23 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA, અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલાયા

|

Dec 23, 2024 | 4:33 PM

આજે 23 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

23 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA, અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલાયા

Follow us on

LIVE NEWS & UPDATES

  • 23 Dec 2024 04:32 PM (IST)

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી આદિજાતિ વિકાસ મંડળની બેઠક. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં સાંસદે સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • 23 Dec 2024 04:31 PM (IST)

    કૃભકોની ચૂંટણીમાં બિપીન પટેલ ગોતાની ડિરેકટરપદે બિનહરિફ જીત

    કૃભકોના 11 ડિરેકટર માટે યોજાયેલી ચૂંટણીમાં, ભાજપના બિપીન પટેલ ગોતાની ડિરેકટરપદે બિનહરિફ જીત થવા પામી છે. કીષક ભારતી કો ઓપરેટિંવ લિમીટેડ ભાજપે (કૃભકો)ના 11 ડિરેક્ટર માટે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમા બિપીન પટેલ ગોતા સહિત 7 ડિરેકટરોની બિનહરિફ જીત થવા પામી છે. બિપીન પટેલ હાલમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન છે.


  • 23 Dec 2024 03:55 PM (IST)

    સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA, અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલાયા

    સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA કરીને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સારોલી પોલીસે પાસાના કાયદા અંતર્ગત બંને મહિલાને જેલ હવાલે કરી છે. હનીટ્રેપના ગુનામાં પકડાયેલ દક્ષાબેન ભરતભાઇ આકોલિયાને પાસા કરી અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બીજા મહિલા દિવ્યાબેન વિઠ્ઠલભાઇ તરાવિયાને પાસા કરી વડોદરા જેલ મોકલી આપવામાં આવ્યા છે. બંને મહિલા આરોપીઓને વડોદરા અને અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

  • 23 Dec 2024 03:46 PM (IST)

    અમદાવાદ ગ્રામ્ય LCB એ ટ્રકમાં ભરેલો વિદેશી દારુનો જથ્થો ઝડપ્યો

    અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ, કોચરિયા ગામની સીમ પાસે હાઇવે પરથી ટ્રકમાં રાખેલો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે, દારૂનો જથ્થો અને ટ્રક મળી 63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને, બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 48 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરનો 13545 નંગ પકડી પાડ્યા. પોલીસે દારૂના જથ્થા સાથે અનિરુદ્ધસિંહ રાવોલ અને સંદીપસિંગ કાપસેની ધરપકડ કરી છે.

  • 23 Dec 2024 03:31 PM (IST)

    26થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

    હવામાન વિભાગે 26થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતા. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતા છે.
    ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફુંકાતા દેખાઈ અસર.


  • 23 Dec 2024 03:20 PM (IST)

    અમરેલીઃ ખાંભામાં ચાર સિંહ રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા

    અમરેલીઃખાંભામાં ચાર સિંહ રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા. શિકારની શોધમાં પશુઓ પાછળ  આંબાવાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી 4 સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે.  1 દિવસ પહેલા જ સિંહે ચાર પશુના મારણ કર્યા હતા. બે સિંહણ અને બે સિંહ બાળ ફરીવાર દેખાયા.

  • 23 Dec 2024 02:40 PM (IST)

    અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત થવા મુદ્દે ફરિયાદ

    અમદાવાદના  ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત થવા મુદ્દે ફરિયાદ દાખલ થઇ છે. સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી.
    બાબાસાહેબની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ખોખરા સર્કલ નજીક કે.કા.શાસ્ત્રી કોલેજ સામે આ ઘટના બની હતી. સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

  • 23 Dec 2024 02:18 PM (IST)

    ગાંધીનગર ખાતે રોજગાર મેળાનું કરાયુ આયોજન

    ગાંધીનગર ખાતે રોજગાર મેળાનું આયોજન કરાયુ છે. PM મોદીએ દેશભરના 71 હજાર યુવાનોને નિયુક્તિ પત્ર આપ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા. ચિલોડા ખાતે BSFના કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો કરાયા એનાયત.

  • 23 Dec 2024 02:16 PM (IST)

    ખેડા: પાલિકાના વાંકે શહેરમાં સાંજ બાદ છવાઈ શકે છે અંધારપટ

    ખેડા: પાલિકાના વાંકે શહેરમાં સાંજ બાદ અંધારપટ છવાઈ શકે છે. વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટનું વીજ બીલ ન ભરતા MGVCL કાર્યવાહી કરશે. નગરપાલિકાએ 1 કરોડ 64 લાખ રૂપિયાનું વીજ બીલ ભરવાનું બાકી છે. ત્યારે MGVCLએ 20 ડિસેમ્બર સુધી બાકી વીજ બીલ ભરવા તાકીદ કરી હતી. વીજ જોડાણ કપાતા પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે.

  • 23 Dec 2024 01:34 PM (IST)

    સુરત: વેસુમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં બે આરોપીની ધરપકડ

    સુરત: વેસુમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપી બેન્કમાંથી રૂપિયા ઉપાડતા હોવાનું ખુલ્યું છે. વૃદ્ધને 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1.71 કરોડ પડાવ્યા હતા.
    મુંબઈના પોલીસ અધિકારીના નામે ફોન કરી ધમકી આપતા હતા. મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાની ધમકી આપી હતી. નકલી RBI ગવર્નરનો લેટર મોકલી વૃદ્ધને ડરાવતા હોવાનો ખુલાસો થયો છે.

  • 23 Dec 2024 12:39 PM (IST)

    અમદાવાદ: બાબાસાહેબની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ

    અમદાવાદ: બાબાસાહેબની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાબાસાહેબના સ્ટેચ્યુને નુકસાન પહોંચતા મામલો બીચક્યો. ખોખરા સર્કલ નજીક કે.કા.શાસ્ત્રી કોલેજ સામે આ ઘટના બની છે. અમરાઈવાડીના નગરસેવક સહિત લોકો સ્થળે ઉમટ્યા હતા. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી આરોપીને પકડવા માગ કરી. પ્રતિમા ખંડિત કરનારને પકડી વરઘોડો કાઢવા માગ કરી.

  • 23 Dec 2024 11:17 AM (IST)

    ભાવનગરઃ ફરી એક વખત ડમ્પર ચાલકની રફતારનો કેર

    ભાવનગરઃ ફરી એક વખત ડમ્પર ચાલકની રફતારનો કેર જોવા મળી રહી છે. ઘોઘાના હાથબથી લાખણકા રોડ ઉપર ડમ્પર ચાલકે 2ને કચડ્યા. પુરપાટ ઝડપે ડમ્પર બાઈક પર ચઢાવી દેતા 2 લોકોના મોત થયા છે. બંને મૃતકો મુળ નેપાળના રહેવાસી છે. 10 દિવસમાં ડમ્પરની અડફેટે 11ના મોત થયા છે.

  • 23 Dec 2024 10:25 AM (IST)

    સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ

    સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું. મીઠી ખાડી વિસ્તારમાં આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ત્રણ આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવી. પોલીસે હથિયારો લઈ ધાક જમાવતા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું.

  • 23 Dec 2024 09:26 AM (IST)

    વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની શંકા

    ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની શંકા છે. અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. 22 ડિસેમ્બરે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં. પરીક્ષાના સમય દરમિયાન વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું.

  • 23 Dec 2024 08:49 AM (IST)

    આગામી દિવસમાં પણ 3થી 4 ડિગ્રી સેલ્સિયસ ઠંડી ઘટવાની સંભાવના

    રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી દિવસમાં પણ 3થી 4 ડિગ્રી સેલ્સિયસ ઠંડી ઘટવાની સંભાવના છે. ધુમ્મસ અને વાદળો છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ છે. રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે. બંગાળની ખાડી તરફથી આવતા પવનને કારણે વાતાવરણ પલટાયુ.

  • 23 Dec 2024 08:47 AM (IST)

    રાજકોટ: SOGની ટીમે ઝડપી પાડ્યો બોગસ તબીબ

    રાજકોટ: SOGની ટીમે બોગસ તબીબ ઝડપી પાડ્યો છે. ખોરાણા ગામેથી ધોરણ 12 પાસ ડોકટર ઝડપાયો છે. હિરેન મહેશ કાનાબાર નામનો બોગસ તબીબ ઝડપાયો છે. ખોરાણા ગામે ધ્વનિ ક્લિનિક નામેથી દવાખાનું ચલાવતો હતો. ધ્વનિ ક્લિનિકપોલીસે હોસ્પિટલના સાધનો, દવા, ઇન્જેકશન સહિત 20 હજારથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યા છે.

ઉત્તર ભારત સહિત દિલ્લીના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી સાથે ભરશિયાળે ઝરમર વરસાદ. તો પહાડી પ્રદેશોમાં સફેદ આતંક જોવા મળ્યો.  રાજ્યમાં કાતિલ ઠંડી સાથે જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગ સહિત નિષ્ણાતોએ કરી છે કમોસમી માવઠાની આગાહી. રાજ્ય સરકાર જાહેર કરશે PMJAY યોજનાની નવી SoP. કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે નવી SOP. એમ્પેનલ હોસ્પિટલ માટે પણ વધુ કડક નિયમો કરાશે જાહેર. બનાસકાંઠાના અંબાજી-દાંતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થરમારો. અંબાજીથી દર્શન કરી પરત ફરતા હતા શ્રદ્ધાળુઓ. જામનગરમાં સોલાર કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ. હરીપર પાસેથી પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ. 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પુણેમાં નશામાં ધૂત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડ્યા, 3 લોકોના ઘટના સ્થળે મોત. 9ની હાલત ગંભીર છે.

Published On - 8:45 am, Mon, 23 December 24