અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયો. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું.
પંચમહાલઃ હાલોલમાં દવાનો જથ્થો મળી આવ્યો છે. વાવડી ખેરાપ નજીક મળ્યો બિનવારસી દવાનો જથ્થો મળી આવ્યો છે. ઢીકવા ધનકુવા તરફ જવાનાના માર્ગ નજીક સીરપ, ટેબ્લેટ મળી આવી. અજાણી વ્યક્તિ દ્વારા દવાનો જથ્થો ફેંકી દેવાતા ખળભળાટ મચ્યો છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ સક્રિય થયુ છે. ગુજરાતના કેટલાક નેતાઓને જવાબદારી સોંપાઈ છે. વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરને જવાબદારી સોંપાઈ. નિરીક્ષક તરીકે સેન્સ માટે તેઓ કામગીરીમાં જોડાયા હતા. રાજ્યસભા સાંસદ મયંક નાયકને ગુજરાતી સમાજની જવાબદારી સોંપાઈ. કેન્દ્રીય પ્રધાન અને પોરબંદર સાંસદ મનસુખ માંડવીયાને પણ જવાબદારી સોંપાઈ. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંગઠનલક્ષી કામગીરી સોંપાઈ છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ જંગ વચ્ચે હતો. સિનિયર વકીલ દિલીપ પટેલના નેજા હેઠળની સમરસ પેનલની જીત થઇ છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારુ બન્યાં. 3 હજાર 699માંથી 2 હજાર 122 વકીલે મતદાન કર્યું હતું. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. ઉપપ્રમુખ સુમિત વોરા, કેતન મંઢ, સંદીપ વેકરીયા અને પંકજ દોંગાની પેનલની જીત થઇ.
ભોપાલ: પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડાના મામલામાં ઘરમાં થયેલી કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. ઘરમાંથી 40 કિલો ચાંદી મળી આવી છે. સૌરભ શર્માએ ઘરમાં જમીનની અંદર ચાંદીની ઈંટો દાટી રાખી હતી. ઘરમાંથી એટલી રોકડ મળી કે ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા. આ પહેલાં સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહની કારમાંથી સોનું મળ્યું હતું. 52 કિલો સોનું અને ₹10 કરોડ રોકડ જપ્ત કરાઈ હતી.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને લીધે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે. રાજકોટમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 10.9 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં પણ પારો ગગડીને 13.4 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટ, કચ્છના વિસ્તારોમાં આજે કોલ્ડવેવની આગાહી છે.
મોરબી: બોગસ ડૉક્ટર ઝડપાવાનો સીલસીલો યથાવત છે. માળીયા મીયાણાના કુંતાસી ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો છે. રામજી મંદિરનો પૂજારી જ લોકોની સારવાર કરતો હતો ! પૂજારી ભરત બિહરિદાસની ધરપકડ કરાઈ. એલોપેથી દવાઓ અને સારવારના સાધનો જપ્ત કરાયા. મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.
ભાવનગર જિલ્લામાં ફરી એક વાર ડમ્પરનો કહેર જોવા મળી રહ્યો છે. ગારિયાધારમાં ડમ્પરની અડફેટે બાઇક પર સવાર 2 લોકોના મોત થયા. એક કિશોર અને એક યુવકનુ મોત થયુ, ગારીયાધારથી નવાગામ જતા સમયે આ ઘટના બની.
અમદાવાદઃ ડમ્પરની અડફેટે મહિલાનું મોત થયુ છે. હુડકો ત્રણ રસ્તા સિંગરવા પાસે અકસ્માતમાં 33 વર્ષીય મહિલાનું મોત થયુ છે. રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભોગ બની. પૂરપાટ આવતા ડમ્પરે મહિલાને અડફેટે લીધી. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક કાળુલાલ મીણાની ધરપકડ કરી.
ઉત્તરપ્રદેશના સંભલમાં 22 જગ્યાઓ પર ગુપ્ત રીતે થયો ASI સર્વે. 5 તીર્થ અને 19 કુવાનું ટીમે કર્યું નિરીક્ષણ, કર્તિકેય મંદિરની થઈ કાર્બન ડેટિંગ. અમદાવાદમાં આતંક મચાવનાર લુખ્ખાઓને પોલીસે ભણાવ્યો પાઠ. રખિયાલના ચારેય આરોપીઓને ચાલવાના પણ ફાંફાં. તો શાહીબાગના લુખ્ખાઓનું પણ કાઢ્યું સરઘસ. BZ ગ્રુપના કૌભાંડમાં CIDની તપાસ તેજ. 4 કંપનીઓના 16 એકાઉન્ટમાં મળ્યા 360 કરોડના વ્યવહારો. મુખ્ય ફરિયાદમાં 8 આરોપીઓના નામ. પાલનપુર સુધી પહોંચ્યો બોગસ આધાર કાર્ડ કૌભાંડનો રેલો. જનસેવા કેન્દ્રના બે ઓપરેટર્સને અમદાવાદ લાવી પૂછપરછ. રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા. મોરબીમાં ફાટ્યો નકલી ડોક્ટરોનો રાફડો. ટંકારા અને હળવદમાં વધુ 6 બોગસ ડોક્ટર સકંજામાં. 3 દિવસમાં 9 મુન્નાભાઇની ધરપકડ. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ. સુરતમાં 11 લાખનો દોરીનો જથ્થો જપ્ત. તો અમદાવાદ અને વડોદરામાં પણ દોરીના વેપારીઓ પર તવાઇ.
Published On - 7:40 am, Sat, 21 December 24