22 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીની મહોબ્બતની દુકાનમાંથી નીકળી રહ્યા છે આતંકના ફરમાન, જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રહાર

|

Sep 22, 2024 | 8:35 AM

આજે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીની મહોબ્બતની દુકાનમાંથી નીકળી રહ્યા છે આતંકના ફરમાન, જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રહાર

Follow us on

LIVE NEWS & UPDATES

  • 22 Sep 2024 12:33 PM (IST)

    જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકનું અપહરણ કરી માર માર્યો

    જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો.  હાઇવે હોટલના સંચાલક સહિત 6 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકને જમવા બાબતે હાઇવે હોટલના સંચાલક સાથે તકરાર થઇ હતી. હોટલ સંચાલકે મન:દુખ રાખી યુવકને માર માર્યો. પોલીસે CCTVના આધારે તમામની શોધખોળ હાથ ધરી.

  • 22 Sep 2024 12:31 PM (IST)

    ભાવનગર: શહેર ભાજપના પૂર્વ નગરસેવકે જ લગાવ્યા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

    ભાવનગર: શહેર ભાજપના પૂર્વ નગરસેવકે જ લગાવ્યા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. મહેશ અડવાણીએ વિકાસના કામોમાં થતી કટકી મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ કરી ભાજપના નગરસેવકો પર 20 ટકા કટકીનો આરોપ લગાવ્યો છે. મહેશ અડવાણીએ આરોપ લગાવ્યો કે મારી પાસેથી 20 ટકા કટકી લઈ ન શકે એટલે મારું કામ ન થયું. ઘર પાસે વરસાદી પાણી ભરાતા પૂર્વ નગરસેવકે અનેકવાર રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં ભ્રષ્ટાચારને લીધે કામ ન થતાં હોવાનો આક્ષેપ કરાયો છે. મહેશ અડવાણી વર્ષ 2010થી 2015 વચ્ચે નગરસેવક હતા. કટકીબાજ નગરસેવકોને ઉઘાડા પાડવાની મહેશ અડવાણીએ ચીમકી ઉચ્ચારી છે.


  • 22 Sep 2024 12:30 PM (IST)

    ભરૂચ ટોલનાકા પર મારામારીનો વીડિયો વાયરલ

    ભરૂચ ટોલનાકા પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. ટોલ કર્મીઓએ આઇસર ચાલકને ઢોર માર્યો.  3 કર્મચારીઓએ મળીને પટ્ટા જેવી વસ્તુથી માર માર્યો. વીડિયો ભરૂચ પાસેના ટોલનાકાનો હોવાનું અનુમાન છે. મારામારી કેમ થઇ તે અંગેની હકીકત સામે નથી આવી

  • 22 Sep 2024 12:28 PM (IST)

    ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર ક્લિનરને ગંભીર ઈજા

    ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.  અકસ્માત બાદ ટ્રક પલટી ગયો.  એક  ડ્રાઇવર અને એક ક્લીનરને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાના પગલે સાપુતારા વધઈ ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે.  હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

  • 22 Sep 2024 11:56 AM (IST)

    અમેરિકાના અલબામા માં ફાયરિંગમાં 4 લોકોના મોત

     

    અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. અલબામાં કરાયેલી ગોળીબારીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના પર પોલીસે તપાસ હાથ ધરી છે.


  • 22 Sep 2024 11:55 AM (IST)

    અમદાવાદ: રીલની ઘેલછામાં યુવાનો ભૂલ્યા ભાન

    અમદાવાદ: રીલની ઘેલછામાં ફરી યુવાનો ભાન ભૂલ્યા છે અને જોખમી રીતે કાર હંકારી રીલ બનાવવાનો વીડિયો વાયરલ થયો છે. અજિત મિલ ચાર રસ્તા નજીકનો વીડિયો હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં લાઈકના ચક્કરમાં યુવાનો હદ વટાવી રહ્યા છે. વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ચાલુ વાહને રીલ બનાવી હતી. રીલના ચક્કરમાં અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.

  • 22 Sep 2024 11:51 AM (IST)

    જામનગર: એક શખ્સે દારૂ પીને કર્યું ધીંગાણું

    જામનગરમાં એક શખ્સે દારૂ પીને બબાલ કરતો જોવા મળ્યો. દારૂના નશામાં આખા વિસ્તારને બાનમાં લીધો. દિગજામ સર્કલ પાસે નશામાં ધૂત આ શખ્સનો વીડિયો વાયરલ થયો છે. નશાખોર પોતાને આર્મીમેન હોવાનું જણાવતો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને નશેડીની ધરપકડ કરી હતી.

  • 22 Sep 2024 11:28 AM (IST)

    ભારતની અમેરિકા સાથે મેગા ડ્રોન ડીલ,  કોલકાતામાં સ્થપાશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

     

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને નવો આયામ આપ્યો છે. ભારતે આકાશ અને સમુદ્રની સુરક્ષા માટે અમેરિકા પાસેથી 31 ગાર્ડિયન ડ્રોન ખરીદ્યા છે અને કોલકાતામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે.

  • 22 Sep 2024 11:27 AM (IST)

    શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર, ડાબેરી દિસાનાયકે બનશે નવા રાષ્ટ્રપતિ

     

    અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ હશે. વર્તમાન પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘે ત્રીજા સ્થાને પાછળ રહી ગયા છે. સાજીથ પ્રેમદાસા ફરી એકવાર મુખ્ય વિપક્ષી નેતાના રોલમાં જોવા મળશે.

  • 22 Sep 2024 11:26 AM (IST)

    કાનપુરમાં ફરી એકવાર ટ્રેન પલટવાનું સામે આવ્યુ ષડયંત્ર, રેલ્વે ટ્રેક પરથી નાનો ગેસ સિલિન્ડર મળ્યો

     

    કાનપુરમાં રેલવે ટ્રેક પર ફરી એકવાર નાનો LPG સિલિન્ડર મળ્યો છે. જોકે, સિલિન્ડર સાથે અથડાતા પહેલા જ લોકો પાયલોટે માલગાડીને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ પહેલા કાલિંદી એક્સપ્રેસના આગળના ટ્રેક પર એલપીજી સિલિન્ડર સિવાય પેટ્રોલ અને ગનપાઉડર પણ જોવા મળ્યા હતા.

  • 22 Sep 2024 10:12 AM (IST)

    નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 137.81 મીટર થઈ

    નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 137.81 મીટર થઈ.  ડેમની સંપૂર્ણ સપાટી 138.68 મીટરથી માત્ર 87 સેમી દૂર છે. ઉપરવાસમાંથી 95 હજાર 394 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 64 હજાર 746 ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખૂલ્લો છે. વડોદરા,  ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર છે.

     

  • 22 Sep 2024 09:49 AM (IST)

    બોટાદ: ઢસાના લંપટ શિક્ષક સામે આક્રોશ, ગામલોકોએ કર્યો ચક્કાજામ

    બોટાદઃ ઢસાના લપંટ શિક્ષક સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામલોકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો. વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષક સામે ગામલોકોમાં ભારોભાર આક્રોષ છે. સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. શિક્ષક સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉગ્ર માગ છે.

  • 22 Sep 2024 09:32 AM (IST)

    પંચમહાલ: ગોધરા શહેર એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં

    પંચમહાલ: ગોધરા શહેર એ ડિવિઝનના PI પી.એમ.જુડાલ શંકાના દાયરામાં આવી છે.  PI પી.એમ.જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલા લેવાનો આદેશ કર્યો. PI પી.એમ જુડાલની બદલી કરી LIB શાખામાં મુકાયા. ચોરીના કેસમાં PI જુડાલે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યુ. જ્વેલર્સના શોરૂમમાંથી ઘરેણાની ચોરીના મુખ્ય આરોપી નિમેશ ઠકવાણીને બચાવ્યાનો આરોપ છે. ગત ચોથી ઓગસ્ટે ધનરાજ જ્વેલર્સના શો રૂમમાં 1.26 કરોડના ઘરેણાંની ચોરી થઈ હતી.

    આરોપીની આગોતરા જામીન અરજી પર ફેંસલો આવે તે પહેલા આરોપીને ઝડપી તે જ દિવસે કોર્ટમાં રજૂ કરી જામીન મળી જાય તે પ્રકારની કાર્યવાહી કરી જામીન અપાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું, તપાસ અધિકારી પી.એમ.જુડાલે આરોપીના વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ કોર્ટે નોંધ્યું. આરોપી નિમેષ ઠકવાણીના જામીન મંજુર કરનાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પણ પ્રોપર મેનરમાં એક્ટ ન કર્યું હોવાનું પણ ગોધરા સેશન કોર્ટ જજે નોંધ્યુ છે.

  • 22 Sep 2024 09:30 AM (IST)

    સુરત: નકલી કસ્ટમ અધિકારીની વધુ એક ઠગાઇ આવી સામે

    સુરત: નકલી કસ્ટમ અધિકારીની વધુ એક ઠગાઇ સામે આવી. સ્યાદલા ગામે 3.54 લાખથી વધુનું ડીઝલ પૂરાવી પૈસા ન આપ્યા. પોતે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર હોવાનું કહી ઠગાઇ આચરી. અલગ અલગ વાહનો મોકલી ઉધારમાં ડીઝલ પુરાવી દીધુ. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. પેટ્રોલ પંપ માલિકે કિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પોલીસે ટ્રાન્ફર વોરંટના આધારે આરોપીને પકડવાની કવાયત હાથ ધરી.

  • 22 Sep 2024 08:48 AM (IST)

    અમેરિકાઃ PM મોદી ન્યુયોર્ક પહોંચ્યા, અનેક દ્વિપક્ષીય બેઠકમાં થશે સામેલ

    અમેરિકાઃ PM મોદી ન્યુયોર્ક પહોંચ્યા છે. આજે ન્યુયોર્કમાં અનેક દ્વિપક્ષીય બેઠકમાં તેઓ સામેલ થશે. પીએમ મોદી UNની સમિટમાં પણ હાજરી આપશે. આજે રાત્રે 9.30એ પીએમ મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

  • 22 Sep 2024 08:38 AM (IST)

    માઉન્ટ આબુમાં ફરી રીંછનું ટોળું જોવા મળ્યું

    માઉન્ટ આબુમાં ફરી રીંછનું ટોળું જોવા મળ્યું. એકસાથે ચાર રીંછ લટાર મારતા નજરે પડ્યા. દેલવાડા જવાના માર્ગ પર રીંછની લટારથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક પર્યટકો તેમની કાર ઊભી રાખી મોબાઇલ કેમેરામાં  દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા.

  • 22 Sep 2024 08:37 AM (IST)

    કચ્છમાં ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રની કાર્યવાહી

    કચ્છમાં ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રએ કાર્યવાહી કરતા પાણીના વહેણ પર થયેલા દબાણ જેસીબી દ્વારા દૂર કરાયા છે. ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું. 2 જેટલી દરગાહ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના ભાગરૂપે ફિલાડેલ્ફિયા પહોંચ્યા છે.પીએમ મોદીએ આજે ભારતીય સમય અનુસાર 9:30 વાગ્યે તેઓ ન્યૂયોર્ક સિટીમાં યુએસ કાર્યક્રમને સંબોધિત કરશે.

આજે પીએમ મોદી અને જો બાઈડન સાથે મુલાકાત કરશે. બાઈડન સાથે દ્વીપક્ષીય મંત્રણા થશે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શપથ લીધા. શપથ પૂર્વે તેઓ કેજરીવાલને પગે લાગ્યા હતા. આતિશી સાથે 5 મંત્રીઓએ પણ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા

ગુજરાતમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષક સકંજામાં આવી ગયો છે. તેની સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યુ આ રાક્ષસી કૃત્ય છે નહીં ચલાવી લેવામાં આવે. આ તરફ સુસતના સરથાણામાં નકલી ચલણી નોટ છાપતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રૂપિયા 100ના દરની નક્લી નોટો છપાતી હતી. ત્રણ ઈસમની ધરપકડ કરવામાં આવી છે.