ભાવનગર જિલ્લાના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર હુમલો કરવાના કેસમાં ઘટનાના આશરે 15 કલાક બાદ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે લિસ્ટેડ બુટલેગર, એક મહિલા સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, SMCની ટીમ દારૂના અડ્ડા પર દરોડા પાડવા પહોંચી ત્યારે કેટલાક શખ્સોએ પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. આ હુમલામાં ASI અને હેડ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. વધુમાં, દરોડા દરમિયાન એક મહિલાએ દારૂની પોટલીઓનો નાશ કરીને બુટલેગરને ભગાડવામાં મદદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બુટલેગર અને મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પરંપરાગત પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ યોજાયેલી પલ્લીમાં ભક્તોએ મોટી માત્રામાં શુદ્ધ ઘીનો અભિષેક કરી માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ધાર્મિક માન્યતા મુજબ, રૂપાલનાં વરદાયિની માતાજી અને પ્રાંતિજનાં બ્રહ્માણી માતાજી બંને બહેનો છે. આ માન્યતાને પગલે રૂપાલ અને પ્રાંતિજમાં પલ્લી યોજવાની પરંપરા જળવાઈ રહી છે. પલ્લીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આજે 20 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:50 am, Tue, 20 October 26