સ્ટેટ GSTએ બીઝનેસ ટૂ કન્ઝ્યુમર સેક્ટર પર દરોડા પાડીને રૂપિયા 3.53 કરોડની કરચોરી પકડી પાડી છે. સ્ટેટ જીએસટીએ બીટૂસી સેક્ટર માં 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. બિલ વિનાના વેચાણ મામલે તપાસ માં બહાર આવી કરચોરી. અમદાવાદ, ડાંગ અને નડીયાદ ના 7 વ્યાપારીઓના ત્યાં સ્ટેટ જીએસટી એ પાડ્યા હતા દરોડા. સલુનમાં રૂપિયા 53 લાખ, બેટરીના વેપારી ના 92 લાખ તો તમાકૂના વેપારી ની 2.08 કરોડની કરચોરી પકડાઈ છે.
ગોધરા શહેરના સિંગલ ફળિયા માર્ગ પર મુન્ના ફળિયાની બહાર એક યુવક ઉપર ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં યુવાન લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પડી રહ્યો હતો.જો કે આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.પરંતુ યુવકની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધો હતો.હાલ તો ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા તમામ ઘટના ને લઇ પાંચ જેટલા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સિંગણપોર ગંગોત્રી સોસાયટી વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. ઘરમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. બપોરે દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. પત્નીની ધારિયા વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતા સિંગણપોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પંજાબ: જાલંધરમાં સુરક્ષા એજન્સી અને ગેંગસ્ટરો વચ્ચે અથડામણ થઇ. લખબીર ગેંગના 2 કુખ્યાત ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે. 7 હથિયાર સહિત અનેક કારતૂસ જપ્ત કરાયા. અથડામણમાં બંને તરફથી 50થી વધુ ગોળીઓ ચાલી છે. અથડામણમાં 2 પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત છે.
ખ્યાતિ કૌભાંડને લઇને TV9 પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડી સંચાલકો સાથે સરકારી કર્મચારીઓની મિલિભગતની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં કર્મચારીઓની મિલિભગત હોવાની આશંકા છે. ખ્યાતિ હોસ્પિટલના કર્મચારી સાથે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓના નિયમીત સંપર્કો જાણવા મળ્યા છે.
PMJY અંતર્ગત થયેલા ઓપરેશન અને નાણાની ચૂકવણી અંગે તપાસ થશે.
સુરત: ધોળા દિવસે જ્વેલર્સ શોપમાં લૂંટનો પ્રયાસ થયો છે. ભેસ્તાન ચાર રસ્તા પર આવેલ શાંતિનાથ જ્વેલર્સમાં ત્રણ ઈસમો ચપ્પુ લઈને દુકાનમાં ઘુસી આવ્યા હતા. જ્વેલર્સ માલિક સહિત કર્મચારી ઉપર પણ હુમલો કર્યો હતો. બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલો કરી ફરાર થતાં એક આરોપીને લોકોએ પકડી પાડ્યો.
શેરબજારમાં તોફાની તેજી જોવા મળશે. સેન્સેક્સમાં 2 હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, તો નીફ્ટીમાં 580 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. મંદીના વાતાવરણ વચ્ચે તેજીનું તોફાન.
વડોદરાઃ સતત પાંચમાં દિવસે દબાણોનો સફાયો. પ્રતાપ નગરથી અપ્સરા ટૉકીઝ સુધી દબાણો દૂર કરાયા. દબાણો હટાવતા પાલિકાના અધિકારીઓને સ્થાનિકો સાથે ઘર્ષણ થયુ. વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે રકઝક થઇ.
ખેડા: મહેમદાવાદ શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો છે. દરરોજ 300થી વધુ દર્દીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે છે. મેડિકલ વેસ્ટના કારણે પશુઓને પણ નુકસાન થઇ રહ્યુ છે. ગાય મેડિકલ વેસ્ટ ખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટઃ ઓનલાઇન ગેમિંગ એપે એકનો ભોગ લીધો.ગેમિંગ એપના સટ્ટામાં હારી જતા કોલેજિયન યુવકે આપઘાત કર્યો. શહેરના નાગેશ્વર જૈન દેરાસર પાસે આ ઘટના બની છે. 20 વર્ષના ક્રિષ્ણા પંડિત નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરત: UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો છે. સચિન વિસ્તારમાં રહેતા યુવકે સાતમા માળેથી મોતની છલાંગ લગાવી. લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરમાંથી કૂદીને યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશના હરદ્વારી ગામનો રહેવાસી છે. છેલ્લા 1 મહિનાથી સચિન ખાતે કૈલાસ નગરમાં આવીને રહેતો હતો. UPSCમાં 1 માર્ક્સથી રહી જતા છેલ્લા ઘણા સમયથી યુવક તણાવમાં હતો.
બનાસકાંઠાઃ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરીણામ આવતીકાલે છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતની આશા વ્યકત કરી છે. વાવ બેઠક પર ત્રિપાખીયા જંગ વચ્ચે ભાજપ ઉમેદવારને જીતની આશા છે. ઠાકોર મતદારો પોતાના તરફેણમાં હોવાનો દાવો કર્યો છે. માવજી પટેલને કારણે ભાજપને ફાયદો થયાનો સ્વરૂપજીનો દાવો છે.
ગીર સોમનાથ: આજે ચિંતન શિબીરનો બીજો દિવસ છે. બીજા દિવસે મંત્રીઓ અને અધિકારીઓએ યોગ કર્યા. આજે ડિજીટલ ટેક્નોલોજી પર ભાર મુકાશે. સરકારી સેવાઓમાં ડિજીટલ સુદ્રઢીકરણ પર વકત્વય અપાશે. AI અને ડેટા એનાલિસીસ પર ભાર મુકાશે. અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓની ગ્રુપ મિટીંગો થશે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયુ. 8 શહેરોમાં ઠંડીનો પારો 17 ડિગ્રીથી નીચે છે. ડીસામાં 14, કંડલામાં 14.5, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન છે. રાજકોટમાં 16.6, ભુજમાં 16.8, અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન છે.
આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મોત મામલે નોંધાયેલી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલનાં CEO અને આ કેસના સહ આરોપી ચિરાગ રાજપૂતનાં ઘેર પણ પોલીસ પહોંચી હતી. રિવેરા બ્લૂઝની બી-વિંગના ત્રીજા માળે આવેલા ચિરાગ રાજપૂતના ઘેર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો. તો ઘટનાનાં બીજા દિવસે ચિરાગ રાજપૂતે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી. જો કે હાલ તો તે ફરાર છે.
Published On - 9:09 am, Fri, 22 November 24