
આજે 23 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ASEAN સમિટમાં નહીં જાય. આ સમાચાર સાથે જ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે, બીજી તરફ આ નિર્ણયથી રાજકારણમાં ખળભળાટ મચી ગઈ છે.
મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બે 2 વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું, જ્યારે અન્ય બે યુવકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં બે અન્ય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં હાલ કમોસમી વરસાદની ઘાત તોળાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં માવઠું ત્રાટકી શકે છે. 25 અને 26 ઓક્ટોબર રાજ્ય માટે ખુબ જ ભારે રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આની સૌથી વધુ અસર જોવા મળશે, જે બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે.
હાલ અરબ સાગર અને બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવે આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમિલનાડુથી લઇને કેરળ અને આંધ્રપ્રદેશથી લઇને તેલંગાણા સુધી હાલ વરસાદની માહોલ જામ્યો છે. હવામાન વિભાગે 48 કલાક સુધી અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. અરબ સાગરમાં હાલ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે ભારે વરસાદ થઇ શકે છે.
અમદાવાદના પાલડીમાં આવેલા ભઠ્ઠા વિસ્તારમાં બેસતા વર્ષે મૂહુર્તમાં ફટાકડા ફોડવા બાબતે 2 દુકાનદારો વચ્ચે માથાકુટ થઇ. આ મામલે પોલીસે આરોપી સહિત 11 લોકોને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી રોનક પ્રજાપતિ અને તેના ભાઇઓ બેસતા વર્ષે સવારે 5 વાગ્યે તેમની દુકાન પાસે ફટાકડા ફોડતા હતા. એવામાં અન્ય દુકાનદાર અર્જુનસિંહ તથા નરેન્દ્રસિંહ રાજપુરોહિતે આ મામલે ગાળાગાળી કરી. બાદમાં લોખંડની પાઇપ તથા લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી, જેમાં એક ઇજાગ્રસ્ત હાલ કોમામાં છે.
ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે
અમદાવાદમાં તહેવારના સમયગાળામાં અછોડા તોડ ગેંગનો ત્રાસ સક્રિય થયો છે. રાણીપ વિસ્તારમાં એક મહિલાના ઘરના નજીક ચેઇન સ્નેચિંગની ઘટના બની. સફાઈ કરતી મહિલાના ગળામાંથી અછોડો તોડી આરોપી ફરાર થયા છે.
સરનામુ પુછવાના બહાને ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, બાઈક પર આવેલા 2 ચેઈન સ્નેચર CCTVમાં કેદ થયા છે. હાલ પોલીસે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ થયું. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધી ₹805 કરોડના ખર્ચે નવો માર્ગ બનશે. 28 કિ.મી.ના સિક્સલેન પર 5 નવા અંડરપાસ તૈયાર કરાશે.
વધુમાં રોડની બન્ને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવશે. નવો માર્ગ તૈયાર થતા GIDC અને ઔદ્યોગિકીકરણને લાભ થશે. આ સિવાય સામાન્ય નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી પણ છૂટકારો મળશે.
265 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 150 રન પૂરા કર્યા છે. મેથ્યુ શોર્ટ અડધી સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર છે.
29મી ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ સિરાજે મેથ્યુ શોર્ટનો કેચ છોડ્યો
મહેસાણામાં ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમે ભવ્ય એર શો પહેલા પ્રેક્ટિસ કરી. ટીમે પોતાની તૈયારી દરમિયાન દિલધડક દ્રશ્યો રજૂ કર્યા, શો આવતીકાલે સવારે 9 વાગે યોજાશે. ફાયર જેટની પ્રેક્ટિસથી મહેસાણામાં રોમાંચનો માહોલ સર્જાયો.
મહેસાણાના ઇતિહાસમાં પહેલીવાર ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો યોજાશે. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ ટીમે જોરશોરથી પ્રેક્ટિસ કરી. મહેસાણાનું ‘એરોડ્રોમ’ શૌર્ય અને કૌશલ્યનું સાક્ષી બનશે. ‘સૂર્યકિરણ’ની પ્રેક્ટિસ સાથે શહેરમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, જયાં પાયલટોએ પ્રેક્ટિસમાં સંકલન અને દિલધડક કૌશલ્ય બતાવ્યું.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યુ શોર્ટે ટીમ ઈન્ડિયા સામે 48 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 21 ઓવરમાં 3 વિકેટે 109 રન છે.
વલસાડ: નદીકાંઠે બાયોમેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ થયો. પારડીની પાર નદીકાંઠે મોટાપાયે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો. અજાણ્યા લોકોએ ગેરકાયદે રીતે મેડિકલ વેસ્ટ નદી કિનારે ફેંક્યો. વપરાયેલી સિરીંજ, ઇન્જેક્શન, દવાની બોટલો સહિતનો જથ્થો મળી આવ્યો. નદી કિનારે બાયોમેડિકલ વેસ્ટના નિકાલથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હર્ષિત રાણાએ ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ 40 બોલમાં માત્ર 28 રન બનાવીને આઉટ થયો
વાવ થરાદ: રાજ્ય કક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરે પદભાર સંભાળ્યો. શુભ મુહૂર્તમાં ખાદી ગ્રામોદ્યોગ પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. રૂપજી ઠાકોરે કહ્યુ કે નાના લોકો, લઘુ ઉદ્યોગોને ઉપયોગી થવા પ્રયત્ન કરીશું. લોકોને રોજગારી મળી રહે તે માટે કાર્ય કરીશું. PM મોદીના વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીશું.
265 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો લાગ્યો. કેપ્ટન મિશેલ માર્શ માત્ર 11 રન બનાવીને અર્શદીપ સિંહની બોલિંગમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો.
રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. 3-4 દિવસમાં રાજ્યનું તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજકોટ: વર્ષોથી ખાલીખમ સરકારી આવાસોનું રિનોવેશન થઇ રહ્યુ છે. છેલ્લા 15 વર્ષથી 1,056 જેટલા સરકારી આવાસ ખાલી હતા. 1-BHK આવાસોનું આગામી 10 મહિનામાં રિનોવેશન થશે. રાજકોટ મનપા 16 કરોડ 60 લાખના ખર્ચે રિનોવેશન કરશે. 15 વર્ષથી ખાલી આવાસોમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે લાખમાં આવાસ મળશે. 3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા આવાસ મેળવી શકશે.
265 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયાએ તેમની બેટિંગ શરૂ કરી દીધી છે. કેપ્ટન મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ ક્રીઝ પર છે.
જૂનાગઢ: ઓઝત નદીમાં ડૂબેલા 4 યુવાનો પૈકી એકનું મોત થયુ છે. ડૂબેલો યુવાન આર્મી જવાન હોવાનું સામે આવ્યું છે. વંથલીના ટીકર ગામ પાસેની નદીમાં દુર્ઘટના બની છે. ગઇ કાલે યુવાનો ઓઝલ વીયર ડેમ પાસે નહાવા ગયા હતા. ડૂબેલા 3 યુવાનોને બચાવવા જતા આર્મી જવાન ડૂબ્યો હતો. આર્મી જવાને ત્રણેય યુવકોને બચાવીને બહાર કાઢ્યા હતા. આર્મી જવાન નદીના પ્રવાહમાં તણાતા ડૂબી ગયો. ફાયર વિભાગે જવાન ભરત ભેટારીયાના મૃતદેહને બહાર કાઢ્યો.
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી વનડેમાં, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 264 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાને સીરિઝ જીતવા માટે 265 રન બનાવવા પડશે. ભારત પર્થમાં પહેલી મેચ હારી ગયું હતું. રોહિત શર્મા (73 રન) અને શ્રેયસ ઐય્યર (61 રન) એ શાનદાર અડધી સદી ફટકારી હતી. અક્ષર પટેલે પણ 44 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ ચાર, ઝેવિયર બાર્ટલેટે ત્રણ અને મિશેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી.
તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદનો ચહેરો છે: બિહારમાં ચૂંટણી ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેઠકોના વિવાદ બાદ, મહાગઠબંધને આખરે આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવ્યા હતા. અશોક ગેહલોતે તેમનું નામ જાહેર કર્યું હતું. જો કે મુકેશ સાહનીને બિહારના નાયબ મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ 250 રન પૂર્ણ કર્યા છે. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા ક્રીઝ પર છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ, કેદારનાથ ધામના દરવાજા બંધ કરવાના પ્રસંગે કેદારનાથ પહોંચ્યા હતા. તેમણે રાજ્યના લોકો માટે સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરી હતી. મુખ્યમંત્રીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસકાર્યોના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું અને તમામ અધિકારીઓને સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયાનું દર્દ છલકાયું છે. એકબીજાના પગ ખેંચવાના બંધ કરો તેમ બોખીરીયાએ જણાવ્યું હતું. નૂતનવર્ષના સ્નેહમિલનમાં બોખીરિયાનું નિવેદન. મોઢવાડિયાને પૂરો ટેકો આપવા બોખિરીયાએ લેવડાવ્યો સંકલ્પ. આપણે એકબીજાના પગ ખેંચ્યા તો અર્જુનભાઈ કામ કેમ કરશે તેમ બોખીરીયાએ જણાવ્યું હતું. અર્જુનભાઈને તકલીફ આપવાનું બંધ કરી દો, હું બધી ચોખવટ નથી કરતો તેમ પણ તેમણે કહ્યુ હતું. અમે બેય એકબીજાનો ખંભે ખંભો મિલાવી કામ કરીયે છે તેમ તેમણે જણવીને વધુ ઉમેર્યું હતું કે, અમે 1998 થી સામસામે લડતા હતા આજે સાથે છીએ.
એડમ ઝામ્પાએ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો. તેણે એક જ ઓવરમાં અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડીને આઉટ કર્યા. નીતિશ માત્ર 8 રન બનાવીને આઉટ થયો.
અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે મારામારી થવા પામી છે. વેપારી અને તેના પિતરાઇ ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે. લોખડની પાઇપ અને લાકડાના દંડાથી હુમલો કર્યો. અર્જુનસિંહ રાજપુરોહિત અને નરેન્દ્રસિંહ રાજપુરોહિત સહિત 11 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીની નોંધાઇ ફરિયાદ. આરોપીઓએ ફટાકડા ફેકીને છુટા હાથની મારામારી કરી. ઘટનામાં ઇજાગ્રસ્ત રોનક પ્રજાપતિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પાલડી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.
MCX મા ફરીથી સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ચાંદી એક કિલો 2 હજાર ઘટીને 1.48 લાખ પહોંચી છે. જ્યારે સોનુ 10 ગ્રામે 1700 રૂપિયા ઘટીને 1.23 લાખે પહોંચ્યું છે. સોના ચાંદી ભાવમાં હજી આવી શકે ઘટાડો.
ભાઈબીજના તહેવારને લઈને RMCએ મહિલાઓને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મહિલાઓ માટે BRTS અને સિટીબસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. આજ સવારથી બહેનો તેમના ભાઈના ઘરે જઈ રહી છે, ત્યારે આ નિર્ણયથી ઘણી રાહત મળી છે. RMCના આ નિર્ણયથી બહેનો રાજી રાજી થશે.
દિવસ દરમિયાન શહેરમાં ગમે એ જગ્યાએ ગમે એટલી વાર કરી શકશે ફ્રી મુસાફરી. માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ થાય તેવા ઉદ્દેશ થી કરવામાં આવ્યો છે નિર્ણય.
ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 80 જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)માં સમાવવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો. કેએલ રાહુલ ફક્ત 11 રન બનાવીને એડમ ઝામ્પાના બોલ પર બોલ્ડ થયો.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો. શ્રેયસ ઐયર 77 બોલમાં 61 રન બનાવ્યા બાદ એડમ ઝામ્પાના બોલ પર બોલ્ડ થયો,
મહેસાણાના આકાશમાં ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. આવતીકાલના ભવ્ય એર શો પહેલાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા. ફાયર જેટ પ્રેક્ટિસથી મહેસાણામાં રોમાંચનો માહોલ સર્જાયો છે. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ ટીમે એર શોની પ્રેક્ટિસ કરી હતી. મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર યોજાશે ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો યોજાઈ રહ્યો છે. આવતીકાલે સવારે 9 વાગે યોજાશે એરોબેટિક શો. એરોડ્રામ ખાતે એર શો થી ઇતિહાસ સર્જાશે. મહેસાણાનું એરોડ્રામ બનશે ભવ્ય એર શોનું સાક્ષી. ‘સૂર્યકિરણ’ની પ્રેક્ટિસે ઉત્સાહ વધાર્યો.’સૂર્યકિરણ’ ટીમના પાયલટોએ પ્રેક્ટિસમાં બતાવ્યું ગજબનું સંકલન અને દિલધડક કૌશલ્ય. 24 ઑક્ટોબરે સવારે 9 વાગે શરૂ થશે આકાશમાં શૌર્યની ગાથા
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કરોડોના કામનું ખાતમુહૂર્ત. માળિયા રોડ પૈકીના શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધી બનશે નવો માર્ગ. ₹.805 કરોડના ખર્ચે તૈયાર થશે 28.800 કિમી 6 માર્ગિકરણ માર્ગ. રોડની બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ થશે તૈયાર. રસ્તામાં આવનાર 13 નાના પુલોને પહોળા કરવામાં આવશે. 5 નવા અંડરપાસ તૈયાર કરવામાં આવશે. નવો માર્ગ તૈયાર થયા બાદ GIDC, ઔદ્યોગિકીકરણને થશે લાભ. સામાન્ય નાગરિકોને પણ ટ્રાફિક જામ સહિતની મુખ્ય સમસ્યાથી મળશે મુક્તિ.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. ભાઈ બીજના દિવસે જ બનેવીએ સાળાની હત્યા કરી નાખી. માથામાં બોથડ પ્રદાર્થ મારી હત્યા નિપજાવી. જીજા લાલાએ સાળા સુરેશ રાઠોડની હત્યા કરી. હત્યા કરી બનેવી થયો ફરાર. ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું અનુમાન. પોલીસે અલગ અલગ ટિમ બનાવી ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી.
વંથલીના ટીકર ગામ નજીક આવેલ ઓઝત નદીમા ચાર યુવાનો ડુબયા હતા. ત્રણ યુવાનો ડુબવા લાગતા આર્મી મેન તમામને બહાર કાઢ્યા હતા, પણ કમનસીબે પોતે ઓઝત નદીના પ્રવાહમા તણાયો.
દીવાળીના વેકેશન ને લઈ એક આર્મી મેન અને તેના ત્રણથી ચાર મિત્રો ગઈકાલે ઓઝત વીયર ડેમ નજીક નદીમાં નાહવા પડ્યા હતા. ત્રણ યુવાનો ડુબવા લાગતા આર્મી મેન તમામને બહાર કાઢ્યા હતા. પણ કમનસીબે પોતે ઓઝત નદીના પ્રવાહમા તણાયો પાણીના પ્રચંડ પ્રવાહમા પોતે ડુબી ગયો.
કેશોદ તેમજ જૂનાગઢની ફાયર ટીમ દ્વારા મોડી રાત્રીથી ઓઝત નદીમા યુવાનને શોધવાના પ્રયત્ન શરૂ કર્યા છે. આજ સવાર સુધી યુવાનનો કોઈ પતો લાગ્યો નથી. હજુ પણ ફાયર ટીમ દ્વારા પાણીમા શોધવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભરત લક્ષ્મણ ભેટારીયા નામનો આર્મીમેન પોતાના મિત્રોને બચાવવા જતા ડુબયો. વંથલી મામલતદાર સહીતની ટીમ ઘટના સ્થળે
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે રોહિત શર્મા 73 રન બનાવીને આઉટ થયો.
રોહિત શર્મા પછી, ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન શ્રેયસ ઐયરે 67 બોલમાં ફિફ્ટી ફટકારી. રોહિત અને શ્રેયસ ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા છે. રોહિત શર્મા અને શ્રેયસ ઐયર ક્રીઝ પર છે.
ISRO ના આઉટર ગેટ પાસેની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આઉટર ગેટ પાસેની બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. જો કે, આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.
જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદી માહોલના કારણે સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબદ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ. સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવ્યું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આજે વિકાસકાર્યોના કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમદાવાદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિક નિવારણ માટેના કાર્યક્રમમાં હાજરી આપશે અમિત શાહ. સાણંદ – ખોરજ GIDC 6 માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરશે અમિત શાહ. સવારે 10:30 કલાકે શાંતિપુરા સર્કલ રોડ સાણંદ ખાતે રહેશે હાજર. રાજ્યના ધારાસભ્યો માટે બનાવાયેલા સદસ્ય નિવાસનું પણ લોકાર્પણ કરશે. સવારે 11:45 કલાકે ગાંધીનગર સેક્ટર 17 ખાતે પહોંચશે અમિત શાહ.
સાબરકાંઠાના ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પર પોલીસ કોન્સ્ટેબલની કારે અકસ્માત સર્જ્યો. રીક્ષા અને મોપેડને અડફેટે લઈ પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં સાત લોકોને ઈજા પહોંચી છે. પોલીસ કર્મીની કારમાંથી દારુની બોટલ અને ગ્લાસ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાની આશંકા. પોલીસ કર્મી વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાની વિગત સામે આવી છે. સ્થાનિક પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
ગોતા વિસ્તારમાં આવેલ રાઈ ગ્રેનાઈટ એન્ડ સેનિટર નામના શો રૂમ હતો. જેમાં પૂઠા લાકડા અને ફુર્નિચરનો સમાન હતો. જેમાં કોઈ કારણસર આગ લાગી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો. કોઈ જાન હાની નથી.
ભાવનગર શહેરના પાદર દેવકી વિસ્તારમાં કેટલાક તોફાનીઓએ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. નાસ્તાની લારીઓ પર અજાણ્યા ટોળાએ અચાનક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. ટોળાએ ત્યાં ઉભેલી લારીઓ ઊંધી પાડી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ લોકોએ નાસભાગ મચાવી હતી.
સ્થળ પરથી મળેલી માહિતી અનુસાર, પથ્થરમારાની ઘટના ના લાઇવ વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવકો લારીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે અને તોડફોડ મચાવી રહ્યા છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને પથ્થરમારો કરનાર ટોળાની ઓળખ માટે CCTV ફૂટેજ તેમજ વીડિયોની મદદ લેવામાં આવી રહી છે.
દિલ્હીના રોહિણીમાં એક એન્કાઉન્ટર થયું. એન્કાઉન્ટરમાં બિહારના ચાર મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટર માર્યા ગયા. ગેંગ લીડર રંજન પાઠક પણ માર્યો ગયો. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસ વચ્ચેનું સંયુક્ત ઓપરેશન હતું.
અમદાવાદ ખાતે આવેલા બાઈજી એસ્ટેટમાં આવેલી ફાઇબર પાર્ટ્સના ગોડાઉનમાં અગમ્ય કારણસર લાગેલી આગમાં સાંજના 8 વાગ્યાની આસપાસ લાગેલી આગ ફાયર ફાઈટરની 6 ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી પરંતુ જગ્યા નાની હોવાથી અને પ્લાસ્ટિક ફાયબર જેવું મટીરીયસ હોવાથી આગનું ફોગિંગ ચાલુ રહ્યું છે આગ કાબુમાં છે પરંતુ સંપૂર્ણ કુલિંગ નથી. હજુ પણ ધુમાંડા નીકળી રહ્યા હોવાથી તેની કામગીરી હાલ ચાલુ છે.
Published On - 7:15 am, Thu, 23 October 25