22 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામ બનીને સજ્જ, 25 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
આજે 22 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
22 Jan 2026 10:30 AM (IST)
અમદાવાદઃ ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં લાગી આગ
અમદાવાદઃ ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં આગ લાગી. ચાંદખેડા સ્મશાન નજીક આવેલા વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી. ફાયર બ્રિગેડના 11 ગાડી ઘટનાસ્થળે છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો. વેર હાઉસમાં રહેલો સામાન બળીને રાખ થયો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં.
-
22 Jan 2026 09:57 AM (IST)
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત
અમદાવાદના જજીસ બંગલા નજીક ભયાનક ઘટના બની, જેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પોતાના પત્નીને ગોળી મારી આપઘાત કર્યો. યશરાજ નામના અધિકારીએ, જે ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં ક્લાસ-ટુ ઓફિસર તરીકે કામ કરતા હતા, પત્નીની હત્યા કર્યા પછી પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો હતો. બોડકદેવમાં આવેલ NRI ટાવરમાં આ દુર્ઘટના બની હતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડાના કારણે યશરાજે પત્નીને ગોળી મારી, ત્યારબાદ ૧૦૮ને જાણ કરી હતી. જ્યારે 108નો સ્ટાફ ઘરની બહાર પહોંચ્યો, ત્યારે યશરાજે પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું. યાદગાર બાબત એ છે કે યશરાજના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. વસ્ત્રાપુર પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
-
-
22 Jan 2026 09:34 AM (IST)
અમદાવાદઃ બહેરામપુરામાં યુવાને મહિલા પર કર્યો હુમલો
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક યુવાને મહિલાપર ચાકુથી હુમલો કર્યો હોવાની ચકચાર મચી છે. રાજા રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં ઘુસી યુવકે ત્યાં હાજર મહિલાને ચાકુના ઘા માર્યા હતા. વાતચીત દરમિયાન ઉગ્ર બનેલા યુવકે અચાનક હુમલો કરતા મહિલાને હાથમાં ઈજા પહોંચી હતી. ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ છે. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા હુમલાખોર યુવક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મહત્વની બાબત એ છે કે આ યુવક અગાઉ પણ મહિલાના પરિવાર પર હુમલા કરી ચૂક્યો હોવાનો આક્ષેપ છે. CCTVના આધારે પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
22 Jan 2026 08:32 AM (IST)
ધોળાવીરા ગામમાં જમીન સંપાદનનો કેસ, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓને 1 લાખ રૂપિયાનો દંડ
કચ્છના ધોળાવીરા ગામમાં જમીન સંપાદન મામલે આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને ગુજરાત હાઈકોર્ટે કડક ફટકાર સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે ASI દ્વારા કરાયેલી કોન્ડોનેશન ઓફ ડીલેની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવું ગંભીર બાબત છે. વર્ષ 2023માં જમીન સંપાદન બદલ યોગ્ય વળતર ન મળતા જમીન માલિક દ્વારા ભચાઉ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યાં ASIના અધિકારીઓએ વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. જોકે, આ ખાતરી બાદ પણ નિર્ધારિત સમયમર્યાદામાં વળતર ચૂકવાયું ન હતું. વળતર ચૂકવણીમાં વિલંબ થતા ASI તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નામંજૂર કરી દંડની કાર્યવાહી કરી છે.
-
22 Jan 2026 07:45 AM (IST)
ટ્રમ્પે યુરોપ પર ટેરિફ ધમકી પાછી ખેંચી, નાટો સાથે ગ્રીનલેન્ડ સોદા માટે માળખું નક્કી કર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર ટેરિફ ધમકી પાછી ખેંચી લીધી અને ગ્રીનલેન્ડ પર નાટો વડા સાથે ફ્રેમવર્ક ડીલ પર સંમત થયા.
-
-
22 Jan 2026 07:36 AM (IST)
પોરબંદર: રાયડી ગામે લાઇમ સ્ટોનની ખાણ પર જનતા રેડ
પોરબંદર જિલ્લાના રાયડી ગામે ગેરકાયદે ચાલી રહી હોવાનો આક્ષેપ સાથે બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણ પર ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ખાણ કાર્ય ચાલુ હોવાનું જણાવી યુવાનોએ રેડ દરમિયાન પથ્થર કટીંગ મશીન, જનરેટર સહિતની સામગ્રી ઝડપી પાડી હતી. ઝડપાયેલી તમામ સામગ્રી જનતા રેડ કરનારા યુવાનોએ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, અન્ય સ્થળોએ પણ જો ગેરકાયદે ખાણકામ ચાલુ હશે તો ત્યાં પણ જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
-
22 Jan 2026 07:35 AM (IST)
અમદાવાદઃ જુહાપુરામાંથી વધુ એકવાર ઝડપાયું ડ્રગ્સ
અમદાવાદઃ જુહાપુરામાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું. ફતેવાડીમાંથી ડ્રગ્સના સાથે માતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર પોલીસે 7.74 લાખનું 246 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સનો જથ્થો ફતેવાડીના સીરીન અલ્લારખાએ આપ્યાનો ખુલાસો થયો છે. પોલીસે સીરીન અલ્લારખાની શોધખોળ હાથ ધરી.
-
22 Jan 2026 07:35 AM (IST)
અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામ બનીને સજ્જ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજીમાં યાત્રિકો માટે એક અનોખી અને ભવ્ય ભેટ આપવામાં આવી છે. અંબાના પવિત્ર ધામમાં હવે ‘જય સોમનાથ ઉમિયાધામ’ ભવ્ય સ્વરૂપે સજ્જ બન્યું છે, જે ૨૫ જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ પામશે. યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક અને સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જય સોમનાથ ઉમિયાધામના આકાશી દ્રશ્યો સામે આવતા તેની ભવ્યતા અને આધ્યાત્મિક આકર્ષણ વધુ ઉજાગર થયું છે, જે અંબાજીના ધાર્મિક ગૌરવમાં નવી ઉમેરા સમાન સાબિત થશે.
આજે 22 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.