
આજે 20 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટના જેતપુરમાં આંગડિયાના મારફતે બજારમાં નકલી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગત 13 એપ્રિલે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ ડોબરીયા નામના શખ્સે જુનાગઢના મિત પટેલને 10 લાખનું આંગડયું કર્યું. જેમાં નોટોનાં 2 બંડલમાં 500ની મતાની કુલ 12 નકલી નોટો નીકળતા. આંગડિયા પેઢીના સંચાલકે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો..
પોલીસ દ્વારા નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા અન્ય એક આરોપી લાલુ ઠુંમરનું નામ સામે આવ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ આરોપી દ્વારા અગાઉ પણ આજ પ્રકારે 10 લાખનું આંગડીયું કરી નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી. આરોપીઓ પહેલા 500ના દરની ચલણી નોટોની એક સીરીઝ મુજબની નોટો શોધતા અને અસલી નોટના બંડલમાંથી દશ બાર નોટ કાઢી. જેની જગ્યા પર નકલી નોટો મૂકી દેતા
ભાવનગરમાં ભાન ભૂલેલા લુખ્ખાઓને હવે પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન. કાયદો હાથમાં લઇને કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનારા આરોપીઓના ઘર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ અને PGVCLની ટીમોની સંયુક્ત કાર્યવાહીમાં ઘોઘા રોડ પર આડોડિયા વાસમાં આરોપીઓના ઘરના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા. તો કાર્યવાહી દરમિયાન PGVCLની ટીમે 7 લાખની ગેરરીતિ પણ ઝડપી પાડી. સૂત્રોની માનીએ તો પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને આગામી દિવસોમાં લુખ્ખાઓ સામે તંત્રની તવાઇ યથાવત રહેશે.
અમદાવાદમાં વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ લાખોની ઠગાઇ કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. બોગસ ટ્રસ્ટી બનીને આરોપીઓએ 100 કરોડની મિલકતોનું 20 વર્ષ સુધી ભાડું પણ વસૂલ્યું અને બોર્ડમાં જમા ન કરાવીને AMC તથા વકફ બોર્ડને કરોડોનો ચૂનો પણ ચોપડ્યો. સમગ્ર મામલે કાર્યવાહી કરતા ગાયકવાડ હવેલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ ખાન, મહમંદ યાસર, મેહમૂદ પઠાણ, મોહમદ ચોબદાર, સાહીદ શેખનો સમાવેશ થાય છે.. આરોપીઓની ધરપકડ બાદ તમામને સાથે રાખીને પોલીસે પંચનામુ કર્યું.
વાવડોદરા શહેરના મધ્યમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમાન માંડવી ચાર દરવાજાનું આખરે સમારકામ કરવામાં આવશે. સંરક્ષિત હોવાછતાં માંડવી દરવજાનો કેટલોક ભાગ જર્જરીત થતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠયા તો એક્શનમાં આવેલા વડોદરાના મહારાણી રાધિકારાજેએ માંડવી દરવાજાની મુલાકાત લીધી. સાથે જ પુરાતત્વ વિભાગના અધિકારીઓએ અને હેરિટેજ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા અને કેવી રીતે માંડવીની શાન પાછી લાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગુજરાતી ભાષા પર કર્યો છે પ્રહાર. રાઉતે ગુજરાતીને મરાઠા ભાષા માટે ખતરો ગણાવી છે.. એટલું જ નહીં, મરાઠી ભાષા પર ગુજરાતી ભાષાનું આક્રમણનો પણ આરોપ લગાવ્યો. આડકતરી રીતે રાઉતે ગુજરાતી ભાષાના માધ્યમથી મોદી-શાહ પર નિશાન તાક્યું.
તો રાઉતના આરોપ સામે ગુજરાત કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ગુજરાતી ભાષાના બચાવમાં ઉતર્યા. ભાજપે સંજય રાઉત પર ભાષાના નામે ઝેર ફેલાવાનો આરોપ લગાવ્યો અને ગુજરાતી-મરાઠી એક હોવાની વાત કરી. આ તરફ કોંગ્રેસે પણ સંજય રાઉતના નિવેદનને વખોડ્યું.
સનાતન પર પ્રહાર નહીં પરંતુ હવે જમીન પચાવી પાડવાનો આક્ષેપ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર લાગ્યો છે. ગોંડલના ખેડૂત પરિવારે ગઢડાના માધવ પ્સાદ સ્વામી પર જમીન પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતનો દાવો છે કે, વ્યાજે દોઢ લાખ લીધા હતા. જેની સામે સ્વામીએ જમીનના દસ્તાવેજો લઈ લીધા. 2 લાખ રૂપિયા પરત કર્યા છતાં સ્વામીએ દસ્તાવેજનાં કોરા કાગળો પર સહી કરાવી નાખ્યાનો આક્ષેપ લગાવાયો છે. ખેડૂતનાં પુત્રએ વારસાઇ કરાવવા જતા જમીન અન્યનાં નામે હોવાનું સામે આવતા, હવે આ મામલો ગરમાયો છે. વર્ષ 2004થી 2007 સુધીમાં સમગ્ર ઘટનાક્રમ બન્યાનો દાવો છે. હાલ આ 5 વીઘા જમીનની બજાર કિંમત કરોડોમાં હોવાનો દાવો છે. સમગ્ર મામલે ખેડૂતના પુત્રએ બોટાદ અને આટકોટ પોલીસમાં અરજી કરી છે.
સુરતમાં ઘણા સમયથી તોડબાજીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો. કેટલાક કહેવાતા પત્રકાર ધમકી આપી ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે અને 46 પત્રકાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, RTI થકી બાંધકામની માહિતી મેળવીને ખોટી રીતે હેરાન કરે છે. બાંધકામ તોડી પાડવાની ધમકી આપીને ખંડણી માગે છે. આવા કહેવાતા પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની રજૂઆત ધારાસભ્યએ કરી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદથી થયેલા વિનાશ અંગે કહ્યું, “રામબનમાં થયેલા ભૂસ્ખલન અને અચાનક પૂરથી હું ખૂબ જ દુઃખી છું, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ.”
ડાંગ સાપુતારા ઘાટ માર્ગ ઉપર અકસ્માત થયો હતો. લગ્નમાં જતા જાનૈયાઓ ભરેલ ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના નિફાડથી ડાંગ જિલ્લાના માલેગાંવ લગ્ન પ્રસંગે આવતો હતો ટેમ્પો. એ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં કુલ 13 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. જો કે સદનશીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી. ઇજાગ્રતોને સામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યપ્રધાન દ્વારા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 282 કરોડના ખાત મુહર્ત અને લોકાર્પણ પણ કરાયા હતા. મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપન્દ્ર પટેલનું મોટું નિવેદન કર્યું હતું. મોડાસાની યુનિવર્સીટીની માંગ પુરી કરશે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું. સાબરકાંઠા અને અરવલ્લીના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને લઈ પડી રહી છે હાલાકી. બંને જિલ્લાન વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરવા કરાઈ હતી રજૂઆત.
સુરતમાં તોડબાજ પત્રકારોની નોંધણી રદ કરવા માટે ધારાસભ્ય અરવિંદ રાણાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલની બેઠક મળી હતી. સુરત પૂર્વના MLA અરવિંદ રાણાએ તોડ કરતા પત્રકારનું રજીસ્ટ્રેશન રદ કરવા રજુઆત કરી હતી. કહેવાતા પત્રકાર ધાક ધમકી આપીને લાગતા વળગતા લોકો પાસેથી ખંડણી ઉઘરાવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંકલનની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે, સુરતમાં આંતરિક રસ્તા બનાવા રજુઆત કરી હતી. તો મેયર દક્ષેશ માવાણીએ કતારગામ સિંગણપોર તાપી નદી કિનારે પારા પર ગેરકાયદેસર ઝુંપડાના દબાણો દૂર કરવા રજુઆત કરી હતી.
અમદાવાદમાં વ્યાજખોર વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચમાં ફરીયાદ નોંધાઈ છે. ઘનશ્યામસિંહ વાધેલા અને ગૌતમ શર્મા વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. વ્યાજનું વ્યાજ ગણી રૂપીયા 1 કરોડ 12 લાખની માંગણી કરતા હતા વ્યાજખોર. સિક્યુરિટી પેટે કોરા ચેક, પ્રોમીસરી નોટ પણ લખાવી લીધી હોવાનો આરોપ લગાવાયો છે. ચેક રીટર્ન કરાવી કેસ કરવાની ધમકી આપતા હતા. મુડી કરતા વધુ કિંમતના ફ્લેટ અને દુકાનના દસ્તાવેજો કરાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીક આગનો બનાવ બન્યો છે. મહાનગરપાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં અનાચક આગ લાગી હતી. આગમા 7 ગાડી બળીને ખાક થઈ ગઈ છે. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
AMC અને વકફબોર્ડ સાથે છેતરપિંડી થઈ હોવાની ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી ના હોવા છતા વકફબોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડુ વસુલતા હતા. સલીમખાન પઠાણ, મહમદ યાસર શેખ, મહેમુદખાન પઠાણ, ફેઝ મોહમદ ચોબદાર, સાહીદ શેખ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. કાચની મસ્જીદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સલીમખાને વકફ બોર્ડમાં ખોટુ સોગંધનામું આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. ટ્રસ્ટ દ્વારા AMCને શાળા બનાવવા આપેલ જમીનમાં દુકાનો બનાવી છે. દુકાનોના ગેરકાયદે ભાડું ઉધરાવવામાં આવતું હતું. ગાયકવાડ હવેલી પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ચાંગોદરમા બે મહિલાની હત્યા મામલે ગ્રામ્ય LCBએ મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ફેક્ટરી કામદાર હોવાનુ સામે આવ્યુ છે. પથ્થરના ઘા મારી બન્ને મહિલાની હત્યા નિપજાવી હતી. ચોરીની શંકાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં મહિલા સાથે બળાત્કાર કર્યો હોવાની આશંકા. ચાચરવાડી વાસણા ગામની સીમમાંથી મળ્યા હતા મૃતદેહો. 45 અને 70 વર્ષના દેરાણી જેઠાણીની હત્યા કરી હતી. હત્યાનુ ચોક્કસ કારણ જાણવા ગ્રામ્ય LCB એ પૂછપરછ હાથ ધરી છે. 45 પોલીસ કર્મી તપાસમાં જોડાયા હતા. ગ્રામ્ય LCB ટીમ વધુ તપાસ શરૂ કરી.
રાજકોટના જસદણમાં આવેલ માંડવરાય હોસ્પિટલ નજીક તેમજ ગોકુલ ચોકમાંથી બાંકડાની ચોકાવનારી ચોરી થવા પામી છે. જસદણ નગરપાલિકા દ્વારા મુકાયેલા બાંકડાની ચોરી થઈ છે. રાત્રિના સમયે અલગ અલગ જગ્યા પરથી 15 થી પણ વધારે બાંકડાની ચોરી થવા પામી છે. ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. રિક્ષામાં ભરી બાંકડા ચોરી કરીને તસ્કરો લઈ જતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા, જસદણ પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી છે.
ગોંડલ હનીટ્રેપની ઘટનામાં પદ્મીનીબા વાળા સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. તેજલ નામની મુખ્ય મહીલા આરોપી હજૂ પણ પોલીસ પકડથી દૂર છે. ગોંડલના રમેશભાઈ નામના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી જવાની આપી હતી ધમકી. 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. રાજકોટની તેજલ છૈયા, પદ્મીનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે બી’ડીવીઝન માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ઈન્ચાર્જ પીઆઇ. ડામોરે તપાસ હાથ ધરી પદ્મિનીબા વાળા તેના પુત્ર સત્યજીતસિહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ હતી.
રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની પ્રતિષ્ઠા સામે ફરી સવાલ ઉઠ્યા છે. ધોરાજી ઉપલેટામાં નવનિર્માણ પામનાર નવા એસ ટી બસ સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યકર્મના પોસ્ટરમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ફોટો અને નામ ગાયબ છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ખાત મુહૂર્ત કાર્યકર્મ યોજાનાર છે. ખાત મુહર્ત સમારોહના પોસ્ટરોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના ફોટા સાથે પોસ્ટરો લગાયા છે. સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને સાઇડ લાઇન કરાયા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ગઈ કાલે મહેન્દ્ર પાડલીયા પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વાયરલ થઈ હતી પત્રિકા. ફરી આજે મહેન્દ્ર પાડલીયાનો ફોટો અને નામ ગુમ થતાં અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
વડોદરામાં બુટલેગરો વચ્ચે ગેંગવોર થવા પામી છે. બુટલેગર અલ્પુ સિંધી અને સાગરીતોએ, અન્ય બુટલેગરને માર માર્યો હોવાના આરોપ લગાવાયો છે. ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીનું નિવેદન કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધી ગેરકાયદે દારૂનો સપ્લાય કરે છે. અલ્પુ સિંધી અગાઉ જેલમાં હતો ત્યારે હેરી લુધવાણી બહાર હતો. જેલમાંથી અલ્પુ સિંધીના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી. દારૂની એક પેટી પર 500 રૂપિયા ખંડણી માંગે છે અલ્પુ સિંધી. વારસીયા પોલીસ મથકમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી હતી. ફતેગંજમાં મને માથા પર ચપ્પુ માર્યું અને શરીર પર પાઇપથી હુમલો કર્યો હતો. અલ્પુએ ખંડણી રૂપે કાર આંચકી લીધી છે. કાર પરત માંગતા હેરીને માર મરાયા ના આરોપ લગાવાયો છે. કુખ્યાત અલ્પુ સિંધીને પૂર્વ કુખ્યાત ડોન મુકેશ હરજાણી બનવાના અભરખા હોવાનુ પણ જણાવાયું છે.
દુબઈથી આવેલા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અરાઇવલ ડિપાર્ચરના સિક્કા ભુસીને પાસપોર્ટમા ચેડા કર્યાં હતા.થાઈલેન્ડ ઈમિગ્રેશન અરાઇવલ અને ડિપાર્ચરના સિક્કા ભૂસ્યા હતા. પાણીથી સિક્કા ભુસવાનો પ્રયાસ કર્યો હતો. પાલડીના પ્રિત શાહ થાઈલેન્ડ ફરવા ગયો હોવાનું ઘરે ખબર ના પડે તે માટે પાસપોર્ટમાંથી સિક્કા ભૂસી નાખ્યા. પાલડીના પ્રિત શાહ વિરુદ્ધ ફરિયાદ નોધી ધરપકડ કરવામાં આવી હતી.
Published On - 7:25 am, Sun, 20 April 25