22 નવેમ્બરના મહત્વના સમાચાર :  SIR કામગીરી સમયે વડોદરામાં સહાયક BLOની લથડી તબિયત,  હાર્ટ એટેકથી મોતનો પરિજનોનો દાવો, તો ગોધરાના શિક્ષકે આપી આત્મહત્યાની ચીમકી

આજે 22 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 નવેમ્બરના મહત્વના સમાચાર :  SIR કામગીરી સમયે વડોદરામાં સહાયક BLOની લથડી તબિયત,  હાર્ટ એટેકથી મોતનો પરિજનોનો દાવો, તો ગોધરાના શિક્ષકે આપી આત્મહત્યાની ચીમકી
| Edited By: | Updated on: Nov 22, 2025 | 9:03 PM

આજે 22 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Nov 2025 09:00 PM (IST)

    સુરત: બારડોલીમાં બેફામ લક્ઝરી ચાલકનો આતંક

    સુરત: બારડોલીમાં બેફામ લક્ઝરી ચાલકનો આતંક સામે આવ્યો છે. ધૂલીયા ચોકડી રોડ પર ખાનગી લક્ઝરી બસે અકસ્માત સર્જ્યો છે. રસ્તાની બાજુએ ઊભેલી લારીનું કચ્ચરઘાણ નિકળ્યું છે. બસ ચાલકે બુલડોઝર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી કાર્યવાહી શરુ કરી છે.
    અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.

  • 22 Nov 2025 08:50 PM (IST)

    રાજકોટ: કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

    રાજકોટ: કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. જાગનાથ વિસ્તારમાં એક્ટિવા ચાલક કારની અડફેટે આવ્યો. એક્ટિવા ચાલક ફોન કાઢવા જતાં કારની અડફેટે આવ્યો. બંને વાહન ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક જમીન પર પટકાતા સામાન્ય ઈજા પહોંચી છે. સદનસીબે વાહનની સ્પીડ ધીમી હોવાથી જાનહાની ટળી છે. અકસ્માતની ઘટનાના CCTV  પણ સામે આવ્યા છે.


  • 22 Nov 2025 08:35 PM (IST)

    સાસણ ગીરમાં બાળ સિંહનો મસ્તી કરતો અદ્દભૂત વીડિયો આવ્યો સામે

    ગુલાબી ઠંડીની સવારે સિંહ બાળ મસ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના સાસણ ગીર સેન્ચુરી જંગલમાં મસ્તી કરતા સિંહ બાળનો અદભૂત વીડિયો સામે આવ્યો.આ નજારો જોઈને જંગલ સફારી કરી રહેલા પ્રવાસીઓ પણ અભિભૂત થયા. વહેલી સવારે સિંહ પરિવાર સાથે સિંહ બાળ વૃક્ષો પર ચડીને મસ્તી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

  • 22 Nov 2025 08:20 PM (IST)

    મહેસાણા: વિજાપુરમાં ધો-2ની બાળકીની છેડતીનો આરોપ

    મહેસાણા: વિજાપુરમાં અજાણ્યા શખ્સ સામે ધો-2ની બાળકીની છેડતીનો આરોપ તેના સ્વજનોએ લગાવ્યો છે. શાળાની પાછળ લઈ જઈ બાળકી સાથે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યુ હતુ. ITIના વિદ્યાર્થીએ આવું કૃત્ય કર્યુ હોવાનો વાલીઓનો દાવો છે.
    બાળકીએ માતાને જાણ કરતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું હતુ. જેમા  બાળકી હાલ સ્વસ્થ હોવાનુ સામે આવ્યુ છે. કોણે અને શેનું ઈન્જેક્શન આપ્યું તે મામલે તપાસ તેજ થઈ છે. પોલીસ શાળાની આસપાસના CCTVની તપાસ કરી રહી છે. અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તરફ વાલીઓનો આરોપ છે કે અજાણ્યા ઈસમે બાળકીને શાળાની પાછળ લઈ જઈ તેના ખભે હાથ મુક્યો હતો. અને પછી કોણીની ઉપરના ભાગે ઈન્જેક્શન આપ્યું હતું. બાળકીએ સમગ્ર મામલે તેની માતાને જાણ કરી હતી. જે બાદ તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ. બાળકી હાલ સ્વસ્થ છે. પરંતુ, તેને શેનું ઈન્જેક્શન અપાયું. અને ઈન્જેક્શન આપવા પાછળનો હેતું શું હતો. તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ઘટના બાદ પરિવારજનો પોલીસ સ્ટેશન એકઠા થયા હતા.

  • 22 Nov 2025 08:00 PM (IST)

    દાંતીવાડાના સીપુ ડેમની કેનાલો બની બિસમાર

    બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમની કેનાલો સહિતની અન્ય કેનાલો પણ બિસ્માર થતા જગતના તાતને આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ખેડૂતો દ્વારા કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવાઈ રહ્યા છે. સાથે જ કેનાલના સમારકામની વાતો માત્ર કાગળ પર જ હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. તો બીજી તરફ સીપુ યોજનાના અધિકારીએ કેનાલના સમારકામ અંગે મૌન સેવતા પણ સવાલ ઉઠ્યા છે.

  • 22 Nov 2025 07:40 PM (IST)

    સુરત: લિફ્ટ તૂટતા 2 કામદારોના મોત

    સુરત લિફ્ટ તૂટતા 2 કામદારોના મોત થયા છે. ઓલપાડની સાયણ GIDCમાં આ દુર્ઘટના બની હતી. કંપનીમાં કામદારો દ્વારા માલ ચડાવતા સમયે લિફ્ટ તૂટી પડી હતી.  બંને પરપ્રાંતીય કામદારો હોવાની ચર્ચા છે. ઓલપાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 22 Nov 2025 07:28 PM (IST)

    નવસારીના ઘેજ ગામેથી SOGએ નકલી આર્મીમેનની ધરપકડ

    નવસારીના ઘેજ ગામેથી SOGએ નકલી આર્મીમેનની ધરપકડ કરી. આરોપી 5 રાજપૂત રેજીમેન્ટનું નકલી ઓળખકાર્ડ બનાવી ફરતો હતો. આરોપી પાસેથી રિવોલ્વર કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપી ઘનશ્યામ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. આરોપીની પત્ની જિલ્લા ભાજપ મહિલા મોર્ચાની ઉપપ્રમુખ છે. પોલીસે અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • 22 Nov 2025 07:20 PM (IST)

    મહીસાગર: દારૂની હેરાફેરીમાં પોલીસકર્મી પકડાયો

    મહીસાગર: દારૂની હેરાફેરીમાં પોલીસકર્મી પકડાયો. બુટલેગર સાથે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસકર્મીની
    પોલીસે રાકાકોટ ચોકડી પાસે કારની તપાસ કરી હતી. રાજસ્થાનથી ગુજરાત દારૂનો જથ્થો લવાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી.

  • 22 Nov 2025 07:00 PM (IST)

    બનાસકાંઠામાં શિયાળુ પાક લેવા માટે ખેડૂતોએ કરી પાણીની માગ

    હવે બનાસકાંઠાના ખેડૂતોમાં પાણી પોકાર ઉઠ્યો છે. કમોસમી વરસાદથી ખેતરોમાં તારાજી સર્જાયા બાદ ખેડૂતો હવે શિયાળું પાકના વાવેતર માટે પાણીની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે બહુમૂલી જમીન ડેમ બનાવવા માટે સરકારને આપી દીધી છે. છતાં પણ ડેમનું પાણી કેનાલમાં ન છોડાતા ધરતીપુત્રોને માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે.

  • 22 Nov 2025 06:30 PM (IST)

    સુરતઃ સસરાએ જ કરી જમાઈની હત્યા

    સુરતઃ ચોકબજાર નજીક ફૂલવાડી વિસ્તારમાં સસરાએ જ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો છે. ચપ્પુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી નાખી, સસરા અને જમાઈ વચ્ચે  બબાલ થઈ હતી. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી સસરા અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી અને સસરાએ ચપ્પુના ઘા ઝીંકતા જમાઈનું મોત થયું છે

  • 22 Nov 2025 06:10 PM (IST)

    જસદણમાં SIR ની કામગીરીને કારણે શૈક્ષણિક કાર્યમાં ખલેલ

    મતદાર યાદી સુધારણાની કામગીરીના કારણે રાજ્યભરમાં શિક્ષકો પર ભારણ વધ્યું છે અને તેની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં BLOએ “SIR”ની કામગીરી તો બહુ સારી રીતે કરી છે. પરંતુ બીજી તરફ શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચી છે. ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં BLO ફરજથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ છે.  ધોરણ 1, ધોરણ 6, અને ધોરણ 8 શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ ભણવા મજબૂર બન્યા છે.

  • 22 Nov 2025 05:50 PM (IST)

    ભારત સરકારે બહાર પાડ્યો ₹ 200નો ચાંદીનો સિક્કો

    ખેડાના વડતાલમાં સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરનો દ્વિ-શતાબ્દી મહોત્સવ હતો. જે નિમિતે સરકારે ₹ 200નો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો. મુંબઇની ટંકશાળમાં તૈયાર થયેલો આ સિક્કો 99.9 ટકા ચાંદીથી બનેલો છે. જેનું વજન 40 ગ્રામ છે. તેના પર ભવ્ય વડતાલ મંદિરની દિવ્ય પ્રતિકૃતિ અંકિત કરાઇ છે. આ સિક્કા પર મંદિરની સ્થાપનાનો વર્ષ 1824 અને દ્વિ-શતાબ્દી પર્વ 2024નું પણ અંકન છે. જે વડતાલધામનું ગૌરવ વધારે છે. ઉલ્લેખનીય છે ભારત સરકારે બહાર પાડેલો આ પ્રથમ એવો સિક્કો છે. જેના પર સ્વામિનારાયણના કોઇ મંદિરની પ્રતિકૃતિ દર્શાવી હોય.

  • 22 Nov 2025 05:30 PM (IST)

    ન્યુટ્રલ ગિયરમાં વાહન મુકતા પહેલા ધ્યાન રાખજો

    જો તમે ટ્રેક્ટરને ન્યુટ્રલ ગિયરમાં મુકતા હો તો આ ખાસ વાંચજો. સાબરકાંઠામાં ટ્રેક્ટરનો વિચિત્ર અકસ્માત થયો છે. ટ્રેક્ટર અચાનક રિવર્સ આવતા ખેડૂત નીચે કચડાયો. હિંમતનગરના કાંકણોલ ગામે ઘર આંગણે જ આ દુર્ઘટના બની. ન્યુટ્રલ ગિયરમાં રહેલું ટ્રેક્ટર અચાનક પાછળની તરફ આવ્યું અને ઘરની બહાર ઉભેલા ખેડૂત ટ્રેક્ટર નીચે કચડાતા ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી ખેડૂતને હોસ્પિટલ ખસેડ્યાં

  • 22 Nov 2025 05:11 PM (IST)

    કચ્છ: ભચાઉ નજીક નમસ્કાર તીર્થમાં ચોરીની ઘટના

    કચ્છ: ભચાઉ નજીક નમસ્કાર તીર્થમાં ચોરીની ઘટના ઘટી છે. ગત મોડી રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે ચોરો ચોરી કરી ફરાર  થયા હતા. અજાણ્યા ચોરોએ તીર્થધામમાં ઘૂસી હાથફેરો કર્યો છે. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 22 Nov 2025 05:10 PM (IST)

    સુરત: સરથાણામાં મહિલા તબીબના આપઘાતથી ચકચાર

    સુરત: સરથાણામાં મહિલા તબીબના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે ઝંપલાવ્યું હતુ. મૃતક ફિઝીયોથેરાપીસ્ટ તબીબ પોતાનું ક્લિનિક ચલાવતી હતી. લગ્નના બે મહિના પહેલા તબીબે જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    જો કે અજાણ્યા કારણસર મહિલા તબીબે જીવન ટૂંકાવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો. કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે મહિલા તબીબના કાકા અને મંગેતરને પણ ખ્યાલ ન હોવાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે મહિલા તબીબના આપઘાતનો ભેદ ઉકેલવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

  • 22 Nov 2025 05:08 PM (IST)

    પંચમહાલ: BLOની આપઘાતની ચીમકીનો વીડિયો વાયરલ થતા તંત્ર થયુ દોડતુ

    પંચમહાલ: ગોધરામાં BLOએ આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષકે આપઘાતની ચીમકીનો વીડિયો વાયરલ કરતા તંત્ર દોડતું થયું છે.
    ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીએ રૂબરૂ શિક્ષકની ફરિયાદ સાંભળી છે. શિક્ષકે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને રજૂઆત કરી છે. BLO સાથે સહાયક BLOની નિમણૂક તંત્ર દ્વારા કરાઈ હોવાનું ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યુ છે. SIRની કામગીરી માટે સરપંચ, પાલિકાના સભ્યો, કાર્યકરો પણ મદદ કરશે, તેવુ તેમણે જણાવ્યુ હતુ.

     

  • 22 Nov 2025 05:04 PM (IST)

    પંચમહાલ: ગોધરામાં BLOએ આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ

    પંચમહાલ: ગોધરામાં BLOએ આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. BLO એ SIRની કામગીરીને લઈ અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો BLOનો આક્ષેપ છે. શિક્ષકે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ રજૂઆત કરી છે. મોડીરાત સુધી SIRની કામગીરી કરવા છતાં હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે.

    BLOનો આક્ષેપ છે કે મોડી રાત સુધી SIRની કામગીરી કરાવે છે. નિષ્ઠાપૂર્વક કામગીરી કરીએ પણ છીએ પરંતુ ઉચ્ચ અધિકારીઓ દબાણ કરે છે કે આજના દિવસમાં 200 ફોર્મ ગમે તે સ્થિતિમાં પૂરા કરવાના. જેનો BLOએ વિરોધ પણ કર્યો અને આખરે કંટાળીને આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.

  • 22 Nov 2025 02:53 PM (IST)

    ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 11 ગૂમ વ્યક્તિઓને શોધવામાં આવ્યા

    ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગૂમ વ્યક્તિઓને શોધવામાં આવ્યા. ઑપરેશન મિલાપ હેઠળ 11 જેટલા ગૂમ વ્યક્તિઓને શોધી કઢાયા. 2007થી 2025 સુધી ગૂમ થયેલા 11 લોકોનું પરિવાર સાથે મિલન કરાવાયો. હ્યુમન અને ટેકનિકલ માધ્યમનો ઉપગોગ કરી શોધી કઢાયા. ખોવાયેલા પરિજન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 22 Nov 2025 02:27 PM (IST)

    રાજકોટઃ BLOની કામગીરી મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન

    રાજકોટઃ BLOની કામગીરી મુદ્દે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ. NSUIના કાર્યકર્તાઓ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. શિક્ષકો પરનું ભારણ દૂર કરવા NSUIની માગણી SIRની કામગીરીથી ભણતરને અસર થતી હોવાનો આરોપ છે. શિક્ષક કામગીરીમાં વ્યસ્ત હોવાથી બાળકો અભ્યાસથી વંચિત. NSUI પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી ફકરો લખો.

  • 22 Nov 2025 02:04 PM (IST)

    મહેસાણા: ધો-2માં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે આપ્યું ઈન્જેક્શન

    મહેસાણાના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના ધો-2માં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું. શાળાની પાછળ લઈ જઈ 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું. બાળકીએ માતાને જાણ કરતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ. બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું, બાળકી હાલ સ્વસ્થ છે. કોણે અને શેનું ઈન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ શાળાની આસપાસના CCTVની તપાસ કરી રહી છે. અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

  • 22 Nov 2025 01:59 PM (IST)

    કચ્છઃ તળાવમાં ડૂબવાથી 2 કિશોરના મોત

    કચ્છઃ તળાવમાં ડૂબવાથી 2 કિશોરના મોત થયા છે. ગઈકાલે લાખાપરમાં તળાવમાં કિશોર ડૂબ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી.

  • 22 Nov 2025 01:43 PM (IST)

    દીવ: હોટેલ કેશવમાં હનીટ્રેપ મામલે મુખ્ય આરોપી ઝડપાયો

    દીવ: હોટેલ કેશવમાં હનીટ્રેપ મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે. 11 મહિનાથી ફરાર આરોપીની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી. હોટેલમાં હનીટ્રેપ, સેક્સટોર્શનનો પર્દાફાશ થયો હતો. સ્પાઈ કેમેરાથી વીડિયો બનાવી લોકોને બ્લેકમેલ કરતા હતા. લોકોને ધમકીઓ આપીને આરોપીઓ પૈસા પડાવતા હતા. પોલીસે મુખ્ય આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં.

  • 22 Nov 2025 01:17 PM (IST)

    પંચમહાલ: ગોધરામાં BLOએ આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ

    પંચમહાલમાં, ગોધરા વિસ્તારના BLOએ SIR કામગીરી અંગે માનસિક દબાણ અને હેરાનગતીનો આરોપ લગાવતાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. SIRની કામગીરીને લઈ અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ છે. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો BLOનો આક્ષેપ છે.

  • 22 Nov 2025 12:28 PM (IST)

    મોરબી: ઘુડખર અભ્યારણ્ય નજીક પાણીના સેમ્પલ લેવાયા

    મોરબી જિલ્લામાં ઘુડખર અભ્યારણ્યને લગતી ચિંતાઓ વચ્ચે હળવદના કીડી નજીકથી દૂષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. કેમિકલ માફિયાઓ દ્વારા અભ્યારણ્યની આસપાસ ઝેરી પાણી છોડવામાં આવે છે એવી આશંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ દૂષિત પાણીનો પ્રભાવ વધી રહ્યો છે તો રક્ષિત પ્રાણી ઘુડખર લુપ્ત થવાનો ખતરો ઊભો થઈ શકે છે. આશંકા વ્યક્ત થઈ રહી છે કે કેટલાક બેફામ તત્વો ટેન્કરમાં દૂષિત પાણી ભરી અભ્યારણ્ય વિસ્તારમાં છોડતા હોઈ શકે છે. હાલ લીધેલા સેમ્પલની તપાસ ચાલુ છે અને રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 22 Nov 2025 12:16 PM (IST)

    જમ્મુમાં ડ્રગ માફિયાઓને ફટકો: બિશ્નાહમાં ડ્રગ તસ્કરના ભાઈનું ઘર તોડી પાડવામાં આવ્યું

    જમ્મુના બિશ્નાહ શહેરમાં ડ્રગ તસ્કરના ભાઈના ઘર પર મોટી કાર્યવાહી કરવામાં આવી. તેના ઘરને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો.

  • 22 Nov 2025 11:55 AM (IST)

    અમદાવાદ: ટ્રાફિક પોલીસે ટ્રેકટર ચાલકને આપ્યો હેલમેટ નહીં પહેરવાનો મેમો

    અમદાવાદ: ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવી છે. ટ્રેકટર ચાલકને આપ્યો હેલમેટ નહીં પહેરવાનો મેમો આપ્યો. ટ્રાફિક પોલીસે આપેલો મેમો સો. મિડિયામાં વાયરલ થયો છે. ₹500ની દંડની જોગવાઈનો મેમો આપવામાં આવ્યો. 31 ઓક્ટોબર, 2025ના રોજ ટ્રાફિક વિભાગ દ્વારા આ મેમો આપવામાં આવ્યો છે. પરંતુ, હાલ તે સો. મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

  • 22 Nov 2025 11:29 AM (IST)

    અમદાવાદ: મીરા સિનેમા પાસે ચીલઝડપનો બનાવ

    અમદાવાદ: મીરા સિનેમા પાસે ચીલઝડપનો બનાવ બન્યો છે. વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચીને લૂંટારુ ફરાર થયા. સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી.પોલીસે બે લૂંટારુ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

  • 22 Nov 2025 10:32 AM (IST)

    દિલ્લી આતંકી હુમલાના કેસમાં સૌથી મોટો ખુલાસો

    દિલ્લી આતંકી હુમલા કેસમાં તપાસ એજન્સીઓને સૌથી મોટો ખુલાસો ત્યારે થયો, જ્યારે ધરપકડ કરાયેલા આતંકી મુજમ્મિલે મહત્વપૂર્ણ કબૂલાત કરી. તેણે જણાવ્યું કે વર્ષ 2023માં દિલ્લી સહિત અનેક શહેરોમાં મોટા પાયે વિસ્ફોટ કરવાનો ષડયંત્ર રચાયો હતો અને ગયા બે વર્ષથી આતંકીઓ વિસ્ફોટક સામગ્રી એકત્રિત કરી રહ્યા હતા. મુજમ્મિલ પર એમોનિયમ નાઈટ્રેટ અને યુરિયા જેવી વસ્તુઓ ખરીદવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે ગુરુગ્રામ અને નૂંહમાંથી કુલ 26 ક્વિન્ટલ NPK ખાતર ₹3 લાખમાં ખરીદ્યું હતું. આ ખાતરને વિસ્ફોટકમાં રૂપાંતરિત કરવાની જવાબદારી ડૉ. ઉમર પાસે હતી, જેણે વિસ્ફોટ માટે જરૂરી કેમિકલ અને રિમોટ સિસ્ટમ પણ તૈયાર કરી હતી. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને તેમની યોજનાઓને લઈ વધુ તપાસ કરી રહી છે.

  • 22 Nov 2025 10:14 AM (IST)

    સુરત: ફિલ્મમાં કામની લાલચે કરોડો પડાવનાર ભેજાબાજ ઝડપાયા

    સુરતમાં ફિલ્મ અને વેબ સિરીઝમાં કામ અપાવવાની લાલચ આપી કરોડોની છેતરપીંડી કરનાર ઠગો આખરે પોલીસના જાળમાં ચઢ્યા. દિલ્હીની એક ભેજાબાજ ટોળકીએ વેસુ વિસ્તારમાં સાડીના વેપારીને ચક્કરામાં પાડી ફિલ્મમાં કામ અપાવવાનો બહાનો બનાવી કુલ 1.71 કરોડ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા મેળવી ‘બંટી–બબલી’ શૈલીની આ ટોળકી ફરાર થઈ જતા આખું પ્રકરણ બહાર આવ્યું. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તકેદારીપૂર્વક તપાસ ચલાવી અને આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ હવે આ ગેંગે અન્ય કોઇ સાથે છેતરપીંડી કરી હોય તેની પણ તપાસ કરી રહી છે.

  • 22 Nov 2025 10:07 AM (IST)

    સુરત: સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર

    સુરત: સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી નીચે ઝંપલાવ્યું. લગ્નના બે મહિના પહેલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી.

  • 22 Nov 2025 09:16 AM (IST)

    અમેરિકાના કૈરોલિનામાં ફાયરિંગની ઘટના, અનેકના મોતની આશંકા

    અમેરિકાના કૈરોલિનામાં ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના નોર્થ કૈરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગ. ફાયરિંગમાં અનેક લોકોના મોતની આશંકા છે. ક્રિસમસના કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયુ.

  • 22 Nov 2025 08:45 AM (IST)

    રાજકોટ: જસદણ બાયપાસ રોડ પર અકસ્માત

    રાજકોટ: જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી. રાતના અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતા અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો. બાઈક ચાલકને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.

  • 22 Nov 2025 07:49 AM (IST)

    આજથી દેશભરમાં નવો શ્રમ કાયદો લાગૂ

    આજથી દેશભરમાં નવો શ્રમ કાયદો લાગૂ થશે. દરેક કામદારોને સમયથી ઓછામાં ઓછા વેતનની ગેરંટી. નવા કાયદામાં યુવાનોને નિયુક્તિ પત્રની પણ ગેરંટી મળશે. મહિલા કામદારોઓને સમાન વેતન સાથે સન્માનની ગેરંટી, દેશના 40 કરોડ કામદારોને મળશે સામાજીક સુરક્ષા, 40થી વધુ વયના કામદારોને વાર્ષિક મફત આરોગ્ય ચેકઅપની ગેરંટી મળશે. શ્રમિકોને હવે ઓવરટાઇમ બદલ  ડબલ પગાર મળશે. જોખમી કામવાળા કામદારોને 100 ટકા હેલ્થ સિક્યોરિટીની ગેરંટી મળશે.

  • 22 Nov 2025 07:31 AM (IST)

    PM મોદીના દક્ષિણ આફ્રિકા પ્રવાસનો બીજો દિવસ

    PM મોદીના દક્ષિણ આફ્રિકા પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદી આજે G20 સમિટમાં સામેલ થશે. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય પર વાત કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે PM મોદીએ મુલાકાત કરી. અનેક દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષિય વાટાઘાટો કરશે.

  • 22 Nov 2025 07:29 AM (IST)

    પંચમહાલઃ હાલોલ-ગોધરા બાયપાસ પર અકસ્માત

    પંચમહાલઃ હાલોલ-ગોધરા બાયપાસ પર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. અન્ય ગંભીર ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે.

Published On - 7:28 am, Sat, 22 November 25