દિવાળી પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડતાં પ્રદૂષણની ચિંતામાં વધારો થયો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર પહોંચ્યો છે, જે હવાની ખરાબ સ્થિતિ દર્શાવે છે. કાલિંદ કુંજ વિસ્તારમાં સૌથી વધુ 267 AQI નોંધાયો હતો, જ્યારે ઇન્ડિયા ગેટ વિસ્તારમાં AQI 236 નોંધાયો છે. હવાની ગુણવત્તામાં ઘટાડાને પગલે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની આશંકા છે. દિવાળીના તહેવાર પહેલા પ્રદૂષણનું સ્તર વધતાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર રાખવાની સાથે નાગરિકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની અરજીઓનો નિયમો મુજબ નિકાલ કરવા તાકીદ કરી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખાતેદાર પ્રમાણપત્રની અરજીઓનો યોગ્ય રીતે અને નિયમ અનુસાર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી જમીનો પર થતાં દબાણોને રોકવા અને સરકારી જમીનની જાળવણીની જવાબદારી સુપેરે નિભાવવા પણ કલેક્ટરોને સ્પષ્ટ આદેશ અપાયો છે. વારંવાર સરકારી જમીન પર દબાણ કરનારા તત્ત્વો સામે FIR નોંધાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સરકારી જમીનનું રક્ષણ થાય અને ખેડૂતોને નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રને સક્રિય રહેવા જણાવાયું છે.
આજે 23 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:47 am, Fri, 23 October 26