1 જૂનના મોટા સમાચાર : ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાતે સર્જયા અનેક રહસ્ય

|

Jun 02, 2023 | 12:02 AM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

1 જૂનના મોટા સમાચાર : ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાતે સર્જયા અનેક રહસ્ય
Gujarat latest live news and samachar today 11 June 2023

Follow us on

આજે 1 જુન અને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ. આ સાથે જ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jun 2023 11:50 PM (IST)

    Gujarat News Live : અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી કઠલાલ પોલીસે, પકડયો 2722 કિલો પોશ ડોડાનો જથ્થો

    કઠલાલ પોલીસે, અમદાવાદ ઈન્દોર હાઈવે પરથી રૂપિયા 81 લાખ 68 હજારની કિંમતનો 2722 કિલો પોશ ડોડાના જથ્થો પકડીને બે વ્યક્તિની અટકાયત કરી છે. પોશડોડાનો જથ્થો અને ટ્રક સહીત કુલ એક કરોડનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત છે. ખેડા એસ. ઓ. જી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 01 Jun 2023 11:23 PM (IST)

    Gujarat News Live : ISRO બીજા મંગળ મિશન માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે; ચંદ્રયાન-3 જુલાઈમાં લોન્ચ થઈ શકે છે

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ઈસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ શંકરને ગુરુવારે જણાવ્યું હતું કે મંગળ પરનું બીજું મિશન અભ્યાસ હેઠળ છે. અવકાશ એજન્સી મિશનને પૂર્ણ કરવા માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો ચકાસવામાં આવી રહ્યાં છે.


  • 01 Jun 2023 11:06 PM (IST)

    Gujarat News Live : SIUએ અનંતનાગમાં આતંકવાદીના સહયોગીની સંપત્તિ જપ્ત કરી

    એક મોટી કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ ગુરુવારે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના મદદગારની અનંતનાગ સ્થિત સંપત્તિ જપ્ત કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે SIU કાશ્મીર ખીણમાં આતંકવાદીઓને મદદ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

  • 01 Jun 2023 10:28 PM (IST)

    Gujarat News Live : સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન આવ્યુ સામે

    સુરેન્દ્રનગર શહેરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સ કેસમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન સામે આવ્યુ છે. ડ્રગ્સની તસ્કરીમાં પકડાયેલા 3 પૈકી બે આરોપી અક્ષય ડેલુ અને વિષ્ણુરામ કોકડ, બિશ્નોઈ ગેંગના સાગરીત છે. આ ત્રણેય લોરેન્સ બ્રિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 01 Jun 2023 10:27 PM (IST)

    Gujarat News Live : પાકિસ્તાનની જેલમાં કેદ 200 ભારતીય માછીમારોને કરાયા મુક્ત

    પાકિસ્તાન જેલમાં બંધક એવા 200થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. બીજા તબક્કામાં 200 માછીમારો આજે જેલમુક્ત થયા છે. તમામ ભારતીય માછીમારો આવતીકાલ શુક્રવારે વાઘા બોર્ડર પહોંચશે. ગુજરાતના ફિશરીઝ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાથી ભારત આવનારા માછીમારોનો કબજો મેળવશે. વાઘા બોર્ડર પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માછીમારો, તેમના માદરે વતન પહોંચશે. માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 01 Jun 2023 10:25 PM (IST)

    Gujarat News Live : ભાવનગરમાંથી ઝડપાયું ગેરકાયદે ચાલતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર

    ભાવનગર શહેરમાંથી ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડાયું છે. પોલીસે બે માસ્ટરમાઇન્ડ યુવકોની ધરપકડ પણ કરી છે. ઘોઘા રોડ પર આવેલી શિવ પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખીને બે યુવકો ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ વિદેશી નાગરિકોના ડેટા લઇને લોનના બહાને મેસેજ કરીને રૂપિયા પડાવી લેતા હતા.

    આ સમાચાર વિગતે જાણવા અહીંં ક્લિક કરો.

  • 01 Jun 2023 09:12 PM (IST)

    Gujarat News Live : ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાતે સર્જયા અનેક રહસ્ય

    ગૌતમ અદાણી આજે શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. શરદ પવાર એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ ગૌતમ અદાણી સિલ્વર ઓકમાં પ્રવેશ્યા હતા. શરદ પવાર તેમના પરફેક્ટ ટાઈમિંગ માટે જાણીતા છે. ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચેની મુલાકાતને લઈને અનેક રહસ્યો સર્જાયા છે. આ મુલાકાતના પરિણામ આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળે તો નવાઈ નહી. કારણ કે, શરદ પવાર ગૌતમ અદાણી ને મળતા પહેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા.

  • 01 Jun 2023 08:25 PM (IST)

    Gujarat News Live : આતિશીને જનસંપર્ક વિભાગની જવાબદારી મળી

    દિલ્હી સરકારના મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આતિશીને હવે જનસંપર્ક વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ વિભાગ કૈલાશ ગેહલોત સંભાળતા હતા.

  • 01 Jun 2023 08:02 PM (IST)

    Gujarat News Live : અમદાવાદનો ઇદગાહ બ્રિજ વાહનચાલકોની અવરજવર માટે કરાયો બંધ

    અમદાવાદ શહેરનો ઈદગાહ બ્રિજ લોકોની અવરજવર માટે 15 દિવસ માટે બંધ કરાયો છે. બ્રિજ પર લોંખડની રેલિંગનુ વજન વધી જતા અકસ્માત થવાનુ જોખમ હોવાને પગલે, તંત્રે ઈદગાહ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે વિભાગના સિનિયર સેકશન એંન્જીનિયર દ્રારા સર્વે કર્યા બાદ બ્રિજ બંધ કરાયો છે. કોન્ક્રીટ પરની રેલિંગનો વજન વધી જતાં નીચેથી પસાર થતી ટ્રેનો પર કોંક્રીટ પડવાનો ભય ઊભો થયો છે.

    બ્રિજ પરથી રેલિંગ કાઢવાનુ કામ પુરુ થયા બાદ બ્રિજને ચાલુ કરવામા આવશે. બ્રિજ બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન પણ આપવામા આવ્યુ છે. આ બ્રિજ બંધ થતા, ઈદગાહ બ્રિજ પરથી રોજ અવરજવર કરનારાઓએ બે કિલોમીટર ફરીને જવું પડશે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે.

  • 01 Jun 2023 07:57 PM (IST)

    Gujarat News Live : વાપીના સલવાવ ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં પિતા પુત્રનુ મોત

    વલસાડ જિલ્લાના વાપીના સલવાવ ખાતે સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં પિતા પુત્રનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા પિતા પુત્રને ટેમ્પો ચાલકે અડફટે લીધા હતા. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 01 Jun 2023 07:54 PM (IST)

    Gujarat News Live : કુસ્તીબાજો લડાઈ ન છોડે, રસ્તા પર ઉતરીશું – મમતા બેનર્જી

    કુસ્તીબાજોને સમર્થન કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, હું કુસ્તીબાજોને વિનંતી કરીશ કે તેઓ તેમની લડાઈ ન છોડે. કુસ્તીબાજો જે પણ નિર્ણય લેશે, તેને અનુસરીને અમે આંદોલન કરીશું. અમે કુસ્તીબાજોના સમર્થનમાં મીણબત્તી પ્રગટાવીને ગાંધી પ્રતિમા પાસે જઈશું. જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે નહી છોડીએ. અમે તેમની (કુસ્તીબાજો) સાથે વાત કરીશું અને ફરીથી અમારી ટીમ મોકલીશું. કુસ્તીબાજોની લડને ટેકો આપવા માટે કોઈને કોઈએ તો રસ્તા પર ઉતરવું પડશે.

  • 01 Jun 2023 06:42 PM (IST)

    Gujarat News Live: ઈમરાનખાનની પાર્ટીના પ્રમુખ પરવેઝ ઈલાહીની ધરપકડ

    પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પરવેઝ ઈલાહીની લાહોરથી ધરપકડ કરવામાં આવી છે.

  • 01 Jun 2023 05:27 PM (IST)

    Gujarat News Live: ખાપના પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળશે

    મુઝફ્ફરનગરની ખાપ પંચાયતમાં ખેલાડીઓની તરફેણમાં નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, અમે આવતીકાલે કુરુક્ષેત્રમાં ચુકાદો સંભળાવીશું અને ખાપના પ્રતિનિધિ આ મામલે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળશે.

  • 01 Jun 2023 04:07 PM (IST)

    Gujarat News Live: હિન્દુ રાષ્ટ્ર એટલે રામ રાજ્ય, કોઈને દેશ છોડવાની જરૂર નથીઃ બાબા બાગેશ્વર

    બાબા બાગેશ્વરે કહ્યું છે કે હિન્દુ રાષ્ટ્ર એટલે રામ રાજ્ય. ભારતને હિંદુ રાષ્ટ્ર બનવા દો હિન્દુ રાષ્ટ્ર એક વ્યવસ્થા છે. દેશ છોડવા માટે અન્ય કોઈ ધર્મની જરૂર નથી. તે પથ્થરો ના ફેંકે. તમામ મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે. કોઈએ દેશ છોડવાની જરૂર નથી.

  • 01 Jun 2023 04:01 PM (IST)

    GDP ગ્રોથ બાદ અર્થતંત્ર માટે સારા સમાચાર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર 31 મહિનાની ટોચે પહોંચ્યું

    ભારતની અર્થવ્યવસ્થા માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. એક દિવસ પહેલા જીડીપીના અંદાજ કરતા સારા આંકડા જોવા મળ્યા હતા. ગુરુવારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ડેટા પણ ઘણી રાહત આપી રહ્યા છે. મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI 31 મહિનાની ટોચે પહોંચી ગયો છે. પીએમઆઈ સર્વે મુજબ મે મહિનામાં નવા ઓર્ડરમાં વધારો થયો છે અને રોજગારીની વધુ તકો ઊભી થઈ છે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારો થયો છે.

    જાન્યુઆરી 2021 પછી ફેક્ટરી ઓર્ડર્સ સૌથી ઝડપી ગતિએ વધ્યા

    S&P ગ્લોબલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતના મેન્યુફેક્ચરિંગ PMIએ પ્રોત્સાહક વૃદ્ધિ દર્શાવી હતી. આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સકારાત્મક ચિત્ર રજૂ કરે છે. જાન્યુઆરી 2021 બાદથી કારખાના ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધી રહ્યા છે. વેચાણમાં થયેલા વધારાએ ઉત્પાદન, રોજગાર અને ખરીદીની માત્રામાં મજબૂત વૃદ્ધિનો માર્ગ પણ મોકળો કર્યો છે. મે મહિનામાં સપ્લાય ચેઈનની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળ્યો છે. આ સાથે કંપનીઓએ ઇનપુટ ઇન્વેન્ટરીમાં રેકોર્ડ સ્ટોરેજ કર્યો છે.

  • 01 Jun 2023 03:46 PM (IST)

    આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે

    આસારામ (Asaram) વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો નિર્ણય લીધો છે. કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે. છ આરોપીને નિર્દોષ છોડવાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાશે. આસારામને જોધપુરમાં થયેલી અને ગાંધીનગરમાં થયેલી સજાને એક સાથે કાપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે પિટિશન કરવાનો પણ કાયદાકીય અભિપ્રાય અપાયો છે. રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ અલગ હોવાથી એક સાથે સજા કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નહીં હોવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અપાયો છે.

  • 01 Jun 2023 03:30 PM (IST)

    બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત

    Rajkot : બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) BAPS સ્વામિનારાયણ મંદિરની (Swaminarayan Temple)  મુલાકાત લીધી હતી. તેમના આગમન સમયે સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. બાબા બાગેશ્વરે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સાથે જ બાબા બાગેશ્વરે સંતો સાથે મુલાકાત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • 01 Jun 2023 03:06 PM (IST)

    Gujarat News Live: સાકેત કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

    દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર લીધો છે. બિશ્નોઈને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસની પોલીસ કસ્ટડી માંગવામાં આવી હતી.

  • 01 Jun 2023 02:32 PM (IST)

    Gujarat News Live: રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સહન કરી શકતા નથી- ભાજપ

    રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશમાં રાહુલ ગાંધીનું કોઈ સાંભળતું નથી. તેઓએ ભારતની પ્રતિભા અને ઈમેજને બદનામ કરવાનો પોતાનો હેતુ બનાવી લીધો છે. તેઓ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સહન કરી શકતા નથી.

  • 01 Jun 2023 02:00 PM (IST)

    Amarnath Yatra 2023: પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો જાહેર, 1 જુલાઈથી શરૂ થશે યાત્રા

    અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવામાં એક મહિનો બાકી છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.યાત્રાનો રૂટ તૈયાર કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થા માટે ગુફામાં પહોંચી ગયા છે.

  • 01 Jun 2023 01:28 PM (IST)

    Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં, સુરક્ષા બંદોબસ્ત જાળવવા ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે

    અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના(Rathyatra)એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ(Ahmedabad Police) એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા  બંદોબસ્ત જાળવવા   માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે. જેના લીધે દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ રહેશે અને રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. આ ઉપરાંત રૂટમાં કોઈ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.

  • 01 Jun 2023 01:20 PM (IST)

    Nepal PM In India: નેપાળના PM પ્રચંડે નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરી હતી. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. હૈદરાબાદ હાઉસમાં મુલાકાત બાદ બંને નેતાઓ ઊર્જા, કનેક્ટિવિટી અને વેપાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2022માં પીએમ પદ સંભાળ્યા બાદ પ્રચંડની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-નેપાળ સરહદ પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનો શિલાન્યાસ પણ કરશે.

  • 01 Jun 2023 12:55 PM (IST)

    સુરતના ત્રણ યુવાનોને રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસ સમક્ષ માગવી પડી માફી, જાણો શું છે કારણ

    Surat : રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવાના ચક્કરમાં સુરતના (Surat) ત્રણ યુવાઓને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો વારો આવ્યો છે. ત્રણ સગીરો પોલીસ સ્ટેશનમાં પોતાની ભુલનો પસ્તાવો કરી રહ્યા છે. આ એ જ સગીરો છે જેમણે ગઇકાલે બાઇક પર જાહેરમાં પિસ્તોલ સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • 01 Jun 2023 12:54 PM (IST)

    અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત

    Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા (Accident) હોવાનું સામે આવ્યું છે. એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત થયું જયારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. GJ-01RW1435 નંબરની કારે અકસ્માત સર્જયો છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  • 01 Jun 2023 12:53 PM (IST)

    LAC પર ત્રણ બાજુથી એરફિલ્ડ-રનવે તૈયાર કરી રહ્યું છે ચીન, સેટેલાઇટ તસવીરે ડ્રેગનની ચાલનો કર્યો પર્દાફાશ

    China: ચીનની નવી ચાલ જોઈને એવું લાગે છે કે તે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. એક તરફ મીઠી ભાષા બોલીને ગેરમાર્ગે દોરવાની નીતિ છે અને બીજી તરફ ચીન મોટા પાયે નિર્માણ કરી રહ્યું છે. જેથી તેને યુદ્ધ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. સેટેલાઇટમાંથી મળેલી તસવીરોમાં ડ્રેગનના નાપાક કૃત્યોનો પર્દાફાશ થયો છે. ચીન (China) ભારત સાથેની સરહદો પર રનવે, બિલ્ડીંગ, ફાઈટર જેટ શેલ્ટર જેવા બાંધકામનું કામ કરી રહ્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે ભારત વિરુદ્ધ નવી રણનીતિ બનાવી રહ્યુ છે. આવી સ્થિતિમાં ભારત હંમેશા ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

  • 01 Jun 2023 11:22 AM (IST)

    મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે

    Manipur: ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં રાજ્ય શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં હિંસાની તપાસ થશે.

  • 01 Jun 2023 10:26 AM (IST)

    મુઝફ્ફરનગરમાં આજે 50 ખાપ પંચાયતનું આયોજન, કુસ્તીબાજોના આરોપો અને પોલીસ કાર્યવાહી પર થશે ચર્ચા

    વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો મુદ્દો આજે ગરમ થઈ શકે છે. ભારતીય કિસાન યુનિયનની જાહેરાત મુજબ આજે મુઝફ્ફરનગરમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવશે. ભાકિયુના રાષ્ટ્રીય અધ્યક્ષે આ ખાપ પંચાયતની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ, તેમાં 50 ખાપની ભાગીદારી થવાની સંભાવના છે. ટિકૈતે કહ્યું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીના સભ્યો તેમાં ભાગ લેવા મુઝફ્ફરનગર પહોંચશે.

  • 01 Jun 2023 09:02 AM (IST)

    ભારતમાં આખો વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે, સંસ્થાઓ બીજાના હાથમાં: રાહુલ ગાંધી

    કોંગ્રેસના નેતાઓ અમેરિકાના પ્રવાસે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમણે કહ્યું કે ભારતમાં સમગ્ર વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. આપણા દેશમાં લોકશાહીને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. કોઈ સંસ્થા કામ કરવા સક્ષમ નથી. લોકશાહીનો અર્થ માત્ર વિરોધ જ નથી. લોકશાહીનો અર્થ એ છે કે સંસ્થાઓએ વિપક્ષને ટેકો આપવો જોઈએ. પરંતુ આપણા દેશની સંસ્થાઓ સંપૂર્ણપણે બીજાના હાથમાં છે તે તેની ભૂમિકા ભજવી રહી નથી.

  • 01 Jun 2023 07:52 AM (IST)

    રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા “મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર – ઋષિકેશ પટેલ

    ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંસદસભ્યઓ તેમજ ધારાસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ કાયદા વિભાગ દ્વારા થયેલી વિશેષ કામગીરી, યોજનાના અમલીકરણ, બેસ્ટ પ્રેક્ટીસીસ, વિવિધ ઉપલબ્ધિઓ અંગે સભ્યઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિભાગ સંબંધિત બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 01 Jun 2023 07:25 AM (IST)

    Gujarat સરકારની તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

    Gandhinagar : ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ(Smart Village)  બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે.સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.

  • 01 Jun 2023 07:24 AM (IST)

    રાહતના સમાચાર, Gujarat માં માર્ગ અકસ્માતમાં 44 ટકાનો ઘટાડો, રોડ સેફટી અવરનેસ કાર્યક્રમનો સિંહફાળો

    Gandhinagar : ગુજરાતમાં(Gujarat)  છેલ્લા 10 વર્ષમાં રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. જેમાં અકસ્માતના સ્થળથી હોસ્પિટલ પહોંચી સારવાર મેળવવાના સમયમાં ઘટાડાના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં છેલ્લા 10  વર્ષમાં 44  ટકાનો ઘટાડો નોંધાયો છે. ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012 ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022 માં રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં 44 ટકાનો ઘટાડો થયો છે.

  • 01 Jun 2023 06:52 AM (IST)

    Commodity Market : વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી નોંધાઈ, સોનું 60180 પર બંધ થયું તો ચાંદી 1096 રૂપિયા ઉછળી

    Gold and Silver Price : 31 મેના રોજ સોનામાં પ્રારંભિક ઘટાડા બાદ તેજી જોવા મળી હતી. કોમોડિટી એક્સચેન્જ MCX  પર સોનાનો વાયદો રૂ. 59,946 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 0.2 ટકા ઘટીને $1,955.28 પ્રતિ ઔંસ હતો. અમેરિકામાં સોનામાં વાયદો 0.2 ટકા ઘટીને 1,954.80 પર હતો. મે મહિનામાં સોનામાં 1.7 ટકાનો ઘટાડો થયો છે. 31 મેના રોજ કારોબારના અંતિમ તબક્કામાં સારી ખરીદારી સાથે ગ્રીન ઝોનમાં પ્રવેશ્યો હતો. 5 જૂન 2023  વાયદા માટે સોનુ ઉપલા સ્તરે 60,350.00 સુધી જોવા મળ્યું હતું.બીજી તરફ 4 ઓગષ્ટ વાયદા માટે ઉપલા સ્તરે પીળી ધાતુ 60,385.00 ના સ્તરે ટોચ પાર જોવા મળ્યું હતું. બીજી તરફ ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. ચાંદી 1000 રૂપિયાથી વધુના ઉછાળા સાથે  72,250.00ના ઉપલા સ્તરે વાયદા બજારમાં ટ્રેડ થઇ હતી.

  • 01 Jun 2023 06:52 AM (IST)

    Gujarat Weather Forecast : ગુજરાતમાં પલટાશે હવામાન, ગરમીથી મળશે રાહત

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 43% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

  • 01 Jun 2023 06:51 AM (IST)

    Gujarat સરકારની તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

    Gandhinagar : ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ(Smart Village)  બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે.સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.

  • 01 Jun 2023 06:51 AM (IST)

    દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનો થશે પ્રારંભ, 15 જુને ચોમાસું ગુજરાત પહોંચશે

    Gujarat: આવતીકાલથી દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે. ચોમાસું (Monsoon) આવતીકાલે કેરળ પહોંચશે અને 15 જૂનથી ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થશે. 15 જૂનથી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે. કાલે કેરળમાં પ્રવેશ્યા બાદ 5 જૂન સુધીમાં ચોમાસું તમિલનાડુમાં પ્રવેશ કરશે. પાંચ જૂને તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદની પધરામણી થશે. 10 જૂને ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણા સુધી પહોંચી જશે. બાદમાં 15 જૂનથી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

Published On - 6:50 am, Thu, 1 June 23