આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે. સંસદ સત્રના પહેલા દિવસે 280 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. તો પ્રોટેમ સ્પીકરને વિપક્ષ સહયોગ નહીં કરે. જામીન પર રોક અટકાવવા અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. આજે સુનાવણી કરવા અપીલ કરી છે. NEET પેપર લીક કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. CBIની ટીમ આજે ગોધરા આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે CBIને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે. 13 દિવસે મેઘરાજાએ આળસ ખંખેરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ચોમાસું બેઠું છે. તો આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટમાં એક ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ. નાના મવા પાસે પાણી ભરાતા BRTS અને એમ્બ્યુલન્સ ફસાઈ હતી.
પાટણના સિદ્ધપુરમાંથી રૂપિયાની લેતીદેતીના મામલે, વેપારીનું અપહરણ કરનારા 8 જણાને, પોલીસે નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યા છે. બનાવની વિગત એવી છે કે, અપહરણકારો અને અપહૃત વેપારી વચ્ચે ક્રિકેટ ઓનલાઈન આઈડીના રૂપિયાની લેતીદેતીનો મામલો હતો. જેમાં કેટલાક લોકોએ લકઝુરીયસ કારમાં વેપારીનું અપહરણ કર્યું હતું. પોલીસે અપહરણ કરનારાઓને ઝડપી પાડીને વેપારીને મુક્ત કરાવ્યો છે. લે થયુ હતુ અપહરણ
ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડ્રગ્સને લગતા 129 કેસ કરવામાં આવ્યા છે. જેમા 206 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં નોંધાયેલા ડ્રગ્સને લગતા 129 કેસમાં 222 કરોડ 14 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં ડ્રગ્સના કુલ 1786 કેસ થયા છે. જેમાં 2607 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2021થી 2024 સુધીના 1786 કેસમાં 87,605.49 કિલો ડ્રગ પકડવામાં આવ્યું છે. જેની કિંમત 9676 કરોડ રૂપિયા અંદાજવામાં આવેલ છે. કુલ 28 ક્વોલિટી કેસ કરવામાં આવ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. જે પી નડ્ડા પહેલા પીયૂષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા હતા, પરંતુ હવે પીયૂષ ગોયલ લોકસભાના સાંસદ છે. જ્યારે જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.
આણંદના તારાપુરના સાંઠ ગામના સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી હતી. કારમાં સીએનજી ફિલિંગ કરી નોઝલ બહાર કાઢતા સમયે કારમાં આગ લાગી હતી. ગેસ પંપ માલિક દ્વારા પોતાની પાસેના ફાયર સેફટીના સાધનો અને પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. ગેસ ભરતી વખતે લાગેલી અચાનક આગને લઇ કાર સંપૂર્ણપણેબળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે પંપને ભારે નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ આગળ વધતા જ, વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા છે. અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ જતા બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી. તો વલસાડની આજૂબાજૂના 40 ગામને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ નિકોલના અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા બેના મોત થયા છે. બે લોકો ઈજાગ્રસ્ત હોવાની શક્યતા છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે.
અમદાવાદ: ધોળકાના મોટીબોરૂમાં વીજ સબ સ્ટેશન નાખવા મામલે જમીન સંપાદન અંગે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોએ રજૂઆત કરી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સબ સ્ટેશન નખાય છે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા પાવર સ્ટેશન નાખવાનું જાહેરનામુ બહાર પડાયુ હતુ. સરકારી પડતર જમીનમાં વીજ સબ સ્ટેશન બનાવામાં આવે તવી ખેડૂતો માગ કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ મુદ્દે CMને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી.
દેવભૂમિદ્વારકા: જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પવન સાથે ભારે વરસાદ થતા વિંજલપર ગામે વીજપોલ ધરાશાઇ થયો છે. ખંભાળિયા પંથકમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આણંદ: રેલવે મથક વિસ્તારમાં દબાણ દૂર કરાયા છે. ટૂંકી ગળીમાં ઉભા કરાયેલા દબાણ હટાવી દેવાયા છે. કેટલાંક લોકોએ જાહેર રસ્તો બ્લોક કરીને દબાણ કર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે. નાના-મોટા દરેક દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં આખરે હવે ચોમાસું જામ્યું છે. ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેઇલ મળ્યો છે. ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ છે. એરપોર્ટ પર ચેકીંગ કરવામાં આવ્યુ. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરા: મકરપુરા રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત થયુ છે. પૂરપાટ ઝડપે આવતાં કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થતાં રોડ પર ઓઇલ ઢોળાયું હતું. ઓઇલ ઢોળાતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું. પોલીસે કારચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે શપથ લીધા.સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા.તો આજથી 18મી લોકસભાનું સત્ર પણ શરૂ થયું છે.PM મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે પણ શપથ લીધા.
Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. #LokSabha #ParliamentSession #TV9Gujarati pic.twitter.com/lJAAKLIcFZ
— Tv9 Gujarati (@tv9gujarati) June 24, 2024
જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે આઠથી દસ વાગ્યાના ગાળામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ધમાધમ વરસાદ પડી જતા પાણી પાણી
ફલકુ નદીમાં નવા નીરની આવક થઇ છે. તાલુકા મથકે ઠેર ઠેર પાણી ભરાયા છે.
રાજકોટ શહેરમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે મવડીના વગડ ચોકડી પાસે પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ પાણીમાં તણાયો મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન
યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે ભરાયા પાણી છે. ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રાજકોટના મવડી વિસ્તારમાં ખાડામાં સ્કૂલ બસ ફસાઇ ગઇ છે. વરસાદને કારણે પડી ગયેલા ખાડામાં બસ ફસાઇ છે. ડ્રાઇવર સહિત સ્થાનિકોએ બસને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
અમરેલીઃ ખાંભાના હનુમાનપુર ગામમાં 3 લોકોને વીજ કરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા છે. મશીન પર કામ કરતી વખતે કરંટ લાગતા મોત નિપજ્યા છે. ત્રણેય મૃતદેહોને ખાંભાની હોસ્પિટલમાં ખસેડાયા છે.
24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સંખેડા, સુબિર, તાલાલામાં 2.5 ઈંચ વરસાદ થયો છે. 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આજથી નવી સરકારનું પ્રથમ સત્ર મળશે. 24 જુનથી 3 જુલાઈ સુધી આ સત્ર ચાલશે. આજથી બે દિવસ નવા સાંસદો શપથ લેશે. આજે 280 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. આવતીકાલે 264 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ નવા સાંસદોને શપથ લેવડાવશે. તો નવા સ્પીકરની ચૂંટણી 26 જૂનના રોજ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંબોધિત કરશે.
જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે.
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. સી.જી. રોડ, નવરંગપુરા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. આંબાવાડી, પાંજરાપોળ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.
વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. લાખણી, દિયોદર, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. લાખણીના કુડા, સેકરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.
જૂનાગઢઃ ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ છે. નદીના ધસમસતા પ્રવાહમાં બે પશુ તણાયા છે.કોઝ-વે પરથી પસાર થતી વખતે કેશોદના પ્રાંસ્લી ગામે બિલ્યા નદીમાં બે પશુ તણાયા છે.
13 દિવસ બાદ આખરે મેઘરાજાએ આળસ ખંખેરી છે અને હવે ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે. છેલ્લા અમૂક દિવસોથી સાનુકૂળ પરિસ્થિતિ ન થતા ચોમાસું નવસારીમાં જ અટવાયું હતુ.હવે ચોમાસું નવસારીથી આગળ વધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં બેઠું છે, નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યુ છે, તો સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું છે. આખરે ચોમાસું આગળ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published On - 7:18 am, Mon, 24 June 24