20 જાન્યુઆરીના મહત્વના સમાચાર : બનાસકાંઠાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તમામને હોસ્પિટલ દાખલ કરાઇ

આજે 20 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 જાન્યુઆરીના મહત્વના સમાચાર : બનાસકાંઠાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તમામને હોસ્પિટલ દાખલ કરાઇ
| Edited By: | Updated on: Jan 20, 2026 | 10:50 AM

LIVE NEWS & UPDATES

  • 20 Jan 2026 10:50 AM (IST)

    મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં 4 કર્મચારીઓની ધરપકડ

    મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા મળી. વાસ્મોની મહીસાગર કચેરીએ કામ કરતાં 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 કર્મચારી પાસે 4 અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. સોશિયલ કર્મચારી તરીકે ફરજ નિભાવતા  હતા. સરપંચો પાસેથી કોરા લેટરપેડ લઈ ફંડની માગણી, ખોટી સહી કર્યાનો આરોપ છે. સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ થઇ છે.

  • 20 Jan 2026 10:08 AM (IST)

    રાજકોટ: વોકડામાં ડૂબી જતા પિતા પુત્રના મોત

    રાજકોટ: વોકડામાં ડૂબી જતા પિતા પુત્રના મોત થયા છે. પડધરીના ખોખરી ગામના 6 વર્ષના પુત્ર અને 27 વર્ષીય પિતાનું મોત થયુ, ગત 16મીએથી બંને પિતા પુત્ર ગુમ હતા. તપાસ દરમિયાન વોકડામાંથી મૃતદેહ મળી આવ્યા.
    પડધરી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઇ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.


  • 20 Jan 2026 09:40 AM (IST)

    ED એ 3 રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા

    સબરીમાલા મંદિર સોનાની ચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેરળમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પાડવામાં આવ્યા હતા.

  • 20 Jan 2026 09:20 AM (IST)

    બનાસકાંઠા: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાની 35 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની છે. સાંજના ભોજન બાદ વિદ્યાર્થિનીઓ ઝાડા-ઉટલી થતાં તમામ વિદ્યાર્થિનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શરૂઆતમાં 10 વિદ્યાર્થીનીઓને ઉલટી અને જાડાની અસર જોવા મળી, પરંતુ થોડા જ સમયમાં વધુ બાળકોને અસર થતાં આ સંખ્યા વધીને 35 સુધી પહોંચી. હાલ વિદ્યાર્થિઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ શાળાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • 20 Jan 2026 09:12 AM (IST)

    UAEના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ઐતિહાસિક કરાર

    UAEના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ઐતિહાસિક કરાર થયા. ત્રણ કલાકની યાત્રા દરમિયાન અનેક મહત્વના કરાર પર મહોર વાગી, બન્ને દેશો વચ્ચે ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં ભાગીદારી પર સંમતિ થઇ. UAE ભારતમાં ડેટા સેન્ટરમાં રોકાણ કરશે. બન્ને દેશ સાથે મળીને સુપરકમ્યૂટિંગ ક્લસ્ટર સ્થાપિત કરશે. દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા અબૂ ધાબીમાં ‘હાઉસ ઑફ ઈન્ડિયા’ સ્થપાશ. આતંકવાદ, AI, સંરક્ષણ ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઇ.

  • 20 Jan 2026 09:04 AM (IST)

    અમદાવાદ: વટવાનાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન

    અમદાવાદ: વટવાનાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ. ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ કાર્યવાહી કરી. 400 કાચા-પાકા મકાનો તોડાશે. 12 હિટાચી અને 4 JCB મશીનો સાથે કાર્યવાહી. 4 તબક્કામાં ડિમોલિશનની કામગીરી થશે. 6 પોલીસ સ્ટેશનના 500 જેટલા પોલીસકર્મીઓનો પહેરો છે. 300 જેટલા AMCના અધિકારીઓને કામગીરીમાં જોડાયા.

  • 20 Jan 2026 08:41 AM (IST)

    ચિલી: જંગલમાં ભીષણ આગમાં 19નાં મોત

    ચિલી: જંગલમાં ભીષણ આગમાં 19નાં મોત થયા છે. દાવાનળને કારણે ચિલી સરકારે કટોકટી જાહેર કરી. 50હજારથી વધુ લોકોનું સ્થળાંતર. નુબલ અને બાયોબિઓ પ્રદેશોમાં 2 દિવસથી દાવાનળ ભભુકી રહ્યો છે. 4હજાર ફાયરફાઇટર્સનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ છે.

  • 20 Jan 2026 07:41 AM (IST)

    મિશિગનમાં 100 થી વધુ વાહનો વચ્ચે અકસ્માત

    મિશિગનમાં 100 થી વધુ વાહનો વચ્ચે થયેલા અકસ્માતનો ડ્રોન ફૂટેજ સામે આવ્યો છે. આ ખતરનાક અકસ્માત શિયાળાના હવામાનમાં થયો હતો, જેના પરિણામે આ વિસ્તારમાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા.

  • 20 Jan 2026 07:32 AM (IST)

    જુહુ રોડ પર અક્ષય કુમારની એસ્કોર્ટ કાર અને બીજી ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થઈ, જેમાં બે લોકો ઘાયલ

    મુંબઈના જુહુ વિસ્તારમાં બે કાર અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થતાં બે લોકો ઘાયલ થયા. આ અકસ્માતમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર પણ સામેલ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

  • 20 Jan 2026 07:32 AM (IST)

    ભાજપે પ્રદેશ કારોબારી જાહેર કરી

    ભાજપે પ્રદેશ કારોબારી જાહેર કરી. 79 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર. 26 વિશેષ આમંત્રીત સભ્યોની જાહેરાત કરાઈ. ભાજપ ના સીનીયર આગેવાનોને વિશેષ આમંત્રિતમાં સ્થાન અપાયું.

આજે 20 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:31 am, Tue, 20 January 26