India vs Oman : ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક

India vs Oman LIVE Cricket Score Asia Cup 2025 in Gujarati : ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપના સુપર 4 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. હવે તેઓ તેમના અંતિમ લીગ મેચમાં ઓમાનનો સામનો કરશે. આ પહેલીવાર હશે જ્યારે બંને ટીમો એકબીજાનો સામનો કરશે.

India vs Oman : ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક
India vs Oman
| Edited By: | Updated on: Sep 20, 2025 | 12:03 AM

ભારતીય ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2024 ના સુપર 4 માં સ્થાન મેળવ્યું. હવે, તેઓ અંતિમ લીગ મેચમાં ઓમાનને હરાવીને જીતની હેટ્રિક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે. ભારત અને ઓમાન પહેલીવાર એકબીજાનો સામનો કરશે. ઓમાન આ ટુર્નામેન્ટમાં તેની બંને મેચ હારી ગયું છે અને તેની પહેલી સિઝનમાં એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે. હવે, તે ભારત સામે સારું પ્રદર્શન કરીને આ ટુર્નામેન્ટને મજબૂત વિદાય આપવાનો પ્રયાસ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Sep 2025 12:03 AM (IST)

    ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું

    India vs Oman : ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક

  • 19 Sep 2025 11:59 PM (IST)

    ઓમાનને ચોથો ઝટકો

    Ind vs Oma, Asia Cup 2025: ઓમાનને ચોથો ઝટકો લાગ્યો, વિનાયક શુક્લા એક રન બનાવીને આઉટ થયો


  • 19 Sep 2025 11:47 PM (IST)

    કલીમ 64 રન બનાવી આઉટ

    Ind vs Oma Match : ઓમાનને મોટો ઝટકો, આમિર કલીમ 64 રન બનાવી થયો આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ

  • 19 Sep 2025 11:27 PM (IST)

    ઓમાનનો સ્કોર 100 ને પાર

    India vs Oman, Asia Cup : ઓમાનનો સ્કોર 100 ને પાર, આમિર કલીમની ફિફ્ટી

  • 19 Sep 2025 11:02 PM (IST)

    ઓમાનને પહેલો ઝટકો

    Ind vs Oma : ઓમાનને પહેલો ઝટકો, કેપ્ટન જતિન્દર સિંહ 32 રન બનાવી આઉટ, કુલદીપ યાદવે લીધી વિકેટ

  • 19 Sep 2025 10:41 PM (IST)

    ઓમાનની મજબૂત શરૂઆત

    India vs Oman : ઓમાનની મજબૂત શરૂઆત, પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવ્યા 44 રન

  • 19 Sep 2025 09:50 PM (IST)

    ઓમાનને જીતવા 189 રનનો ટાર્ગેટ

    India vs Oman LIVE Score: ભારતે ઓમાનને જીતવા 189 રનનો આપ્યો ટાર્ગેટ, સંજુ સેમસનની ફિફટી

  • 19 Sep 2025 09:39 PM (IST)

    સેમસન 56 રન બનાવી આઉટ

    Ind vs Oma : સંજુ સેમસન 56 રન બનાવી થયો આઉટ, તિલક વર્માની આક્રમક બેટિંગ

  • 19 Sep 2025 09:30 PM (IST)

    સંજુ સેમસનની ફિફ્ટી

    India vs Oman: સંજુ સેમસને 41 બોલમાં ફિફ્ટી ફટકારી, ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ સંભાળી

  • 19 Sep 2025 09:15 PM (IST)

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી

    India vs Oman Match : ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, સંજુની મજબુત બેટિંગ, અક્ષર પટેલ 26 રન બનાવી થયો આઉટ, શિવમ દુબે સસ્તામાં આઉટ.

  • 19 Sep 2025 09:02 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    Ind vs Oma, Asia Cup 2025 : ભારતનો સ્કોર 100 ને પાર, સંજુ-અક્ષરની મજબુત બેટિંગ, 10 ઓવરમાં ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી, સુર્યાની બેટિંગ હજી બાકી.

  • 19 Sep 2025 08:50 PM (IST)

    એક જ ઓવરમાં બે ઝટકા

    Ind vs Oma Match : ભારતને એક જ ઓવરમાં બે ઝટકા, અભિષેક બાદ હાર્દિક માત્ર 1 રન બનાવી આઉટ, હાદિક થયો રન આઉટ, ભારતને મોટો ફટકો

  • 19 Sep 2025 08:43 PM (IST)

    અભિષેક શર્મા આઉટ

    India vs Oman, Asia Cup : ભારતને બીજો ઝટકો, અભિષેક શર્મા 15 બોલમાં 38 રન બનાવી થયો આઉટ, સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવવામાં ફરી નિષ્ફળ રહ્યો.

  • 19 Sep 2025 08:35 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    Ind vs Oma: ભારતનો સ્કોર 50 ને પાર, અભિષેક શર્માની આક્રમક બેટિંગ, સંજુ સેમસનની મક્કમ બેટિંગ, બંને વચ્ચે મજબુત પાર્ટનરશીપ.

  • 19 Sep 2025 08:13 PM (IST)

    ગિલ ફરી ફ્લોપ

    India vs Oman : ભારતને પહેલો ઝટકો, વાઈસ કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવી થયો આઉટ, ગિલ ફરી ફ્લોપ રહ્યો હતો. શાહ ફૈઝલે ગિલને ક્લીન બોલ્ડ કર્યો.

  • 19 Sep 2025 07:41 PM (IST)

    ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

    India vs Oman Match : અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ

  • 19 Sep 2025 07:38 PM (IST)

    ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર

    Ind vs Oma, Asia Cup 2025: ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહની જગ્યાએ હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને પપ્લેઇંગ 11 માં સામેલ કરવામાં આવ્યા છે.

  • 19 Sep 2025 07:34 PM (IST)

    ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    Ind vs Oma Match : ભારતના કેપ્ટન સુર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધી. ઓમાનની ટીમ પહેલા બોલિંગ કરશે.

  • 19 Sep 2025 07:24 PM (IST)

    ઓમાનને પહેલી જીતની રાહ

    India vs Oman, Asia Cup : ઓમાન ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવવા માંગે છે. ટીમ ઈન્ડિયા સામે આ હાંસલ કરવું તેમના માટે મુશ્કેલ હશે, છતાં તેઓ ટુર્નામેન્ટનો અંત વિજય સાથે કરવા માંગશે.

  • 19 Sep 2025 07:20 PM (IST)

    શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા

    Ind vs Oma : ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હજુ સુધી એશિયા કપમાં કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ઓમાન સામેની મેચમાં તે મોટી ઈનિંગ રમશે તેવી અપેક્ષા છે.

  • 19 Sep 2025 07:12 PM (IST)

    અભિષેક શર્મા આ રેકોર્ડ બનાવી શકે છે

    India vs Oman : ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ઓમાન સામે વધુ એક રેકોર્ડ બનાવી શકે છે. તે સૌથી ઓછી મેચોમાં 50 છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે. તેણે 19 T૨૦ મેચોમાં 46 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા 50 છગ્ગા ફટકારીને તેના માર્ગદર્શક યુવરાજ સિંહને જન્મદિવસની સંપૂર્ણ ભેટ આપવા માંગશે.

  • 19 Sep 2025 07:06 PM (IST)

    ટીમ ઈન્ડિયા જીતની હેટ્રિક લગાવશે?

    ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં ઓમાન સામે જીતની હેટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખશે. આ પહેલા ભારતીય ટીમે યુએઈ અને પાકિસ્તાનને હરાવીને સુપર 4 માં સ્થાન મેળવ્યું હતું.

  • 19 Sep 2025 07:02 PM (IST)

    ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં 100 ટકા મતદાન

    ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં 100 ટકા મતદાન થયુ છે. ભરૂચ અને નર્મદાબંને મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયુ છે. તમામ 296  મતદારોએ ડેરીની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. 30 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. હવે આવતીકાલે સવારે  9:00 કલાકે મતગણતરી યોજાશે.

    આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કરી.  પોતાની પેનલના 4 ઉમેદવારની જીતનો દાવો કર્યો. સાથે જાહેરાત કરી કે, જીત થયા બાદ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપીશું.
    દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 12 સામાન્ય, 2 મહિલા અને એક SC-ST અનામત બેઠક માટે મતદાન થયું. આ ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.,. જેમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સામ સામે છે.. ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન છે. ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યા છે. તો MLA અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યા છે.. મેન્ડેટ વિના અપક્ષ ચૂંટણી લડતા 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.

  • 19 Sep 2025 06:45 PM (IST)

    વડોદરા મહાનગરપાલિકામાં દોઢસો જેટલી ફાઈલો ગુમ

    વડોદરા મહાનગરપાલિકામાં દોઢસો જેટલી ફાઈલો ગુમ થઈ છે જેમા અતાપી વન્ડરલેન્ડની જમીનની ફાઈલ પણ ગુમ થઈ છે. મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ફાઈલો ગુમ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોલીસ ફરિયાદ નોંધાવવા અંગે રજૂઆત કરી તે. જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માગ કરાઈ છે.
    મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સામાજિક કાર્યકરે ફાઈલો ગુમ થવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. ફાઈલો ગુમ થતા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. અને તટસ્થ તપાસની માગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે..

  • 19 Sep 2025 06:30 PM (IST)

    સુરેન્દ્રનગર: ચોટીલામાં જૂની અદાવતમાં ઘર પર હુમલો

    સુરેન્દ્રનગરના ચોટીલામાં જૂની અદાવતમાં ઘર પર હુમલો કરવામાં આવ્યો. એક જ સમાજના લોકો વચ્ચે જૂની અદાવતમાં ઘાચીવાડ વિસ્તારમાં બબાલ થઈ હતી. આ  હુમલાના CCTV સામે આવ્કેયા છે. જેમા 5થી 6 શખ્સોએ ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.  મકાનના દરવાજા, CCTVને પણ  નુકસાન પહોંચાડ્યુ છે.  ઘરમાં રહેલી મહિલાઓ, બાળકો રૂમમાં ડરને કારણે રૂમમાં પુરાઈ રહ્યા હચા. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

  • 19 Sep 2025 06:14 PM (IST)

    લવજેહાદનો ભોગ બનેલી 20 વર્ષિય યુવતીને આસામથી પરત લવાઈ

    ગાંધીનગરથી એક મોટી ઘટના સામે આવી છે. જ્યાં લવ જેહાદનો ભોગ બનતા બચાવાયેલી 20 વર્ષની યુવતીને પોલીસે સલામત રીતે પરિવાર સુધી પહોંચાડી છે. આ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી અને ગૃહ રાજ્યમંત્રીના સીધા હસ્તક્ષેપ બાદ યુવતીને આસામમાંથી પરત લાવવામાં આવી છે.

    તાજેતરમાં 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. જેની યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી-ફોસલાવીને આસામ ભગાડી ગયો છે. જોકે યુવતીએ જ પરિવારનો સંપર્ક કરતા પરિવારે તાત્કાલિક પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા પોલીસ યુવતીને આસામથી સલામત રીતે શોધી લાવી પરિવારને સોંપી. વિધર્મી યુવકની ધરપકડ કરી છે.

  • 19 Sep 2025 06:00 PM (IST)

    દેવાના ડુંગર તળે દબાઈ નવસારી મનપા

    નવસારી ભલે પાલિકામાંથી મહાનગર પાલિકા બની પરંતુ આયોજનનો અભાવ અને અધિકારીઓની નિષ્ક્રિયતાને પગલે આજે મનપા, દેવાના ડુંગર નીચે દબાઇ છે. આપને જાણીને આશ્યર્ચ થશે કે નવસારી મનપાનું કુલ દેવું 54 કરોડને પાર પહોંચ્યું છે.. અને હવે અધિકારીઓ દેવા માફીને લઇને ગાંધીનગર સુધી ધક્કા ખાઇ રહ્યા છે. મનપાનું દેવું વધવા પાછળનું સૌથી મોટું કારણ અધિકારીઓની અણઆવડત છે.. 70 હજાર પાણીના જોડાણ છતાં વેરો વસૂલવામાં નિષ્ફળતાને પગલે આ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સ્થાનિકો તંત્રના માથે માછલા ધોઇ રહ્યા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ નોટિસ મોકલી હોવાનું જણાવીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પરંતુ તેઓની પાસે વેરાની વસૂલાત કે મનપાને સદ્ધર બનાવવા માટે કોઇ જ નક્કર આયોજન નથી. જેના કારણે દેવાનો ડુંગર વધુ ઊંચો બની રહ્યો છે.. અને નાગરિકોને સુવિધાને બદલે માત્રે ઠાલા વચનો મળી રહ્યા છે.

  • 19 Sep 2025 05:45 PM (IST)

    રાજકોટ: મનપામાં ભાજપના નેતા લીલુબેન શાસકે વ્યક્ત કરી નારાજગી

    રાજકોટ મનપાના શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે તેમના બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છૂટા કરવામાં આવ્યા છે. કાવતરાપૂર્વક તેમની છબીને ખરડવાનો પ્રયાસ છે. લીલુબેન આ મુદ્દે ભાવુક થયા અને જણાવ્યું કે આ બાબતે તેમણે કેન્દ્રિય ગૃહમંત્રીને પત્ર લખી જાણ પણ કરી છે. ગજરાજસિંહે જણાવ્યું કે અમે બે ડ્રાઈવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. ગજરાજસિંહે જણાવ્યું કે અમે બે ડ્રાઈવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. પરંતુ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશથી અમને છૂટા કરવામાં આવ્યા. તેમણે આગળ કહ્યું કે ફાયર ઓફિસરે પોતે જ જણાવ્યું કે પદાધિકારીઓના કહેવાથી આ નિર્ણય લેવાયો છે.

  • 19 Sep 2025 05:26 PM (IST)

    MLA હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યુ આત્મસમર્પણ

    પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ છે. સાંજે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.  અનિરુદ્ધસિંહને ગુરુવારે સુપ્રીમ કોર્ટે સાત દિવસની રાહત આપી હતી પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અરજી રજૂ કરાઈ હતી. વાંધા અરજી બાદ કોર્ટે નવો ઓર્ડર કર્યો હતો અને સાત દિવસની રાહત પર રોક લગાવતા આજે સાંજ સુધીમાં સરેન્ડર કરવા જણાવ્યુ હતુ.

     

  • 19 Sep 2025 05:21 PM (IST)

    જુનાગઢઃ લોક ગાયક દેવાયત ખવડનો જામીન પર છૂટકારો

    હુમલાના કેસમાં સંડોવાયેલા દેવાયત ખવડના નિચલી કોર્ટે મંજૂર કરેલા જામીન સામે પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા અપીલ કરાઈ હતી. જે આધારે સેશન્સ કોર્ટે દેવાયત ખવડને નીચલી કોર્ટે આપેલા જામીન રદ કરી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા ખવડને સેશન્સ કોર્ટે જેલ હવાલે કર્યા હતા. જે બાદ સેશન્સ કોર્ટ દ્વારા ખવડના જામીન મંજૂર થતા જેલમુક્ત કર્યા છે.

  • 19 Sep 2025 02:55 PM (IST)

    એશિયાની સૌથી મોટી બનાસ ડેરીનો ચૂંટણી જંગ બનશે રસપ્રદ

    એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણી હવે વધુ રસપ્રદ બની રહી છે. પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીએ ડેરીના ડિરેક્ટર પદ માટે નામમુંદવણી ફોર્મ ભરતા રાજકીય ગરમાવો વધ્યો છે. સાથે જ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલે પણ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.
    અત્યાર સુધી બનેલી રાજકીય સજાવટ પરથી અનુમાન થાય છે કે આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ ડેરી સાથે સંકળાયેલા છે, જેના કારણે આ ચૂંટણી માત્ર સહકારી સંગ્રામ નહીં પણ રાજકીય પ્રતિષ્ઠાનો મુદ્દો પણ બની શકે છે.

  • 19 Sep 2025 01:11 PM (IST)

    અમદાવાદના સોલા સિવિલમાં OPD કેસનું સર્વર ઠપ્પ

    અમદાવાદના સોલા સિવિલમાં OPD કેસનું સર્વર ઠપ્પ થઇ ગયુ છે. કેસ કઢાવવા માટે દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. કોમ્પ્યુટરનું સર્વર બંધ થતા લેખિતમાં કેસ કાઢવાની ફરજ પડી. સવારથી લઈ હજુ સુધી કોઈ નિકાલ ન આવતા દર્દીઓને હાલાકી થઇ રહી છે. વૃદ્ધ સહિત ગર્ભવતી મહિલાઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. લાઈનમાં ઉભા રહેતા દર્દીઓએ તાત્કાલિક નિરાકરણની માગ કરી છે.

  • 19 Sep 2025 12:40 PM (IST)

    અમેરિકા: સાઉથ કેરોલાઈનામાં ગુજરાતી મહિલાની હત્યા

    અમેરિકાના સાઉથ કેરોલાઈનામાં એક દુખદ ઘટના બની છે, જેમાં મૂળ ગુજરાતના બોરસદની રહેવાસી મહિલા કિરણ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ, કિરણબેન પોતાના સ્ટોરમાં હાજર હતા ત્યારે એક હુમલાખોર લૂંટના ઇરાદે અચાનક ધસી આવ્યો હતો. હુમલાખોરે સ્ટોરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં કિરણબેનને આઠથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે અને આશંકિત આરોપીની શોધખોળ ચાલી રહી છે.

  • 19 Sep 2025 12:30 PM (IST)

    મણિપુરમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓની ધરપકડ કરી

    મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલ ખીણના ત્રણ જિલ્લાઓમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનોના છ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુરુવારે આ ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત સંગઠન PREPAK (PRO) ના એક સક્રિય સભ્ય, જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેને થોઉબલ જિલ્લાના ઇચાન ખુનોઉથી ધરપકડ કરવામાં આવી હતી.

  • 19 Sep 2025 12:11 PM (IST)

    રશિયા: કામચટકામાં ફરી ભયાવહ ભૂકંપ

    રશિયાના કામચટકા ક્ષેત્રમાં ફરી ભયાવહ ભૂકંપ અનુભવાયો છે. એક પછી એક બે આંચકા નોંધાયા છે, જેમાં તીવ્રતા ક્રમશઃ 7.8 અને 6  રહી હતી. ભૂકંપના કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 85 અને 30 કિ.મીની ઊંડાઈએ હતા. આ આંચકાઓ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. હાલ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયામાં કામચટકામાં આ ત્રીજો ભૂકંપ છે, જ્યારે ગયા મહિનામાં પણ આ વિસ્તાર અનેક ભૂકંપોથી ધ્રૂજ્યો હતો.

  • 19 Sep 2025 10:54 AM (IST)

    સુરત: મોબાઈલ ચોર ગેંગના સભ્યો પોલીસ સકંજામાં

    સુરત: મોબાઈલ ચોર ગેંગના સભ્યો પોલીસ સકંજામાં આવ્યા છે. ઈચ્છાપોર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બન્ને પાસેથી ચોરીના 11 મોબાઈલ કબજે લેવાયા. ઘરની બારીમાંથી, લોકોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરતા હતા. અગાઉ ગાંજાની હેરાફેરીમાં પણ આરોપી ઝડપાયા હતા.

  • 19 Sep 2025 09:41 AM (IST)

    અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ માથાકૂટ

    અમદાવાદ : એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ માથાકૂટ સર્જાઇ છે. છડાવાડ પોલીસ ચોકી પાસે અકસ્માત થતાં બબાલ થઇ. અલગ અલગ જૂથના લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો. રાત્રે પોલીસ કોમ્બિંગ દરમિયાન ઘટના સર્જાઈ હતી, આંબાવાડી અને ભૂદરપૂરા વિસ્તારના લોકો સામ સામે આવ્યા. પોલીસે તાત્કાલિક મામલો થાળે પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

  • 19 Sep 2025 08:26 AM (IST)

    બોટાદમાં વરસ્યો ધોધમાર વરસાદ

    બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. એક કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

  • 19 Sep 2025 08:23 AM (IST)

    અમદાવાદ શહેરમાં ડમ્પરનો કહેર યથાવત

    અમદાવાદ શહેરમાં ડમ્પરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દાણીલીમડામાં ડમ્પરે 18 વર્ષીય યુવકને અડફેટે લેતા મોત થયુ. મોડી રાતે કોર્પોરેશનના ડમ્પરે અકસ્માત સર્જયો. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છેે.

  • 19 Sep 2025 07:46 AM (IST)

    નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર

    નવરાત્રીમાં શહેરના નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસનો સજ્જ થઈ છે. આ નવરાત્રીમા ટપોરી ઓની ખેર નથી. કારણ કે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ ગરબાના મેદાનમાં હશે. સમગ્ર શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમા હાજર રહેશે. ખાસ કરીને સિધુંભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્ન્ટ વિસ્તારમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેમા ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પણ સક્રિય થતી હોય છે. તેને લઈને ગરબા આયોજકોને CCTV અને વોચ ટાવર બનાવવા સૂચના આપવામાં આવી છે.

Published On - 7:44 am, Fri, 19 September 25