20 નવેમ્બરના મહત્વના સમાચાર : મોડી રાત્રે MCX પર સોના-ચાંદીના ભાવમાં કડાકો, 10 ગ્રામ સોનામાં 2200 રૂપિયા ઘટીને 1.27 લાખે પહોંચ્યો

આજે 20 નવેમ્બર શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 નવેમ્બરના મહત્વના સમાચાર : મોડી રાત્રે MCX પર સોના-ચાંદીના ભાવમાં કડાકો, 10 ગ્રામ સોનામાં 2200 રૂપિયા ઘટીને 1.27 લાખે પહોંચ્યો
| Edited By: | Updated on: Nov 20, 2026 | 8:05 AM

LIVE NEWS & UPDATES

  • 20 Nov 2026 08:05 AM (IST)

    જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, નિર્ધારિત સમયથી 15 કલાક વહેલી શરૂ

    જૂનાગઢમાં આસ્થાના મહાપર્વ સમાન ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ઉમટી પડ્યા છે. પરંપરા મુજબ પરિક્રમાનો વિધિવત પ્રારંભ મધ્યરાત્રિથી થવાનો હતો, પરંતુ યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં 15 કલાક વહેલી પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. યાત્રિકોની સંખ્યા સતત વધતા ઈટવા ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ભાવિકોને પરિક્રમામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ‘જય ગિરનારી’ના નાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ ગિરનારની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. ગિરનારની પવિત્ર પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.

  • 20 Nov 2026 07:48 AM (IST)

    જામનગરમાં 8.91 લાખના હેરોઈન સાથે પંજાબના બે શખ્સો ઝડપાયા

    જામનગરના મેઘપર ગામે પોલીસે ડ્રગ્સ સામેની કાર્યવાહી કરતા હેરોઈનના જથ્થા સાથે પંજાબના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. મેઘપર ગામમાં ભાડાના મકાનમાં રહેતા બંને શખ્સો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક રૂમમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રૂમ નંબર 101માંથી 40.06 ગ્રામ હેરોઈન સહિત કુલ 8.91 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પંજાબના તરનતારનના બઘેલસિંઘે આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર બઘેલસિંઘને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


  • 20 Nov 2026 07:46 AM (IST)

    સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4 દિવસથી સતત ઘટાડો

    અમદાવાદ સહિત દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે MCX માર્કેટ બંધ થતાં જ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો હતો. 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 2,200 રૂપિયાનો ઘટાડો થતાં ભાવ ઘટીને 1.27 લાખ રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 3,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 1.58 લાખ રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા ચાર દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, આજે દિવસ દરમિયાન MCX માર્કેટમાં ભાવમાં કોઈ મોટી વધઘટ જોવા મળી નહોતી, પરંતુ બજાર બંધ થયા બાદ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સતત ઘટતા ભાવને પગલે સોના-ચાંદીના વેપારીઓ તેમજ રોકાણકારોમાં પણ હલચલ જોવા મળી રહી છે.

આજે 20 નવેમ્બર શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

Published On - 7:45 am, Fri, 20 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.