23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમરેલી જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસ, ફેનસિંગ માટેનો પોલ ટ્રેક પર મળી આવતા કાવતરાની આશંકા
આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
23 Jan 2026 02:46 PM (IST)
અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર
અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર મચી છે. ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ છે. અજાણ્યા ઈસમો દ્વાર ટ્રેક પર પથ્થરો નાખવામાં આવ્યા. ફેનસિંગ માટેનો પોલ ટ્રેક પર મળી આવતા કાવતરાની આશંકા છે. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા અસામાન્ય અવાજ આવ્યો. ટ્રેનના પાયલોટે સતર્કતા દાખવતા સત્વરે ટ્રેન ઊભી રાખી. ટ્રેન પોલ નજીક પહોંચે તે પહેલાં જ ઊભી રાખતા મોટી દુર્ઘટના ટળી. ટ્રેનના ચાલકે પોલ હટાવી રેલવે વિભાગને જાણ કરી. પોલીસ સહિતની ટીમો એલર્ટ પર, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે.
-
23 Jan 2026 02:33 PM (IST)
સુરતના સુવાલી રોડ પર ભયાવહ અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત
સુરત શહેરના સુવાલી રોડ પર આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ચાલક ઘૂસી જતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક ચાલકે વાહનને રોડની બાજુમાં મૂકવાને બદલે બેદરકારીપૂર્વક રસ્તા પર જ પાર્ક કરી દીધું હતું. આ દરમિયાન ધુમ્મસના કારણે રોડ પર ઉભેલો ટ્રક બાઈક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે બાઈક સીધું જ ટ્રકમાં ઘૂસી ગયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવક જૂનાગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાના આક્ષેપો સાથે પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.
-
-
23 Jan 2026 02:09 PM (IST)
પંચમહાલઃ ખેરના લાકડાની તસ્કરી મુદ્દે EDની મોટી કાર્યવાહી
પંચમહાલઃ ખેરના લાકડાની તસ્કરી મુદ્દે EDની મોટી કાર્યવાહી સામે આવી છે. ગોધરામાંથી 11.3 કરોડની સંપત્તિએ EDએ જપ્ત કરી. ગોધરાના બે શખ્સોએ ખેરના લાકડાની તસ્કરી કરી આવક મેળવી હતી. તાપી, વ્યારા, નવસારી, નર્મદા જિલ્લામાં વૃક્ષોની કાપણી કરી હતી. માંડવી દક્ષિણ રેંજના વન અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
-
23 Jan 2026 01:42 PM (IST)
સુરેન્દ્રનગરઃ ઉપસરપંચના ત્રાસથી યુવકના આપઘાતનો આરોપ
સુરેન્દ્રનગરઃ ઉપસરપંચના ત્રાસથી યુવકના આપઘાતનો આરોપ લાગ્યો છે. સાંકળી ગામના ઉપસરપંચના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાનો દાવો છે. પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. SP સહિતનો કાફલો સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પહોંચ્યો છે. ઉપસરપંચ દ્વારા યુવકને માર મારી વીડિયો ઉતારવામાં આવ્યાનો આરોપ છે. યુવકને બદનામ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
-
23 Jan 2026 01:16 PM (IST)
અમદાવાદઃ વિદેશી પક્ષીનો શિકાર કરતી ટોળકીનો પર્દાફાશ
અમદાવાદઃ વિદેશી પક્ષીનો શિકાર કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. શિકાર કરેલી હાલતમાં વિદેશી પક્ષીઓ મળી આવ્યા. નળકાંઠાના ધરજી મેણીવાડા ફળીયામાંથી વન વિભાગે દરોડા પાડતા 3 મકાનમાં પાંખો કપાયેલી હાલતમાં 37 પક્ષીઓ મળી આવ્યા. 38માંથી 11 પક્ષીના મોત, 27 પક્ષીને સારવાર માટે મોકલાયા. શિકારી ટોળકીને ફરાર ત્રણ આરોપીને પકડવા કવાયત હાથ ધરાઇ.
-
-
23 Jan 2026 01:10 PM (IST)
રાજકોટમાં ચાંદીના રેકોર્ડ ઉછાળથી બજારમાં મંદીનો માહોલ
રાજકોટના બજારમાં ચાંદીના ભાવમાં રેકોર્ડ ઉછાળ થતા વેપારીઓ અને કારખાનાઓ પર અસર જોવા મળી રહી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લગભગ એક હજાર જેટલા કારખાનાઓએ ઉત્પાદન રોકવાની નિર્ણય લીધો છે. નાના અને મોટા કારખાનાના માલિકો ચાંદીના ભાવની અનિશ્વિતતાથી ચાંદી ખરીદવામાં અચકાઇ રહ્યા છે. ઉદ્યોગસામગ્રીના અદભૂત ભાવ પરિવર્તનના કારણે 10થી 15 હજાર જેટલા કારીગરો બેરોજગાર બન્યા હોવાની માહિતી મળી છે. ગઇકાલે માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 34 હજાર રૂપિયાની ઉથલપાથલ નોંધાઈ હતી. આ કારણે વેપારીઓ બજારમાં વ્યવસાયમાં સાવચેત થઈ રહ્યા છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
23 Jan 2026 12:14 PM (IST)
રાજ્યમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી: અંબાલાલ પટેલ
ગુજરાતના જાણીતા મોસમી વિજ્ઞાનિ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પ્રવાહને કારણે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વચ્ચે, જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદના પગલે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો નોંધાશે અને લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ શકે છે. તેમ સાથે, ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જે કમોસમી વરસાદ અને પવનની વધુ કામગીરીનો સંકેત છે.
-
23 Jan 2026 11:48 AM (IST)
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ. અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઇ. ઉડાન પહેલાના ચેકિંગ માટે વહેલા આવવા સૂચના અપાઇ. એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે વખત ચેકિંગ હાથ ધરાયુ.
-
23 Jan 2026 11:32 AM (IST)
સુરતઃ હજીરામાંથી મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
સુરતઃ હજીરામાંથી મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. મૃતકના 2 રૂમમેટે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું. બે આરોપીની ધરપકડ કરવામાં આવી. મૂળ પંજાબના ત્રણ યુવક સાથે રહેતા હતા. ત્રણેય રૂમમેટ વચ્ચે અવારનવાર થતા હતા ઝઘડા. 17 જાન્યુઆરીએ આરોપીઓએ યુવકની હત્યા કરી હતી. ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે માથું ભટકાવી હત્યા કરી હતી.
-
23 Jan 2026 09:46 AM (IST)
ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં આજે વસંત પંચમીનું મહાસ્નાન
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે વસંત પંચમીના પાવન અવસરે માઘ માસના ચોથા મહાસ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભારે ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તોમાં ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા સાડા ત્રણ કિલોમીટર લાંબા સ્નાન ઘાટને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજ મુજબ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારમાં CCTV અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
-
23 Jan 2026 09:11 AM (IST)
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી મળી. 7 સ્કૂલને ફરી મળ્યો ધમકી ભર્યો મેઇલ. સેંટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાને મળ્યો મેઇલ.ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરાયુ
-
23 Jan 2026 08:41 AM (IST)
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડા પવનો સાથે દિલ્લીમાં વરસાદી માહોલ છવાયો. રાજસ્થાનના જયપુર સહિતના વિસ્તારોમાં માવઠું છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષાના એલર્ટ વચ્ચે વરસાદ ખાબક્યો. જમ્મુ-કાશ્મીરમાં પણ શિયાળામાં વરસાદી માહોલ છે.
-
23 Jan 2026 07:59 AM (IST)
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો. ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો. વિસનગર શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો.
-
23 Jan 2026 07:54 AM (IST)
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો કરશે પ્રવાસ
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો પ્રવાસ કરશે. PM મોદી સૌપ્રથમ કેરળના તિરૂવનંતપુરમની મુલાકાત લેશે. PM મોદી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તિરૂવનંતપુરમમાં 4 નવી ટ્રેનોનો PM મોદી આપશે લીલીઝંડી. PM મોદી 3 નવી અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. તમિલનાડુમાં પણ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
-
23 Jan 2026 07:49 AM (IST)
આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ઉમટ્યા
પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન છે. મધ્યરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બધા ઘાટ પર સ્નાન સરળતાથી ચાલી રહ્યું છે. જળ પોલીસ ખૂબ જ સતર્કતા સાથે તેમની ફરજો બજાવી રહી છે. SDRF અને NDRF પણ તૈનાત છે. ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો પણ તૈનાત છે. હાલમાં હળવું ધુમ્મસ છે. ધુમ્મસ દૂર થયા પછી મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે.”
-
23 Jan 2026 07:34 AM (IST)
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા થઇ. ક્રેમલિનમાં પુતિન-વિટકૉફ વચ્ચે સાડા 3 કલાક થઇ વાતચીત. વાતચીત સમયે જેરેડ કુશનર પણ હાજર રહ્યા. શાંતિ વાર્તા મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા વિચારણા ચાલી.
-
23 Jan 2026 07:33 AM (IST)
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું થયુ. નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેતીને નુકશાની થવાની ભીતી છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા માવઠાની સંભાવના હતી.
આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.