21 નવેમ્બરના મહત્વના સમાચાર : અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો પછી અદાણી ગ્રુપની પ્રતિક્રિયા, તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

|

Nov 21, 2024 | 10:30 AM

આજે 21 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 નવેમ્બરના મહત્વના સમાચાર : અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો પછી અદાણી ગ્રુપની પ્રતિક્રિયા, તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

Follow us on

LIVE NEWS & UPDATES

  • 21 Nov 2024 04:00 PM (IST)

    મહીસાગરમાં સરકારી કુમાર છાત્રાલયના ચોકીદારે 5-6 મહિનાથી પગાર ના મળતા કરી આત્મહત્યા

    મહિસાગરમાં સરકારી કુમાર છાત્રાલય ખાતે ચોકીદાર યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પગાર સમયસર ના થતાં પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. છેલ્લા 5 થી 6 મહિનાથી પગાર થયો નહોતો, જેને લઈને યુવાન ડિપ્રેશનમાં હતો તેવો પરિવારનો આક્ષેપ છે. તટસ્થ તપાસ થાય તેમજ યોગ્ય ન્યાય મળે તે માટે પરિવારજનોએ માંગ કરી હતી. જોકે પોલીસ દ્વારા પેનલ પી.એમ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવી રહ્યું છે.

  • 21 Nov 2024 03:59 PM (IST)

    અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો પછી અદાણી ગ્રુપની પ્રતિક્રિયા

    ગંભીર આક્ષેપો મામલે અદાણી જૂથનું નિવેદન સામે આવ્યું છે. વિવાદ થતા અદાણી ગ્રુપે USDના બોન્ડ અટકાવ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓએ 600 મિલિયન ડોલરના બોન્ડ રદ કર્યા છે. આરોપો બાદ 20 ટકા સુધી અદાણીની કંપનીના શેર ગગડ્યા છે. 24 કલાકમાં અદાણી ગ્રુપને 295 મિલિયન ડોલરનું નુકસાન થયુ છે.


  • 21 Nov 2024 03:57 PM (IST)

    ડિજિટલ એરેસ્ટ કરનારી ગેંગ રાજસ્થાનથી ઝડપાઈ

    અમદાવાદ સાઈબર ક્રાઇમની ટીમે, ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને રાજસ્થાનથી ઝડપી પાડી છે.  દિલ્લી પોલીસ, સીબીઆઈના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કરતી હતી. પાર્સલમાં ડ્રગ્સ કે અન્ય ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું જણાવીને છેતરપિંડી કરતી હતી. ડ્રગ્સ મલ્યાની પોલીસ ફરિયાદ થઈ હોવાનું જણાવી રૂપિયા પડાવ્યા હતા. સાઈબર ક્રાઇમના નોંધાયેલી ફરિયાદને આધારે કરી ધરપકડ. આ ગેંગે અમદાવાદના વૃદ્ધને ત્રણ કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.

     

  • 21 Nov 2024 03:57 PM (IST)

    રાહુલ ગાંધીએ મોદી-અદાણીના સંબંધો પર પૂછ્યાં સવાલ

    અદાણી પર આરોપ લાગતાં જ રાહુલ ગાઁધી ફરી આવી ગયા છે. મેદાનમાં તેમણે માગ કરી કે આજે જ ગૌતમ અદાણીની ધરપકડ કરવામાં આવે. તેમણે એક હૈ તો સેફ હૈ ના સૂત્રને ફરી યાદ કર્યું અને મોદી અને અદાણીના સંબંધો સામે સવાલો ઉભા કર્યાં. 2000 કરોડનાં કૌભાડનો આરોપ મૂકી રાહુલે કહ્યું કે આ ઉદ્યોગપતિને મોદી સંરક્ષણ પૂરું પાડે છે.

  • 21 Nov 2024 03:31 PM (IST)

    ડિસેમ્બરમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ

    ડિસેમ્બરમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. ભાજપના સંગઠનની રચના અંગે આવતીકાલે મહત્વની બેઠક મળશે. સંગઠનની રચના અંગે દિલ્લીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ  મહત્વની બેઠક બોલાવી છે. તમામ પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, સંગઠન પર્વના અધિકારી લેશે ભાગ. ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને ચૂંટણી ઈન્ચાર્જ ઉદય કાનગડની ટીમ બેઠકમાં ભાગ લેશે.


  • 21 Nov 2024 01:33 PM (IST)

    સુરતમાં E-KYC કરાવવા માટે લોકોને હાલાકી

    સુરત: E-KYC કરાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. સુરત જિલ્લા સહિત શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત કરાઈ છે. E-KYC માટે પુણા પુરવઠા ઝોન કચેરી પર વહેલી સવારથી લાઈનો લાગી છે. E-KYC માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.

  • 21 Nov 2024 01:13 PM (IST)

    બનાસકાંઠા: પાલનપુરમાં અસામાજિક તત્વોએ ગૌમાતા પર ફેંક્યું એસિડ

    બનાસકાંઠા: પાલનપુરમાં અસામાજિક તત્વોએ ગૌમાતા પર એસિડ ફેંક્યું. ખોમાણા નજીક ગૌમાતા પર એસિડ ફેંકતા ગૌમાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઓનલાઈન પશુ સેવા કેન્દ્રમાં જાણ કરાતા તબીબોએ ગૌમાતાની સારવાર કરી. એસિડ ફેંકનારાઓને પકડી કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માગ કરી છે. વારંવાર પશુ પર એસિડ છાંટવાની ઘટનાઓથી ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 21 Nov 2024 11:39 AM (IST)

    રાજકોટ: જસદણ માર્કેટ યાર્ડમાં બબાલ

    રાજકોટ: જસદણ માર્કેટ યાર્ડમાં બબાલ થઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં પહેલાં જ બંધ થઇ. દસ દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા છે. 10 ખેડૂતોને આજે ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવાયા હતા. ખેડૂતો વહેલી સવારે મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા. ખર્ચો કરીને આવેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની ના પાડી. ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ APMCના ચેરમેનને ફોન કરી ખખડાવ્યા. ચેરમેન અરવિંદ તાગડીયાએ પોતાની જવાબદારી ન હોવાનું કહેતા વાત વણસી.

  • 21 Nov 2024 11:20 AM (IST)

    ભાવનગર: હેલ્મેટ પહેરવાના નિયમનું કડકપણે પાલન કરાવાશે

    ભાવનગર: હેલ્મેટ પહેરવાના નિયમનું કડકપણે પાલન કરાવાશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સૂચના આપી છે. હેલ્મેટ વગર જો પકડાયા તો દંડ માટે રહેવું પડશે તૈયાર
    રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા પકડાયા તો પણ થશે કડક કાર્યવાહી. જરૂર પડે વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પણ સૂચના અપાઈ. અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા રોડ સેફ્ટીના નિયમોનું કડપણે પાલન કરાવાશે.

     

  • 21 Nov 2024 08:53 AM (IST)

    ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી

    ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી થયુ છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ સિટીગોલ્ડ ખાતે નિહાળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ રહ્યા હાજર. હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી.

  • 21 Nov 2024 08:51 AM (IST)

    રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો

    રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યુ છે. નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પોરબંદરમાં 15.8, ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ, અમરેલી, કેશોદમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહુવા અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.4 અને અમદાવાદમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયુ.

ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી. ફિલ્મ જોયા બાદ ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત. આજથી સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન. 3 દિવસ સુધી યોજાશે ચિંતન શિબિર. CM સહિતના નેતાઓ અધિકારીઓ રહેશે હાજર. રાજકોટના વિમલ નગર ચોકમાં હિટ એન્ડ રન..કારે અડફેટે લેતા 30 વર્ષીય યુવકનું મોત…અકસ્માત સર્જી કાર ચાલક ફરારપોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી. અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર. અકસ્માતમાં 5 લોકોના મોત. 15થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત. દિલ્લીમાં પ્રદૂષણ જોખમી સ્તરે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર. વજીરપુરમાં AQI સૌથી વધુ 436 નોંધાયો. યમુના નદીના પ્રદૂષણમાં વધારો. નદી પર ઝેરી ફીણની ચાદર જોવા મળી. કાલિંદી કૂંજ વિસ્તારમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા.

Published On - 8:51 am, Thu, 21 November 24