24 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આજે 24 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
| Edited By: | Updated on: Feb 24, 2026 | 10:23 AM

LIVE NEWS & UPDATES

  • 24 Feb 2026 10:23 AM (IST)

    મહારાષ્ટ્ર: વિસરવાડી હાઈવે પર ગુજરાતની કારનો ભયાવહ અકસ્માત

    મહારાષ્ટ્ર: વિસરવાડી હાઈવે પર ગુજરાતની કારનો ભયાવહ અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી કાર ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઈ. ભયાવહ અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા. કારમાંથી દારૂના બોક્સ મળી આવતા દારૂની હેરાફેરીની આશંકા ઊઠી છે. અકસ્માતમાં સોનગઢના બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

  • 24 Feb 2026 10:06 AM (IST)

    Stock Market News : 26 વર્ષમાં પહેલી વાર, NIFT IT ઇન્ડેક્સ એક જ મહિનામાં 20% ઘટ્યો

    ૨૦૦૦ પછી પહેલી વાર, એટલે કે છેલ્લા ૨૬ વર્ષમાં પહેલી વાર, NIFT IT ઇન્ડેક્સ એક જ મહિનામાં ૨૦% ઘટ્યો છે…એપ્રિલ ૨૦૦૦ માં, તે એક જ મહિનામાં ૩૦% ઘટ્યો હતો.


  • 24 Feb 2026 09:50 AM (IST)

    અમદાવાદ: જાણીતી 10 હોટલોમાં નકલી પનીર પકડાયું

    અમદાવાદમાં નકલી પનીર મામલે મોટો ખુલાસો થયો છે. Ahmedabad Municipal Corporation (એએમસી)ના ફૂડ વિભાગે જાણીતી 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પનીરના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તમામ રેસ્ટોરન્ટ પાસેથી મળી કુલ રૂ. 97 હજારનો દંડ વસૂલાયો છે, જ્યારે એક સપ્તાહ દરમિયાન કુલ રૂ. 6.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન 173 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય અખાદ્ય પદાર્થો અંગે પણ તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને કારણે શહેરના ખાદ્ય વ્યવસાયકારોમાં ચકચાર મચી છે.

  • 24 Feb 2026 09:05 AM (IST)

    રાજકોટઃ આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં યથાવત્ રહેશે ડિમોલિશન

    રાજકોટઃ આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં યથાવત્ ડિમોલિશન રહેશે. 1119 બાંધકામ તોડ્યા બાદ 300 ઈમારતોને તોડી પડાશે. સોમવારે 1119 જેટલી મિલકતોને તોડી પડાઈ હતી. બપોરે 3 વાગ્યા સુધી ડિમોલિશન ચાલવાની શક્યતા છે. ડિમોલિશન બાદ કાટમાળ ખસેડવાની કામગીરી કરાશે. 7 ઝોનમાં વહેંચીને ડિમોલિશન કરાયું છે.

  • 24 Feb 2026 08:45 AM (IST)

    અરવલ્લીઃ જિલ્લામાં આગાહી મુજબ વાતાવરણમાં પલટો

    અરવલ્લીઃ જિલ્લામાં આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસા, મેઘરજ સહીત આસપાસ વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા. વહેલી સવારથી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાતાવરણમાં બે દિવસથી પલટાથી ખેડૂતો ચિંતિત છે. બટાકા, ઘઉં, ચણા જેવા પાકને લઈ ખેડૂતો માત્ર માવઠાની ભીતિથી ચિંતાનો માહોલ છે.

  • 24 Feb 2026 08:27 AM (IST)

    મેક્સિકોઃ ડ્રગ કાર્ટેલ એલ.મેંચોની હત્યા બાદ ભારે ખાનાખરાબી

    મેક્સિકોમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ ડોન નેમેસિયો ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેંચો’ માર્યો ગયો. માફિયાની હત્યા બાદ 31માંથી 20 રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. ઘણી જગ્યાએ રોડબ્લોક લગાવવામાં આવ્યા, તો ગાડીઓ અને 20થી વધુ સરકારી બેંકોને આગને હવારે કરી દેવામાં આવી.. જ્યારે કે અત્યાર સુધીમાં 25 જવાનો સહિત કુલ 32 લોકોના મોત નિપજ્યા છે.  તો આ તરફ ફીફા વર્લ્ડ કપ સિટીમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે કે ઓપરેશન દરમિયાન બખ્તરબંધ ગાડીઓ અને રોકેટ લોન્ચર સહિત મોટાપાયે હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ‘એલ મેંચો’ ના સંબંધીઓ કાર્ટેલની કમાન સંભાળે છે તો હિંસા ચાલુ રહી શકે છે. નિષ્ણાતો 1990ના દાયકામાં કોલંબિયામાં કાર બોમ્બ, હત્યાઓ અને વિમાનો પર હુમલા જેવો ઇતિહાસ પુનરાવર્તિત થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

  • 24 Feb 2026 08:08 AM (IST)

    ઉત્તર પ્રદેશઃ મેરઠમાં ભયાનક અગ્નિકાંડ, 6ના મોત

    ઉત્તર પ્રદેશઃ મેરઠમાં ભયાનક અગ્નિકાંડ થયો છે. બે માળની ઇમારતમાં આગ લાગી છે, જેમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલા સહિત 5 બાળકોનો સમાવેશ થાય છે. શોટ સર્કિટને પગલે મકાનમાં આગ લાગ્યાની આશંકા છે.

  • 24 Feb 2026 07:59 AM (IST)

    અમેરિકામાં બરફનું જોરદાર તોફાન, 10 હજારથી વધુ ફ્લાઈટ થઈ રદ

    અમેરિકામાં બરફનું જોરદાર તોફાન આવ્યુ છે. 10 હજારથી વધુ ફ્લાઈટ રદ થઈ છે. 4 કરોડથી વધુ લોકોને અસર થઈ રહી છે. વીજ પુરવઠો ખોરવાતાં 6 લાખથી વધુ ઘરને અસર થઇ છે. એર ઈન્ડિયાએ ન્યૂયોર્ક અને નેવાર્કની ફ્લાઈટ રદ કરી. બોંબ સાયક્લોનને કારણે એક ફૂટથી વધુ બરફ પડ્યો. ન્યૂયોર્કના મેયર મમદાનીએ લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ આપી.

  • 24 Feb 2026 07:51 AM (IST)

    વડોદરા : સાવલીના આસોજ ગામે નકલી નોટના રેકેટનો પર્દાફાશ

    વડોદરા : સાવલીના આસોજ ગામે નકલી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે. LCBની ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ ભાડે મકાન રાખી દિવસરાત  500ના દરની નકલી નોટો છાપતા હતા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં 500ના દરની નકલી નોટો જપ્ત કરી. નકલી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, કાગળ અને શાહી પણ જપ્ત કરવામાં આવી. નકલી ચલણી નોટો ક્યા ક્યા બજારોમાં વટાવવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરાઇ. કૌભાંડ પાછળ મોટું આંતરરાજ્ય નેટવર્ક સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે.

  • 24 Feb 2026 07:40 AM (IST)

    રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

    સૌરાષ્ટ્ર અને કચ્છને છોડી હાલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી આફત જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છે અને આગામી 48 કલાક સુધી પણ આવી જ સ્થિતિ રહેશે તેવી આગાહી છે.

આજે 24 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:40 am, Tue, 24 February 26