આજે 22 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ગીફ્ટ સિટીમાં 4.90 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલે ધરપકડ કરવામાં આવી છે. રતનપુરમાં WTC કોમ્પ્લેક્ષના ટાવરમાં ઓફિસ ખોલી છેતરપિંડી આચરી હતી. ડેટા સ્ટોરેજ સર્વરના બહાને રોકાણકારોની છેતરપિંડી આચરી છે. રોકાણકારોને વિદેશ ટૂર સહિતની લોભામણી લાલચો આપી જાળમાં ફસાવ્યા. 12 જેટલા રોકાણકારોએ 4.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ડભોડા પોલીસે ગુનો નોંધી કોંગ્રેસ પ્રમુખ સહિત બે આરોપીની ધરપકડ કરી. કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને કંપનીના ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરી. બંનેએ ક્લાઉડીજી ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલી હતી. કોંગ્રેસ નેતા અરુણ પટેલ ડાયરેક્ટર તરીકે જોડાયેલ હતો. ગાંધીનગર પોલીસે એસાઈટી રચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. સિમાહોલ પાસે આવેલ એક ખાનગી ક્લિનિકમાં આગનો બનાવ બન્યો હતો. યુનિવર્સલ ફિઝીઓ ક્લિનિકમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 3 ગાડી ઘટનાસ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરી.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની તબિયત લથડી. તબિયત બગડતાં આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર આપવામાં આવી. કલેક્ટરને ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે! હૃદયરોગના હુમલા બાદ કલેક્ટરને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા. આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરાયા. હૃદયની નળીમાં બ્લોકેજની સારવાર લીધી હોવાની પ્રાથમિક માહિતી. હાલ કલેક્ટરની તબિયત સુધારા પર
રાજકોટના જસદણમાં હીટ વેવના કારણે વૃદ્ધનું મોત થયું છે. મુંબઈથી જસદણ દર્શનાર્થે આવેલ વૃદ્ધનું કોઠી ગામે મોત થયું. વધારે તાપમાન લીધે બેભાન છતાં 66 વર્ષના બિંદુ કુમાર ધીરજલાલ થોસીયા નામના વૃદ્ધનું મોત થયું છે. બપોરના સમયે રસ્તા પર નીકળતા વૃદ્ધ બેભાન થયા હતા. બેભાન થતા સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વૃદ્ધનું સારવાર દરમિયાન મોત. મૃત દેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આકરી ગરમીનો અનુભવ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓએ કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમા 43 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજકોટમાં 42.9 ડિગ્રી, અમેરલીમાં 42.3 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
બેંકો સાથે રૂપિયા 119 કરોડથી વધુના છેતરપિંડી કેસમાં CBIના દરોડા. બેંક છેતરપિંડીના 2 કેસમાં 7 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈ અને અમદાવાદમાં 7 સ્થળોએ CBI એ પાડ્યા દરોડા. મેસર્સ શ્રી હરી એક્સટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ જય ફોર્મ્યુલેશન લિમિટેડ સામેના 2 કેસમાં તપાસ. કંપનીના ડાયરેક્ટરના રહેણાક પરિસરમાં દરોડા. દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. બેંક પાસેથી રોકડ ક્રેડિટ અને ટર્મ લોન સુવિધાઓ સંબંધિત કેસમાં પંજાબ નેશનલ બેંકની સાથે 61.98 કરોડની છેતરપિંડી. લોન ભંડોળનો ઉપયોગ કરીને અસુરક્ષિત લોન, સિસ્ટર કંપાનીઓ સાથે વ્યવહાર, ધિરાણકર્તા બેંક સાથે વેચાણને રૂટ ના કરવું તેમજ સંબંધિત પક્ષોને ચુકવણી વગેરેનો દુરુપયોગ કર્યું હોવાનું સામે આવ્યું. જાય ફોર્મ્યુલેશન લિમિટેડ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે ક્રેડિટ ફેસિલિટી ફંડ આધારિત તેમજ નોન-ફંડ આધારિત કેસમાં ખોટા ખાતાઓના આધારે 57.05 કરોડની છેતરપિંડી.
આરોપીને પકડવામાં બેદરકારી દાખવનાર 2 PI, 1 PSI, ASI ને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કર્યા સસ્પેન્ડ. રેન્જ આઇજી નિલીપ્ત રાયે ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મી સામે શિસ્તનો કોરડો ઉગામ્યો છે. બે પીઆઇ,એક પીએસઆઇ અને એએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તત્કાલીન પીઆઇ એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઇ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોક્સો કેસના ફરિયાદીની હત્યા કેસમાં આરોપીઓને ના પકડીને બેદરકારી દાખવી હતી.
માંડવી વિવાદ મામલે સંતે માંગી માફી. બ્રહ્મસમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત. વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી. સનાતન એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો. માંડવીમાં બ્રહ્મસમાજ-સંતો વચ્ચે સુખદ સમાધાન. વાયરલ વીડિયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર થઈ છે.
ગીરસોમનાથના સોમનાથ મંદિર નજીક ચોપાટી પર દરિયામાં 3 ડૂબ્યા. 2 યુવકને બચાવી લેવામાં આવ્યા, 1 યુવકની શોધખોળ ચાલુ છે. પોલીસ, સ્થાનિકોએ દોરડા વડે 2 યુવાનને બચાવ્યા. દરિયામાં તણાયેલા 1 યુવકની શોધખોળ હાથ ધરાઈ.
વડોદરા મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આગામી 28મી મે ના રોજ થશે જાહેરાત. આગામી 28 મેના રોજ વડોદરાના નવા મેયરની કરાશે જાહેરાત. આગામી અઢી વર્ષ માટે વડોદરાને મળશે નવા મેયર. મનપા કમિશનરે પ્રથમ સામાન્ય સભાનો એજન્ડા કર્યો જાહેર. ડે.મેયર સહિત સ્થાયી અધ્યક્ષ તેના સભ્યોની પણ થશે જાહેરાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એક મહિને શહેરને મળશે નવા મેયર. પ્રથમ અઢી વર્ષ માટે SC કેટેગરીના બનશે મેયર.
અમદાવાદના મકરબા પાસે એક બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ. મકરબા અંડરપાસ પાસે આવેલી બિલ્ડિંગમાં લાગી આગ. સોલિટર નામની ઈમારતમાં ભયાનક આગ
અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 20 કિલો ગાંજાની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. થાઈ એરવેઝની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવેલા એક કેરિયર પાસેથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. DRI પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેરિયરની બેગમાંથી 19 વેક્યૂમ પેકેટ મળી આવ્યા હતા, જેમાં ગાંજો ભરેલો હોવાનું સામે આવ્યું છે. ગાંજા સાથે ઝડપાયેલો આરોપી ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં ડીઝલની અછત મુદ્દે કિસાન સંઘનું નિવેદન સામે આવ્યું છે. જામખંભાળિયા મામલતદાર દ્વારા ડીઝલ મેળવવા માટે ખેડૂતોને પુરાવા રજૂ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિપત્ર મુજબ ખેડૂતોને ડીઝલ ખરીદતી વખતે જરૂરી દસ્તાવેજો અને પુરાવા આપવા પડશે. કિસાન સંઘે જણાવ્યું છે કે ખેડૂતોને પુરાવા આપવા પડે તે બાબતે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ મળે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ કિસાન સંઘે સ્પષ્ટ કર્યું કે હાલ તેમની પાસે આવો કોઈ સત્તાવાર પરિપત્ર પહોંચ્યો નથી અને પરિપત્ર પ્રાપ્ત થયા બાદ સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.
કચ્છ જિલ્લાના રાપરમાં નજીવી બાબતે પિતા સામે પુત્રની હત્યાની ઘટના સામે આવી છે. દુબરીયા વાડી વિસ્તારમાં છાશ માગવા જેવી નાની બાબતે થયેલા વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાપર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 41 વર્ષીય યુવાનના મોતને લઈને તબીબી બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. હૃદયની બીમારીને કારણે યુવાન છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવાર દરમિયાન તેની સ્થિતિ ગંભીર બનતા મોત થયું હતું. ઘટનાને પગલે પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે તબીબોની બેદરકારીને કારણે મોત થયું
અમરેલી જિલ્લાના વડીયાના ખડખડ ગામે ખેડૂતના આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. પરિવારના આરોપ મુજબ ખેતીની લોન ન ભરી શકતા ખેડૂતે આ પગલું ભર્યું હતું. પરિવારજનોનો દાવો છે કે બેન્ક તરફથી સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને ઉઘરાણી માટે રોજ 10થી 15 કોલ આવતા હતા. આ દબાણથી કંટાળી ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગંભીર હાલતમાં તેમને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સત્યમનગરમાં સફાઈકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. શાકમાર્કેટમાં કામગીરી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સફાઈકર્મી પર મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ઘટનાના વિરોધમાં ન્યાયની માંગ સાથે સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે.
અમદાવાદમાં 2600 કરોડના ગટર પુનર્વસન અને આધુનિકીકરણ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વર્લ્ડ બેંક સમર્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આ પ્રોજેક્ટને ટેન્ડર પ્રક્રિયાના મુદ્દે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર દ્વારા ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન ન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ AMCએ હાઇકોર્ટ સમક્ષ પ્રાથમિક રજૂઆત કરતાં જણાવ્યું છે કે અરજદાર દ્વારા મહત્વપૂર્ણ તથ્યો દબાવી રાખવામાં આવ્યા છે. AMCએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સમગ્ર પ્રોજેક્ટને કારણે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર અસર થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પણ જોખમમાં મુકાઈ શકે છે. આ મામલે સોમવારે હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં કોળી સમાજના એક યુવાનની ઘાતકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ભગવતપરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે કોળી સમાજની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 200થી વધુ લોકો જોડાયા હતા. બેઠક દરમિયાન વિસ્તારમાં વધતા દારૂ, જુગાર અને ગુંડાગર્દીના મુદ્દે પોલીસની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ કેટલાક શખ્સો પર ગંભીર આક્ષેપ લગાવી મુખ્ય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. સમગ્ર મામલે સરકાર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાની તૈયારી હાથ ધરાઈ છે.
સુરતમાં ઘરેથી નાસી છૂટેલા ત્રણ સગીર ભાઇ-બહેનને પોલીસે સફળતાપૂર્વક સુરક્ષિત શોધી કાઢ્યા છે. ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત કાર્યવાહી કરતાં ચોકબજાર પોલીસે પાંચ વિશેષ ટીમો બનાવી સગીરોની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 15થી વધુ રેલવે સ્ટેશનો પર ચકાસણી કરી હતી તેમજ અંદાજે 400 કરતાં વધુ CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે ફ્રી ફાયર ગેમ રમવાના શોખને કારણે ત્રણેય સગીરો ઘર છોડીને નીકળી ગયા હતા. તેઓ પહેલા સુરતથી મુંબઈ અને ત્યારબાદ દિલ્લી પહોંચ્યા હતા. બાદમાં દિલ્લીથી પરત સુરત આવ્યા બાદ પોલીસે પંડોળ વિસ્તારમાંથી ત્રણેય સગીરોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા.
ગાંધીનગરમાં NEET પરીક્ષાને લઈને ફરી એકવાર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે NEETની પુનઃપરીક્ષા લેવાઈ તે પહેલા જ કૌભાંડી તત્વો સક્રિય થઈ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને એક પેપરનો ભાવ અંદાજે 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહે વધુમાં આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ પાસેથી ₹60 હજાર એડવાન્સ તરીકે લેવામાં આવતા હતા. ‘રાઘવ સર’ નામની વ્યક્તિ સમગ્ર પેપર ફોડવાનું આયોજન કરતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. સાથે જ પેપર લીક માટે ખાસ કોડ વર્ડનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
દેશના અનેક રાજ્યોમાં આગઝરતી ગરમીનો કહેર યથાવત રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીને કારણે લોકો ભારે પરેશાન બની રહ્યા છે. દિલ્લી સહિત અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્લીમાં ગરમીએ છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તોડી સૌથી ગરમ રાતનો અનુભવ કરાવ્યો છે. બીજી તરફ, હીટસ્ટ્રોકના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. દિલ્લીની RML હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને કારણે બે દર્દીઓની હાલત ગંભીર બનતા તેમને ICUમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.
Published On - 7:43 am, Fri, 22 May 26