22 ઓક્ટોબરના મહત્વના સમાચાર : એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

આજે 22 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 ઓક્ટોબરના મહત્વના સમાચાર : એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો
| Edited By: | Updated on: Oct 22, 2026 | 8:37 AM

LIVE NEWS & UPDATES

  • 22 Oct 2026 08:37 AM (IST)

    ભરૂચ જામા મસ્જિદ વિવાદ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી, ભગવાન મલ્લિનાથની મૂર્તિને સુરક્ષા આપવાની માગ

    ભરૂચની ચર્ચિત જામા મસ્જિદના ઐતિહાસિક અસ્તિત્વને લઈને ચાલી રહેલા વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે જામા મસ્જિદ તરીકે ઓળખાતું સ્થળ વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર હતું અને તેને અશ્વબોધ તીર્થ અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું હોવાનો પણ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, જૂન 2026માં સ્થળના ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાના સમર્થનમાં કોર્ટ સમક્ષ વીડિયો લિંક પણ રજૂ કરવામાં આવી છે. અરજદારોએ મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના સ્તંભોને નુકસાન થતું હોવાની રજૂઆત કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવાની માગ કરી છે. અગાઉની સુનાવણી દરમિયાન આ મામલે ASIના નિષ્ણાત અધિકારીને કોર્ટમાં હાજર રાખવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. હવે આ વિવાદમાં કોર્ટની સુનાવણી અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

  • 22 Oct 2026 08:19 AM (IST)

    ગુજરાતમાં વીજમાગમાં 2 હજાર મેગાવોટનો ઘટાડો, ખેતીવાડી ક્ષેત્રે વપરાશ ઊંચો

    ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજકાપને કારણે રાજ્યમાં વીજમાગમાં ઘટાડો નોંધાયો છે. ગત સપ્તાહે રાજ્યમાં વીજમાગ 29,800 મેગાવોટ સુધી પહોંચી હતી, જે બુધવારે ઘટીને 27,800 મેગાવોટ થઈ હતી. આમ, વીજમાગમાં આશરે 2 હજાર મેગાવોટનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ખેતીવાડી ક્ષેત્રે વીજળીનો વપરાશ ઊંચો રહ્યો છે અને અંદાજે 12 હજાર મેગાવોટ જેટલી વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. રાજ્યમાં વીજમાગ ઘટવા પાછળ વિવિધ જિલ્લાઓમાં થઈ રહેલા વીજકાપની અસર મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં પણ વીજમાગની આ સ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા છે.


  • 22 Oct 2026 07:37 AM (IST)

    અંબાજીમાં મારામારી અને હથિયારો સાથે અસામાજિક તત્ત્વોનો આતંક, 8 આરોપી ઝડપાયા

    અંબાજી વિસ્તારમાં મારામારી અને હથિયારો સાથે અસામાજિક તત્ત્વોના આતંકની ઘટનાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્ત્વોના આતંકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાલુ વાહન પર બે યુવકોને પટ્ટા વડે માર મારવામાં આવતો હોવાનું જોવા મળે છે. આ મામલે આબુ રોડ પોલીસે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.

  • 22 Oct 2026 07:36 AM (IST)

    Asian Para Games: સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

    ભારતની સુવર્ણા રાજે ગુરુવારે એશિયન પેરા ગેમ્સમાં મહિલા F54 ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં 15.66 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

આજે 22 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:35 am, Thu, 22 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.