થયું છે. આકાશી વીજળી પડવાથી જીવનભાઈ પરમારનું મોત થયું છે. નર્મદા કેનાલ પાસે જીવનભાઈ પશુ ચરાવવા ગયા હતા. ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી. આકાશી વીજળીથી મરણ પામનાર જીવન પરમારના પરિવારમાં છવાઈ ગમગીની.
દાહોદમાં ભારે વરસાદ મુશ્કેલી લાવ્યો છે. દાહોદ-લીમડી રોડ પર પાણીના ધસમસતા વહેણમાં યુવક ફસાયો હતો. એક તરફ રસ્તા પર નેશનલ કોરિડોરની કામગીરી ચાલે છે તો બીજી તરફ રસ્તા પર નદીના જેમ પાણી વહી રહ્યા છે. રસ્તા પર પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવક દિવાલનો સહારો લઈને ઊભો હતો. પોલીસ અને સ્થાનિકોએ દોરડું ફેંકીને યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો છે.
સુરત: ખાડીપૂરની સ્થિતિમાં સ્થાનિકોની વ્હારે પોલીસ આવી છે. સરથાણામાં પોલીસ જવાનો દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. મહિલા ASIએ ગળાડૂબ પાણીમાંથી ત્રણ લોકોનું રેસ્ક્યૂ કર્યું. સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયુ છે. પોલીસ કર્મચારીઓ ટ્રેક્ટર મારફતે લોકોની મદદ કરી રહ્યાં છે.
રાજકોટ: કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજકોટની કોર્ટને ઇમેઇલ દ્વારા ધમકી મળી. SOG, ક્રાઇમ બ્રાન્ચ, બૉમ્બ સ્કવૉડ દ્વારા કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધરાયુ.
નર્મદા : ભારે વરસાદને કારણે નાંદોદ તાલુકાનું વડીયા જળમગ્ન થયુ છે. વડીયા ગામની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લોકો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન મળતાં લોકો મુશ્કેલીમાં છે.
પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સુરતમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે. બારડોલી નજીક વાપી – શામળાજી હાઈવે પર પાણી ભરાયા છે. સતત વરસાદ વરસતા ખેતરો પણ બેટમાં ફેરવાયા. વરાળ ગામથી બારડોલી-કડોદ સ્ટેટ હાઈવે બંધ કરાયો. વરાળ અને રાયમ ગામના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા.
તાપી: ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. હાલ ગ્રામીણ વિસ્તારમાં 9 માર્ગ બંધ હાલતમાં છે. 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ બંધ કરાયા. સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો છે. લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્હવહાર માટે બંધ કરાયો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે.
ગુજરાત હાઇકોર્ટને ફરી એક વખત બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સવારે 7:55 કલાકે ઇમેલથી આ ધમકી મળી. ધમકી બાદ પોલીસ વિભાગ એલર્ટ પર છે. બૉમ્બ સ્કવૉડ સહિતની ટીમો દ્વારા હાઇકોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
સુરત: વરસાદને લઈ અનેક જગ્યા પર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સહારા દરવાજા, APMC માર્કેટ અને દિલ્લી ગેટ નજીક ટ્રાફિક જોવા મળી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા ACPએ અપીલ કરી છે.
આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિની બેઠકમાં સમીક્ષા થશે. સુરત સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ બાબતે સમીક્ષા થશે. રથયાત્રાની તૈયારીઓને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં આગામી 26 જૂનથી યોજાનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે ચર્ચા થશે. વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો સંદર્ભે પ્રધાનો વચ્ચે ચર્ચાની શક્યતા છે. રાજ્યમાં આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે.
સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં નદી-નાળા, ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચિત્તલદા ગામ નજીકથી પસાર થતી વિરા નદીમાં પૂરની સ્થિતિ છે. સતત વરસાદથી પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ. ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યા માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. અત્યાર સુધી ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.
મુંબઈઃ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ પર છે. 28 જૂન સુધી સતત પાંચ દિવસ એલર્ટ છે. દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી છે. દરિયામાં સાડા ચાર મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે્. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ જાહેર કરાયું. મુંબઈગરાઓને દરિયાકાંઠે ન જવાની અપીલ કરી.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 170 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સુરત શહેરમાં 24 કલાકમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 10.6 ઈંચ, પલસાણામાં 8.1 ઈંચ વરસાદ વરસ્યો. બારડોલીમાં 24 કલાકમાં 6.5 ઈંચ, 33 તાલુકામાં 2 ઈંચથી વધુ, 72 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઈરાનનો અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો. કતાર અને ઇરાકમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. કતારમાં અમેરિકી ઠેકાણાઓ પર 10 મિસાઈલ વડે હુમલો કર્યો. ઇરાકના અલ-અસદ એરબેઝ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કતારની રાજધાની દોહામાં સંભળાયા વિસ્ફોટના અવાજ સંભળાયા. કુવૈત અને બહેરીનમાં પણ એલર્ટ જાહેર કરાયું.
રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યેલો એલર્ટ છે.
Published On - 7:28 am, Tue, 24 June 25