22 જૂનના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળમા રાજકીય ખળભળાટ ! બળવાખોરોએ મમતા બેનર્જીની TMCમાંથી કરી હકાલપટ્ટી !

આજે 22 જૂનને સોમવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 જૂનના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળમા રાજકીય ખળભળાટ ! બળવાખોરોએ મમતા બેનર્જીની TMCમાંથી કરી હકાલપટ્ટી !
| Edited By: | Updated on: Jun 22, 2026 | 9:00 PM

આજે 22 જૂનને સોમવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jun 2026 08:46 PM (IST)

    સાસણ ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે 23 જૂન 2026થી 4 માસ માટે બંધ

    આવતીકાલ તારીખ 23મી જૂનથી સિહોનુ વેકેશન શરૂ થાય છે. દર વર્ષે 16 જૂનથી ચાર માસ માટે સાસણ ગિર અભ્યારણ્ય, પ્રવાસીઓ માટે બંધ થાય છે. ચાલુ સાલે વરસાદની અનિયમિતનાને કારણે એક સપ્તાહ મોડુ એટલે કે 23 જૂનથી અભ્યારણ્ય બંધ કરવામા આવ્યુ છે.

  • 22 Jun 2026 07:50 PM (IST)

    ટોલ પ્લાઝા પર ભાજપ નેતા પર હુમલો કરનાર 11 આરોપી 2 દિવસના રિમાન્ડ પર

    ગીર સોમનાથના વેરાવળ ડારી ટોળ બુથ પર ભાજપના નેતા તપન દવે પર હુમલા મામલે 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાંથી 11 ની ધરપકડ કરાઈ છે.  એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે 11 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પાંચ દિવસના પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુ ટ્યુબ પર ફેમસ લાલો આહિર નામના આરોપી તેમજ અન્ય આરોપી પર ભૂતકાળમાં ગુના નોંધાયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી.


  • 22 Jun 2026 07:47 PM (IST)

    પશ્ચિમ બંગાળમા રાજકીય ખળભળાટ ! બળવાખોરોએ મમતા બેનર્જીની TMCમાંથી કરી હકાલપટ્ટી !

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં મોટો બળવો ફાટી નીકળ્યો છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં, બળવાખોર ધારાસભ્યોએ મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે અને અરૂપ રોયને નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 60 ધારાસભ્યો અને 70 કાઉન્સિલરો દ્વારા સમર્થિત, આ નવી સમિતિએ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ મચાવી છે. બળવાખોરોના આ પગલાને કારણે ટીએમસી પાર્ટીના ચૂંટણી પ્રતીકને લઈને હવે લડાઈ લડાશે.

  • 22 Jun 2026 06:44 PM (IST)

    પાર્કિગ મુદ્દે રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વાઈડ એંગલ સિનેમા,નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલને AMCએ ફટકારી નોટિસ

    અમદાવાદ શહેરમાં પાર્કિંગને લઈ અમદાવાદ મનપાનું કડક વલણ. શૈક્ષણિક સંસ્થા, મોલ, હોસ્પિટલોને ફટકારી નોટિસ. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સી જી રોડ, સહજાનંદ કોમ્પલેક્ષ, સિટી સેન્ટર સ્વસ્તિક ચાર રસ્તા, સહિત 250 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. એકમો બહાર રોડ પર વાહનો પાર્ક થતા નોટિસ. AMC નું તમામ એકમોને પોતાના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવા સૂચન. AMC ની પાર્કિંગ સામે ટેક્ષ માફી યોજનામાં જોડાવા પણ અપીલ કરાઈ છે. રોડ પર આડેધડ પાર્ક થતા વાહનોથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા AMC લાવ્યું છે પાર્કિંગ પોલિસી. ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન , મધ્ય ઝોન ના 11 રોડ પર વાહન પાર્ક થતા હોવાનું સામે આવ્યું.

    11 રોડ પર 250 એકમોને નોટિસ આપવામાં આવી છે. એકમો બહાર વાહનો પાર્ક થશે તો AMC કરશે કાર્યવાહી. એકમો પબ્લિકને પાર્કિંગ સ્પેસનો ફ્રી માં ઉપયોગ કરવા આપશે તો AMC પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપશે. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વાઈડ એંગલ સિનેમાને પણ નોટિસ અપાઈ છે

  • 22 Jun 2026 06:33 PM (IST)

    ગુજરાતમાં 23 જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

    રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026નું આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 23, 24 અને 25 જૂન-2026 દરમિયાન ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની સરકારી બાલવાટિકા, સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવનાર છે. જેમાં અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક શાળાઓ તથા કુલ 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. આ વર્ષે બાલવાટિકામાં કુલ- 16,401 ધોરણ-1 માં કુલ-16,777 ધોરણ-9 માં કુલ- 19,911 અને ધોરણ-11 માં કુલ- 14,470 એમ કુલ મળીને 65,458 બાળકોને આમંત્રિત મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

  • 22 Jun 2026 06:26 PM (IST)

    કુરિયર મારફતે ડ્રગ્સ સપ્લાય કરવાના કેસમાં પકડાયેલ આરોપી 29 જૂન સુધી રિમાન્ડ ઉપર

    કુરિયર મારફતે ડ્રગ્સ સપ્લાય કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપી આસુરામ ઉર્ફે અશોક બિશ્નોઈને મેટ્રો કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. ડ્રગ્સ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી માંગ. આરોપીએ બાપુનગરની મારૂતિ કુરિયર ઓફિસથી બેંગલુરુ મોકલાયેલા પાર્સલમાંથી 350.98 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું હતું. કોર્ટ સમક્ષ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડના કારણો રજૂ કરતા ડ્રગ્સ સપ્લાયના તાર રાજસ્થાન સુધી પોહચતા આરોપીના રિમાન્ડની જરૂરિયાત હોવાની રજુઆત કરી. આરોપીએ બેંગલુરુમાં ડ્રગ્સ કોને મોકલવાનું હતું અને અમદાવાદમાં કોને સપ્લાય થવાનું હતું તે દિશામાં તપાસ માટે રિમાન્ડ જરૂરી. આરોપીના બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહારો સાથે જ સમગ્ર ડ્રગ્સ નેટવર્કની તપાસ માટે આરોપીની કસ્ટડી જરૂરી. મેટ્રોપોલિટન કોર્ટે આરોપીના 29 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • 22 Jun 2026 04:43 PM (IST)

    અમદાવાદમાં રિક્ષાના ભાડામાં કરાયો વધારો, ઓછામાં ઓછુ ભાડું રૂપિયા 25

    અમદાવાદ શહેરમાં દોડતી રિક્ષાના ભાડા થયા વધુ મોંધા. સતત વધતી મોંઘવારી સાથે હવે રિક્ષા ભાડામાં પણ વધારો કરાયો છે. મીનીમમ ભાડું વધારીને 25 કરાયું છે. રનિંગ ભાવમાં પણ વધારો કરી 20 કરાયું છે. રિક્ષા ચાલક એકતા યુનિયને ભાડા વધારાની કરી જાહેરાત.

  • 22 Jun 2026 04:17 PM (IST)

    લખનૌમાં કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, અનેક વિદ્યાર્થીઓ ફસાયા, બચવા માટે લોકો છત પરથી કુદયા

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અલીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પૂર્ણિયા વિસ્તારમાં સોમવારે એક દુકાનમાં ભીષણ આગ લાગતાં અંધાધૂંધી સર્જાઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દુકાનની ઉપર સ્થિત કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ઇમારતની અંદર ફસાઈ ગયા.

  • 22 Jun 2026 04:02 PM (IST)

    TOEFL પરીક્ષાનું કૌભાંડ પકડાતા આણંદ આર્ટ્સ કોલેજ દ્વારા કરાઈ કાર્યવાહી

    આણંદ આર્ટ્સ કોલેજમાં TOEFL પરીક્ષાનું કૌભાંડ પકડાતા આણંદ આર્ટ્સ કોલેજ દ્વારા કરાઈ કાર્યવાહી. ​આણંદ આર્ટ્સ કોલેજે ‘લિંક હોરાઈઝન’ (અમદાવાદ) સાથે કરેલા MOU તાત્કાલિક અસરથી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી.
    ​આણંદ આર્ટ્સ કોલેજ કેમ્પસમાં TOEFL અને અન્ય ઓનલાઈન પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડી ગેરરીતિ આચરવાનું કૌભાંડ ઝડપાયું.  સાયબર ક્રાઈમ પોલીસે બાતમીના આધારે રેડ કરી દીવાલમાં છુપો હોલ અને HDMI સ્પ્લીટર દ્વારા સ્ક્રીન શેર કરીને ચાલતું આખું નેટવર્ક પકડી પાડ્યું. ​ પોલીસે સ્થળ પરથી 3.78 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય આરોપી તરુણકાંત શર્મા (અમદાવાદ)ની ધરપકડ કરી છે. ​ કૌભાંડમાં સામેલ અન્ય બે આરોપીઓ (હર્ષદ રાવલ અને અર્થ બુંદેલા) ને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

  • 22 Jun 2026 03:49 PM (IST)

    ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ, બજારમાંથી વહ્યાં પાણી

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. બોરડી, સેદરડા, ખારી, ગળથર, વાઘોદરા, મોણપર, બગદાણામાં વરસાદ. લાંબા સમયથી વાવણી માટે રાહ જોતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત.
    વરસાદના કારણે ગામોની મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા. વરસાદ થતા લોકોને ગરમીમાંથી મળી રાહત.

  • 22 Jun 2026 03:29 PM (IST)

    સુરતમાંથી જાણીતી કંપનીઓના નકલી સાબુ બનાવવાનું કૌંભાડ પકડાયું

    સુરત શહેરમાં નકલી સાબુ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વોશિંગ પાવડર અને શેમ્પૂ બાદ સુરતમાં હવે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સાબુ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સરથાણા વિસ્તારમાં આવેલા ‘સૂર્યોદય રો-હાઉસ’ના એક મકાનમાં ચાલતી હતી આ નકલી સાબુની ફેક્ટરી. સરથાણા પોલીસે બાતમીના આધારે મકાનમાં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા. પૂણેની પ્રખ્યાત કંપની ‘યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ’ના લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી નકલી સાબુ બનાવાતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આશરે રૂપિયા 6,67,500 ની કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતો મુખ્ય આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરીયા રંગેહાથ ઝડપાયો. સર્ચ દરમિયાન અલગ-અલગ બોક્સમાંથી ‘GHAR SOAP’ અને ‘MAGIC BAR’ ના કુલ 850 નંગ નકલી સાબુ મળી આવ્યા. મકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના ખાલી કવરો, સાબુ બનાવવાની 30 નંગ પ્લેટો અને ડાઈ (બીબા) પણ મળી આવ્યા. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

  • 22 Jun 2026 02:28 PM (IST)

    પક્ષમાં વધતા વિરોધને કારણે સ્ટાર્મરે છોડ્યું PM પદ

    બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપતાં  રાજકારણમાં મોટી હલચલ મચી છે. વડાપ્રધાન પદ છોડતી વખતે સ્ટાર્મર ભાવુક જોવા મળ્યા હતા. પક્ષની અંદર વધતા વિરોધ અને 100થી વધુ સાંસદોના અસંતોષને કારણે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવાઈ રહ્યું છે. નવા વડાપ્રધાનની પસંદગી સપ્ટેમ્બર સુધીમાં થવાની શક્યતા છે. ત્યાં સુધી કીર સ્ટાર્મર કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળતા રહેશે. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષમાં બ્રિટનમાં પાંચ વખત વડાપ્રધાન બદલાઈ ચૂક્યા છે.

  • 22 Jun 2026 02:05 PM (IST)

    ભરૂચ: પાવરગ્રીડ-ટ્રાન્સમિશન લાઈનને લઈ ખેડૂતોનો આક્રોશ

    ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ અને ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન અને વળતર પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો એકજૂથ થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદનની પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય તથા વાજબી વળતર ચૂકવવામાં આવે. જો માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

  • 22 Jun 2026 01:25 PM (IST)

    સુરત: વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સ પાસેથી ચપ્પુ મળ્યુ

    સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમ પાસેથી ધારદાર ચપ્પુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નિયમિત ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચપ્પુ લઈને ક્યાં જઈ રહ્યો હતો અને તેનો શું ઈરાદો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • 22 Jun 2026 01:03 PM (IST)

    જામનગર: આજીવન કેદનો આરોપી 12 વર્ષ બાદ ઝડપાયો

    જામનગરમાં ગેંગરેપ અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી 12 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષ 2012માં કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2014માં પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ઓપરેશન કારાવાસ-2 અંતર્ગત હાથ ધરાયેલી તપાસ દરમિયાન પોલીસે આરોપીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

  • 22 Jun 2026 12:30 PM (IST)

    રાજકોટ: ભગતસિંહ ગાર્ડન નજીક સ્થાનિકોનો અનોખો વિરોધ

    રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક સ્થાનિકોએ મનપા તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જર્જરિત મકાનો તોડી પાડવાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં સ્થાનિકો ખાડામાં સૂઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસાની સિઝન દરમિયાન ડિમોલેશનની કાર્યવાહીથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ મુદ્દે સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને માનવતાભર્યો અભિગમ અપનાવવાની માંગ કરી હતી.

  • 22 Jun 2026 11:58 AM (IST)

    જામનગરમાં GSTનું મેગા ઓપરેશન ત્રીજા દિવસે પણ યથાવત

    જામનગરમાં GST વિભાગનું મેગા ઓપરેશન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં GST વિભાગની અંદાજે 20 જેટલી ટીમોએ ધામા નાખી બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કારખાનેદારો અને વિવિધ એકમોની સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન બેનામી હિસાબો, બોગસ બિલિંગ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. કંપનીઓના દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ વચ્ચે કરચોરી સંબંધિત મુદ્દાઓ પર GST વિભાગની ખાસ નજર છે. સતત ચાલી રહેલી કાર્યવાહીથી ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિઓ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 22 Jun 2026 11:45 AM (IST)

    સુરત: પહેલા વરસાદમાં પાલ વિસ્તારમાં ફસાઈ બસ

    સુરત શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સતત આવી રહેલી ઘટનાઓને કારણે રસ્તાની કામગીરી અને તંત્રની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  • 22 Jun 2026 11:38 AM (IST)

    જૂનાગઢઃ વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ માતાને લૂંટી

    જૂનાગઢમાં વિદેશ જવાની ઘેલછામાં એક પુત્રએ પોતાની જ માતાને લૂંટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પુત્ર દીપ વ્યાસે માતાનું ગળું દબાવી તેમની પાસેથી અંદાજે 5 લાખ રૂપિયા રોકડા અને 15 લાખ રૂપિયાના સોનાના દાગીના પડાવી લીધા હતા. ઘટનાના લગભગ એક મહિના બાદ માતાએ પોતાના પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે દીપ વ્યાસના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 22 Jun 2026 11:10 AM (IST)

    સુરતઃ પાલિકાની સૌથી મોટી બેદરકારી આવી સામે

    સુરત શહેરમાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારના ગણેશનગર ખાતે SMCની સિટી બસ અચાનક રોડમાં ધસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં રોડ ધસી પડતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અકસ્માતમાં બસમાં સવાર 7 લોકોને ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • 22 Jun 2026 10:57 AM (IST)

    ભાવનગર: પાલીતાણામાં લુખ્ખા તત્વોનો આતંક

    ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સરકારી જમીન પર કબજાના મુદ્દે તંત્રને રજૂઆત કરવામાં આવતા કાકા-દીકરાની ટોળકીએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. માથાભારે શખ્સોએ ઘરમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી. ધોકા અને પાઇપ વડે કરવામાં આવેલા હુમલામાં બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 22 Jun 2026 10:35 AM (IST)

    સરદાર સરોવર ડેમની સપાટી વધી

    નર્મદાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલમાં ડેમમાં 16 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમ 126.79 મીટરની સપાટી સાથે 57 ટકા ભરાયેલો છે. ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે ડેમમાં કુલ 3324 MCM લાઈવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના પાવરહાઉસ પણ શરૂ કરાયા છે. રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નર્મદા મેઈન કેનલમાં 16 હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • 22 Jun 2026 10:23 AM (IST)

    સુરતઃ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી

    સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લગભગ 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ અને પવનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી નાગરિકોને મોટી રાહત મળી હતી, જ્યારે શહેરમાં ચોમાસાની માહોલીયત પણ જામતી જોવા મળી હતી.

  • 22 Jun 2026 09:56 AM (IST)

    બિહારઃ NEETની પરીક્ષા દરમ્યાન ગેરરીતિનો પર્દાફાશ

    બિહારના લખીસરાયમાં NEET પરીક્ષા દરમિયાન મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અસલી પરીક્ષાર્થીઓના સ્થાને ડમી ઉમેદવારોને બેસાડવાના ષડયંત્રમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પેપર સોલ્વ કરવા આવેલા સાત આરોપીઓ અને બાયોમેટ્રિક કંપનીના 14 કર્મચારીઓનો સમાવેશ થાય છે. તપાસમાં 30 લાખ રૂપિયા લઈ ડમી ઉમેદવારને પરીક્ષામાં બેસાડવાનો સોદો થતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અર્પિત હોવાનું જણાવાઈ રહ્યું છે, જેનું નામ અગાઉ 2024ના NEET પેપર લીક કેસમાં પણ સામે આવ્યું હતું.

  • 22 Jun 2026 09:01 AM (IST)

    હૈદરાબાદઃ મીરપેટ વિસ્તારમાં ડેકોરેશનના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ

    હૈદરાબાદના મીરપેટ વિસ્તારમાં આવેલા એક ડેકોરેશન સામગ્રીના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ સર્જાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલા કેમિકલ ભરેલા બોક્સમાં વિસ્ફોટ થતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે મૃતકના શરીરના ટુકડા આશરે 10 મીટર સુધી વિખેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે દુર્ઘટના સ્થળે સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મૃતક શ્રમિક હાલમાં જ કોલકાતાથી રોજગાર માટે હૈદરાબાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  • 22 Jun 2026 08:39 AM (IST)

    અમદાવાદ: બુટલેગરે કરી યુવતીની છેડતી

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં બુટલેગરોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગતરાતે એક બુટલેગરે યુવતી સાથે છેડતી કરી હોવાના આક્ષેપ બાદ વિસ્તારના રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી વધુ ઘેરી બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બુટલેગરોના કારણે મહિલાઓ અને યુવતીઓ માટે વિસ્તાર અસુરક્ષિત બન્યો છે. વારંવાર પોલીસ અને તંત્રને રજૂઆત કરવા છતાં અસરકારક કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 20થી 25 વર્ષથી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે. સમગ્ર મામલે કડક કાર્યવાહી અને સુરક્ષાની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા.

  • 22 Jun 2026 08:32 AM (IST)

    નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો

    નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે ખેડૂતો હજુ પણ વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી ખેતીની કામગીરીને વેગ મળી શકે.

  • 22 Jun 2026 07:53 AM (IST)

    આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

    રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદી પ્રવૃત્તિના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

  • 22 Jun 2026 07:47 AM (IST)

    આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

    અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22થી 24 જૂન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હાલ સાઇક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. જોકે વાદળીયા વાતાવરણ વચ્ચે પણ ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા ઓછી છે અને તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

  • 22 Jun 2026 07:28 AM (IST)

    આજે દિલ્હીમાં બ્રિક્સ NSA ની બેઠક

    આજે દિલ્હીમાં અજિત ડોભાલની અધ્યક્ષતામાં બ્રિક્સ NSA ની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન, બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/પ્રતિનિધિમંડળોના વડાઓ વિશ્વ સામેના બિન-પરંપરાગત સુરક્ષા પડકારો પર પોતાના વિચારો શેર કરશે.

Published On - 7:26 am, Mon, 22 June 26

Follow Us