21 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ કરનાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આજ 21 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ કરનાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat latest live news and samachar today 21 February 2025 Gujarat Assembly Budget Session politics weather updates daily breaking news top headlines in Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2025 | 8:58 PM

આજે 21 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Feb 2025 04:51 PM (IST)

    ભરુચ નજીક હાઈવે પાસેથી પસાર થતા ગાયોના ધણને ટ્રકે અડફેટે લેતા 7 ગાયના થયા મોત

    ભરુચ નજીક હાઈવે પાસેથી પસાર થતા ગાયોના ધણને ટ્રકે અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો. જેમાં 7 ગાયના મોત નિપજયા અને 7 ગાય ઘાયલ થઈ.ત્યારે રોડ ગૌવંશના લાહીથી લાલ બન્યો હતો. સમગ્ર અકસ્માત CCTV કેમેરામાં કેદ થયો છે.હાઈવે સાઈડ પરની જગ્યા પર ઊભેલા ટ્રકનું ટાયર અચાનક ફાટતા ગાયોનું ધણ ભડકી ઉઠયું અને હાઈવે તરફ ગાયો દોડી અને હાઈવે પરથી પ્રસાર થતા ટ્રકની અડફેટે આવી અને અકસ્માત સર્જી ટ્રેક ચાલક ટ્રેલર સ્થળ પર મૂકી ફરાર થયો છે. પરંતુ પશુપાલકને બીજાની ભુલને કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે….

  • 21 Feb 2025 03:59 PM (IST)

    સાબરકાંઠાના ઇડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો

    સાબરકાંઠાના ઇડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો, છેલ્લા બે દિવસથી ઈડરના વેપારીઓને ફૂડ ઇન્સ્પેકટર તરીકે ઓળખ આપી કરતો હતો લોકોને પરેશાન, ઉપરાંત અનેક દુકાનોમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી કરતો હતો પૈસાની માંગ કરતો હતો. વેપારીઓને શંકા જતા નકલી ફુડ ઇન્સ્પેક્ટરને ઇડર પોલીસને હવાલે કરાયો છે. ઈડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની તપાસ હાથ ધરી હતી, તપાસમાં તે નકલી હોવાનો ખુલ્લાસો થયો.સીસીટીવી ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

     

     


  • 21 Feb 2025 03:58 PM (IST)

    SA vs AFG LIVE Score : રાયન રિકેલ્ટને કરાચીમાં અડધી સદી ફટકારી

    રાયન રિકેલ્ટને કરાચીમાં અડધી સદી ફટકારી છે. સાઉથ આફ્રિકાએ 20 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે.

  • 21 Feb 2025 03:53 PM (IST)

    અમરેલી ધારીના મીઠાપુર ગામમાં યુવાનની હત્યા, યુવકની વાગ્દત્તાના પ્રેમીએ હત્યા કર્યાનો આરોપ

    અમરેલી ધારીના મીઠાપુર ગામમાં યુવાનની હત્યા, યુવકની વાગ્દત્તાના પ્રેમીએ હત્યા કર્યાનો આરોપ.લગ્નના એક દિવસ પહેલા જ કરી હત્યા.આવતીકાલે મૃતક યુવકના હતા લગ્ન અને આરોપીએ અગાઉ પણ યુવકને ધમકી આપી હોવાનો દાવો છે . ગામની સીમમાં બોલાવી યુવકની હત્યા કર્યાનો આરોપ છે. પોલીસે હત્યા કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી.

  • 21 Feb 2025 03:40 PM (IST)

    Champions Trophy, SA vs AFG LIVE Score : ICC ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન

    અફઘાનિસ્તાનની ટીમે તાજેતરના ભૂતકાળમાં ICC ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 2023ના ODI વર્લ્ડ કપ અને 2024ના T20 વર્લ્ડ કપમાં, તેમણે ઘણી મોટી ટીમોને હરાવીને અપસેટ સર્જ્યો છે.

  • 21 Feb 2025 03:25 PM (IST)

    Champions Trophy, SA vs AFG LIVE Score : સાઉથ આફ્રિકાનો સ્કોર 61-1

    12 ઓવરનો રમત પૂર્ણ થયો છે. સાઉથ આફ્રિકાએ એક વિકેટના નુકસાન પર 61 રન બનાવ્યા છે.

  • 21 Feb 2025 03:20 PM (IST)

    Champions Trophy, SA vs AFG LIVE Score : અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહી છે

    ચેમ્પિયન્સ ટ્રોફીનો ત્રીજો મુકાબલો કરાચીમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહી છે. આ પહેલા તે ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા બતાવી ચૂકી છે. હવે તે આ ટુર્નામેન્ટમાં પણ પોતાની છાપ છોડવા માંગશે.

     

  • 21 Feb 2025 03:15 PM (IST)

    Champions Trophy, SA vs AFG LIVE Score : સાઉથ આફ્રિકાને પહેલો ઝટકો લાગ્યો

    સાઉથ આફ્રિકાને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર પહેલો ઝટકો લાગ્યો. મોહમ્મદ નબીએ ટોની ડી જ્યોર્જીનો શિકાર કર્યો છે. જ્યોર્જીએ 11 રન બનાવ્યા હતા.

  • 21 Feb 2025 03:14 PM (IST)

    Champions Trophy, SA vs AFG LIVE Score : સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી

    સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. એટલે કે અફઘાનિસ્તાનની ટીમ પહેલા બોલિંગ કરશે.

  • 21 Feb 2025 03:10 PM (IST)

    રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ કરનાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

    રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં ઝડપાયેલ તમામ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 7 દિવસના એટલે કે 1 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે સાયબર ક્રાઇમ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.રિમાન્ડની માંગણી કરતા સરકારી વકીલે દલીલો કરતા કહ્યું આરોપીએ કેટલા લોકોને CCTV વેચવામાં આવ્યા તેની તપાસ કરવી જરૂરી છે.મહિલાઓના વીડિયો પૈસા લઈને વેચવામાં આવતા હતા.અશ્લીલતાના વીડિયો વેચીને આરોપીઓ પૈસા મેળવતા હતા

  • 21 Feb 2025 03:00 PM (IST)

    મોડાસા ગ્રામ્ય પંથકમાં ભુપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ સપોર્ટમાં હોર્ડિંગ લગાવ્યા

    ભવાનપુર પાટિયા અને લીંભોઈના પ્રવેશ દ્વાર પર રાતોરાત મળતિયાઓએ હોર્ડિંગ્સ લગાવ્યા, વરઘોડામાં DJ સંચાલક પણ ભૂપેન્દ્ર ઝાલા સમર્થનની વાત રજૂ કરતો વિડીયો વાયરલ થયો છે. ‘WE SUPPORT BZ’ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા છે.

    20 દિવસ પૂર્વે પોન્ઝી સ્કિમના આરોપી ભુપેન્દ્રસિંહના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા હતા, સરકાર અને સીઆઈડીની કાર્યવાહી સામે મળતિયાઓના સવાલ સમા ષડયંત્ર છે,નરોકાણકારોના ઉકળાટને દબાવવા દાવપેચ ભર્યા ષડયંત્ર રચતા હોવાની આશંકા

  • 21 Feb 2025 02:11 PM (IST)

    ગોધરા પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી, 2 કાર બળીને ખાખ

    પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં 2 કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. જ્યારે પોલીસે આદરેલી કામગીરીને કારણે અન્ય વાહનોને મોટું નુકસાન થવાનુ ટળ્યું હતું. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • 21 Feb 2025 02:09 PM (IST)

    સુરતમાં  NSUIના 5 હોદ્દેદાર ઇન્સ્ટિટયૂટને બદનામ નહીં કરવા માટે 60 લાખની ખંડણી માંગતા ઝડપાયા

    સુરત NSUIના 5 હોદ્દેદાર ખંડણી માંગતા ઝડપાયા. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટયૂટ પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી  માંગી હતી. ઇન્સ્ટિટયૂટને બદનામ નહીં કરવા માટે આ રકમ માગવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ NSUI સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે SOGને માહિતી આપવામાં આવી હતી. પોલીસે રવિ પૂંછડીયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી છે. ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે.

     

     

  • 21 Feb 2025 01:47 PM (IST)

    કચ્છના કેરા મુન્દ્રા ખાતે બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 4ના મોતની આશંકા

    કચ્છ કેરા મુન્દ્રા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ચારના મોતની સંભાવના છે. કેરા મુન્દ્રા રોડ ઉપર સર્જાયો અકસ્માત. ખાનગી બસમાં 35 થી વધુ લોકો સવાર હતા. બસમાં સવાર 40 માંથી અંદાજીત 4 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. મોતના આંક વધવાની શક્યતા હોવાનુ નજરે જોનારાનું કહેવું છે. અકસ્માતમાં ધવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં માટે તજવીજ હાથ ધરાઈ છે. ઈજાગ્રસ્તોને લઈને 1 એમ્બ્યુલન્સ ભુજ પહોંચી છે.

  • 21 Feb 2025 01:18 PM (IST)

    સુરેન્દ્રનગરના થાનગઢના ખાખરાળી ગામે કોલસાની ચોરી ઝડપાઈ, 3 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો

    કોલસાના ગેરકાયદે કૂવા પર LCBના દરોડા પાડીને કોલસાની મોટાપાયે ચોરીનું કૌંભાડ ઝડપી પાડ્યું છે. થાનગઢના ખાખરાળી ગામે કોલસાની ચોરી ઝડપાઈ છે. LCBએ  7 ટ્રેક્ટર, ચરખી મશીન, 500 ટન કોલસાનો જથ્થો જપ્ત કર્યો છે. 3 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે. દરોડાના પગલે, 10 ટ્રેક્ટર ચાલકો ફરાર થઈ ગયા છે. 2 દિવસમાં કુલ 12 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ છે.

  • 21 Feb 2025 01:16 PM (IST)

    સુરતના અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત

    અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત થયું છે. મકાઇ પુલમાં જર્જરિત ઇમારત તોડતા દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સેફ્ટી સાધનો વિના શ્રમિકો કામ કરી રહ્યા હતા. જર્જરિત દીવાલ ધરાશાયી થતા શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર માટે ખસેડાતા તબીબે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. અઠવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપ્યો છે.

  • 21 Feb 2025 01:14 PM (IST)

    હિંમતનગરના નીકોડા ગામની સીમમાંથી ડ્રીપ ઇરિગેશનની પાઈપની ચોરી

    સાબરકાંઠાના હિંમતનગરના નીકોડા ગામની સીમમાંથી ડ્રીપ ઇરિગેશનની પાઈપ ચોરી થવા પામી છે. ખેતરમાં રાખેલ 23 નંગ વિંટા તસ્કરો રાત્રી દરમિયાન ઉઠાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંભોઈ પોલીસ મથકે ખેડૂતે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગાંભોઈ પોલીસ દ્વારા યોગ્ય પેટ્રોલીંગ કરવામાં ના આવતા ખેડૂતોનો રોષ વ્યાપ્યો છે.

  • 21 Feb 2025 12:53 PM (IST)

    ગુજરાતના માથે 2025-2026ના બજેટના કદ કરતા પણ વધુ રૂપિયાનું દેવું

    ગુજરાતના જાહેર દેવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવુ 3,77,963 કરોડને પાર થયું છે. આ જાહેર દેવુ એટલી બધી રકમનું છે કે, નાણાંકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રનું કદ 3,70,250 કરતા પણ વધુ છે. જાહેર દેવા પેટે ગુજરાત સરકારે 2022-2023ના વર્ષમાં 23442 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી. વર્ષ 2023-24 ના સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. 25212 કરોડ વ્યાજ ચૂકવ્યું અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે.

  • 21 Feb 2025 11:46 AM (IST)

    તાપી-કરજણ લિફ્ટ યોજનાથી પાણી 212 મીટર ઊંચે લઈ જઈને 73 ગામની 53,748 એકર જમીનને સિંચાઈનો લાભ અપાશે

    જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે.

    આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી મૂકેશ પટેલે ઉમેર્યું કે, તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં 212 મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના 73 ગામોમાં 53,748 એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના 51 ગામોમાં 35,946 એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામોમાં 17,802 એકર વિસ્તારનો સમાવેશ થાય છે.

  • 21 Feb 2025 11:36 AM (IST)

    ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો હાલ કોઈ વિચાર નથીઃ ગુજરાત સરકાર

    ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના આજે ત્રીજા દિવસે પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને કટાક્ષ સ્વરૂપે સવાલ કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની મહિલાઓ રોજેરોજ સમાચાર જોવે છે અને વાંચે છે. ગુજરાતની આજુબાજુના રાજ્યમાં કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો મળે છે. ગુજરાતમાં મહિલાઓને સરકાર 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો આપવા માંગે છે કે કેમ ?
    ગૃહમાં અમિત ચાવડાના પ્રશ્ને જવાબ આપતા  મંત્રી એ કહ્યું કે, હાલ આવો કોઈ વિચાર નથી.

  • 21 Feb 2025 10:32 AM (IST)

    ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાતના જળસંપતિ વિભાગના 7 અધિકારીઓને અપાયું પાણીચું

    જળસંપતિ પ્રભાગના કુલ 7 અધિકારીઓને, ઓપરેશન ગંગાજળ અંતર્ગત પાણીચું અપાયું છે. વિધાનસભા ગૃહમાં જળસંપતિ મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલના લેખિત સવાલનો લેખિત જવાબ આપ્યો હતો. વર્ષ 2024 અંતર્ગત જળસંપતિ પ્રભાગના 111 કેસની સમીક્ષા કરાઈ હતી. જે સમીક્ષા બાદ 1 અધિક ઇજનેર અને 1 કાર્યપાલક ઇજનેરને ફરજિયાત વયનિવૃતી અપાઈ છે. જ્યારે વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર કક્ષાના 5 કર્મચારીઓને પણ ફરજિયાત વયનિવૃતી અપાઈ હોવાનું જણાવાયું છે.

  • 21 Feb 2025 10:30 AM (IST)

    જૂનાગઢ જિલ્લાના 4, 39,917 વીજ ગ્રાહકોને, સરકારે વીજ બીલમાં કુલ 16.68 કરોડની રાહત આપી

    જૂનાગઢ જિલ્લાના 4, 39,917 વીજ ગ્રાહકોને, વીજ બીલમાં કુલ 16.68 કરોડની રાહત આપી હોવાનુ સરકારે માંગરોળના ધારાસભ્યે ગૃહમાં કરેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ ગૃહમાં પ્રશ્ન કર્યો હતો કે, જૂનાગઢ જિલ્લાના વીજ ગ્રાહકો વીજ બીલમાં રાહત આપવામાં આવી છે કે નહીં, તેના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવામાં આવી છે. ફ્યુઅલ ચાર્જમાં જાન્યુઆરી 2024 માં 50 પૈસા પ્રતિ યુનિટે તથા ઓકટોબર 2024 થી 40 પેસા પ્રતિ યુનિટે ઘટાડો કરવામાં આવ્યો છે.

  • 21 Feb 2025 10:12 AM (IST)

    ગુજરાતના 159 PSIને PI તરીકે અપાઈ બઢતી, પરંતુ મૂળ સ્થાને યથાવત

    રાજ્યના 159 PSIને બઢતી આપવામાં આવી છે. PSIને PI તરીકે પ્રમોશન કરવાની સાથે બદલી કરવામાં આવી નથી. સામાન્ય રીતે બઢતી સાથે બદલી કરવામાં આવતી હોય છે. પરંતુ 159 PSIને બઢતી બાદ પોલીસ કર્મચારીઓને તેમની મૂળ જગ્યા પર જ યથાવત રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ બઢતી અને બદલીની એક યાદી બહાર પડી શકે છે. જેમાં PIથી DySP તરીકે બઢતીની યાદી બહાર પડી શકે છે.

  • 21 Feb 2025 08:57 AM (IST)

    ઈન્સ્ટાગ્રામમાં પોલીસને બદનામ કરતી પોસ્ટ કરનારા સામે પોલીસે જ નોંધાવી ફરિયાદ

    બનાસકાંઠામાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. Instagram ધારક ahirani_jinal_007 સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાતા કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મીઓના ઈન્સ્ટાગ્રામમાં પોલીસ કર્મીની કામગીરીને બદનામ કરતા વીડિયો અપલોડ કરાયો હોવાની વિગતો સામે આવી છે. ahirani_jinal_007 નામના ઇંસ્ટાગ્રામ ધારકે પોલીસ સાથે સાંઠ ગાંઠ ધરાવી લોકો પાસેથી તોડ કરતા હોય તેવો દાવા કર્યો હતો. આ મામલે અગાઉ બે પોલીસ ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ ચૂકી છે.

  • 21 Feb 2025 08:52 AM (IST)

    પાયલ હોસ્પિટલના CCTV કાંડ કેસમાં પકડાયેલા આરોપીના આજે મંગાશે રિમાન્ડ

    પાયલ હોસ્પિટલના CCTV કાંડ કેસમાં પકડાયેલા આરોપીના આજે મંગાશે રિમાન્ડ. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. ઝીણવટપૂર્વક તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટ સમક્ષ રિમાન્ડની કરશે માંગણી. સાયબર ક્રાઇમના ગુનાની કડક કલમનો ઉમેરો કરાયો છે. CCTV કાંડમાં દેશ બહારના નેટવર્ક અંગે  પણ તપાસ હાથ ધરાય તેવી સંભાવના છે. કેટલા સમયથી અને કોણ નેટવર્ક ચલાવી રહ્યું છે તેની પણ કરાશે તપાસ.

  • 21 Feb 2025 08:21 AM (IST)

    ભરૂચ નજીક નેશનલ હાઈવે પર ગાયોના ધણને નડ્યો અકસ્માત, 7 ગાયના મોત

    ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયના ધણને  અકસ્માત નડ્યો છે. હાઇવે પરથી પસાર થઈ રહેલ ગાયના ધણ પરથી ટ્રેલર ફરી વળતા 7 ગૌ માતાના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માતના હૃદય હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક, સ્થળ પર ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો છે.

     

     

  • 21 Feb 2025 08:11 AM (IST)

    Mehsana News સોનાની ખરીદી માટે સવા ચાર લાખનો ચેક આપી કરી ઠગાઈ

    મહેસાણામાં સોનાની લગડી ખરીદવા ચેક આપી ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મહાકાળી જવેલર્સમાંથી બે ઠગ સોનુ લઈ ગયા હતા. 51 ગ્રામની 2 સોનાની લગડીઓ લઈ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક પણ આપ્યો હતો. રૂ.4.23 લાખનો ચેક બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યો ત્યારે ખાતું જ ખાલી હોવાનું સામે આવ્યું હતું. ચેક બાઉન્સ થતા શૈલેષ ઉધાડ પટેલ અને કલ્પેશ વોરા પટેલ વિરુદ્ધ જ્વેલર્સે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  • 21 Feb 2025 07:28 AM (IST)

    ગાંધીનગર મહાત્મા મંદિર પાસે ખ રોડ ઉપર મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત

    ગાંધીનગર મહાત્મા મંદિર પાસે ખ રોડ ઉપર મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનુ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક સાથે ત્રણ ગાડીઓ અથડાઈ હતી. ગાડીઓ એટલી જોરથી અથડાઈ હતી કે કારનો ભૂક્કો થવા પામ્યો છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિક શાખાના છેલ્લા એક માસથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામની પુર્ણાહુતી થઈ છે. ત્યાં જ ખ રોડ ઉપર આવી અકસ્માતની ઘટના બની છે, જેમાં વ્યક્તિના મોતના સમાચાર મળ્યા છે. ગાંધીનગરના અંદરના રસ્તાઓ ઉપર છેલ્લા ઘણા સમયથી ગાડીઓની રફતારનો કહેર વધ્યો છે.

  • 21 Feb 2025 07:23 AM (IST)

    આજે વિધાનસભાના અંદાજપત્ર સત્રનો ત્રીજો દિવસ

    આજે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલ ગુરુવારના રોજ નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-2026નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેને વિપક્ષે ચીલાચાલુ ગણાવ્યું હતું.

Published On - 7:23 am, Fri, 21 February 25