
આજે 22 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પોરબંદર: મહિલાઓની છેડતી કરનાર પ્રિન્સિપાલની ચાલુ ટ્રેનમાં ધોલાઈ થઈ ગઈ. કુતિયાણાના મહિયારી ગામની શાળાના પ્રિન્સિપાલ પર છેડતીનો આરોપ લાગ્યો છે.
ચાલુ ટ્રેનમાં છેડતીના આરોપસર મહિલાઓએ પ્રિન્સિપાલની ધોલાઈ કરી. યુવકે પ્રિન્સિપાલની પિટાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. થોડા દિવસ અગાઉ પ્રિન્સિપાલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાયરલ વીડિયોમાં પ્રિન્સિપાલે મહિલાની છેડતી કર્યાનું પણ સ્વીકાર્યું.
સુરેન્દ્રનગરઃ ફાયર સ્ટેશન પાસે વાહનની અડફેટે યુવાનનું મોત થયુ છે. રોડ ક્રોસ કરતા સમયે અકસ્માત થયો હતો. કાર અને રીક્ષાચાલકે અડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું. પહેલા રીક્ષાએ ટક્કર મારતા યુવક કાર નીચે કચડાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યુ હતુ. એ ડિવિઝન પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
રાજકોટ: વિંછીયા વિસ્તારમાં વીજ ચોરીની આશંકાએ પોલીસે દરોડા કર્યા હતા. PGVCLની ટીમે દરોડા પાડતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો. આકડીયા ગામમાં 8 આરોપીઓના રહેણાંક મકાનમાં સર્ચ હાથ ધરાયું. LCB, SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું. જસદણ, વિંછીયા, આટકોટ, ભાડલા સહિતની પોલીસ સર્ચમાં જોડાઈ. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના વીજ કનેક્શન કપાયા. 74 ગેરકાયદે વીજ જોડાણ અને 12,500 મીટરના ગેરકાયદે કેબલ મળ્યા. આરોપીઓના 2 જેટલા વાહનો ડિટેઈન કરી વીજ ચોરોને દંડ ફટકારાયો. જસદણ PGVCLએ વીજ ચોરી મામલે રૂ. 68 લાખનો દંડ ફટકાર્યો. કોંમ્બિંગમાં જોડાયેલી પોલીસની ટીમના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા.
વિષમ હવામાનની વિપરીત અસર માનવ સ્વાસ્થ્ય અને ઉભા કૃષિ ઉપર રહેવાની આશંકા સેવાઈ છે. સતત બદલાતા હવામાનના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થશે. ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની પણ શક્યતા છે. ખેડૂત ભાઈઓને પાક સંરક્ષણ ના પગલાં લેવા પડશે. 22 અને 23 ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ પશ્ચિમી વિક્ષેપના કારણે બંગાળનો ઉપસાગર સક્રિય થશે. તારીખ 24 અને 25 માં ગુજરાતના હવામાનમાં પલ્ટો આવવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાટાં પડી શકે છે. 27 ફેબ્રુઆરી થી માર્ચની શરૂઆતમાં પણ ગુજરાતના વાતાવરણ માં પલટો આવવાની શક્યતા છે. 4 માર્ચ થી 8 માર્ચ માં બીજો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. 15 માર્ચ થી બદલાતા હવામાનના કારણે ઉભા પાકો માટે ખેડૂતો ને પાક સરક્ષણ માટે પગલાં લેવા પડશે.
અરવલ્લીની રતનપુર-અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ વધારવામાં આવ્યું, અને રાઉન્ડ ધ ક્લોક બહારના રાજ્યોમાંથી આવતા વાહનો પર બાજ નજર રાખવામાં આવી. જેમાં શામળાજી પોલીસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરી. જેમાં ભૂંસાની આડમાં ભરેલો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. રાજકોટ પાર્સિગની ખોટી ઓળખ આપી છટકવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 13 હજાર 416 બોટલોને કબ્જે કરવાામાં આવી, પોલીસે કુલ 41 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડી કુલ 51.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. સાથે ટ્રક ચાલક કૃષ્ણપાલ જાટની ધરપકડ કરી. આ ઉપરાંત અમદાવાદમાં દારૂ મગાવનાર પ્રવિણસિંહ રાજપૂત સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધી. છેલ્લા પાંચ મહિનામાં જ અંદાજે 25 કરોડ આસપાસનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને કારયાત્રા યોજાશે. “ટ્રેડ હટાવો કિસાન બચાવો”ની મુહિમ ચલાવશે. 24 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખેડૂતો માટે કારયાત્રા શરૂ થશે. સોમનાથ થી ગાંધીનગર સુધી કારયાત્રાનું આયોજન.
8 માર્ચમાં ગાંધીનગરમાં ખેડૂતો માટે “પરિવર્તન લાવો ખેડૂત બચાવો” સમ્મેલન યોજાશે. ગાંધીનગરના ખેડૂત સંમેલનમાં અરવિંદ કેજરીવાલ હાજર રહેશે. હળદર ગામમાં ખેડૂતો પર દમન થયું તેનો પણ મુદ્દો ઉઠાવશે. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી તેનો મુદ્દો ઉઠાવશે. યાત્રામાં ઈશુદાન, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે. અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને ધારાસભ્યો જોડાશે.
યાત્રા દરમ્યાન અલગ અલગ ગામોમાં સભાઓ યોજવામાં આવશે.
કચ્છના ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી મહાદેવ હોટલમાં મહિલાના શંકાસ્પદ મોતના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટના અંગે હોટલ સ્ટાફએ જણાવ્યું હતું કે મહિલા લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા અને દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી. હોટેલના સ્ટાફએ રૂમ તપાસતા અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હોટલ સંચાલકોએ ત્વરિત 112 નંબર પર જાણ કરતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોલીસે મહિલાની ઓળખ અને મોતના ચોક્કસ કારણો જાણવા હોટલના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટરની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રાણીપ વિસ્તારની એક સોસાયટીમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મેન્ટેનન્સ મુદ્દે બે પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ થઈ હતી મારામારી. સોસાયટીના ખર્ચ અને મેન્ટેનન્સ મુદ્દે થયો હતો વિવાદ. બંને પક્ષોએ સામસામે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. એક મહિના પહેલાનો બનાવ હોવાનું સામે આવ્યું છે. ટીવીનાઇન આ વીડિયોની ોકઈ પુષ્ટી કરતુ નથી.
મહીસાગર જિલ્લાના બાલાસીનોર પાસેથી ખાતરની આડમાં લઈ જવાતો રૂપિયા 45 લાખનો દારૂ ઝડપાયો. ટ્રક સહિત કુલ 60.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂની કિંમત રૂપિયા 45,40,800 ગણાઈ છે. 20,640 નંગ બિયર ટીન ખાતરની આડમાં લઈ જવાતા હતા. આરોપી સુલતાનખાન મહેબૂબખાન રહે. ઈન્દોર, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો છે. મહીસાગર એલસીબી અને બાલાસીનોર ટાઉન પોલીસે બાતમીના આધારે હોટલ ગ્રીન પાસે નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડી હતી. કેન્દ્રીય ખાતરની થેલીઓની આડમાં છુપાવીને લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. આ જથ્થો ઈન્દોર-અમદાવાદ હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભુવા નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ છે. બંને કાર વચ્ચે અકસ્માત 1 યુવકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સહીત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. લગ્ન પ્રસંગમાં જતા હતા અને અકસ્માત સર્જાયો. સ્થાનિક પોલીસ દ્રારા તપાસ હાથ ધરી છે.
વડોદરાના નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયું છે. ડમ્પર ચાલકે એક્ટિવા સવારને લીધો અડફેટે. જામ્બુઆથી તરસાલી જતા હાઈવે પર બની ઘટના. ડમ્પરના પૈડા મોપેડચાલક પર ફરી વળ્યા. અક્સ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મન કી બાતના 131મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં, જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું છે, જેમણે પોતાના સારા કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી છે, તેઓ હંમેશા લોકોના હૃદયમાં રહે છે. અમ્મા જયલલિતાજી આવા જ એક લોકપ્રિય નેતા હતા. તેમની જન્મજયંતિ 24 ફેબ્રુઆરીએ છે. તમિલનાડુના લોકોનો તેમના પ્રત્યેનો ઊંડો પ્રેમ મને હજુ પણ અનુભવાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ ખાણ અને ખનીજ કચેરીની અને મામલદાર ટીમ દ્વારા ઉના તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નળીયા માંડવી, નવા બંદર, દરિયાઈ પટ્ટી વિસ્તાર તેમજ ઉના બાયપાસ વિસ્તારમાં તાબડતોબ તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન રેતીના બિનઅધિકૃત વહન કરતા 2 ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગ લાઈમસ્ટોનના ગેરકાયદે વહન મામલે 3 ટ્રેક્ટર ઝડપાયા. ઉના તાલુકામાં 7 અને સુત્રાપાડા તાલુકો માં 1 મળી કુલ 8 કેસ નોંધાયા. અંદાજે ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જપ્ત કરાયેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે. અબુ ધાબીથી આવેલા મુસાફર પાસેથી 21.89 લાખનું સોનું ઝડપાયું. સોનાની કેપ્સ્યુલ બનાવી શરીરમાં છુપાવી લાવ્યો હતો મુસાફર. એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી 135.200 ગ્રામ સોનું ઝડપાયું. 3 ગોલ્ડ કેપ્સ્યુલ પેટમાં છુપાવી લાવ્યો હતો મુસાફર. કસ્ટમ્સ AIU ની X રે તપાસમાં ભાંડો ફૂટયો. મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ભરૂચ જીઆઇડીસીમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં આગ લાગી છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યાં હતા. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરાયો છે. સદનસીબે આગને કારણે કોઈ જાનહાની નહીં. આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે.
અમદાવાદમાં આઇસક્રીમની ટ્રકમાં દારૂની હેરાફેરી પકડાઈ છે. રાજસ્થાનથી સફેદ કલરની આઇસક્રીમની ટ્રકમાં દારુ ગુજરાતમાં લવાયો હતો. આઇસક્રીમના ખાલી પ્લાસ્ટીકના કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરવાનુ કારસ્તાન પોલીસ પકડી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચે નાના ચિલોડા પાસેથી ટ્રકમાંથી દારૂ કબજે કર્યો. જવાનસિંઘ ઉર્ફે નેનાસિંઘ, કાનસિંઘ રાવત, પ્રેમકુમાર ભાંડની ધરપકડ કરવામાં આવી છે. દારૂ, ટ્રક, રોકડ સહિત 12.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યાનો બનાવ. યુવક હિમેશ પરમારની તીક્ષ્ણ હથિયારથી કરાઈ હત્યા. સ્થાનિક પોલીસ અને FSL દ્વારા તપાસ શરૂ કરાઈ. મૃતક યુવક પોતાનું બાઈક પર પસાર થઈ રહ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીની અવની ચોકડી પાસે કારચાલક બેફામ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. કારચાલકે બે વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકો, તેમની કાર સ્થળ પર જ મુકીને નાસી છુટ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા બાદ પોલીસ પણ પહોંચી. કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પર આવતો કટ બંધ કરાતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હોટલ હિલલોક પાસેનો કટ બંધ કરી દેવાતા લોકોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ બંને તરફનો રોડ પર રસ્તા રોકો આંદોલન કરીને વાહનવ્યવહાર અવરોધી નાખ્યો હતો. વૈષ્ણોદેવી થી ઝુંડાલ તરફના બન્ને તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. આશરે બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. અગાઉ પણ સ્થાનિકો રસ્તો બંધ કરીને વિરોધ કર્યો હતો.
પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી. સરકારના જણાવ્યા અનુસાર, આ એક ગુપ્ત માહિતી આધારિત, પસંદગીયુક્ત કાર્યવાહી હતી જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સાત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Published On - 7:16 am, Sun, 22 February 26