21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : દેશના 3 રાજ્યોમાં IMDનું એલર્ટ, હિમવર્ષા સાથે કમોસમી વરસાદની પણ આગાહી

આજે 21 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : દેશના 3 રાજ્યોમાં IMDનું એલર્ટ, હિમવર્ષા સાથે કમોસમી વરસાદની પણ આગાહી
| Edited By: | Updated on: Jan 21, 2026 | 9:59 AM

LIVE NEWS & UPDATES

  • 21 Jan 2026 09:59 AM (IST)

    રાજકોટના ધોરાજીમાં જમાઈએ કર્યો સસરા પર હુમલો

    રાજકોટના ધોરાજીમાં જમાઈએ સસરા પર હુમલો કર્યો. ત્રણ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં જમાઈએ સસરા પર કર્યો હુમલો. હુમલામાં સસરાને ગંભીર ઈજા થઈ. ઇજાગ્રસ્ત સસરાને ધોરાજી હોસ્પિટલમાં  સારવાર અપાઈ.

  • 21 Jan 2026 09:36 AM (IST)

    જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટર સામે નોંધાયો ગુજસીટોકનો ગુનો

    જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની સામે ગુનો નોંધાયો. ભાજપના કોર્પોરેટર સહીત ચાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. દસ વર્ષથી ટોળકી સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.  ટોળકી દ્વારા 28થી વધુ ગુના આચરવામાં આવ્યા.


  • 21 Jan 2026 09:14 AM (IST)

    ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. બજેટ સત્રની તૈયારીઓ પર કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. રાજ્યના આગામી બજેટને આખરી ઓપ આપવા પર ચર્ચા થઇ. સત્ર દરમિયાન રજૂ થનારા બીલો પર પણ ચર્ચા થશે. રવિ સીઝનમાં કૃષિ પાકોની વાવણી, સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થઇ. આગામી ગણતંત્ર દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમો બાબતે ચર્ચા. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થઇ.

  • 21 Jan 2026 08:26 AM (IST)

    દિલ્હીની હવાની ગુણવત્તા ફરી બગડી, AQI 400ની નજીક

    દિલ્હીની હવાની ગુણવત્તા હજુ પણ નબળી છે, AQI 400ની આસપાસ છે.

  • 21 Jan 2026 08:19 AM (IST)

    અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં PCBની કાર્યવાહી

    અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં PCBની કાર્યવાહી. ત્રાગડ અંડરપાસ પાસેથી કારમાંથી દારુ ઝડપાયો. કારના ડ્રાઈવરની ધરપકડ કરાઈ. અન્ય કાર દ્વારા દારુ લઈ જવાતી કારનું પેટ્રોલિંગ થતું હતું. જપ્ત કરાયેલી કારમાંથી 2 અલગ-અલગ નંબર પ્લેટ મળી. 6 લાખથી વધુની કિંમતનો દારુનો જથ્થો જપ્ત થયો. દારુ અને કાર સહિત 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

  • 21 Jan 2026 07:53 AM (IST)

    ગયા વર્ષની સરખામણીમાં અમેરિકામાં રોકાણ 41% વધ્યું: ટ્રમ્પ

    તેમના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા પર, ટ્રમ્પે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં અમેરિકામાં રોકાણ 41% વધ્યું છે.

  • 21 Jan 2026 07:51 AM (IST)

    ટ્રમ્પ: અમેરિકન તેલ કંપનીઓ વેનેઝુએલામાં અબજો નફો કરશે

    ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં તેલ કંપનીઓ ભારે નફો કમાવવાની તૈયારી કરી રહી છે અને સાઉદી અરેબિયા માટે બજાર ખોલવાનું વિચારી રહી છે.

  • 21 Jan 2026 07:35 AM (IST)

    આસામઃ કોકરાઝારમાં હિંસાને પગલે ઇન્ટરનેટ સેવાઓ બંધ

    આસામઃ કોકરાઝારમાં હિંસાને પગલે ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. હિંસા બાદ કોકરાઝાર જિલ્લામાં સેનાના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આદીવાસી ભવન સહિત અનેક ઇમારતોમાં આગચંપીની ઘટના બની.

  • 21 Jan 2026 07:34 AM (IST)

    જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં શંકાસ્પદ ડ્રોન દેખાયું

    જમ્મુ અને કાશ્મીરના કઠુઆ હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ ઉડતી વસ્તુ જોવા મળી હતી.

આજે 21 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:33 am, Wed, 21 January 26