
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં સરકારે શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની હાજરીમાં સંબંધિત અધિકારીઓ દ્વારા વિધિવત રીતે વહીવટી ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. DEOએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા જ શાળાના પરિસરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને DEOનું સન્માન કરવામાં આવ્યું હતું. વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા આ નિર્ણયને લઈને ઉજવણી પણ કરવામાં આવી હતી. DEOએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે શાળાનું સંચાલન વધુ પારદર્શક અને સુચારુ રીતે કરવામાં આવશે.
સુરતઃ વરાછા વિસ્તાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. મહિલા અને તેના પતિ પર તલવારથી હુમલો કર્યો. મહિલાએ પહેલા પણ વરાછા પોલીસમાં રજૂઆત કરી હતી. અસામાજિક તત્વો સામે ફરિયાદ બાદ પણ કાર્યવાહી થઇ નથી.
NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે PFI ના નેતાઓ પડોશી દેશો સાથે શસ્ત્રોના સોદા કરી રહ્યા હતા. શસ્ત્ર તાલીમની સાથે, શસ્ત્રો ખરીદવા અને વેચવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ દિલ્હીમાં NIA ની ખાસ કોર્ટમાં આ દલીલ કરી હતી. NIA એ 20 PFI નેતાઓ પર આરોપ મૂક્યા છે.
અમરેલીના ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષના બાળકને ફાડી ખાનારો માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડાના પકડવા માટે વનવિભાગે 4 પાંજરા ગોઠવ્યા હતા. દીપડાના હુમલાની ઘટનાના ગણતરીના કલાકોમાં વન વિભાગે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી છે..માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાના હુમલામાં ખેતરમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક પરિવારના બાળકનું મોત નીપજ્યું હતું
ગુજરાતમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો જામશે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ છે. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે.
દિલ્હીના AQI માં આજે થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે. દિલ્હી માટે આજે સરેરાશ AQI 366 નોંધાયું હતું, જેમાં ઘણા વિસ્તારો હજુ પણ 400 થી વધુ છે. આમાં આનંદ વિહાર 402, બાવાના 408, નરેલા 418, જહાંગીરપુરી 418, પુસા રોડ 359 અને વઝીરપુર 403નો સમાવેશ થાય છે.
આજે 22 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Mon, 22 December 25