અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને સ્વેટર બાબતે ફરજિયાત નિયમો લાદવાના મુદ્દે બે શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓઢવની સુજ્ઞાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા ફટકારની નોટિસ પાઠવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા ફરજ પાડવામાં આવી હતી તેમજ નિશ્ચિત દુકાનમાંથી જ સ્વેટર ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવતો હતો. આ ફરિયાદોના આધારે બંને શાળાઓને શો-કોઝ નોટિસ અપાઈ છે અને વિદ્યાર્થીદીઠ ₹10 હજારનો દંડ કેમ ન આપવો જોઈએ તે અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
