23 માર્ચના મહત્વના સમાચાર : TV9 WITT Summit 2026 : પશ્ચિમ બંગાળની નિર્મમ સરકાર વિકાસ પર બ્રેક લગાવીને બેઠી છેઃ પીએમ મોદી

આજે 23 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 માર્ચના મહત્વના સમાચાર : TV9 WITT Summit 2026 : પશ્ચિમ બંગાળની નિર્મમ સરકાર વિકાસ પર બ્રેક લગાવીને બેઠી છેઃ પીએમ મોદી
| Edited By: | Updated on: Mar 23, 2026 | 9:30 PM

આજે 23 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Mar 2026 09:12 PM (IST)

    TV9 WITT Summit 2026 : કોંગ્રેસનું માત્ર એક જ લક્ષ્ય છે ટીકા કરવી, માથે માછલા ધોવા

    પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે, કોંગ્રેસ પાર્ટી સતત એક જ ઉદ્દેશ્યને અનુસરે છે: કોઈપણ રીતે વિકાસનો વિરોધ કરવો. જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે તેઓએ ત્યાં પણ રાજ્યની છબી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. હવે જ્યારે વિકાસ સમગ્ર દેશમાં દૃશ્યમાન થઈ ગયો છે, ત્યારે તેમનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ગયો છે. કોંગ્રેસનું માત્ર એક જ કામ છે ટીકા કરવી, માથે માછલા ધોવા, સફળતા અને ઉપલબ્ધિ સામે પ્રશ્નો કરવા, સંશય કરવો.

  • 23 Mar 2026 09:08 PM (IST)

    TV9 WITT Summit 2026 : દળહિતથી ઉપર દેશહિત રાખવા, રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવી જોઈએઃ પીએમ મોદી

    આજે દરેક બાબતોમાં સવાલ ઉઠાવાઈ રહ્યાં છે, મેક ઈન ઈન્ડિયા સફળ નહીં થાય, ડિજિટલ ઈન્ડિયાની પણ મજાક કરવામાં આવી. ભારતે દરેક કસોટીને સફળતામાં ફેરવી. ગ્લોબલ એઆઈ સમિટમાં કોંગ્રેસ વિરોધ કરવા પહોચી. દલહીતથી ઉપર દેશહીત રાખવામાં આવે રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવી જોઈએ.


  • 23 Mar 2026 09:04 PM (IST)

    TV9 WITT Summit 2026 : પશ્ચિમ બંગાળની નિર્મમ સરકાર વિકાસ પર બ્રેક લગાવીને બેઠી છેઃ પીએમ મોદી

    પશ્ચિમ બંગાળ એક સમયે ટ્રેડનું હબ હતું. નિર્મમ સરકારે મોટુ રોકાણ કર્યું છે પરંતુ ત્યા એવી સરકાર છે વિકાસ પર બ્રેક લગાવીને બેઠી છે. કેન્દ્રની અનેક વિકાસલક્ષી યોજનાઓ પર બ્રેક લગાવેલ છે. વિકાસ જનકલ્યાણની નીતિને બદલે રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપી રહી છે. ગુનાથી બચી નહીં શકે.

  • 23 Mar 2026 08:55 PM (IST)

    TV9 WITT Summit 2026 : અમારી સરકારે કોંગ્રેસ સરકારનુ પાપ ધોવાનું કામ કર્યું છેઃ પીએમ મોદી

    ભારત બધાા ટ્રસ્ટેડ પાર્ટનર છે. આવા સંજોગોમાં કેટલાક પુછે છે કે તમે કોની સાથે છો તો હુ કહું છુ ભારત સાથે છીએ. ભારતના હીતની સાથે છીએ. રાષ્ટ્રનીતિ જ રાજનીતિ આધાર હોય ત્યારે દેશનુ ભવિષ્ય સુરક્ષીત હોય છે. કોંગ્રેસે 1 લાખ 48 હજાર કરોડના ઓઈલ બોન્ડ જાહેર કર્યા હતા. આવનારી પેઢી પર કરવેરાનો બોજ નાખી રહ્યાં હોવાનું તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું. રિમોટ કંટ્રોલથી જે લોકો સરકાર ચલાવતા હતા. તેમની જવાબદારી નહોતી. બોન્ડ પર 2020 પછી ચૂકવવાના હતા. કોંગ્રેસ સરકારનું પાપ ધોવાનું કામ અમારી સરકારે કર્યું છે. ભારતે 3 લાખ કરોડથી વધુનૂ ચુકવણુ કરવું પડ્યું છે.

     

  • 23 Mar 2026 08:48 PM (IST)

    TV9 WITT Summit 2026 : ભારત કસોટીથી પીછેહઠ નહીં ટકરાય છેઃ પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત કસોટીથી પીછેહઠ કરવાને બદલે તેની સામે ટકારાવાનું પસંદ કરે છે.આપણે ત્યાં કહેવત છે કે સાચને આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી જે સ્થિતિ સર્જાઈ છે તેમાં વિશ્વાસ સાથે ભારત આગળ વધી રહ્યું છે. રિલેશન, ડિસીજન અને ક્રાઈસીસ મેનેજ મેન્ટ દર્શાવ્યું છે.

  • 23 Mar 2026 08:46 PM (IST)

    TV9 WITT Summit 2026 : પીએમ મોદીએ રાજદ્વારી અને સંવાદનો માર્ગ બતાવ્યો: એમડી અને સીઈઓ બરુણ દાસ

    ટીવી9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે “ટીવી9 નેટવર્ક વતી, હું આ સમિટમાં ભાગ લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. સમગ્ર વિશ્વ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહી છે. પીએમ મોદીએ રાજદ્વારી અને સંવાદનો માર્ગ બતાવ્યો છે.”

  • 23 Mar 2026 08:40 PM (IST)

    ફ્ચુઅલ ક્રાઇસિસને લઈને અમદાવાદની SSRVM સ્કૂલ મેનેજમેન્ટે, 3 દિવસ શાળા બંધ રાખવાનો કર્યો નિર્ણય

    ફ્ચુઅલ ક્રાઇસિસની અસર શાળાઓ પર દેખાવાની શરૂ થઈ છે. SSRVM સ્કૂલ મેનેજમેન્ટનો વાલીઓને સંદેશ મોકલ્યો છે કે, આગામી ત્રણ દિવસ શાળા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વાલીઓને કોઈ કામ હોય તો 27 માર્ચે શાળાએ આવવા સૂચના આપવામાં આવી છે. હાલ CBSE શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે.

  • 23 Mar 2026 08:37 PM (IST)

    TV9 WITT Summit 2026 : દુનિયા ભારત તરફ આશા અને વિશ્વાસથી જુએ છે – જુપલ્લી રામેશ્વર રાવ

    માય હોમ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જુપલ્લી રામેશ્વર રાવે જણાવ્યું હતું કે. દુનિયા હાલમાં આર્થિક ઉથલપાથલ વચ્ચે છે. દુનિયા અનેક કટોકટીઓ સામે ઝઝૂમી રહી છે. પરિણામે, દુનિયા ભારત તરફ આશા અને વિશ્વાસ સાથે જોઈ રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં, દેશ સતત વિકાસનો સાક્ષી બની રહ્યો છે. ભારતીયો હવે સમગ્ર વિશ્વમાં પ્રભાવ ધરાવે છે.

  • 23 Mar 2026 08:28 PM (IST)

    પીએમ મોદી WITT સમિટમાં પહોંચ્યા

    પીએમ મોદી ટીવી0 નેટવર્ક દ્વારા આયોજીત WITT સમિટ 2026ને સંબોધન કરવા માટે સમારંભ સ્થળે પહોંચ્યા છે.

  • 23 Mar 2026 08:08 PM (IST)

    સુરતના જહાગીરપુરા પેટ્રોલપંપ બંધ થયો, લોકોના ધસારાથી પુરવઠો ખુટી પડ્યો

    પેટ્રોલ ડીઝલ અછત વાતો વચ્ચે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપ બંધ થયો. નાયરા કંપનીનો પેટ્રોલ પંપ બંધ થયો. પેટ્રોલ ડીઝલ ખૂટી જતા બંધ થયો. પંપ આગળ બેરિકેટ મૂકી દેવાયા. શહેરના પંપો પર ભારે લોકોની ભીડ છે

  • 23 Mar 2026 08:07 PM (IST)

    પંચમહાલના ગોધરામાં લોકોએ પેટ્રોલ પંપ પર વાહનો લઈને લગાવી લાઈન

    પંચમહાલમા પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાને લઈને વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. ગોધરા શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો. ગોધરા શહેરમાં આવેલા બી.વી.ગાંધી પેટ્રોલ પંપ, વાવડી બુઝર્ગ માં આવેલ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની પેટ્રોલ ભરાવવા માટે લગાવી લાંબી લાઈનો. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા પેટ્રોલ પંપ સંચાલકો

     

  • 23 Mar 2026 07:09 PM (IST)

    ગુજરાતમાં પેટ્રોલની કોઈ અછત નહીં, બફર સ્ટોક પણ પૂરતી માત્રામાંઃ પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ

    ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે ગુજરાત સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે.

    અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત ગુજરાતમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.

    અધિક મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણી જોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • 23 Mar 2026 06:30 PM (IST)

    હવે મહેસાણાના પેટ્રોલપંપ ઉપર પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની લાગી લાઈનો

    મહેસાણા ખાતે આવેલ વિવિધ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર લાઈનો લાગી છે. મહેસાણા શહેરમાં દરેક પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળે છે. કલાકો સુધી રાહ જોઈ પેટ્રોલ પુરાવા પહોંચ્યા લોકો.
    મોટી સંખ્યામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈ લોકો લાઈનો ઊભા રહ્યા છે.

  • 23 Mar 2026 06:14 PM (IST)

    હિંમતનગરમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા

    સાબરકાંઠાના હિંમતનગરમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે. હિંમતનગરમાં જમીન અને કન્સ્ટ્રક્શનને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલ નીલકંઠ હેરિટેજ કોમ્પ્લેક્ષમાં સીજીએસટીની કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ રીયલ એસ્ટેટની સ્કિમોને લઈ ટેક્સની તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને ગાંધીનગરની સેન્ટ્રલ જીએસટીની ટીમોએ કાર્યવાહી હાથ ધરી.

  • 23 Mar 2026 04:56 PM (IST)

    Breaking News : ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત કરવાની બતાવી તૈયારી, 5 દિવસ હુમલો નહીં કરે યુએસએ

    ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન કર્યું છે. ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત કરવાની તૈયારી બતાવી છે. પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન અમેરિકાએ ટાળ્યો છે તેવુ ટ્રમ્પ કહ્યું છે. “ઈરાન પર હાલ હુમલા રોકવામાં આવ્યા છે. 5 દિવસ સુધી હુમલાનો પ્લાન ટાળ્યો છે. અમેરિકા અને ઈરાન વાતચીત કરશે.

  • 23 Mar 2026 04:49 PM (IST)

    અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાગી લાંબી લાઇનો

    અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો  લગાવી છે. પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની આશંકાને પગલે  વાહનચાલકોએ લાઇનો લગાવી છે. અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ પર જ્થ્થો ખુટી પડતાં બંધ કરી દેવામાં આ્વતા સ્થિતિ વિકટ સર્જાઈ હોવાનું વાહનચાલકો માની રહ્યાં છે. કેટલાક પંપ બંધ થતાં અન્ય પંપ પર લાગી છે લાઇનો. લોકો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે. એક કલાક કરતા પણ વધારે સમયથી લાઇનમાં ઊભા હોવાનો લોકોનો દાવો કરી રહ્યાં છે. પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો વધતા પોલીસ બોલાવવી પડી. પેટ્રોલપંપ માલિકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પંપ પર પહોંચી.

  • 23 Mar 2026 04:24 PM (IST)

    ગુજરાતમાં પેટ્રોલની કોઈ અછત નહીં, સમયસર ટેન્કર ના આવવાને કારણે કેટલાક પેટ્રોલપંપ પર જથ્થો ખૂટ્યો

    રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ના હોવાનું સરકારે જણાવ્યું છે. પેટ્રોલની અછત હોવાની વાત માત્ર અફવા જ છે. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાથી લોકો પેટ્રોલની અછત હોવાનુ માની રહ્યાં છે. ઈદ-ચેટીચંદ જેવા તહેવારની રજાઓના કારણે ટેન્કર નથી આવ્યા. ટેન્કર સમય પર ન આવતા કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખુટ્યો છે. જથ્થો ન હોવાની વાતને યુદ્ધ સાથે કોઈ સંબંધ નહીં. જથ્થો પર્યાપ્ત માત્રા હોવાનો તંત્રનો દાવો. આજથી રાબેતા મુજબ ટેન્કર દ્વારા જથ્થો પહોંચાડાયો. લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાડવા અપીલ કરાઈ છે.

  • 23 Mar 2026 04:06 PM (IST)

    પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશનના હોદ્દેદારો DyCM હર્ષ સંઘવીને મળવા ગાંધીનગર પહોંચ્યા

    પેટ્રોલ પંપ સંચાલક એસોસિએશન DyCM હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને લઈને બેઠકમાં થશે ચર્ચા. પેટ્રોલ પંપ એસોસિએશનના અરવિંદ ઠક્કર સાથે ચર્ચા થયા મુજબ જથ્થો પૂરતો મળી રહ્યો છે.

  • 23 Mar 2026 04:04 PM (IST)

    ગુજરાતમાં વીજ ઉત્પાદન અને વપરાશ વધ્યો, ખાનગી ક્ષેત્રના એકમો પાસેથી પ્રતિ યુનિટ 9.68થી 9.98ના ભાવે વીજળી ખરીદી

    ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારના વિજ મથકોની ક્ષમતા વધી છે. ખાનગી માલિકી તથા પીપીપી હસ્તકના વિજ ક્ષમતામાં થયો બે વર્ષ માં વધારો. ખાનગી વિજ મથકોમાં વર્ષ 2024 માં2605 મેગાવોટ તો 2025 માં 2835 મેગા વોટ વિજળી ઉત્પાદન ની ક્ષમતા. રાજ્ય સરકાર હસ્તકના વિજ મથકોની કુલ વિજ ઉત્પાદન ક્ષમતા 10704 મેગાવોટની થઈ છે. ખાનગી તથા પીપીપી વિજ મથકોની વિજ ઉત્પાદન ક્ષમતા 16749 મેગાવોટ.
    વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવી વિગતો. વર્ષ 2024 માં 1,24,968 મિલિયન યુનિટ વીજ વપરાશ થયો હતો. વર્ષ 2025 માં 1,28,218 મિલિયન યુનિટ વિજ વપરાશ થયો છે. રાજ્ય સરકારે ત્રણ એક્સ્ચેન્જ પાસેથી રૂપિયા 9.68, 9.83 અને 9.98ના ભાવે પ્રતિ યુનિટ વિજળી ખરીદી.

  • 23 Mar 2026 03:27 PM (IST)

    વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું કરાયું ભવ્ય સ્વાગત

    વડોદરા પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર દ્વારા સ્વાગત કરાયું. ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી પણ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટથી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ પહોંચ્યા. આદિવાસી અધિકાર સંમેલનને સંબોધશે રાહુલ ગાંધી.

  • 23 Mar 2026 03:21 PM (IST)

    અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ ઉપર અડધો કિલોમીટર લાંબી લાઈન લાગી

    અમદાવાદના પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો. લોકો ડરના માર્યા પેટ્રોલ ભરાવવા વાહનો લઈને લાંબી લાઈનોમાં લાગ્યા. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર પ્રસર્યો. 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો વારો આવે તેવી લાઇનો લાગી છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો છે.

  • 23 Mar 2026 02:24 PM (IST)

    જામનગર: ખંભાળિયા હાઈવે પર મોડી રાત્રે ફાયરિંગનો બનાવ

    જામનગરના ખંભાળિયા હાઈવે પર મોડી રાત્રે ફાયરિંગ અને મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. વસઈ ગામ પાસે બનેલી આ ઘટનામાં અસ્લમ ખીલજીના ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ હુમલાખોરો થાર સહિતની ત્રણ કારમાં આવી ધસી આવ્યા હતા અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાના આક્ષેપ છે. હુમલાખોરોએ ધોકા અને પાઈપથી હુમલો કરી ફરિયાદીના ભત્રીજાના હાથ-પગ તોડી નાખ્યા હતા, જેમાં ત્રણ યુવાનો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે અસ્લમ ખીલજીની ફરિયાદના આધારે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

  • 23 Mar 2026 02:16 PM (IST)

    લોકસભામાં PM મોદીનું સંબોધન

    પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, “હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા માટે આ ગૃહમાં આવ્યો છું. હાલમાં ત્યાંની પરિસ્થિતિ ચિંતાજનક છે. જયશંકરજીએ ગૃહને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. આ કટોકટી ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહી છે. લોકોના જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આખી દુનિયા તમામ પક્ષોને આ મુદ્દાને ઝડપથી ઉકેલવા વિનંતી કરી રહી છે.”

  • 23 Mar 2026 01:31 PM (IST)

    અમદાવાદઃ કેટલાક સ્થળે પેટ્રોલની અછત વર્તાઈ

    અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. માનવમંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ સંપૂર્ણ ખતમ થઈ જતાં ભરાવવા આવેલા લોકો નિરાશ થઈ પરત ફર્યા હતા. તેમજ મેમનગર ગામ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી મુજબ આજે સવારથી જ શહેરમાં પેટ્રોલની અછત વર્તાવા લાગી છે અને શુક્રવાર બાદ જરૂરી જથ્થો સમયસર નહીં પહોંચતા સપ્લાય પ્રભાવિત થયો છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

  • 23 Mar 2026 01:28 PM (IST)

    અમદાવાદ અને ગાંધીનગરમાં પાણીજન્ય રોગોથી અનેક લોકો પીડાયા

    અમદાવાદ અને ગાંધીનગરમાં સ્વસ્થ અને સલામત ગુજરાતના દાવા વચ્ચે પાણીજન્ય રોગોની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં 11,928 અને ગાંધીનગરમાં 1,996 લોકો સરકારી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગોથી પીડાઈ સારવાર માટે પહોંચ્યા હતા. જેમાં ઝાડા-ઉલ્ટીના કેસ અમદાવાદમાં 5,823 અને ગાંધીનગરમાં 1,173 નોંધાયા, જ્યારે કમળા માટે અમદાવાદમાં 2,615 અને ગાંધીનગરમાં 208 દર્દીઓ સારવાર હેઠળ આવ્યા. ટાઈફોઈડના કેસોમાં અમદાવાદમાં 3,399 અને ગાંધીનગરમાં 603 લોકો પીડાયા, તેમજ કોલેરાના 91 કેસ અમદાવાદમાં અને 12 કેસ ગાંધીનગરમાં નોંધાયા. સરકારે સ્વીકાર્યું છે કે ગાંધીનગરમાં ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાને કારણે ગટરનું પાણી ભળી ગયું હતું, જેના કારણે રોગચાળો ફેલાયો હોવાની શક્યતા છે. તેમ છતાં, સરકારે દાવો કર્યો છે કે આ તમામ કેસો છતાં એકપણ મોત નોંધાયું નથી. આ માહિતી અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં બહાર આવી છે, જે આરોગ્ય વ્યવસ્થાની હકીકત પર સવાલ ઉભા કરે છે.

  • 23 Mar 2026 11:38 AM (IST)

    ન્યૂયોર્કમાં એર કેનેડાના પ્લેનને નડ્યો અકસ્માત

    ન્યૂ યોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એર કેનેડા એક્સપ્રેસ CRJ-900 વિમાન રનવે પર ફાયર એન્જિન સાથે અથડાયું.  આ ઘટનામાં બે લોકોના મોત થયા, જ્યારે 70 પ્રવાસીઓ ઘાયલ થયાના આહેવાલ છે.. જેમાંથી 3ની હાલત ગંભીર હોવાના અહેવાલો મળી રહ્યા છે. મહત્વનું છે કે વિમાનમાં 100 લોકો સવાર હતા. આ ઘટના બાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને બધી ફ્લાઇટ્સને JFK એરપોર્ટ તરફ વાળવામાં આવી છે.

  • 23 Mar 2026 11:29 AM (IST)

    શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઘટ્યો

    શેરબજારમાં પણ આજે (સોમવાર, 23 માર્ચ) નોંધપાત્ર ઘટાડો નોંધાયો. સેન્સેક્સ લગભગ 1,600 પોઈન્ટ ઘટીને 72,900 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 500 પોઈન્ટ ઘટીને 22,650 પર સ્થિર થયો. ઓટો, એફએમસીજી અને આઈટી શેરો સાથે બેંકિંગ ક્ષેત્રે આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

  • 23 Mar 2026 11:27 AM (IST)

    ભાવનગર: બુટલેગરોના દબાણો પર ફર્યું બુલડોઝર

    ભાવનગરમાં બુટલેગરોના દબાણને તોડી નાંખવા માટે તંત્રે બુલડોઝર ચલાવ્યું. આડોડિયાવાસ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને કોર્પોરેશનની ટીમ સહિત 200થી વધુ કર્મીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. સરકારી જમીન પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણને તોડી જમીનને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

  • 23 Mar 2026 09:38 AM (IST)

    રાજકોટઃ યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલ પર થવા લાગી

    રાજકોટમાં યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર જોવા મળી રહી છે, જેના કારણે શહેર અને જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી છે. પુરતો સપ્લાય ન મળતા ડીલરો મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠક Indian Oil Corporation (IOC)ની ઓફિસ ખાતે સાડા દસ વાગ્યે યોજાશે, જેમાં પેટ્રોલની અછત અને સપ્લાયને નિયમિત કરવા માટે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. હાલ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

  • 23 Mar 2026 08:52 AM (IST)

    આકરા ઉનાળાની શરૂઆત સાથે જ જળસંગ્રહમાં ઘટાડો

    ગુજરાતમાં હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં ગુજરાતમાં જળ સંગ્રહમાં ઘટાડો નોંધાયો છે. ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે 21 નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90 ટકા સહિત એકંદરે 99.99 ટકાનો જળસંગ્રહ હતો..શિયાળાના ચાર માસના અંતે અને ઉનાળાની શરુઆત સુધીના ચાર માસમાં જ 27 ટકાનો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં એકંદરે 68.96 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.95 ટકા પાણીનો સ્ટોરેજ છે.46 ડેમોમાં હાલ 25 ટકાથી ઓછું પાણી, સૌરાષ્ટ્રના 7 ડેમો સુકા મેદાન બન્યા છે તો સરદાર સરોવરમાં 73 ટકા જળસંગ્રહ છે.

  • 23 Mar 2026 08:22 AM (IST)

    અસમના એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા કર્મચારીની ધરપકડ

    અસમના ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન ઈન્ટેલિજન્સ વિભાગની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી સુમિતકુમાર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા હતા અને તેઓ પાકિસ્તાની હેન્ડલર્સને સંવેદનશીલ માહિતી મોકલતા હતા. તેમણે વાયુસેનાથી જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી ઉપરાંત સૈનિકોની અવરજવર અંગેની માહિતી પણ પાકિસ્તાન સુધી પહોંચાડ્યાનો આરોપ છે. તપાસમાં ખુલ્યું છે કે 2023થી સુમિતકુમાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતા અને પૈસાની લાલચમાં આવીને તેઓ દેશની સુરક્ષાને ખતરો પહોંચાડે તેવી માહિતી આપતા હતા. આ કાર્યવાહી જેસલમેરમાં પકડાયેલા એક જાસૂસ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 23 Mar 2026 08:14 AM (IST)

    હોર્મુઝ સંકટને કારણે પાકિસ્તાનની હાલત ખરાબ

    Strait of Hormuzમાં ઊભેલા સંકટના કારણે Pakistanની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. દેશમાં પેટ્રોલની કિંમતોમાં 200 ટકા સુધીનો વધારો નોંધાયો હોવાનું કહેવાય છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ભારે બોજો પડ્યો છે. આ વચ્ચે શહબાઝ શરીફની સરકારે વૈભવી કારોમાં વપરાતા પેટ્રોલ પર ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે, જેથી આવક વધારવાની સાથે આયાત પરનો દબાણ ઓછો કરી શકાય. આ પરિસ્થિતિએ દેશની આર્થિક મુશ્કેલીઓને વધુ ગંભીર બનાવી દીધી છે.

  • 23 Mar 2026 07:29 AM (IST)

    અમિત શાહ આજે રાજ્યસભામાં CAPF બિલ 2026 રજૂ કરશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે રાજ્યસભામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) બિલ, 2026 રજૂ કરશે.

  • 23 Mar 2026 07:29 AM (IST)

    આસામમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોના મોત, બે ઘાયલ

    રવિવારે રાત્રે આસામના સોનિતપુર જિલ્લામાં એક એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતાં છ લોકોના મોત અને બે ઘાયલ થયા. સોનિતપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) બરુણ પુરકાયસ્થે જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ એક દર્દી અને તેના પરિવારના સભ્યોને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે ઢેકિયાજુલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 પર અકસ્માત થયો હતો.

  • 23 Mar 2026 07:27 AM (IST)

    એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પશ્ચિમ એશિયાથી 30 ફ્લાઇટ્સનું સંચાલન કરશે

    એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આજે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અને ત્યાંથી સંયુક્ત રીતે 30 શેડ્યુલ્ડ અને નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

  • 23 Mar 2026 07:27 AM (IST)

    અમરેલીઃ LPG સિલિન્ડર મુદ્દે જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર

    અમરેલીમાં એલપીઝી સિલિન્ડર મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સમયમાં ગેસ મેળવવા માટે લાગવગ જરૂરી હતી અને સત્તાવાળાઓને જ સુવિધા મળતી હતી, જ્યારે સામાન્ય લોકો મુશ્કેલીમાં જીવતા હતા. તેમણે કહ્યું કે તે સમયમાં માતાઓને લાકડાં ઉઠાવી ચૂલા સળગાવવા પડતા અને મોટા માણસોને જ ગેસ મળતો હતો. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પર ટીકાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે તેમના નેતાઓ વિદેશથી આવ્યા હોવાથી તેમને સામાન્ય લોકોની સમસ્યાઓની સમજ નહોતી. તેમણે દાવો કર્યો કે આવતા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કોંગ્રેસને નિશાન બનાવી આકરી ટીકા કરવામાં આવી હતી.

  • 23 Mar 2026 07:16 AM (IST)

    વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે

    વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે. તેઓ વડોદરામાં યોજાનાર આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે અને કોંગ્રેસના નેતાઓ તેમજ આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરશે. આ મુલાકાત દ્વારા આદિવાસી મુદ્દાઓને ઉજાગર કરવા તેમજ ચૂંટણી પહેલા પક્ષની વ્યૂહરચના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Published On - 7:15 am, Mon, 23 March 26

Follow Us