
આજે 23 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરા જાણે તસ્કરોનું હેડ ક્વાટર બની ગયું હોય તેમ સતત ચોરીની ઘટનાઓ છેલ્લા ત્રણ દિવસથી સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને ચડ્ડી-બનિયાનધારી’ ગેંગે તો રીતસરનો આતંક મચાવ્યો છે. જ્યાં વડસરના મેપલ વિલાસ સોસાયટીમાં ‘ચડ્ડી-બનિયાનધારી’ ગેંગે ઘરફોડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરવા આવેલા ‘ચડ્ડી-બનિયાનધારી’ ગેંગના 4 શખ્સો CCTVમાં કેદ થયા હતા. પરંતુ મોડી રાત્રે સોસાયટીમાં સોસાયટીના કેટલાક સભ્યોની અવરજવર જોઇને ઉભી પુછડીએ ભાગતા જોવા મળ્યા હતા તસ્કરો. સ્થાનિકોએ માંજલપુર પોલીસને જાણ કરી છે. આ ગેંગ સતત છેલ્લા ઘણા દિવસથી છેવાડાના વિસ્તારની સોસાયટીઓને ટાર્ગેટ કરી રહી છે.
સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો. શુભમ નામના આરોપીની પોક્સોના ગુના હેઠળ ધરપકડ થઇ હતી. કોર્ટમાં ખેંચ આવતા તેને સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી આરોપી ફરાર થયો હતો. પોલીસે સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠાના થરાદના છનાસરા ગામમાં દારૂના વેચાણ અને દારૂ પીવા પર પ્રતિબંધ છે. ગામલોકોએ એક્ઠા મળી યુવાનોના હિતમાં આ નિર્ણય લીધો છે. દેશી દારૂ બનાવનાર વ્યક્તિઓને રૂપિયા 21 હજારનો દંડ કરવામાં આવશે. ગામમાં દારૂ પીવા પર 5100 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. બીજા ગામના વ્યક્તિ છનાસરા ગામમાં આવી દારુ વેચતા પકડાશે તો 51000 રૂપિયાનો દંડ સ્થાનિકો કરશે. દારૂબંધીના નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ માટે કડક નિર્ણય લેવાયો છે. ગામના બંધારણનો ભંગ કરનારે ગામ છોડવુ પડશે તેવો નિર્ણય કરાયો છે.
દીવ નજીક અરબી સમુદ્રમાં કન્ટેનર ભરેલુ જહાજ ડૂબ્યું, જહાજમાં રહેલા 1,200 જેટલા કન્ટેનર દરિયામાં વહ્યા. જહાજ ડૂબવાની ઘટના બાદ માછીમારોને કરાયા એલર્ટ
કન્ટેનર બોટ સાથે ન અથડાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ. મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા.
ભરૂચની કે જ્યાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થતા વાહનોની 3 કિલોમીટર સુધની કતારો લાગી. નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ફરી એક વાર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા. ભારે વાહનોની એક પાછળ એક એમ 3 કિલોમીટરની લાંબી કતાર લાગી. ટ્રાફિકને કારણે લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થતો હોવાથી લોકો ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિની માગ કરી રહ્યા છે.
જુનાગઢમાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને વિસ્તારો જળમગ્ન બન્યાં. મેંદરડા, માણાવદર, કેશોદ બાદ હવે ભેંસાણ તાલુકાને વરસાદે બાનમાં લીધો હતો. ભેંસાણમાં 4 ઈંચ વરસાદથી સમગ્ર તાલુકો જાણે પાણીમાં તરબોળ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સતત વરસાદથી ઉબેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. એટલું જ નહીં પરબધામમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યાં છે. તો ગ્રામ્ય વિસ્તારોને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થતા કેટલાક ગામનો સંપર્ક તૂટ્યો હતો. જોકે બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને પાણી પણ ધીમેધીમે ઓસરવાની શરૂઆત થઈ છે.
રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી. જેમા સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટિલાળાને આવેદન આપીને સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેચ મળે તે માટે રજૂઆત કરી છે. 2024ના આંકડા પ્રમાણે હાઇકોર્ટમાં કુલ ૨ લાખ કેસો પેન્ડીંગ છે જેમાં 90 હજાર જેટલા કેસો સૌરાષ્ટ્રના છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના અરજદારોને અમદાવાદ ધક્કા ખાવા પડે છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ થાય તોઓખા,પોરબંદર, ઉના સહિતના વિસ્તારોના લોકોને 400 કિમીના પ્રવાસમાંથી મુક્તિ મળશે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની લાલમાંડવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. લાલમાંડવા ગામમાં હાલ પ્રાથમિક શાળા એટલે કે ધોરણ-8 સુધીનો જ અભ્યાસ ઉપલબ્ધ છે. ધોરણ 9નો વર્ગ શરૂ કરવા માટે શાળાને મંજૂરી મળી ગઈ છે પરંતુ હજુ સુધી શાળામાં ધોરણ-9નો વર્ગખંડ શરૂ ન થતા ગામના વિદ્યાર્થીઓ 3 કિલોમીટર સુધી ચાલીને બીજી શાળામાં જવું પડે છે. વાલીઓએ તાત્કાલિક ગામમાં ધોરણ-9નો વર્ગ શરૂ કરવા માટે માગણી કરી છે.
દિવસેને દિવસે ગીર સોમનાથમાં સિંહના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે ફરીવાર ઉનાના ખાપટ ગામેથી સિંહના શિકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાત્રિ દરમિયાન શિકરાની શોધમાં બે સિંહ ગૌશાળાની અંદર ઘૂસ્યા હતા અને પશુનું મારમ કરીને મિજમાની કરી હતી, ત્યારે હવે ગૌશાળા સંચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર થતી હોવાથી સ્થાનિકો પણ ભયમાં મૂકાયા છે.
તાપી ગ્રામીણમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગ્રામીણ રસ્તાઓ બંધ થયા છે. જિલ્લામાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના 14 માર્ગો બંધ થયા છે. વરસાદના કારણે નદીઓ સહિત કોતરોમાં ભારે પાણીની આવક ને પગલે માર્ગ પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢ તાલુકાના 10 માર્ગ, વ્યારા તાલુકાના 03 માર્ગ અને ડોલવણનો એક માર્ગ બંધ થયો છે.. જિલ્લામાં આવેલ મીંઢોળા, ઝાંખરી સહિતની નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સતત ધમધોકાર વરસાદના કારણે કડાણા ડેમ પાણીથી ભરપૂર થઈ ગયો છે. જેથી ડેમના રૂલ લેવલને જાળવવા તબક્કાવાર 60 હજાર ક્યૂસેક પાણી મહી નદીમાં છોડાતા નદી બેકાંઠે વહી રહી છે. કડાણા ડેમના 6 દરવાજા 4 ફુટ સુધી ખોલીને પાણી છોડાયું છે. જ્યારે આ સમયે હાઇડ્રોપાવરના 4 યુનિટ કાર્યરત કરાયા હતા. પાવરહાઉસ મારફતે 20 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. જેના કારણે મહીસાગરના 110 ગામો તો પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા છે.
આ કડાણા ડેમનો મન મોહી લે તેવો આકાશી નજારો પણ સામે આવ્યો છે. કડાણા ડેમના હાઇડ્રોપાવરના 4 યુનિટ કાર્યરત કરીને 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાયું છે. હાલ કડાણા ડેમની સપાટી 416 ફુટ પર છે.
રાજ્યના 189 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં સવા 4 ઇંચ વરસાદ ખાબક્યો. જુનાગઢના ભેંસાણમાં પોણા 4 ઇંચ વરસાદ પડ્યો તો વલસાડમાં પાલડીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. તાપીના વ્યારામાં 3.25 ઇંચ વરસાદ. 40 તાલુકાઓમાં 1થી સવા ઇંચ વરસાદ પડ્યો છે.
અરવલ્લી: ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં સારા વરસાદને લઇ નદી બે કાંઠે વહેતી થઇ છે. ઇન્દ્રાસી નદીના પાણીથી ખેડૂતોને મોટી રાહત થશ. જેનાથી આ વિસ્તારના સૂકાતા ખેતીપાકને જીવતદાન મળશે.
અમદાવાદ: કાગડાપીઠમાં યુવકની સરાજાહેર હત્યા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજય પટણી, શૈલેષ ગૌતમ, પૂનમ પટણી નામના શખ્સોને પકડી પડાયા છે. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 19 ઓગસ્ટે મૃતક નીતિન અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને સફલ પરિસરમાંથી અપહરણ કર્યુ હતુ. દુકાનમાંથી યુવકનું અપહરણ કરીને પછી ઢોર માર માર્યો હતો. સતીષ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીઓ ફરાર થયા છે. ફરાર આરોપીઓને પકડવા પોલીસે 5 ટીમ બનાવી છે.
ઉલ્લેખનીય છે, 8 જેટલા શખ્સોએ કાગડાપીઠ વિસ્તારના સફલ પરિસરમાં સ્થિત દુકાનમાં જઇને 22 વર્ષીય યુવકનું અપહરણ કર્યું હતું. કાયદાનો કોઇ ડર ના હોય તેમ યુવકને સરાજાહેર રોડ પર લઇ ગયા. જે બાદ અસારવા રામાપીરના બગીચા પાસે ધારીયા અને લાકડા વડે તૂટી પડ્યા હતા. જેથી નીતિન પટણી નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેનું મોત નીપજ્યું. મહત્વનું છે, ગુંડા તત્વોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ત્યારે, પોલીસ પણ આ પડકારનો કડક જવાબ આપે તે જરૂરી છે.
મહેસાણામાં સાબરમતી નદીનાં તટમાં 7 જેટલા લોકો ફસાયા છે. વાવડી નજીક નદીનાં તટમાં 7 જેટલા લોકો ફસાયા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવાં જતાં હતા. તે દરમિયાન ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્રની ટીમ, ફાયર ટીમે નદીમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતુ.
બનાસકાંઠા: દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. એક જ કુટુંબના લોકો ભેગા થયા હતા તે દરમિયાન બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ફાયરિંગ કરાયુ હતુ. જૂની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. ઓઢવા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદઃ સામાન્ય વરસાદમાં મનપાની કામગીરીની પોલ ખૂલી છે. પલ્લવ બ્રિજ શરૂ તો કરાયો પરંતુ અખબારનગર અંડરપાસ બંધ હોવાથી વાહન ચાલકો અટવાયા છ. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી, AMTS બસો પણ અટવાઈ હતી. અંડરપાસ બંધ હોવાથી વાહન ચાલકોને ધરમધક્કો થયો હતો. મનપાની કામગીરીમાં સંકલનમાં અભાવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે બપોરના સમયે વરસાદ તુટી પડ્યો હતો. અખબારનગર કીટલી સર્કલ પાસે પાણી ભરાયા છે. શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
બનાસકાંઠાના દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના ઘટી છે. એક જ કુટુંબના માણસો ભેગા થયા હતા ત્યાં બની ફાયરિંગની ઘટના. જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના થઈ હોવાનું બહાર આવ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ફાયરિંગ કરતા હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે. દાંતીવાડા પોલીસે ઓઢવા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. દાંતીવાડા પોલીસ મથકે બંને જૂથના લોકો પહોંચ્યા હતા.
પાદરાની એમ બી ઠક્કર પ્રાથમિક શાળામાં શિક્ષકે, વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો ! હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ધોરણ છ, સાત, આઠના વિદ્યાર્થીઓને માર માર્યા હોવાના શિક્ષકોના આચાર્યના અને વાલીઓના આક્ષેપ કરવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચી બાળકોના નિવેદનો લીધા. બે દિવસ અગાઉ અનેક વિદ્યાર્થીઓને માર મારતા વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ આજે શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી રજૂઆત કરી. માર માર્યા બાદ શિક્ષક રજા પર ઉતરી ગયા છે. શેખ યુસુફભાઈ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર્યો હોવાનો આક્ષેપ છે.
સરકારે જમાત-એ-ઇસ્લામીયા દ્વારા સંચાલિત 215 શાળાઓનુ નિયંત્રણ પોતાના હસ્તક લઈ લીધુ છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યા બાદ જમાત-એ-ઇસ્લામીયાને, ગૃહ વિભાગે 2019માં પ્રતિબંધિત જાહેર કર્યુ હતુ. આ શાળાઓ 2019 સુધી જમાત “ફલાહ-એ-આમ” ની શિક્ષણ શાખા હેઠળ ચલાવવામાં આવતી હતી, જોકે આ શાળાઓને જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનની માન્યતા પણ હતી.
વડાપ્રધાન નરેંદ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જેમને લઈને ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે PM ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ ધરશે. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે ડબલ એન્જિનની સરકારની કામગીરી જોવા મળે છે. 5477 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ કરાશે. રેલવેના કામ અને વિવિધ ખાતમુહૂર્ત કરશે પણ કરાશે. મારુતિ સુઝુકી ના EV પ્લાન્ટનુ લોકાર્પણ 26 ઓગસ્ટે કરશે. અમદાવાદ મહેસાણામાં વિવિધ પ્રોજેક્ટ પર કામ થશે. શહેરના વિકાસ માટે નવા આયામ નક્કી થશે. નરોડા વિસ્તારમાં 3 km ના રૂટ પર રોડ શો થશે. સ્વદેશી વસ્તુની મહત્વતા રૂટ પર દેખાશે. રોડ શો સહિત સભામાં 1 લાખ કરતાં વધુ લોકો આવે તેવી શક્યતા છે. હરિદર્શન ચાર રસ્તા, યુનિયન બેંક ચાર રસ્તા, મેંગો સિનેમા ચાર રસ્તા, ખોડલધામ ગ્રાઉંડ સુધીના 1.5 km ના રૂટ પર રોડ શો થશે.
જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ હોવાથી પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમ, જટાશંકર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે ઉપરવાસમાં પાણીની આવક વધી છે. યાત્રાળુઓની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા રોક લગાવાઈ છે. જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી જિલ્લા કલેકટરની સૂચનાઓ જનહિતમાં જાહેર કરવામા આવી છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. CBIએ RCOM અને મુંબઈમાં અનિલ અંબાણીના પરિસરમાં દરોડા પાડ્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
સુરત શહેરમાં હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા, મહાનગર પાલિકાની BRTS બસની અંદર ડી.જે વગાડીને ડાન્સ કરવા અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ વીડિયો બાદમાં રીલ્સ સ્વરૂપે સોશિયલ મીડિયામાં અપલોડ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. પાલિકાના સિટી લિન્ક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ કૃત્ય કાયદેસર નથી અને કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ કરવાનું કહી બસમાં મ્યુઝિક વગાડી શૂટિંગ કર્યું હતું. 9 ઓગસ્ટના રોજ બસની અંદર ડાન્સ પાર્ટી થઈ હતી.
સેવન્થ ડે સ્કૂલના વિધાર્થીની હત્યાના કેસમાં સ્થાનિકોનો રોષ યથાવત રહેવા પામ્યો છે. આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેવન્થ ડે સ્કૂલ સામે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામં આવ્યું છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમને ધ્યાને રાખીને સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિધાર્થીની હત્યાના વિરોધમાં આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદાર નગર સહિત વેપારીઓ બંધ પાળશે. વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવવા આહવાન કરાયું છે.
વડોદરાના ATM માં રૂપિયા ભરતી CMS કંપનીના લોડરે રોકડ રકમની ચોરી કરી છે. ATM માં લોડ કરવાની 10 લાખની રોકડ રકમ ભરેલી કેસેટ બેંકના વોલ્ટમાં જમા નહીં કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઓન લાઇન ગેમ રમતાં દેવું થઈ જવાને કારણે કેશ લોડિંગનું કામ કરતાં કર્મચારીએ ગુનો આચર્યો હતો. ખાનગી બેંકના ATM માં કેશ લોડ અનલોડ કરવાની કામગીરી કરતી CMS નામની કંપનીનો કર્મી જ નીકળ્યો ચોર. માળી મહોલ્લાના ગોરવા વિસ્તારમાં રહેતા અક્ષય માળી નામના કર્મચારીએ ચોરીની કરી કબુલાત. 9.99 લાખ ભરેલી રોકડ રકમની કેસેટ સાથે અક્ષયના ઘરેથી પોલીસે રોકડ રકમ રીકવર કરી છે. છેલ્લા નવ વર્ષથી કંપનીમાં ફરજ બજાવતા અક્ષય માળીને દેવું વધી જતાં કરવી પડી ચોરી. ગોરવા પોલીસે અક્ષયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાંથી, ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરતો હતો. તેના અન્ય ત્રણ સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે તેવી હોવાથી સંભાવના સાથે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હોવાની શંકા છે. એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે, તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ સંદર્ભેની વધુ તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે. ગાઝાના અલીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરવા અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોનું લોહી હજુ સુકાયું નથી, અને તેમના પરિવારોના આંસુ હજુ બંધ થયા નથી. છતાં, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ અમાનવીય છે !
ગુજરાતમાં ગઈકાલ શુક્રવાર સવારના 6 વાગ્યાથી આજે શનિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં વર્તમાન ચોમાસામાં 79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ પ્રાંતમાં 82.91 એટલે કે 83 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા, સૌરાષ્ટ્રમાં 78.57 ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 75.56 ટકા વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્માં, વડાલી અને ઈડરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડબ્રહ્માંમાં સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. વડાલીમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. ઈડરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હિંમતનગરમાં બે ઈંચ વરસાદ, વિજયનગરમાં દોઢ ઈંચ વરસાદ અને તલોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.
ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. કાદવ, કિચડ અને પથ્થરોનો કાટમાળ થરાલી બજાર, તહસીલ પરિસર અને ઘણા ઘરોમાં ઘૂસી ગયો, વાહનો પણ દટાયા. સાગવારા ગામમાં એક યુવતીનું મોત થયું છે અને એક વ્યક્તિ ગુમ છે. થરાલી-ગ્વાલદામ અને થરાલી-સગવારા રસ્તાઓ બંધ છે. SDRF ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે.
જામનગરના બજરંગપુર ગામના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. મંદિરને નિશાન બનાવી 6 હજારનું પરચુરણ ચોરી કરી ગયા. મંદિર બાદ ગામની દુકાનોના શટર તોડી તસ્કરો પ્રવેશ્યા. હતા. દુકાનોમાંથી મામૂલી રોકડ તેમજ એગ્રો દુકાનમાંથી દવાનો જથ્થો ઉપાડી ગયા. મંદિરની દાનપેટીમાંથી રોકડની તેમજ અન્ય દુકાનોમાંથી એગ્રોની દવા સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પંચ એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા સ્થિત ધરોઈ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં હાલમાં 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલમાં 29,940 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. 29,940 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાં હાલમાં 91.89 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધરોઈ ડેમની જળ સપાટી હાલમાં 619.94 ફુટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરાઇ છે.
Published On - 7:18 am, Sat, 23 August 25