સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત રાખવામાં આવી છે. 280 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરીને 1413 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. તપાસ દરમિયાન 148 હોટલ અને રેસ્ટોરન્ટોને આપવામાં આવી છે નોટિસ. જેમાં તાકીદે 14 હોટલ અને રેસ્ટોરન્ટોને બંધ કરવામાં આવી છે. તે સાથે સ્થળ ઉપર જ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે કાર્યવાહી હોવા છતાં ભેળસેળિયા સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
વડોદરાના દાંડિયાબજારની હોટેલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય ગુલામમુસ્તફા નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં લાઇટ જતાં બાથરૂમમાં લપસી પડવાથી મોત થયાનો દાવો કરાયો હતો. જોકે, પોલીસ તપાસમાં ઘટના સમયે રૂમમાં બે નહીં પરંતુ ત્રણ યુવકો હાજર હોવાનો ખુલાસો થયો છે. મૃતકે ત્રીજા યુવકને ફોન કરીને બોલાવ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એક પાર્ટનર યુવકે વાયગ્રા લીધી હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહનું વિસેરા સુરક્ષિત રાખ્યું છે અને ‘કોઝ ઓફ ડેથ’ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલની જુનિયર મહિલા તબીબને સિનિયર તબીબ દ્વારા માર મારવાના મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડો.અશ્વિન રામાણી વિરુદ્ધ BNS ની કલમ 115(2), 352, 351(2) સહિતની કલમ અંતર્ગત નોંધાઈ ફરિયાદ. ફરિયાદ નોંધાતા જુનિયર તબીબોની હડતાળ સમેટાઇ ગઈ છે. જુનિયર તબીબો ફરજ પર પરત ફર્યા. શુક્રવારના રોજ સવારે 10 વાગ્યે સિવિલ હોસ્પિટલના RMO, મેડિકલ કોલેજના ડીન સહિતના દ્વારા બેઠક યોજવામાં આવશે. જુનિયર તબીબો સાથે યોજવામાં આવશે બેઠક. ડો.અશ્વિન રામાણી દ્વારા ડો ક્રિશા શિંગાળા સાથે ઇમરજન્સી રૂમમાં થઇ હતી બબાલ. ગંભીર હાલતમાં આવેલા વૃદ્ધ માજીને વેન્ટિલેટર પર ઈમરજન્સી વોર્ડમાં રાખવા ડો. ક્રિશા દ્વારા કરવામાં આવી હતી રજૂઆત. રજૂઆતના પગલે ડો.અશ્વિન રામાણી દ્વારા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું જણાવ્યું હતું. જે બાબતે મામલો ઉગ્ર બન્યો હતો.
વડોદરાના રાયપુરા ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો. 12 ધોરણ પાસ આધેડ ડોક્ટર બની સારવાર કરતો હતો. ડિગ્રી વગર ક્લિનિક ચલાવતાં અસીમ સંખારીની ધરપકડ. પશ્ચિમ બંગાળનો અસીમ આરોગ્ય સાથે કરતો હતો ચેડા.
બોગસ તબીબ પાસેથી એલોપેથી દવાનો મોટો જથ્થો જપ્ત. જિલ્લા એસઓજીએ દરોડો પાડી બોગસ તબીબને ઝડપ્યો.
રાજકોટની સિવીલ હોસ્પિટમાં સિનિયર તબીબ અને જુનિયર તબીબ વચ્ચે વિવાદ સર્જાયો છે. દર્દીને સારવાર આપવા બાબતે સિનિયર તબીબ અને જુનિયર તબીબ વચ્ચે થઇ બબાલ. જુનિયર તબીબને સિનીયર તબીબ દ્રારા માર મારીને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિનિયર તબીબ અશ્વિન રામાણીને, જુનિયર તબીબ ત્રિશા શિંગાળા સાથે થયું ધર્ષણ. સિનિયર તબીબના વર્તન સામે જુનિયર તબીબો હડતાલ પર ઉતર્યા. જુનિયર તબીબોની હડતાલને કારણે રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે.
અમદાવાદમાંથી ગેરકાયદે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. કાગડાપીઠ પોલીસે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ લાવતા હતો આરોપી. ઉત્તરાખંડના 2 સહિત 3 આરોપી ઝડપાયા. કુલ 108 પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ સાથે રૂપિયા 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આજે 21 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:17 am, Fri, 21 August 26